OpenFOAM/C2/Supersonic-flow-over-a-wedge/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:51, 1 November 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે, OpenFOAM નો ઉપયોગ કરીને Supersonic flow over a wedge પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ: * supersonic flow over a wedge ની compressible flow સમસ્યા કેવી રીતે ઉકેલવી, paraView માં પરિણામોને પોસ્ટપ્રોસેસ (પ્રમોટ) કેવી રીતે કરવા.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04 OpenFOAM આવૃત્તિ 2.1.0 ParaView આવૃત્તિ 3.12.0
00:30 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, શીખનારને Compressible flows અને Gas Dynamics નું અમુક સાદું જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 ચાલો હવે OpenFOAM વાપરીને wedge ઉપરની supersonic flow ઉકેલીએ અને paraview નો ઉપયોગ કરીને બનેલ shock structure જોઈએ.
00:47 દાખલો ધરાવે છે ૧૫ અંશ semi-angle વેજ જેને એકસમાન supersonic flow માં રાખવામાં આવેલ છે.
00:55 ઇનલેટ ગતિ એ સેકંડદીઠ ૫ મીટર છે.
01:00 boundary condition આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુયોજિત કરેલ છે.
01:05 મેં અહીં rhoCentralFoam પ્રકારનું solver વાપરી રહ્યો છું.
01:10 આ એક Density- આધારિત compressible flow solver છે. આ central- upwind schemes of Kurganov and Tadmor પર આધારિત છે.
01:21 command terminal ખોલો. આ કરવા માટે, અનુક્રમે કીબોર્ડ પર ctrl +alt+ t કી દબાવો.
01:28 કમાંડ ટર્મિનલમાં, wedge પરનાં supersonic flow માટે પાથ (માર્ગ) ટાઈપ કરો.
01:35 ટર્મિનલમાં, ટાઈપ કરો "run" અને Enter દબાવો.
01:40 cd space tutorials અને Enter દબાવો. cd space compressible અને Enter દબાવો. cd space rhoCentralFoam અને Enter દબાવો.
02:02 cd space wedge15Ma5
02:13 rhoCentralFoam માં વેજ ઉપરનાં supersonic flow નાં ફોલ્ડરનું નામ છે અને Enter દબાવો.
02:21 હવે, ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
02:24 તમને ત્રણ ફોલ્ડરો દેખાશે: 0, constant અને system.
02:29 હવે, blockMeshDict file ખોલો. આ કરવા માટે,
02:34 ટાઈપ કરો cd space constant અને Enter દબાવો.
02:41 cd space polyMesh અહીં નોંધ લો 'M' એ કેપિટલમાં છે અને Enter દબાવો.
02:49 હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. તમે blockMeshDict file જોઈ શકો છો.
02:54 blockMeshDict ફાઈલને જોવા માટે, ટાઈપ કરો gedit space blockMeshDict. નોંધ લો અહીં 'M' અને 'D' કેપિટલમાં છે, Enter દબાવો.
03:08 ચાલો હું આને capture area માં ડ્રેગ કરું (ખસેડું), નીચે સ્ક્રોલ કરો.
03:14 આમાં, તમને વેજ માટે કો-ઓર્ડિનેટ્સ (યામો) ગણતરી કરવા પડશે.
03:20 આને દાખલામાં પહેલાથી જ ગણતરી કરેલ અને સુયોજિત કરેલા છે.
03:23 બાકીનો ડેટા એવો જ રહેશે.
03:29 boundary patches માં, સરહદો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુયોજિત છે.
03:33 blockMeshDict ફાઈલને બંધ કરો.
03:36 કમાંડ ટર્મિનલમાં, wedge ફોલ્ડર પર પાછું જવા માટે ટાઈપ કરો cd space ..(dot dot) બે વખત.
03:45 હવે 0 (zero) (શૂન્ય) ફોલ્ડર ખોલો.
03:51 આ કરવા માટે, ટાઈપ કરો cd space 0 અને Enter દબાવો.
03:58 ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
04:02 આ દબાણ, ગતિ અને તાપમાન માટે શરૂઆતી સરહદ શરત ધરાવે છે.
04:10 ટાઈપ કરો cd space .. (dot dot) અને Enter દબાવો. હવે આપણને ભૂમિતિ mesh કરવાની જરૂર છે.
04:19 આ કરવા માટે, command terminal માં, ટાઈપ કરો "blockMesh" અને Enter દબાવો. Meshing પૂર્ણ થઇ છે.
04:32 હવે, ભૂમિતિને કમાંડ ટર્મિનલમાં જોવા માટે, ટાઈપ કરો "paraFoam" અને Enter દબાવો. આનાથી paraview વિન્ડો ખુલશે.
04:45 object inspector મેનુની ડાબી બાજુએ, APPLY ક્લિક કરો.
04:53 આમાં, તમે ભૂમિતિ જોઈ શકો છો જેમાં લંબચોરસ ભાગની upstreamwedge downstream માં બદલાય છે. paraview વિન્ડો બંધ કરો.
05:05 હવે, solver rhoCentralFoam ને run કરો.
05:11 આ કરવા માટે, કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો "rhoCentralFoam" અને Enter દબાવો.
05:20 ટર્મિનલ વિન્ડોમાં iterations ને ચાલતું જોઈ શકાવાય છે.
05:24 Iterations ચાલતું બંધ થશે જ્યારે તે એકાગ્રિત થશે અથવા સમય પગલાંનાં અંતમાં આવશે. હવે, ઉકેલ પૂર્ણ થયું છે.
05:34 આ પરિણામોને જોવા માટે, ચાલો ફરીથી paraview વિન્ડો ખોલીએ.
05:40 command terminal માં, ટાઈપ કરો “paraFoam” અને એન્ટર દબાવો.
05:49 ફરીથી object inspector મેનુની ડાબી બાજુએ, APPLY ક્લિક કરો.
05:56 ઉપર ડાબી બાજુએ, active variable control મેનુમાં, તમને solid color દર્શાવતું એક ડ્રોપ-ડાઉન મેનુ દેખાશે. હવે, તેનાં પર ક્લિક કરીને તેને solid color માંથી કેપિટલ 'U' કરો.
06:14 હવે, active variable control મેનુની ઉપર ડાબી બાજુએ ક્લિક કરીને color legend ON કરો અને color legend 'ON' થશે. તેને ક્લિક કરો.
06:28 Paraview વિન્ડોની ઉપરની બાજુએ, તમે VCR control જોઈ શકો છો. PLAY પર ક્લિક કરો.
06:37 તમે U velocity નાં અંતિમ પરિણામો જોઈ શકો છો.
06:42 હવે, ડાબી બાજુએ આવેલ object inspector menu માં પ્રોપર્ટીઝ નીચે સ્ક્રોલ કરો. હવે Properties ની બાજુમાં આવેલ Display પર ક્લિક કરો.
06:56 નીચે સ્ક્રોલ કરો અને Rescale to Size પર ક્લિક કરો. તમે Velocity, magnitude ની અંતિમ વેલ્યુ જોઈ શકો છો.
07:05 એજ પ્રમાણે, તમે pressure પસંદ કરી શકો છો. તમે pressure નું અંતિમ પરિણામ જોઈ શકો છો. હવે, paraView વિન્ડો બંધ કરો.
07:16 તમે ફ્લો માટે Mach સંખ્યા પણ ગણતરી કરી શકો છો. આ કરવા માટે, કમાંડ ટર્મિનલમાં "Mach" ટાઈપ કરીને આપણે Openfoam યુટીલીટી વાપરી શકીએ છીએ.
07:26 ટાઈપ કરો Mach.
07:29 નોંધ લો અહીં 'M' એ કેપિટલ છે અને Enter દબાવો. તમે જોઈ શકો છો કે Mach number એ દરેક સમય પગલા માટે ગણતરી થાય છે.
07:36 હવે, ફરીથી કમાંડ ટર્મિનલમાં "paraFoam" ટાઈપ કરી Enter દબાવીને paraview વિન્ડો ખોલો.
07:48 APPLY ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો. volume fields માં, 'Ma' બોક્સ ચેક કરો અને ફરીથી APPLY ક્લિક કરો.
08:04 active variable control મેનુની ઉપરની બાજુએ, Solid Color પર ક્લિક કરો અને તેને 'Ma' કરો.
08:11 VCR control મેનુમાં, ફરીથી PLAY પર ક્લિક કરો અને color legend 'ON' કરો.
08:21 તમે Mach number ને color legend માં અને સંદર્ભિત રંગોમાં જોઈ શકો છો.
08:29 આપણે અહીં નોંધ લઈએ છીએ કે જ્યારે wedge ને supersonic flow માં રાખવામાં આવે છે ત્યારે, તે તેમાં shock ઉત્પન્ન કરે છે જેથી ફ્લો પ્રોપર્ટી જેમ કે તાપમાન, દબાણ અને ઘનતામાં ભારે ફેરફાર થાય છે.
08:43 હવે, ચાલો હું slides પર પાછો જઉં. ઉકેલાયેલા ટ્યુટોરીયલને જોહ્ન ડી એન્ડરસન દ્વારા લખેલ Aerodynamics ની મૂળ પુસ્તકોમાંનાં ઉપલબ્ધ ચોક્કસ ઉકેલો સાથે validated કરી શકાવાય છે.
08:55 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: * Solving a compressible flow problem . વેજ માટે Velocity અને pressure contour અને Mach number ગણતરી કરવા માટે OpenFOAM utility.
09:06 એસાઈનમેંટ તરીકે, ફ્લો માટે shock characteristic જોવા માટે, વેજ કોણને 10 ° થી 15 ° વચ્ચે વધારો.
09:14 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આપેલ વેબસાઈટ પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:21 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: * સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.

જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.

09:41 Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. URL link: http://spoken-tutorial.org/NMEICT-Intro
09:56 IIT-Bombayતરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki