OpenModelica/C3/Modelica-Packages/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 21:24, 15 February 2018 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Packages પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: Modelica માં classes નું package કેવી રીતે બનાવવું છે.
00:12 package માં classes કેવી રીતે સંદર્ભિત કરવા છે.
00:16 package ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું છે અને Modelica Library નો ઉપયોગ કેવી રીતે કરવો છે.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: OpenModelica 1.9.2 અને Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 14.04 અને gedit.
00:35 Windows નાં વપરાશકર્તાઓ gedit નાં બદલે Notepad કે એવું જ બીજું કોઈ ટેક્સ્ટ એડીટર વાપરી શકે છે.
00:42 આ ટ્યુટોરીયલને સમજવા અને તેનો અભ્યાસ કરવા માટે, તમને Modelica માં class અને type definition નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:51 પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોનો ઉલ્લેખ અમારી વેબસાઈટ પર કરવામાં આવેલ છે. કૃપા કરી તેનો સંદર્ભ લો.
00:56 એક PackageModelica માં વિશિષ્ટ class છે.
01:01 તે classes નો સમૂહ છે.
01:04 તેને એક single file અથવા એક directory તરીકે સંગ્રહી શકાય છે.
01:08 આપણે પહેલા single file storage વિશે શીખીશું.
01:12 single file storage માં package થી સંબંધિત તમામ classes ને એક single file માં લખવામાં આવે છે.
01:20 તે આગ્રહણીય નથી કારણ કે અમુક કિસ્સાઓમાં તે લાંબુ થઇ શકે છે.
01:24 હવે ચાલો package માટે single file storage ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું OMEdit પર જાઉં.
01:31 કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ ફાઈલોને ડાઉનલોડ કરો અને સંગ્રહો.
01:36 તમે જોઈ શકો છો કે અહીં spokenTutorialExamples નામ ધરાવતી એક ફાઈલ અને એક ફોલ્ડર છે.
01:43 કૃપા કરી તે બંનેને ડાઉનલોડ કરો.
01:46 હવે, ચાલો હું OMEdit માં જરૂરી ફાઈલો ખોલું.
01:51 Ctrl + O દબાવો.
01:54 તમારી સિસ્ટમ પર યોગ્ય સ્થાને જાવ અને પસંદ કરો spokenTutorialExamples.mo,
02:02 bouncingBallWithUserTypes.mo અને bouncingBallWithImport.
02:08 તમે તે દરેકને એક એક કરીને પણ ખોલી શકો છો.
02:12 નોંધ લો મેં spokenTutorialExamples ફોલ્ડર પસંદ કર્યું નથી.
02:17 આપણે જ્યારે ડિરેક્ટરી સ્ટોરેજ (સંગ્રહ) તરફે જોશું ત્યારે તેના બદ્દલ વધુ ચર્ચા કરીશું.
02:23 Open પર ક્લિક કરો.
02:25 તમે જોઈ શકો છો કે spokenTutorialExamples પેકેજ હવે Libraries Browser માં દેખાય છે.
02:32 spokenTutorialExamples આઇકોન પર બમણું ક્લિક કરો.
02:37 જો ફાઈલ Icon/Diagram View માં ખુલે તો Text View પર જાવ.
02:42 હવે ચાલો હું spokenTutorialExamples ચર્ચા કરું.
02:47 પહેલી લાઈન package નું નામ વ્યાખ્યાયિત કરે છે.
02:51 દેખીતી રીતે, આ પેકેજનું નામ છે spokenTutorialExamples.
02:56 આ પેકેજ ધરાવે છે freefall class bouncingBall મોડેલ અને bouncingBallWithUserTypes મોડેલો.
03:08 પેકેજનો અંત ક્યા થવો છે તે end statement વ્યાખ્યાયિત કરે છે.
03:13 આપણે આ પેકેજનાં તમામ classes અને models એક જગ્યાએ જોઈ લીધા છે.
03:19 હવે, ચાલો પેકેજમાં અલગ-અલગ classes ને જોવાનું શીખીએ.
03:24 Libraries Browser માં spokenTutorialExamples આઇકોનની બાજુમાં આવેલ (+) બટન પર ક્લિક કરો.
03:31 આ પેકેજમાં મોજૂદ classes નાં નામો દર્શાવે છે.
03:36 Libraries Browser માં freeFall પર બમણું-ક્લિક કરો.
03:40 freeFall class હવે ખુલ્યો છે.
03:43 પેકેજનાં વ્યક્તિગત classes સિમ્યુલેટ થઇ શકે છે.
03:47 પરંતુ પેકેજ પોતે સિમ્યુલેટ થઇ શકતું નથી.
03:52 ચાલો હું પાછો spokenTutorialExamples ટેબ પર જાઉં.
03:57 નોંધ લો Simulate બટન ટૂલબારમાં દ્રશ્યમાન થતું નથી જે દર્શાવે છે કે પેકેજને સિમ્યુલેટ કરી શકાતું નથી.
04:06 હવે ચાલો હું ઓએમએડીટમાંથી spokenTutorialExamples અનલોડ કરું.
04:12 જમણું-ક્લિક કરો અને unload પસંદ કરો. Yes પસંદ કરો.
04:18 ડિરેક્ટરી સ્ટોરેજ (સંગ્રહ) ને ડેમોનસ્ટ્રેટ કરતી વેળાએ કોનફ્લીક્ટ (અથડામણ) ટાળવા માટે આ કરવામાં આવે છે.
04:24 હવે ચાલો હું પાછો સ્લાઈડ પર જાઉં.
04:27 Directory storage classes જુદી જુદી ફાઈલોમાં સંગ્રહીત છે.
04:32 ડિરેક્ટરીનું નામ પેકેજનાં નામની સમાન છે.
04:37 package.mo નામની ફાઈલને ડિરેક્ટરીમાં સમાવિષ્ટ કરવાની છે અને દરેક class એ એક within statement થી શરુ થાય છે.
04:47 હવે, ચાલો હું તમે ડાઉનલોડ કરેલા spokenTutorialExamples ફોલ્ડરને ડેમોનસ્ટ્રેટ કરું.
04:54 નોંધ લો આ ફોલ્ડર સમાન પેકેજને પ્રસ્તુત કરે છે જે કે આપણે પહેલાથી જ ચર્ચા કર્યું છે.
05:02 ચાલો હું આ ફોલ્ડરની ફાઈલ રચનાને ડેમોનસ્ટ્રેટ કરું.
05:06 તમે તમારી સિસ્ટમ પર જે જગ્યાએ ડાઉનલોડ કરેલી ફાઈલો સંગ્રહી છે ત્યાં જાવ.
05:12 spokenTutorialExamples ફોલ્ડર પર બમણું-ક્લિક કરો.
05:17 નોંધ લો ફોલ્ડર આપેલ ફાઈલો ધરાવે છે: package.mo, freeFall.mo, bouncingBallWithUserTypes અને bouncingBall.
05:30 OMEdit અને gedit બંને વાપરીને આપણે ડિરેક્ટરી સ્ટોરેજ (સંગ્રહ) વિશે વધુ સમજીશું.
05:38 નોંધ લો package.mo દર્શાવે છે કે આ ફોલ્ડર પેકેજને રજુ કરે છે.
05:45 આ ફાઈલ વિના, ફોલ્ડર Modelica package રજુ કરતુ નથી.
05:51 હવે, ડિરેક્ટરી સ્ટોરેજને ડેમોનસ્ટ્રેટ કરવા માટે ચાલો હું OMEdit પર જાઉં.
05:57 Ctrl + O દબાવો.
05:59 તમે ડાઉનલોડ કરેલા spokenTutorialExamples ફોલ્ડર પર નેવિગેટ કરો.
06:05 આ ફોલ્ડરમાંથી package.mo પસંદ કરો અને Open પર ક્લિક કરો.
06:11 spokenTutorialExamples પેકેજને હવે Libraries Browser માં જોઈ શકાવાય છે.
06:17 spokenTutorialExamples આઇકોન પર બમણું-ક્લિક કરો.
06:22 જો ખુલતું હોય તો પેકેજને Text View માં ખોલો નહી તો Icon/Diagram View માં ખોલો.
06:27 જો તમે નીચેની તરફે સ્ક્રોલ કરશો તો, તમને દેખાશે કે આપણે single file storage માં જોયું હતું એ પ્રમાણેનું જ આ પેકેજ છે.
06:36 એકલ ફાઈલ અને ડિરેક્ટરી સ્ટોરેજ વચ્ચે તફાવત ફક્ત ત્યારે સમજાશે જ્યારે આપણે આ package ને gedit જેવા કોઈ એડીટરમાં ખોલીએ છીએ.
06:47 જો તમે Windows વાપરતા હોવ તો તમે Notepad અથવા બીજું કોઈ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
06:53 હવે ચાલો હું OMEdit માંથી spokenTutorialExamples પેકેજ અનલોડ કરું.
06:59 spokenTutorialExamples ફોલ્ડર પર જાવ અને gedit નો ઉપયોગ કરીને તમામ ફાઈલો ખોલો.
07:08 હવે તમામ ફાઈલો gedit માં ખુલેલી છે.
07:13 ચાલો પહેલા package.mo તરફે નજર ફેરવીએ.
07:17 within statement દર્શાવે છે કે આ ફાઈલ package રજુ કરે છે.
07:21 આ પેકેજનું નામ spokenTutorialExamples છે.
07:25 નોંધ લો ફોલ્ડરનું નામ પણ spokenTutorialExamples હતું.
07:31 package.mo ફાઈલ ફક્ત within statement અને package ઘોષણા ધરાવી શકે છે.
07:38 ચાલો હું freeFall ટેબ પર જાઉં.
07:41 within statement દર્શાવે છે કે freefall classspokenTutorialExamples પેકેજથી સંબંધિત છે.
07:49 આ ફાઈલનાં બચેલા ભાગમાં freeFall class ને લગતી વિશેષ માહિતી છે.
07:54 તમે જોઈ શકો છો કે આ પેકેજમાંનાં અન્ય મોડેલો જેના નામ છે bouncingBallWithUserTypes અને bouncingBall તે પણ સમાન સીન્ટેક્ષ અનુસરે છે.
08:04 પણ, આપણે જ્યારે પેકેજને OMEdit માં ખોલ્યું ત્યારે આપણને within statement દેખાયું ન હતું.
08:11 આ દર્શાવે છે એક within statement એ ફાઈલ રચનાને ઓળખવા માટે OMEdit ને મદદ કરે છે.
08:17 તેથી, package ને દર્શાવતી વખતે OMEdit દ્વારા તેને અવગણવામાં આવે છે.
08:22 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
08:25 આપણે હવે Modelica Library વિશે વધુ સમજીશું.
08:29 Modelica Library એ એક મુક્ત-સ્ત્રોત પેકેજ છે.
08:33 OMEdit એ દરેક સત્ર માટે પોતાને આપમેળે લોડ કરે છે.
08:38 તેને Libraries Browser માં જોઈ શકાવાય છે.
08:41 તે mechanical, electrical અને thermal ડોમેઈનથી classes ધરાવે છે.
08:46 આ લાઈબ્રેરીનાં Classes ને સંદર્ભિત તથા ઉપયોગ કરી શકાય છે.
08:51 હવે ચાલો Modelica Library ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે OMEdit જઈએ.
08:57 Libraries Browser માં Modelica આઇકોન શોધો અને તેને વિસ્તૃત કરો.
09:03 નોંધ લો Modelica Library પાસે Blocks, Complex Blocks વગેરે નામનાં પેકેજો છે.
09:10 તમે જોઈ શકો છો કે પેકેજ આગળ અન્ય પેકેજો પણ ધરાવી શકે છે જેવું કે અહીં સ્પષ્ટ છે. વિશેષ રૂપે, આ SIunits પેકેજ છે.
09:22 તેને વિસ્તૃત કરો.
09:25 આ પેકેજ ભૌતિક પરિમાણો માટે ટાઈપ વ્યાખ્યાઓ ધરાવે છે જેમ કે Angle, Length, Position વગેરે.
09:32 bouncingBallWithImport class નો ઉપયોગ કરીને આપણે આ ટાઈપ વ્યાખ્યાઓને વાપરવાનું જોશું.
09:39 SIunits ને સંકુચિત કરો.
09:42 અને bouncingBallWithImport અને bouncingBallWithUserTypes પર બમણું ક્લિક કરો.
09:49 સારી રીતે જોવા માટે ચાલો હું OMEdit વિન્ડો ડાબી બાજુએ ખસેડું.
09:55 આપણે પહેલા bouncingBallWithUserTypes તરફે જોશું.
09:59 આપણે આ મોડેલ વિશે પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોમાં શીખ્યા છીએ.
10:03 આ મોડેલ ટાઈપ વ્યાખ્યાઓ ધરાવે છે જેના નામ છે Length અને Velocity.
10:09 દરેક મોડેલમાં ચોક્કસપણે વ્યાખ્યા વાપરવાના બદલે આપણે SIunits માં ટાઈપ વ્યાખ્યા વાપરી શકીએ છીએ.
10:18 આપણે bouncingBallWithImport નો ઉપયોગ કરીને તે કરવાનું જોશું.
10:23 ચાલો હું bouncingBallWithImport પર જાઉં.
10:27 એક પેકેજમાં class ને dot નાં ઉપયોગથી સંદર્ભિત કરાય છે.
10:32 Modelica.SIunitsSIunits પેકેજને સંદર્ભિત છે જે Modelica લાઇબ્રેરીથી સંબંધિત છે.
10:39 વેરીએબલ hLength ટાઈપ ઘોષિત થવું જોઈએ જે SIunits પેકેજમાં વ્યાખ્યાયિત છે.
10:47 એજપ્રમાણે, વેરીએબલ vVelocity ટાઈપ ઘોષિત થવું જોઈએ જે SIunits પેકેજમાં વ્યાખ્યાયિત છે.
10:56 નોંધ લો પેરામીટર radius અને g સમાન રીતે ઘોષિત થયા છે.
11:03 હવે ચાલો હું આ મોડેલ Simulate કરું.
11:07 ટૂલબારમાં આવેલ Simulate બટન પર ક્લિક કરો.
11:10 પોપ અપ વિન્ડો બંધ કરો.
11:13 Variables Browser માં h પસંદ કરો.
11:17 નોંધ લો મેળવેલ આલેખ એ bouncingBallWithUserTypes નાં કિસ્સામાં જોયેલા આલેખ પ્રમાણે છે.
11:25 ચાલો હું h ને ના-પસંદ કરું. પરિણામ રદ્દ કરો. Modeling પરિપ્રેક્ષ્ય પર જાવ.
11:33 ક્લાસનું પૂર્ણ નામ દરેક વખતે વાપરવું કંટાળાજનક છે.
11:38 આને import statement વાપરીને સરળ બનાવી શકાવાય છે.
11:42 હવે, આપણે અમુક statements ટાઈપ કરીશું જે import ના ઉપયોગ દર્શાવે છે.
11:48 જે statements ટાઈપ કરવા છે તેને import-statements.txt નામની એક ટેક્સ્ટ ફાઈલમાં આપવામાં આવેલ છે.
11:56 તમે તેને તમારી સિસ્ટમ પર જ્યાં સંગ્રહ્યું છે ત્યાં જાવ.
12:01 import-statements.txt પર બમણું-ક્લિક કરો. Windows નાં વપરાશકર્તાઓ આ ફાઈલને ખોલવા માટે Notepad વાપરી શકે છે.
12:11 ફાઈલ હવે gedit માં ખુલેલી છે.
12:14 Ctrl+C અથવા જમણું-ક્લિક કરીને તમામ સ્ટેટમેંટો કોપી કરો.
12:21 OMEdit પર જાવ.
12:23 મોડેલની શરૂઆતમાં તમામ statements પેસ્ટ કરો.
12:28 પહેલા વ્યાખ્યાયિત કરેલા Length અને Velocity માટે, declaration statements રદ્દ કરો.
12:36 વધારાની સ્પેસ (ખાલી જગ્યા) રદ્દ કરો.
12:39 Ctrl + S દાબીને આ મોડેલને સંગ્રહો.
12:43 હવે મોડેલ પૂર્ણ છે અને સિમ્યુલેશન માટે તૈયાર છે.
12:48 તેને સિમ્યુલેટ કરવા માટે Simulate બટન પર ક્લિક કરો.
12:52 પોપ અપ વિન્ડો બંધ કરો.
12:54 Variables Browser માં h પસંદ કરો.
12:58 નોંધ લો આલેખ એ પાછલા કિસ્સામાનાં આલેખ પ્રમાણે છે.
13:03 h ને ના-પસંદ કરો અને પરિણામ રદ્દ કરો.
13:07 Modeling પરિપ્રેક્ષ્ય પર જાવ.
13:10 હવે ચાલો import સ્ટેટમેંટોને સમજવાનો પ્રયાસ કરીએ.
13:15 import statements વાપરીને, અહીં ઉલ્લેખિત પાથનાં ઉપયોગથી Modelica, Length અને Velocity ટાઈપ વ્યાખ્યાઓ બદ્દલ જુએ છે.
13:25 આનાથી પેકેજનો દરેક વખતે સંદર્ભ લેવાની સમસ્યાથી બચી શકાય છે.
13:30 lookup rules ની વિસ્તૃત ચર્ચા આ ટ્યુટોરીયલનાં કાર્યક્ષેત્ર બહાર છે.
13:36 હવે ચાલો જોઈએ કે આ બે import statements ને એકલ import statement થી કેવી રીતે બદલી કરી શકાય છે. બે statements રદ્દ કરો.
13:47 અને ટાઈપ કરો import (space) Modelica (dot) SIunits (dot) asterisk (semicolon)
13:58 Ctrl + S દાબીને આ મોડેલને સંગ્રહો.
14:02 statement ને એક wild-card import તરીકે ઓળખવામાં આવે છે.
14:06 આ રીતે, આનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યા વિના કોઈપણ class ને SIunits માંથી એક્સેસ કરી શકાવાય છે.
14:14 હવે ચાલો હું આ મોડેલને Simulate કરું.
14:17 Simulate બટન પર ક્લિક કરો.
14:20 પોપ અપ વિન્ડો બંધ કરો.
14:22 Variables Browser માં h પસંદ કરો.
14:25 તમને આલેખની સમાનતા ફરીથી દેખાશે.
14:29 h ને ના-પસંદ કરો અને પરિણામ રદ્દ કરો.
14:32 Modeling perspective પર પાછા જઈએ.
14:35 હવે ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
14:38 એસાઈનમેંટ તરીકે, freeFall class નાં વેરીએબલ h અને v ને અનુક્રમે Length અને Velocity ટાઈપ તરીકે ઘોષિત કરો.
14:47 આ ટાઈપ વ્યાખ્યાઓ Modelica લાઈબ્રેરીનાં SIunits પેકેજમાં મળી શકે છે.
14:54 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
14:58 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: ]org /What\_is\_a\_Spoken\_Tutorial
15:02 તે Spoken Tutorial project નો સારાંશ આપે છે.
15:05 જો તમને આ Spoken Tutorial થી સંબંધિત કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી દર્શાવેલ વેબસાઈટનો સંદર્ભ લો.
15:11 અમે લોકપ્રિય પુસ્તકોમાંથી ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરીએ છીએ.
15:15 અમે ફાળો આપનારાઓને માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
15:21 અમે વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરીએ છીએ.
15:26 કૃપા કરી આપેલ વેબસાઈટનો સંદર્ભ લો.
15:29 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
15:36 અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો તેમના સહકાર બદ્દલ આભાર માણીએ છીએ.
15:41 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636