Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Insert-text-in-drawings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 293: Line 293:
 
|-
 
|-
 
||05.35  
 
||05.35  
||“This is a square ટેક્સ્ટ દાખલ કરો.
+
||આ ટેક્સ્ટ દાખલ કરો “This is a square  
 
|-
 
|-
 
||05.38  
 
||05.38  
||ચોરસને ચાર સમાન બાજુઓ અને ચાર સમાન કોણ હોય છે. એક ચોરસનો દરેક ખૂણો નેવું અંશનો હોય છે.
+
||A square has four equal sides and four equal angles. Each angle in a square is ninety degrees
  
 
|-
 
|-

Revision as of 09:47, 27 May 2013

Time Narration
00.01 લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
00.10 ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું
00.12 ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને
00.15 ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું
00.17 આપણે આ પણ શીખીશું:
00.19 indents, space સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા
00.22 લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો
00.26 Callouts અંદર ટેક્સ્ટ મુકવું
00.29 ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે:
00.31 તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે,
00.35 લાઇન અને એરોઝ પર સહીત.
00.37 તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે.
00.42 અહીં આપણે
00.44 ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.52 Water Cycle” ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો.
00.57 આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં “Cloud Formation” ટેક્સ્ટ ઉમેરીશું.
01.04 સફેદ વાદળ જૂથ પસંદ કરો.
01.06 જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો.
01.10 ટોચનું વાદળ પસંદ કરો.
01.13 હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી Text ટુલ પસંદ કરો.
01.17 શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે?
01.23 આ ટેક્સ્ટ કર્સર છે.
01.25 Cloud Formation” ટેક્સ્ટ લખો.
01.29 હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો
01.33 બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો.
01.37 જૂથમાંથી બહાર નીકળવા માટે, પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
01.42 ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ.
01.45 ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે!
01.50 આગળ, ગ્રે વાદળ જૂથને પસંદ કરો.
01.53 પહેલાંની જેમ, જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો .
01.57 દરેક વાદળમાં “Rain Cloud” ટાઇપ કરો.
02.02 ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે, તે દેખાતું નથી.
02.07 તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ.
02.11 ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Character” પસંદ કરો.
02.17 Character” સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
02.20 Font Effects” ટેબ પર ક્લિક કરો.
02.23 Font color” ફીલ્ડમાં, નીચે સ્ક્રોલ કરો અને “White” પસંદ કરો.
02.28 OK પર ક્લિક કરો.
02.30 ફોન્ટ રંગ સફેદથી બદલાય છે.
02.33 એ જ રીતે, બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ.
02.38 ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી “Character” પસંદ કરો.
02.43 “Font color” માં “White” પસંદ કરો.
02.46 આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
02.50 તેવી જ રીતે, ત્રિકોણમાં “Mountain” શબ્દ લખો જે પર્વત દર્શાવે છે.
02.58 તમે ટેક્સ્ટ..
02.59 અક્ષર માટે ફોરમેટ કરી શકો છો, જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે.
03.05 તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો, જે અલાઇન ટેક્સ્ટ છે, indents અથવા spacing સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો.
03.13 તમે આ સંવાદ બોક્સને ક્યાં તો...
03.16 Context મેનુ માંથી અથવા...
03.18 Main menu. માંથી એક્સેસ કરી શકો છો.
03.21 Main મેનુમાંથી Character ઍક્સેસ કરવા માટે,Format પસંદ કરો અને Character પસંદ કરો.
03.28 'Main મેનુમાંથી Paragraph સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે, Format પસંદ કરો અને Paragraph પસંદ કરો.
03.36 લંબચોરસ માં, ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ.
03.43 Drawing ટુલબારમાંથી, “Line” પસંદ કરો.
03.46 કર્સર પેજ ઉપર ખસેડો, ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો.
03.54 એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે.
04.01 જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે!
04.04 હવે, ચાલો લીટી પહોળી બનાવીએ.
04.07 લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
04.11 "Line" પર ક્લિક કરો. "Line" સંવાદ બોક્સ દેખાય છે.
04.16 Style” ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો.
04.20 “Ultrafine 2 dots 3 dashes” પસંદ કરો.
04.24 Width ક્ષેત્રમાં, વેલ્યુ પોઈન્ટ.70. Width દાખલ કરો.
04.29 OK પર ક્લિક કરો.
04.31 અમે લીટીને પહોળી કરી છે!
04.34 લંબચોરસ અંદર “Ground water table” ટેક્સ્ટ દાખલ કરો.
04.39 પ્રથમ, Text ટુલ પસંદ કરો.
04.42 ડ્રોઇંગ ટૂલબાર પર આ capital “T” વિકલ્પ છે.
04.46 ડ્રો પેજ ખસેડો.
04.49 હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ I સાથે Plus sign માં પરિવર્તિત થયું.
04.55 લંબચોરસ અંદર ક્લિક કરો.
04.57 અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે.
05.01 અહીં, “Ground water table” ટાઇપ કરો.
05.05 ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો.
05.12 ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો.
05.19 એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો.
05.22 ત્રિકોણ માં “Rain water flows from land into rivers and sea” ' લખો.
05.30 અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો.
05.33 એક ચોરસ દોરો.
05.35 આ ટેક્સ્ટ દાખલ કરો “This is a square
05.38 A square has four equal sides and four equal angles. Each angle in a square is ninety degrees
05.46 The square is a quadrilateral.”
05.50 ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો.
05.54 ટેક્સ્ટમાં font, size, style અને alignment વિકલ્પો લાગુ પાડો.
06.00 હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો.
06.03 આ એરોઝ જમીન, વનસ્પતિ અને પાણીના ભાગમાંથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે.
06.12 સૌથી ડાબી તરફનો એરો પસંદ કરો.
06.14 હવે ક્લિક કરો અને પર્વત તરફ ડ્રેગ કરો.
06.18 મધ્યનો એરો પસંદ કરો.
06.21 હવે ક્લિક કરો અને વૃક્ષો તરફ ડ્રેગ કરો.
06.25 ત્રીજો એરો વાદળોના પાણીથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે.
06.31 એક લાઇન દોરવા માટે Curve વિકલ્પ વાપરો, જે પર્વતો પરથી પાણી નીચે તરફ જતું દર્શાવે છે.
06.37 ડ્રોઈંગ ટૂલબાર માંથી “Curve” પર ક્લિક કરો અને “Freeform Line” પસંદ કરો.
06.43 ડ્રો પેજ પર કર્સર પર્વતની આગળ મુકો.
06.47 ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
06.51 તમે એક વક્ર રેખા દોરી છે!
06.53 હવે દરેક એરોઝ માટે વર્ણનો ઉમેરીએ.
06.58 જમણી તરફથી પ્રથમ એરો પસંદ કરો અને “Evaporation from rivers and seas” ટાઇપ કરો.
07.06 પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
07.08 ટેક્સ્ટ લાઈન પર દેખાય છે.
07.12 નોંધ લો કે ટેક્સ્ટ બરાબર લાઈન પર છે અને તેથી તે સ્પષ્ટ નથી.
07.18 લાઈન ઉપર ટેક્સ્ટ ખસેડવા માટે, લાઈન પર ક્લિક કરો.
07.22 ટેક્સ્ટઆડી મૂકવામાં આવેલ છે.
07.25 ટેક્સ્ટના અંતે કર્સર મૂકો અને "Enter" કી દબાવો.
07.30 પેજ પર ક્લિક કરો.
07.32 ટેક્સ્ટ ગોઠવાયેલ છે.
07.35 લાઇન અને એરોઝ પર ટાઈપ કરેલું ટેક્સ્ટ પણ કોન્ટેક્ષ મેનુના વિકલ્પોની મદદથી ફોર્મેટ કરી શકાય છે.
07.41 કોન્ટેક્ષ મેનુનો ઉપયોગ કરી ફૉન્ટ સાઈઝ ફોરમેટ કરો.
07.45 ટેક્સ્ટ પર ક્લિક કરો
07.47 “Evaporation from rivers and seas”.
07.50 ટેક્સ્ટ હવે આડી છે.
07.53 ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો.
07.58 Size પસંદ કરો અને 22 ક્લિક કરો.
08.02 ફૉન્ટની સાઈઝ બદલાઈ ગયેલ છે.
08.05 હવે, બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો.
08.09 Evaporation from soil
08.12 Evaporation from vegetation
08.17 Run off water from the mountains
08.22 ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો.
08.26 વરસાદ બતાવવા માટે, ચાલો ડોટેડ એરોઝ દોરીએ, જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે.
08.32 Drawing ટૂલબારમાંથી “Line Ends with Arrow” પસંદ કરો.
08.37 પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર કર્સર મૂકો.
08.42 ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
08.46 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Line” પર ક્લિક કરો.
08.50 Line” સંવાદ બોક્સ દેખાય છે.
08.53 Style” ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને
08.56 2 dots 1 dash' પસંદ કરો.
08.58 OK પર ક્લિક કરો.
09.00 આપણે ડોટેડ એરો દોર્યા છે.
09.02 આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
09.06 હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
09.12 હવે ડોટેડ એરોઝ માટે “Rain” ટેક્સ્ટ ઉમેરો.
09.21 Water ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં “Evaporation to form the clouds” ટેક્સ્ટ ટાઇપ કરો.
09.28 Drawing ટૂલબારમાંથી, Text ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો.
09.35 તે અંદર “Evaporation to form the clouds” લખો.
09.41 Drawing ટૂલબારમાંથી, " Text Tool" પસંદ કરો.
09.44 અને ગ્રે વાદળો આગળ ટેક્સ્ટ બોક્સ દોરો.
09.48 તે અંદર “Condensation to form rain” ટાઇપ કરો.
09.53 પ્રથમ, ટેક્સ્ટ બોક્સની સરહદ પર ક્લિક કરી ટેક્સ્ટ બોક્સ ખસેડો.
09.57 હવે તેને ઇચ્છિત સ્થાન પર ડ્રેગ કરો અને છોડો.
10.02 અગાઉના પગલાંઓ અનુસરો, ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ કરી “WaterCycle Diagram” શીર્ષક આપો
10.07 અને ટેક્સ્ટ ને બોલ્ડ માં ફોરમેટ કરો.
10.16 આપણે વોટર સાયકલ આકૃતિ દોરવાનું પૂર્ણ કર્યું છે!
10.20 હવે, Callouts વિશે શીખીએ.
10.22 Callouts શું છે?
10.24 તેઓ ખાસ ટેક્સ્ટ બોક્સ છે જે ડ્રોઈંગ પેજમાં...
10.29 ઓબ્જેક્ટ અથવા સ્થાન માટે તમારું ધ્યાન ખેંચે છે
10.33 સૌથી કોમિક પુસ્તકો, ઉદાહરણ તરીકે,
10.36 Callouts અંદર મુકીએ.
10.39 ચાલો ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
10.42 Main મેનુ માંથી,Insert પસંદ કરો અને Slide પર ક્લિક કરો.
10.47 એક નવું પેજ ઉમેરાયું છે.
10.50 Calloutદોરવા માટે, Drawing ટૂલબાર પર જાઓ.
10.54 Callout ચિહ્ન આગળ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
10.59 વિવિધ Callouts દર્શાવવામાં આવેલ છે.
11.01 Rectangular Callout પર ક્લિક કરો.
11.04 પેજ ઉપર કર્સર ખસેડો, ડાબું માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો.
11.10 Callout. તમે Callout દોર્યું છે.
11.12 તમે Callout અંદર ટેક્સ્ટ દાખલ કરી શકો છો એ જ રીતે જેમ તમે અન્ય ઓબ્જેક્ત્સ માટે કર્યું હતું.
11.18 ડબલ ક્લિક કરો અને Callout અંદર “This is an example” ટેક્સ્ટ ટાઇપ કરો.
11.25 લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11.30 આ ટ્યુટોરીયલમાં, તમે શીખ્ય્સ કે કેવી રીતે:
11.33 ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું
11.35 ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું
11.38 ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું
11.40 ટેક્સ્ટને ઇન્દેન્તિંગ, સ્પેસીંગ અને અલાઇન કરવું
11.44 લાઈન અને એરોઝમાં ટેક્સ્ટ ઉમેરવું
11.46 Callouts અંદર ટેક્સ્ટ મુકવું
11.50 આ અસાઈનમેન્ટનો પ્રયાસ કરો.
11.53 આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે નોટ બુક લેબલ અને આમંત્રણ પત્ર બનાવો.
12.00 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
12.03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
12.06 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
12.11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12.13 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
12.17 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12.20 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
12.27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
12.31 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
12.39 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12.50 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya