Linux-AWK/C2/More-on-Single-Dimensional-Array-in-awk/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 22:51, 6 July 2019 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time
Narration
00:01 નમસ્તે, awk માં More on single dimensional array પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- ફાઈલ સાથે awk array વાપરવું
00:13 array ના elements સ્કેન કરવા
00:16 Delete statement
00:18 ARGV array અને ENVIRON array
00:22 આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું.
00:25 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System અને
gedit text editor 3.20.1
00:37 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:41 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને અમારી વેબસાઈટમાં array પરના પાછલા awk ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ.
00:48 તમને કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ જેમ કે C અથવા C++.
00:55 જો નથી, તો અમારી વેબસાઈટ પરના સબંધિત ટ્યુટોરીયલો મારફતે જાવ.
01:00 આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવેલ ફાઈલ આ ટ્યુટોરીયલ પુષ્ઠ પરના Code Files લિંકમાં ઉપલબ્ધ છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો.

01:10 અગાઉ આપણે awk arrays ના કેટલાક પાસાઓને આવરી લીધા હતા.
01:14 હવે ચાલો જોઈએ કે કેવી રીતે આપણે awk array ને ફાઈલ સાથે વાપરી શકીએ છીએ.
01:19 આપણે સમાન awkdemo.txt ફાઈલ વાપરીશું જે આપણે પહેલા વાપરી છે.
01:25 અહીં પ્રથમ field છે રોલ ક્રમાંક અને છઠ્ઠું field છે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિકા.
01:32 ચાલો પહેલા તમામ વિદ્યાર્થીઓ માટે HRA ગણતરી કરીએ.
01:36 અહીં, HRA એ તેમની શિષ્યવૃત્તિકા રકમની 30% છે.
01:41 મેં પહેલાથી જ કોડ લખેલો છે અને તેને calculate_hra.awk તરીકે સેવ કર્યું છે.

ચાલો હવે તે ફાઈલમાં જોઈએ.

01:51 BEGIN section અંતર્ગત, field separator Pipe symbol સાથે ઈનિશલાઈઝ થાય છે.
01:57 ત્યારબાદ, action section માં આપણે array elements ઈનિશલાઈઝ કરીએ છીએ.
02:02 section ઇનપુટ ફાઈલના દરેક લાઈન માટે એકવાર એક્ઝિક્યુટ થશે.
02:08 મેં HRA ને array વેરિએબલ તરીકે અને dollar one ને index તરીકે ઘોષિત કર્યું છે.
02:14 અહીં dollar 1 એ 1 લા field ને સૂચિત કરે છે, જે કે રોલ ક્રમાંક છે.

અને વેલ્યુ છે dollar 6 ગુણ્યાં શૂન્ય પોઇન્ટ 3 જેમાં dollar six એ શિષ્યવૃત્તિકા વેલ્યુ છે.

02:27 તો, array HRAindex રોલ ક્રમાંક પર સંદર્ભિત HRA રકમ વેલ્યુ તરીકે ધરાવશે.
02:35 આપણે આ array ના તમામ elements ને કેવી રીતે સ્કેન કરી શકીએ છીએ?
02:39 તમને for loop નું આ વેરિએશન વાપરવું જોઈએ.
02:43 looparray માં દરેક index માટે એકવાર statements એક્ઝિક્યુટ કરે છે.
02:48 વેરિએબલ var એક બાદ એક index વેલ્યુઓને સેટ થશે.
02:53 કોડ END section માં લખાય છે.
02:57 awk એ ઇનપુટ ફાઈલના તમામ લાઈનો પ્રોસેસ કરી દે ત્યારબાદ આ section એક્ઝિક્યુટ થશે.
03:04 વેરિએબલ i દરેક index વેલ્યુને અથવા રોલ ક્રમાંકને એક પછી એક ઈનિશલાઈઝ થશે.
03:10 for loop ના દરેક પુનરાવર્તનમાં, વ્યક્તિગત રોલ ક્રમાંક માટે HRA પ્રિન્ટ થશે.
03:16 terminal પર જાવ અને ફાઈલને એક્ઝિક્યુટ કરો.

Ctrl, Alt અને T કી દાબીને terminal ખોલો.

03:24 cd command નો ઉપયોગ કરીને એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે Code Files ડાઉનલોડ કરી છે અને એક્સટ્રેકટ કરી છે.
03:31 હવે ટાઈપ કરો: awk space hyphen small f space calculate_hra.awk space awkdemo.txt
Enter દબાવો.
03:45 આઉટપુટ તમામ વિદ્યાર્થીઓ માટે રોલ ક્રમાંક અને HRA દર્શાવે છે.
03:50 હવે માનો કે, હું રોલ S02 સાથેના વિદ્યાર્થી માટે રેકોર્ડ રદ્દ કરવા ઈચ્છું છું.
03:56 તો, આપણે index S02 પર array element રદ્દ કરવું જોઈએ.
04:01 ચાલો હું આ calculate_hra.awk કોડ વાપરીને કરું.
04:06 for loop પહેલા, Enter દબાવો અને આપેલ કોડ ટાઈપ કરો.

delete space hra ચોરસ કૌંસમાં બમણા અવતરણમાં S02

04:19 ફાઈલને સેવ કરો અને terminal પર જાવ.
04:23 ચાલો હું terminal સાફ કરું.
04:26 પાછલા એક્ઝિક્યુટેડ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો.

Enter દબાવો.

04:33 રોલ ક્રમાંક S02 સાથેના વિદ્યાર્થી માટે રેકોર્ડ આઉટપુટમાં પ્રિન્ટ થતો નથી.
04:39 તો, કોઈપણ array element ને delete command વાપરીને રદ્દ કરી શકાય છે.
04:44 તમને array નામ index સાથે ઉલ્લેખવું પડશે.
04:48 મને જો સમગ્ર array ને રદ્દ કરવું હોય તો શું?

તેને delete statement માં ફક્ત array નામ નિર્દિષ્ટ કરીને કરી શકાય છે.

04:56 આ પ્રયાસ કરવા માટે ચાલો કોડ પર જઈએ.
04:59 delete statement માંથી અવતરણ અને ચોરસ કૌંસ સહીત index S02 રદ્દ કરો.
05:07 ફાઈલને સેવ કરો અને terminal પર જાવ.
05:10 terminal ને સાફ કરો. પાછલા એક્ઝિક્યુટ કરેલ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો.

હવે Enter દબાવો.

05:19 જુઓ, આપણને કોઈપણ આઉટપુટ મળતું નથી.

સમગ્ર array રદ્દ થયો છે.

05:25 યાદ રાખો, awk built-in variables પરના અગાઉના ટ્યુટોરીયલમાં, અમે કહ્યું હતું કે-

ARGCcommand line arguments ની સંખ્યા સૂચવે છે.

05:36 ARGV એ એક એરે છે જે command line arguments સંગ્રહે છે.

આપણે કેવી રીતે તેની વેલ્યુઓ દર્શાવી શકીએ છીએ?

ચાલો જોઈએ.

05:45 મેં argc_argv.awk માં પહેલાથી જ કોડ લખેલો છે.

ચાલો કન્ટેન્ટ તપાસ કરીએ.

05:53 કોડ awk BEGIN section અંતર્ગત લખાયો છે.
05:57 પહેલા આપણે arguments ની સંખ્યા પ્રિન્ટ કરી રહ્યા છીએ, જે ARGV ની વેલ્યુ છે.
06:03 આગળ, for loop વાપરીને, આપણે i ની વેલ્યુ માટે 0 થી ARGC-1 સુધી લૂપ કરી રહ્યા છીએ.
06:11 અને આપણે index i પર ARGV પ્રિન્ટ કરી રહ્યા છીએ

terminal પર જાવ અને ફાઈલને એક્ઝિક્યુટ કરો.

06:19 હવે terminal પર ટાઈપ કરો- awk space hyphen small f space argc underscore argv dot awk space one space two space three
06:35 અહીં one two threecommand line arguments છે.

કમાન્ડ એક્ઝિક્યુટ કરવા માટે Enter દબાવો.

06:43 આપણને arguments ની સંખ્યા 4 તરીકે મળે છે.

પરંતુ યાદ કરો આપણે ફક્ત 3 arguments આપી છે.

06:50 ચાલો વ્યક્તિગત arguments પર નજર ફેરવીએ.

index 0 પર પહેલી argument અથવા argv એ વાસ્તવમાં awk છે, કમાન્ડ નામ.

07:02 આગળ આપણી પાસે ત્રણ arguments છે જે આપણે command line માં આપી છે.
07:07 એટલા માટે ARGC ની વેલ્યુ હંમેશા સપ્લાય કરેલ કમાન્ડ લાઈન arguments ની સંખ્યા પ્લસ એક હોય છે.
07:16 ચાલો હજી એક ઉદાહરણ લઈએ.

Built-in variable ENVIRON environment variables નું એક associative array છે.

07:24 array element indices environment variable નામ છે.

array element વેલ્યુઓ એ વ્યક્તિગત એન્વાર્યન્મેન્ટ વેરિએબલ્સની વેલ્યુઓ છે.

07:35 ચાલો જોઈએ આપણે કેવી રીતે વિભિન્ન environment variables ની વેલ્યુઓ જોઈ શકીએ છીએ.
07:40 પહેલા, ચાલો આપણું username પ્રિન્ટ કરીએ.
07:43 આપણે environment variable USER ની વેલ્યુ પ્રિન્ટ કરવાની જરૂર છે.
07:48 command prompt પર આપેલ ટાઈપ કરો.
07:53 Enter દબાવો.
07:55 આઉટપુટ યુઝરનું નામ દર્શાવશે જે લોગ્ડ ઈન છે.
08:00 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.

ચાલો સારાંશ લઈએ.

08:05 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા- ફાઈલ સાથે awk array વાપરવું
08:11 array ના elements સ્કેન કરવા.
08:14 Delete statement

ARGV array અને ENVIRON array

08:20 એસાઇન્મેન્ટ તરીકે- પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ચોક્કસ ભથ્થાંની ગણતરી કરો.
08:25 પેપર પ્રેઝેન્ટેશન ભથ્થું જે શિષ્યવૃત્તિકાનું 80% છે.
08:30 પરફોર્મન્સ ઈન્સેન્ટિવ જે શિષ્યવૃત્તિકાનું 20% છે.
08:35 ભથ્થાને બે જુદા arrays માં સંગ્રહો.
08:38 દરેક ભથ્થા માટે આવશ્યક રકમ અને સરેરાશ પ્રિન્ટ કરો.
08:43 awk પ્રોગ્રામમાંથી environment variable PATH ની વેલ્યુ પ્રિન્ટ કરો.
08:48 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

08:56 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે.

અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

09:05 વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
09:08 તમારા પ્રશ્નોને આ ફોરમ પર પોસ્ટ કરો.
09:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.

આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે.

09:24 ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636