PHP-and-MySQL/C3/MySQL-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 01:10, 4 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે "php academy" ડેટાબેઝ અંદર એક કોષ્ટક બનાવ્યું હતું અને તે સાથે આગળ વધવા માટે તમામ સંબંધિત ડેટા સાથે ફીલ્ડો બનાવ્યા હતા... ડેટા ટાઈપ્સ વગેરે.
0:14 હવે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) ડેટા દાખલ કરીશું.
0:21 હું અહીં આ "Insert" બટન ક્લિક ન કરીશ કારણ કે અહીં આ બટનને ક્લિક કરવાથી, ઉપયોગ કરવા માટે ખુબ સરળ ઇન્ટરફેસ મેળવીએ છીએ જેમાં કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરી ફર્સ્ટનેમ, લાસ્ટનેમ, ડેટ ઓફ બર્થ (જન્મ તારીખ) ટાઈપ કરી શકીએ છીએ.
0:33 તમે જોઈ શકો છો કે તે ઉપર આવ્યું છે.
0:35 અને અહીં જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ.
0:37 જો કે આ mysql php ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે mysql અથવા php વાપરીને ડેટા દાખલ કરવા.
0:49 હવે સૌપ્રથમ આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
0:52 "mysql dot php" ફાઈલ અંદર, આપણી "connect dot php" ફાઈલનો સમાવેશ કરવા માટે "include" ફંક્શન વાપરીશું.
1:00 હવે જો આ સમાન ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે "sub directory અને પછી connect" લખી શકો છો.
1:07 કૃપા કરી આને યોગ્ય રીતે સ્પષ્ટ કરો.
1:09 જો તમે પેજને એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા... જો તમે "Rest of the page" ને અહીં એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા, તો તમે "require" ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો.
1:18 "require" ફંક્શન પેજને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ ન મળે.
1:23 "include" તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું અથવા બાકીના પેજને રન કરવાનું ચાલુ રાખશે.
1:29 જો તમે "require" ફંક્શનનો ઉપયોગ કરો છો, તો જો તેનો સમાવેશ ન થઇ શક્યો હોય તો તે વાસ્તવમાં રદ્દ થશે.
1:34 તો હું શું કહીશ "require connect dot php" ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકીના પેજ અર્થહીન છે.
1:41 આપણને ઘણી બધી નકામી વસ્તુ પેજ પર મળશે.
1:44 ઠીક છે... તેથી જો "require connect dot php" અને connect dot php અંદર php mysql ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય.
1:52 સૌ પ્રથમ તમારે જાણવાની જરૂર છે - આપણે "connect" નામના વેરિયેબલ સાથે શરૂઆત કરીશું અને આ "mysql_connect" ફંક્શનનો ઉપયોગ કરશે.
2:01 આ પહેલું ફંક્શન છે જેને તમારે શીખવાની જરૂર છે.
2:03 આ અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને mysql ડેટાબેઝ સાથે જોડવા માટે સક્રીય કરે છે.
2:08 આ ૩ પરિમાણો લે છે.
2:11 અહીં પહેલું વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ.
2:17 આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ.
2:22 જો તમે ઈચ્છો તો આને 127.0.0.1 તરીકે પણ લખી શકો છો, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે.
2:32 હું વ્યક્તિગત રીતે "local host" ટાઈપ કરવું પસંદ કરું છું.
2:35 હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ.
2:41 "root" છે. મારો પાસવર્ડ અસ્તિત્વમાં નથી કારણ કે મારી પાસે પાસવર્ડ નથી.
2:50 આપણે કનેક્શન સ્થાપન કરી લીધું છે પણ શું થશે જો કનેક્શન વ્યવસ્થિત રીતે શરુ ન થાય.
2:56 આ પછી આપણે શું કરી શકીએ, "or die" લખી શકીએ છીએ અને કૌંસમાં એક એરર મેસેજ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે "connection failed".
3:02 તો ચાલો આ સમયે માની લઈએ કે આ કનેક્શન કામ કરશે.
3:11 હું "connected" નામના કોડ એકો કરીશ.
3:18 ઠીક છે હવે જો આનું સફળતાપૂર્વક કનેક્શન થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને "connected" એકો થશે, નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ આપશે અને બાકીનાં પેજને રન ન કરશે.
3:26 તેથી હું શું કરીશ, હું અહીં બેકઅપ ખોલીશ.
3:30 રીફ્રેશ કરો અને તમે "connect dot php" અને "mysql dot php" જોઈ શકશો અને હું mysql dot php પર ક્લિક કરીશ.
3:37 connect પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે mysql અંદર આપણે "connect dot php" require કર્યું છે.
3:44 તો બંને સંગ્રહીત છે તેથી, આપણે ફક્ત mysql dot php રન કરી શકીએ છીએ.
3:48 આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ.
3:50 હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે "I dont exist" ત્યારે આપણને એક કનેક્શન એરર મળે છે કારણ કે તે હોસ્ટનેમ અસ્તિત્વમાં નથી.... આ કોમપ્યુટર પર તો નહી જ.
4:08 હું રીફ્રેશ કરીશ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો આપણને આ મળ્યું.
4:14 તમે જોઈ શકો છો કે આપણને અહીં mysql એરર મળી છે અને connection failed ટેક્સ્ટ અહીં છે, જે આપણે પહેલા સ્પષ્ટ કરી હતી.
4:21 ઠીક છે.. તો આપણને અનનોન (અજ્ઞાત) mysql સર્વર હોસ્ટ મળ્યું છે.
4:25 જો ક્યારે પણ તમને આ એરર મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ.
4:27 આ મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન પર છે અને તમામ સામાન્ય ડીબગિંગ મેસેજ કોડ છે.
4:36 તો ચાલો ધરી લઇએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ, તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવીશ અથવા "die" તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો.
4:46 આ બીજું ફંક્શન છે જે તમારે શીખવું જોઈએ.
4:50 "mysql error" છે - આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે "I don't exist" રાખીને આપણા પેજને રીફ્રેશ કરીએ છીએ.
4:57 આપણે રીફ્રેશ કરીશું અને આ સમય લે છે.....
5:06 ઠીક છે તો આપણને આ મળ્યું.
5:07 મૂળભૂત રીતે આપણે શું કર્યું કે એ જ એરર મેસેજ એકો કર્યો જે આપણને php દ્વારા મળ્યો હતો.
5:12 તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો એરર રીપોર્ટીંગ તમારા યુઝર માટે બંધ છે, તો આ તમને એ જ આપશે જે તમે ઈચ્છો છો.
5:24 હવે આપણે આને યુઝર સામે એકો નથી કરતા.
5:26 ચાલો આપણે અહીં ઉપર જઈએ અને લખીએ "error reporting".
5:30 કૃપા કરી મેં બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય.
5:33 જો તમે આ... ઉમમમ.... '0' પર સુયોજિત કરો
5:40 તો આ દરેક એરર રીપોર્ટીંગ બંધ કરશે.
5:43 તો શું થાય છે કે અહીં આ એરર અવગણાશે પણ વિશિષ્ટ એરર યુઝરને અપાશે.
5:49 ચાલો રીફ્રેશ કરીએ.... ફરીથી આ સમય લઇ રહ્યું છે... તેથી હું માફી માંગું છુ....
5:58 આપણને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે આપણને વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે?
6:03 એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો આ એરર સંદેશ આપ્યો છે, આગળ આપણા ડેટાબેઝની પસંદગી કરવાનું છે.
6:13 આ કરવા માટે, આપણે "mysql_select db" ફંક્શન વાપરીશું.
6:20 આ બરાબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે ડેટાબેઝનું નામ છે.
6:24 તો આપણે "php myadmin" પર ફરીથી ક્લિક કરીશું, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ "phpacademy" છે.
6:31 તેથી જો હું ફક્ત "phpacademy" ટાઈપ કરું તો આ કામ કરવું જોઈએ.
6:36 ફરીથી આપણે આ or die વિશેષતાને ઉપયોગમાં લઇ શકીએ.
6:40 die ફંક્શનને વાપરી આપણે mysql_error ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા કઈ પણ.
6:47 તો ચાલો આ રીફ્રેશ કરીએ.
6:50 વાસ્તવમાં હું આને "local host" માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર પાછો આવી રહ્યો છુ અને પછી રીફ્રેશ કરીએ.
6:59 તો આ જોડાયેલું છે અને જો આ ન મળે તો એક mysql_error અપાય છે.
7:04 ચાલો પ્રયાસ કરીએ - "I don't exist" અને રીફ્રેશ કરીએ અને "Unknown database "idon'texist"".
7:12 આ કામ કરી રહ્યું છે.
7:14 આ પ્રકારની એરરો હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે રીપોર્ટ કરવા માટે યુઝરને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો.
7:20 તો અહીં આ "phpacademy" છે.
7:23 હું ધારું છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ.
7:29 આ ફરી "phpacademy" માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ.
7:33 રીફ્રેશ કરો અને આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા.
7:36 હું શું કરીશ કે આનો એક લોગ રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ.
7:41 બાકીના આપણા કોડ સાથે ચાલુ રહેવા માટે હું આપણા પેરેગ્રાફ (ફકરા) નો આ પછી અંત કરીશ.
7:42 આગળ આપણે ડેટાબેઝમાં અમુક ડેટા લખીશું જે આપણે આવનારા ટ્યુટોરીયલમાં આવરીશું.
7:56 જલ્દી મળીશું! IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali