Linux/C2/General-Purpose-Utilities-in-Linux/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:24, 7 August 2014 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 "લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતા"ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સર્વ સામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું.
00:14 આ ટ્યુ્ટોરીઅલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે.
00:21 પ્રથમ આદેશ આપણે જોઈશું તે "echo" છે.નોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.
00:29 જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે .
00:36 આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છે.ટર્મિનલ ઉપર જઈએ.
00:43 "Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે.
00:48 જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.
00:52 ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે.
00:58 પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા Hello World" લખો અને એન્ટર કળ દબાવો.
01:08 આ આદેશ આપણે લખેલો સંદેશ"Hello World" પ્રદર્શિત કરે છે.
01:14 "echo" આદેશનો ઉપયોગ ચલ સંખ્યા(variable)ની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે.
01:19 પ્રોમ્પ્ટ ઉપર આદેશ "echo ખાલી જગ્યા $ મોટા અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો.
01:30 આ વપરાય રહેલા વર્તમાન શેલને બતાવે છે.
01:36 આપણે "echo" આદેશ સાથે "એસ્કેપ સીક્વન્સીસ" પણ વાપરી શકીએ છીએ.
01:42 તે માટે આપણને લિનક્સમાં "-e"(સંયોગ ચિહ્ન ઈ )નો ઉપયોગ કરવો પડશે.
01:46 સામાન્ય એસ્કેપ સીક્વન્સીસમાં ટેબ માટે "\t",નવી લીટી માટે "\n" તથા "\c" એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જયારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે.
02:03 જો આપણે કઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મુકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છે.પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ :

echo ખાલી જગ્યા -e ખાલી જગ્યા 'Enter a command\c' અને એન્ટર દબાવીએ.

02:32 આપણે જોઈશું કે 'એન્ટર કમાંડ' લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે.
02:38 તમે જાણવા ઇચ્છતા હશો કે તમે લિનક્સ કેર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો.
02:43 આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે "uname" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "uname ખાલી જગ્યા -r" લખીએ અને એન્ટર દબાવીએ.
02:58 તમારું ઉપયોગકર્તાનું નામ જાણવા,પ્રોમ્પ્ટ ઉપર "who ખાલી જગ્યા am ખાલી જગ્યા I" લખી એન્ટર દબાવીએ.
03:11 જો સીસ્ટમ "વિવિધ-ઉપયોગકર્તા(મલ્ટીયુઝર)" ધરાવતા લક્ષણવાળું હોય તો "who" આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચી દર્શાવે છે .
03:21 ઘણી વાર તમારો લોગીન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ.
03:28 તેના માટે આપણી પાસે "passwd" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "p-a-s-s-w-d" લખીએ અને એન્ટર દબાવીએ.
03:37 જયારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે.
03:43 અહીં,હું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું.
03:48 જયારે તે યોગ્ય રીતે દાખલ થાય,તમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા ફરી એક વાર લખવો પડશે.
04:02 પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું?
04:06 પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાય.પણ આ કાર્ય માત્ર "મૂળ ઉપયોગકર્તા" જ કરી શકે છે.
04:14 તો હવે જોઈએ કે આ "મૂળ ઉપયોગકર્તા" કોણ છે?
04:18 તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય.
04:22 સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે "મૂળ ઉપયોગકર્તા" એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવું છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે.
04:30 જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે "date" આદેશ છે.
04:36 ટર્મિનલમાં "date" લખીએ અને એન્ટર દબાવીએ.
04:42 તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે.
04:45 આપણે જોઈ શકીએ છીએ કે "date" આદેશ તારીખ અને સમય બંને આપે છે.આ ઘણી બહુમુખી ઉપયોગીતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે.
04:54 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%T" લખી એન્ટર કળ દબાવીએ.
05:07 તે "કલાક:મિનીટ:સેકંડ" રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે.
05:12 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%h" લખી અને એન્ટર કળ દબાવીએ.
05:23 તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે.
05:25 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%m" લખી અને એન્ટર કળ દબાવીએ.
05:38 તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છે.અહીં તે ફેબ્રુઆરી મહિના માટે "૦૨" પ્રદર્શિત કરે છે.આને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો.
05:50 પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%y" લખી અને એન્ટર કળ દબાવીએ.
06:01 તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા બે આકડાઓ આપે છે.
06:05 આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએ.ઉદાહરણ તરીકે,પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +"%h%y"" લખી અને એન્ટર કળ દબાવીએ.
06:34 અહીં તે ફેબ્રુઆરી ૧૧ દેખાડી રહ્યું છે.
06:39 આને સંબંધિત અન્ય આદેશ "cal" છે.સમાન ન હોવા છતા આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખ-વાર સૂચી(કેલેન્ડર) જોવામાં મદદ કરે છે.
06:48 હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખ-વાર સૂચી જોવા પ્રોમ્પ્ટ ઉપર 'cal' લખી અને એન્ટર કળ દબાવીએ.
06:56 મનમાંગ્યો કોઈ પણ મહિનો,જેમકે ડિસેમ્બર ૨૦૭૦ લઈએ તે જોવા પ્રોમ્પ્ટ ઉપર "cal ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070" લખી અને એન્ટર દબાવો.
07:13 આ ડિસેમ્બર ૨૦૭૦ની તારીખ-વાર સૂચી આપે છે.
07:19 આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરીએ.
07:26 લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે.તો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું?
07:34 ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકો(ડોક્યુમેન્ટ્સ) અને પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ.એ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે.
07:48 હવે ડિરેક્ટરી શું છે?
07:52 ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય (સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ.
07:58 ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગનાઈઝ) કરવામાં મદદ કરે છે.
08:04 જેને વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ આ એના જેવું છે .
08:08 જયારે આપણે લિનક્સમાં દાખલ થઇએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ.હોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME" લખીએ અને એન્ટર દબાવીએ.
08:27 હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છે.તે આદેશ "pwd" છે,પૂરું નામ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે.પ્રોમ્પ્ટ ઉપર "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.
08:42 એક વાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ છે તે જાણી શકીએ.તેના માટે આપણી પાસે "ls" આદેશ છે જે કદાચ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે.
08:56 "ls" આદેશ લખીએ અને એન્ટર દબાવીએ.
09:01 હવે પરિણામનું અવલોકન કરો.
09:04 ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ-અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે.
09:08 "ls" ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છે.ચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએ,પ્રોમ્પ્ટ ઉપર "ls ખાલી જગ્યા --all" લખીએ અને એન્ટર દબાવીએ.
09:24 આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છે.(અહીં છુપાયેલી ફાઈલોના નામ (.)બિંદુ દ્વારા શરુ થયેલ છે)
09:33 જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો -l નો ઉપયોગ કરી શકીએ.
09:40 આદેશ "ls ખાલી જગ્યા -l" લખી એન્ટર દબાવીએ.
09:50 તે આપણને ફાઈલની પરવાનગીઓ,ફાઈલ બનાવનારનું નામ,ફાઈલમાં છેલ્લા થયેલ બદલાવનો સમય,ફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છે.આ વિકલ્પના વિભાગોની સમજુતીનો આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થયેલ નથી.
10:06 પછી આપણે જોઈશું કે ls ઘણા વિકલ્પો ધરાવે છે.
10:11 આ બધી માહિતીઓ પડદા ઉપર માત્ર બતાવવા કરતા,આપણે તેને ફાઈલમાં સંગ્રહિત કરી શકીએ.કોઈ પણ આદેશના પરિણામનો આપણે આ પ્રમાણે ફાઈલમાં સંગ્રહ કરી શકીએ:
10:23 આદેશ લખીએ જેની પાછળ ">" અને "ફાઈલનું નામ" આવે.આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા > ખાલી જગ્યા fileinfo" લખી અને એન્ટર દબાવીએ.
10:46 હવે બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની માહિતી ફાઈલ "fileinfo"માં જતી રહેશે.
10:54 પણ આ ફાઈલમાં રહેલ માહિતી આપણે કેવી રીતે જોઈ શકીએ?આના માટે "cat" આદેશ વપરાશે.આદેશ લખીએ "cat ખાલી જગ્યા અને ફાઈલનું નામ",જે અહીં "fileinfo" છે અને એન્ટર દબાવીએ.
11:12 હવે તમે તેમાં રહેલ માહિતી જોઈ શકો છો.વાસ્તવમાં "cat"નો અન્ય મહત્વનો ઉપયોગ છે "ફાઈલનું સર્જન" કરવું.આના માટે પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cat ખાલી જગ્યા > ખાલી જગ્યા ફાઈલ નામ" જે આપણે file1 લઈએ અને એન્ટર દબાવીએ.
11:36 હવે જયારે આપણે એન્ટર દબાવીએ છીએ ત્યારે આદેશ ઉપયોગકર્તાના ઈનપુટની રાહ જુએ છે.
11:42 હવે આપણે જે કઈ લખીશું તે આ ફાઈલમાં લખાશે.તો ચાલો કઈ લખીએ.
11:50 હવે ઈનપુટ સમાપ્ત કરવા એન્ટર દબાવીશું.
11:56 હવે એકસાથે "ctrl" અને "D" કળ દબાવીએ.
12:05 હવે ફાઈલ નામ જે અહીં file1 છે તે જો પહેલેથી હયાત હશે તો આપણે આપેલ ઈનપુટ આ ફાઈલમાં રહેલ લખાણ ઉપર લખાઈ જશે.
12:13 જો તમારે હયાત file1ના અંતે તમારું આપેલ ઈનપુટ જોડવું હોય તો પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cat ખાલી જગ્યા > ખાલી જગ્યા file1" લખી એન્ટર દબાવીએ.
12:36 હજી ઘણા આદેશો છે જેની આપણે ચર્ચા કરી શકીએ પણ આ ક્ષણે અહીંયા સુધી જ સીમિત રાખીએ.હકીકતમાં આપણે જે આદેશોની ચર્ચા કરી તેઓ ઘણા વિકલ્પો અને શક્યતાઓ ધરાવે છે જે આપણે જોયા નથી.
12:50 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
13:02 મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
13:10 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389