Linux-AWK/C2/Conditional-statements-in-awk/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:17, 2 July 2019 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે, awk માં conditional statements પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- awk માં if, else, else if
00:15 આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું.
00:19 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System અને gedit text editor 3.20.1
00:32 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:36 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમને અમારી વેબસાઈટ પરના પાછલા awk ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ.
00:43 તમે કોઈપણ programming language થી પરિચિત હોવા જોઈએ જેમ કે C અથવા C++
00:50 જો નથી, તો કૃપા કરી અમારી વેબસાઈટ પર સંબંધિત ટ્યુટોરીયલો મારફતે જાવ.
00:56 આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવેલ ફાઈલ આ ટ્યુટોરીયલ પુષ્ઠના Code Files લિંકમાં ઉપલબ્ધ છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો.

01:06 એક conditional statement આપણને ક્રિયા ભજવતા પહેલા ચોક્કસ condition ને તપાસ કરવાની પરવાનગી આપે છે.
01:14 ચાલો શીખીએ કે if, else, else-if જેવા conditional statements awk માં કેવી રીતે કામ કરે છે.
01:22 કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાની જેમ, if -else statement નું સિન્ટેક્સ છે:
01:28 if conditional-expression1true હોય તો action1 ભજવો.
01:34 else if conditional-expression2true હોય તો action 2 ભજવો.
01:41 આના પછી કેટલાક else if statements આવી શકે છે.
01:46 અંતમાં, જો કોઈપણ નિર્દિષ્ટ conditional expressions true ન હોય, તો action n ભજવો.
01:54 else અને else-if ભાગ વૈકલ્પિક છે.

ચાલો ઉદાહરણ મારફતે જઈએ.

02:02 આપણે એ જ awkdemo.txt ફાઈલ વાપરીશું, જે આપણે પહેલા વાપરી હતી.
02:10 માનો કે, આપણે 8000 રૂપિયાથી વધુ મેળવતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં 50% વધારો કરવાની જરૂર છે.
02:19 ચાલો આ condition માટે એક awk ફાઈલ બનાવીએ.
02:23 આપેલ કોડને ટેક્સ્ટ એડિટરમાં દર્શાવ્યા પ્રમાણે ટાઈપ કરો અને તેને cond dot awk તરીકે સેવ કરો.

મેં આ પહેલાથી જ કરી દીધું છે.

02:34 સમાન ફાઈલ પણ Code Files લિંકમાં ઉપલબ્ધ છે.
02:39 આ કોડમાં, Output Field Separator, colon તરીકે સુયોજિત કર્યું છે.
02:45 પ્રથમ print statement , field headings પ્રિન્ટ કરે છે.
02:50 આગળ, if statement તપાસ કરશે કે 6ઠાં field ની વેલ્યુ 8000 કરતા મોટી છે કે નહી.
02:58 જો હા હોય, તો બીજું print statement એક્ઝિક્યૂટ થશે.
03:03 print statement અંતર્ગત આવેલ $6 into 1.5, 6ઠાં field ની વેલ્યુને 1.5% થી ગુણિત કરશે.
03:13 ચાલો હવે આ કોડને એક્ઝિક્યુટ કરીએ.
03:16 CTRL, ALT અને T કી દાબીને terminal ખોલો.
03:22 cd command નો ઉપયોગ કરીને એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે Code Files ડાઉનલોડ કરી છે અને એક્સટ્રેકટ કરી છે.
03:29 હવે ટાઈપ કરો: awk space hyphen capital F pipe symbol within double quotes space hyphen small f space cond dot awk space awkdemo dot txt

Enter દબાવો.

03:49 વધેલા શિષ્યવૃત્તિ સાથે આઉટપુટ ફક્ત એક વિદ્યાર્થીનો રેકોર્ડ દર્શાવે છે જેણે condition પરીપૂર્ણ કરી છે.
03:57 હવે, ધારો કે નિયમ બદલાય છે: વિદ્યાર્થીઓ કે જેઓ 8000 રૂપિયાથી વધુ મેળવે છે તેમને શિષ્યવૃત્તિમાં 50% નો વધારો.
04:07 નહિ તો 30% વધારો.

આપણે આ કેવી રીતે કરી શકીએ છીએ?

04:13 આપણે એક else block નાખવાની જરૂર છે.
04:16 ફરીથી cond dot awk ફાઈલ પર જાવ.
04:21 ચાલો આપેલ કોડ લાઈન ઉમેરીએ.

છેલ્લા બંધ curly brace ની પહેલા Enter દબાવો.

04:30 else , Enter દબાવો.
04:33 print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3
04:42 ફાઈલને સેવ કરો અને terminal પર જાવ.
04:46 પાછલા એક્ઝિક્યુટ કરેલા કમાન્ડને મેળવવા અપ એરો કી દબાવો.

અને Enter દબાવો.

04:53 હવે આઉટપુટનું અવલોકન કરો.

યોજના ચૌધરીને પહેલા 1000 મળતા હતા. હવે તેને 1300 મળે છે.

05:04 ચાલો ફરીથી નિયમ બદલીએ.

વિદ્યાર્થીઓ કે જેઓ 8000 રૂપિયાથી વધુ મેળવે છે તેમને 50% નો વધારો.

05:13 4000 રૂપિયાથી વધુ મેળવનાર વિદ્યાર્થીને 40% નો વધારો.

નહિ તો 30% વધારો આપો.

05:23 કોડ પર જાવ. દર્શાવ્યા પ્રમાણે કોડ અપડેટ કરો.
05:29 ફાઈલને સેવ કરો અને terminal પર જાવ.
05:33 ચાલો હું terminal સાફ કરું.
05:36 હવે પાછલા એક્ઝિક્યુટેડ કમાન્ડને મેળવવા માટે અપ એરો કી દબાવો.

અને Enter દબાવો.

05:44 આ વખતે, નોંધ લો કે વિદ્યાર્થી મીરા નાયરને 40% વધારો મળ્યો છે.
05:51 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
05:54 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: Conditional statements જેમ કે:

awk માં if , else, else if

06:05 એસાઇનમેન્ટ તરીકે આપેલ નિયમો પ્રમાણે ગ્રેડ આપો: જો ગુણ 90 થી વધારે કે બરાબર હોય, તો ગ્રેડ રહેશે A.
06:15 જો ગુણ 80 થી વધારે કે બરાબર હોય પરંતુ 90 થી ઓછા હોય, તો ગ્રેડ રહેશે B.
06:23 જો ગુણ 70 થી વધારે કે બરાબર હોય પરંતુ 80 થી ઓછા હોય, તો ગ્રેડ રહેશે C.
06:30 જો ગુણ 60 થી વધારે કે બરાબર હોય પરંતુ 70 થી ઓછા હોય, તો ગ્રેડ રહેશે D.

નહિ તો ગ્રેડ રહેશે F.

06:41 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

06:49 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે

અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

06:58 વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
07:02 શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે?

કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.

07:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.

આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે.

07:20 ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636