OpenFOAM/C2/2D-Laminar-Flow-in-a-channel/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:50, 31 October 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે OpenFoam વાપરીને Simulating 2D Laminar Flow in a Channel પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ - channel ની 2D geometry, Geometry ની Meshing, Paraview માં Solving અને Post Processing results અને analytic result વાપરીને Validation.
00:25 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:

Linux Operating system Ubuntu આવૃત્તિ 12.04. OpenFOAM આવૃત્તિ 2.1.1

ParaView આવૃત્તિ 3.12.0

00:39 નોંધ લો OpenFOAM આવૃત્તિ 2.1.1 એ ubuntu આવૃત્તિ 12.04 પર આધાર આપે છે.
00:45 તેથી હવે પછી તમામ ટ્યુટોરીયલોને OpenFOAM આવૃત્તિ 2.1.1 અને ubuntu આવૃત્તિ 12.04 વાપરીને આવરી લેવાશે.
00:56 આ ટ્યુટોરીયલનાં પૂર્વ જરૂરીયાત પ્રમાણે, તમને OpenFOAM વાપરીને geometry કેવી રીતે કરવી તેનું જ્ઞાન હોવું જોઈએ.
01:03 જો નથી, તો અમારી વેબસાઈટ પરનાં સંદર્ભિત ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
01:09 અમે ડાઉનસ્ટ્રીમ સાથે ફ્લો (પ્રવાહ) વિકાસ લંબાઈ નક્કી કરવા માટે એક ચેનલમાં ફ્લો (પ્રવાહ) ને સીમ્યુંલેટ (અનુકરણ) કરીએ છીએ. Channel flow દાખલાનું વિવરણ.
01:19 boundary નામો અને inlet conditions એ આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે.
01:26 flow develpoment length એ સુત્ર L= 0.05 ગણું Re જે કે Reynolds number છે અને D જે કે channel height છે તેમનાં દ્વારા આપવામાં આવી છે.
01:37 સુત્ર વાપરીને, channel ની લંબાઈ 5 મીટર આવે છે અને ઉંચાઈને 1 મીટર તરીકે રખાયી છે.
01:45 Inlet velocity એ સેકંડદીઠ 1 મીટર છે. અને, આપણે આને Reynolds number ( Re ) equal to 100 માટે ઉકેલીએ છીએ.
01:53 આ એક steady state problem છે. તેથી આપણે આ કિસ્સામાં steady state incompressible સોલ્વર વાપરીએ છીએ.
02:01 આ આપણા કેસ (કિસ્સા) નું ફાઈલ બંધારણ છે. ફોલ્ડર એ આપણે પસંદ કરેલ solver પ્રકારમાં બનવું જોઈએ. મેં પહેલાથી જ incompressible flow solvers નાં simpleFoam ફોલ્ડરમાં એક ફોલ્ડર બનાવ્યું છે.
02:18 ફોલ્ડરને channel તરીકે નામ આપ્યું છે. હવે, ચાલો એ ફોલ્ડર પર જઈએ.
02:25 simpleFoam ડિરેક્ટરીમાં, બીજા અન્ય કેસ (કિસ્સા) નું 0, Constant અને System ફોલ્ડર કોપી કરો.
02:34 મેં pitzDaily કેસ (કિસ્સા) નું ફાઈલ બંધારણ કોપી કર્યું છે.
02:38 તેને channel ફોલ્ડરમાં પેસ્ટ કરો અને geometry, boundary faces અને boundary condition માં જોઈતા ફેરફારો કરો.
02:48 હવે, ચાલો હું command terminal ખોલું.
02:51 આ કરવા માટે, કીબોર્ડ પર અનુક્રમે Ctrl+Alt +t કી દબાવો.
02:57 ટર્મિનલમાં, ટાઈપ કરો "run" અને Enter દબાવો.
03:01 હવે ટાઈપ કરો cd space tutorials અને Enter દબાવો.
03:08 હવે ટાઈપ કરો cd space incompressible અને Enter દબાવો.
03:15 ટાઈપ કરો cd space simpleFoam અને Enter દબાવો.
03:20 હવે ટાઈપ કરો cd space channel અને Enter દબાવો.
03:28 હવે, ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
03:33 તમને ત્રણ ફોલ્ડરો દેખાશે 0, Constant અને system.
03:37 હવે ટાઈપ કરો cd space constant અને Enter દબાવો.
03:48 હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
03:52 આમાં, તમને પ્રવાહીની પ્રોપર્ટીઓ ધરાવતી ફાઈલો અને polymesh નામનું ફોલ્ડર દેખાશે.
03:59 RASPropertiesReynolds-averaged stress model ધરાવે છે.
04:03 transportProperties ધરાવે છે transport model અને kinematic viscosity જેકે (nu) છે, આ કેસ (કિસ્સા) માં 0.01 m²/s પર સુયોજિત છે.
04:17 હવે ટર્મિનલમાં, ટાઈપ કરો cd space polyMesh અને Enter દબાવો. હવે, ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
04:30 તમને અહીં blockMeshDict ફાઈલ દેખાશે.
04:33 blockMeshDict ફાઈલને ખોલવા માટે, ટર્મિનલમાં, ટાઈપ કરો "gedit space blockMeshDict" અને Enter દબાવો. નીચે સ્ક્રોલ કરો.
04:48 ભૂમિતિ મીટરમાં છે. તેથી, convertTometers એ 1 પર સુયોજિત છે. આગળ, આપણે channel નાં શિરોબિંદુઓ વ્યાખ્યાયિત કર્યા છે.
04:59 આપણે અહીં 100 X 100 mesh size વાપરી છે અને cell spacing( 1 1 1 ) મૂકી છે.
05:07 આગળ, આપણે boundary conditions અને તેમનાં પ્રકારો સુયોજિત કર્યા છે જે કે અનુક્રમે છે inlet, outlet, top અને bottom.
05:19 જો કે આ 2D ભૂમિતિ છે, front and Back ને empty મુકાયું છે.
05:27 સાથે જ, આ સાદી ભૂમિતિ રહે એ માટે, mergePatchPair અને edges ને empty મુકાયી છે. blockMeshDict ફાઈલને બંધ કરો.
05:38 કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો cd space ..(dot dot) અને Enter દબાવો.
05:44 ફરીથી, ટાઈપ કરો cd space .. (dot dot) અને Enter દબાવો.
05:49 હવે. ટર્મિનલમાં, ટાઈપ કરો cd space 0 (Zero) અને Enter દબાવો. હવે, ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
05:58 channel case માટે intial boundary conditions અને wall functions ધરાવે છે.
06:04 આ વિભિન્ન ફાઈલો ધરાવવું જોઈએ જેમ કે epsilon, k, nut, nuTilda જે કે wall functions છે અને 'p' , 'R' અને કેપિટલ 'U' જે કે flow ની initial conditions છે.
06:20 ચાલો હું સ્લાઈડ પર પાછો જઉં.
06:23 સ્લાઈડમાં આપેલ સુત્ર વડે 'k' ગણતરી કરો જે કે turbulent kinetic energy છે.
06:29 જ્યાં Ux, Uy અને Uz એ છે velocity components in the x, y and z directions અને U' ( dash ) = 0.05 ગણા વાસ્તવિક u .
06:42 આપેલ સુત્ર વડે epsilon ગણતરી કરો જ્યાં એપ્સીલોન એ rate of dissipation of turbulent energy છે, C muconstant છે અને તેની વેલ્યુ એ 0.09 છે.
06:56 અને 'l' એ channel ની લંબાઈ છે. ચાલો હું આને મીનીમાઈઝ કરું.
07:02 ઉપરની દરેક ફાઈલોમાં ફક્ત boundary names બદલો.
07:06 નોંધ લો nut, nuTilda, R ની વેલ્યુઓ મૂળભૂત રાખવામાં આવી છે.
07:13 બચેલ ફાઈલો દરેક boundary faces માટે શરૂઆતી વેલ્યુ ધરાવવી જોઈએ.
07:20 હવે, ટર્મિનલમાં, ટાઈપ કરો cd (space) ..(dot dot) અને Enter દબાવો.
07:27 system ફોલ્ડરમાં કોઈપણ ફેરફાર થતો નથી.
07:31 હવે આપણે ભૂમિતિને mesh કરવાની જરૂર છે. આ કરવા માટે, કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો "blockMesh" અને Enter દબાવો.
07:40 Meshing પૂર્ણ થઇ છે. ચાલો હવે સ્લાઈડ પર પાછા જઈએ.
07:45 આપણે અહીં SimpleFoam પ્રકારનું solver વાપરીએ છીએ. આ ઇનકમ્પ્રેસીબલ અને તોફાની પ્રવાહ માટે Steady-state સોલ્વર છે.
07:54 ચાલો હું આ મીનીમાઈઝ કરું. કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો "simpleFoam" અને Enter દબાવો.
08:03 કમાંડ ટર્મિનલમાં Iterations ચાલતું દેખાશે.
08:07 Iterations પ્રક્રિયા અમુક સમય લઇ શકે છે.
08:10 દ્રવ્ય કેન્દ્રાભિસૃત થાય અથવા તેની end time value સુધી પહોંચે ત્યારે iterations બંધ થશે.
08:16 પરિણામને paraView માં જોવા માટે, ટર્મિનલમાં, ટાઈપ કરો "paraFoam" અને Enter દબાવો. આનાથી paraView વિન્ડો ખુલશે.
08:28 paraView વિન્ડોની ડાબી બાજુએ, Apply ક્લિક કરો. ભૂમિતિ અહીં જોઈ શકાવાય છે.
08:35 active variable control મેનુની ઉપરની બાજુએ, ડ્રોપ ડાઉન મેનુ solid color થી કેપિટલ U માં બદલો.
08:42 તમે inlet. પર velocity magnitude ની initial state જોઈ શકો છો. paraView વિન્ડોની ઉપરની બાજુએ, VCR control નું play બટન દબાવો.
08:53 તમે velocity magnitude ની અંતિમ વેલ્યુ જોઈ શકો છો.
08:59 સાથે જ active variable control મેનુની ઉપર આવેલ ડાબી બાજુએથી color legend પર ટૉગલ કરો, ફરીથી APPLY ક્લિક કરો.
09:09 હવે Display પર જાવ, નીચે સ્ક્રોલ કરો. તમે Rescale જોઈ શકો છો, તેના પર ક્લિક કરો.
09:17 આપણે જોઈ શકીએ છીએ કે flow પૂર્ણપણે વિકસિત થવા પર, તે કેન્દ્રમાં મહત્તમ સમાન વેગ પ્રાપ્ત કરે છે. હવે, ચાલો હું સ્લાઈડ પર પાછો જઉં.
09:29 channel માં laminar flow માટે વિશ્લેષણાત્મક ઉકેલ વડે મેળવેલ પરિણામોની પુષ્ટિ કરી શકાવાય છે જે કે છે u(max)=1.5 Uavg.
09:39 openFoam વાપરીને, આપણે પરિણામ u(max) = 1.48 meters per second મેળવીએ છીએ જે કે એક સારી મેચ (બરાબરી) છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:50 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા channel નું ફાઈલ બંધારણ, steady state solver વાપરીને દ્રવ્ય મેળવ્યું. paraview માં ભૂમિતિ જોઈ અને analytic results સાથે validation કર્યું.
10:01 એસાઈનમેંટ તરીકે - Reynold's Number equal to 1500 માટે દાખલો ઉકેલો અને તેને વિશ્લેષણાત્મક પરિણામ સાથે validate કરો.
10:10 આપેલ વેબસાઈટ પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.

10:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: * સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.

જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.

10:35 Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:45 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. URL link: http://spoken-tutorial.org/NMEICT-Intro
10:50 IIT-Bombayતરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki