PHP-and-MySQL/C4/User-Login-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 00:58, 4 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 યુઝર લોગીન અને સેશનો પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નેમ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
0:14 દાખલ કરેલી વેલ્યુઓ ડેટાબેઝ થી ચકાસવામાં આવશે.
0:16 હું તમને બતાવીશ કે નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ કરવું.
0:25 જો કે આપણે સેશનો વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી.
0:32 શરૂ કરવા માટે હું html ફોર્મ બનાવીશ.
0:35 કેટલાક mySQL લક્ષણો બતાવીશ જે આપણે સુયોજિત કરીશું.
0:42 html ફોર્મમાં, "login dot php" કહેવાતા પેજ પર કામ કરી રહ્યા છીએ.
0:47 આપણે સરળતા માટે પેજીસને જુદા જુદા રાખીશું.
0:49 મેથડ POST થશે. ફોર્મનો અહીં અંત કરીશું.
0:54 હું ઇનપુટ ટાઇપ બનાવીશ જે "text" રહેશે અને "username" નેમ રહેશે.
1:06 અહીં એક લાઈન બ્રેક.
1:09 આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલો.
1:15 આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખી, આ તારાઓ અથવા વર્તુળો જેમ દ્રશ્યમાન થશે.
1:24 અને અંતે "submit" બટન બનાવીશું અને તેની વેલ્યુ "Log in" રહેશે.
1:31 રીફ્રેશ કરો અને અહીં એક પેજ છે.
1:36 "index dot php" યુઝર નેમ અને પાસવર્ડ સાથે.
1:39 હું લોગઇન કરીશ અને આ એ પેજ પર જાય છે જે અસ્તિત્વમાં નથી.
1:43 હવે આ વધુ વપરાશકર્તા અનુકુળ બનાવીએ અને અહીં લેબલો ટાઈપ કરીએ.
1:54 રીફ્રેશ કરો અને આ રહ્યું.
1:59 હવે "login dot php" ફાઈલ બનાવીએ.
2:01 સૌપ્રથમ હું "php my admin" ખોલીશ.
2:04 જો તમે "xampp" વાપરી રહ્યા છો તો આ "php my admin" માટે લોકલ હોસ્ટનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે સંસ્થાપિત થશે.
2:11 જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈ લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ.
2:21 હવે, નવો ડેટાબેઝ બનાવીશ.
2:25 તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create પર ક્લિક કરો.
2:40 આપણે જોશું કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ.
2:46 જો તમે sql સાથે પરિચિત નથી, તો ચાલો હું તમને સંક્ષિપ્તમાં સમજાવું.
2:50 મૂળભૂત સ્ટ્રક્ચર ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો પંક્તિઓને સંગ્રહિત કરે છે અને પંક્તિઓ વેલ્યુઝને સંગ્રહિત કરે છે.
3:00 આને "users" નામ આપીએ અને OK પર ક્લિક કરીએ.
3:06 એક એરર - the number of fields!
3:10 જયારે હું એક નવા ડેટાબેઝને બનાવુ છું, હું એક નોટપેડ અથવા એક કોન્ટેકસ્ટ એડિટર ખોલું છું અને એ તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને નોંધ કરું છું જે હું વાપરીશ.
3:20 હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને અંતે "password". આ બધું આ સમયે જોઈએ છે.
3:28 તમારા પ્રોગ્રામ પર આધાર રાખી, "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ.
3:36 પણ હમણાં માટે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇશું, આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને.
3:42 અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે.
3:49 હવે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા સાથે આગળ વધીશું.
3:53 "id" ટાઈપ કરીશું અને આને ઇન્ટેજર (પૂર્ણાંક) બનાવીશું.
3:57 આ પ્રાયમરી કી છે અને આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ.
4:02 હવે, જયારે એક નવો રેકોર્ડ બનશે id ની વેલ્યુમાં એકથી વધારો થશે.
4:07 તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે રજીસ્ટર થશે કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે રજીસ્ટર થશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ.
4:15 આગળ યુઝરનેમ હશે અને અંતે પાસવર્ડ હશે.
4:23 આપણે તેને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં.
4:31 અહીં બીજું કઈ જ નથી જેને અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે.
4:34 નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો.
4:40 તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને તે અહીં જોઈ શકીએ છીએ.
4:44 અને તમે તેમાં વેલ્યુ ઉમેરી શકો છો.
4:48 આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ.
4:50 યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. તે પર આગળ ચર્ચા કરીશું.
5:01 "id" ની વેલ્યુ સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી કઈ પણ ન નાખીશું.
5:05 આ સીધે સીધું 1 પર જશે.
5:07 યુઝરનેમમાં, હું "Alex" લખીશ.
5:10 પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારો પાસવર્ડ રાખવાની સલાહ આપીશ.
5:16 તો યુઝરનેમ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે.
5:26 બ્રાઉઝ કરવા માટે, ફક્ત browse ટેબ પર ક્લિક કરો.
5:28 નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે.
5:37 હવે, "login dot php" પેજ બનાવીશું.
5:46 આ સંગ્રહિત કરો - "Login dot php".
5:51 ચાલો જોઈએ php ટેગોને કઈ રીતે બનાવવા.
5:55 હવે હું કેટલાક POST વેરીએબલો પર વિચાર કરીશ.
5:59 "index dot php" માં, POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધી.
6:01 યુઝરનેમ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ ને રીનેમ કરીશું જે "username" છે.
6:11 આ અહીં મળ્યું અને.... પાસવર્ડ POST વેલ્યુ સમાન રહેશે અને તે "password" હશે.
6:25 સૌપ્રથમ, તપાસ કરીશું કે યુઝરનેમ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી.
6:30 આપણે ફોર્મને વેલીડેટ કરવાની શરૂઆત ન કરીશું. આ કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે યુઝરે આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે.
6:38 હવે, હું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ.
6:40 આ મોટો બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં આવશે.
6:45 તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો વેલ્યુ ધરાવે છે, તો તે TRUE રીટર્ન થશે અને હું "password" લખીશ.
6:56 તેથી આને TRUE કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે.
7:04 આપણે અહીં ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
7:08 આ કરવા માટે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ બનાવીશું.
7:20 અને આ અંદર પહેલુ પેરામીટર "host" રહેશે અને જે મારા માટે "localhost" છે.
7:28 બીજું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ.
7:31 ત્રીજુ "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. તે પર ચેક કરીશું.
7:37 આ પછી "or die" લખી એક એરર મેસેજ આપીશું.
7:39 ઉદાહરણ તરીકે, "Couldn't connect" લખીશું.
7:44 મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. તે બીજું કઈક છે.
7:48 આપણે પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect".
7:51 હવે આપણે કોષ્ટક પસંદ કરવાની જરૂર છે, માફ કરો ડેટાબેઝને.
7:58 "mysql select db" લખીશું જે બીજું બિલ્ટ-ઇન ફંક્શન છે જયારે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે.
8:06 તે XAMPP સાથે પણ આવે છે.
8:11 અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકી "phplogin" લખીશ.
8:19 તો બધું બરાબર છે એમ ધારી, હું એરર મેસેજ "Couldn't find db" ને અહીં ઉમેરીશ.
8:30 પેજ રીફ્રેશ કરો. login પર ક્લિક કરો. કઈ થતું નથી.
8:37 "if" સ્ટેટમેંટને એડીટ કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે.
8:47 આ ફંક્શન કોલ થયા પછી, આ પોઈન્ટ પછી તે કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે.
8:54 અને આ તમારા પસંદના મેસેજને પણ પસાર કરશે.
8:58 તો અહીં હું લખીશ "Please enter a user name and a password"
9:08 આ રીફ્રેશ કરો. ડેટા રીસેન્દ કરો અને આ એરર મેસેજ મળે છે.
9:13 આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in પર ક્લિક કરીશ.
9:18 એરર મેસેજનથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ.
9:25 આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે ડેટાબેઝ સાથે જોડાવવું અને યુઝરનેમ અને પાસવર્ડ માટે કેવી રીતે તપાસ કરવી.
9:34 જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali