LibreOffice-Suite-Base/C4/Database-Maintenance/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:25, 27 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે ડેટાબેઝ નું અનુરક્ષણ કરવું, ડેટાબેઝનું સ્ટ્રકચર સુધારીત કરવું, ડેટાબેઝને ડીફ્રેગમેન્ટ (ન વપરાયેલી ખાલી જગ્યાને વ્યવસ્થિત કરવાની ક્રિયા) કરવું અને બેકઅપ્સ (માહિતીનો અલગથી સંગ્રહ કરી રાખવો) લેવું
00:19 ડેટાબેઝ અનુરક્ષણ
00:21 ડેટાબેઝનાં સમગ્ર કાર્યકાળ દરમ્યાન, આપણે ડેટાને અદ્યતન, વિશ્વસનીય અને સુરક્ષિત રાખવાં માટે પગલાઓ લેવા પડશે.
00:31 આ ડેટા સ્ટ્રકચર ની સુધારણાં, અને ફોર્મો સુધારવાનું સમાવેશ કરે છે કારણ કે ડેટાને નવા રાખવું જરૂરી છે.
00:41 ચાલો આપણે અગાઉના ટ્યુટોરીયલોમાં બનાવેલ આપણુ લાઈબ્રેરી ઉદાહરણ ડેટાબેઝને ધારીએ.
00:48 આ ડેટાબેઝમાં શરુઆતમાં પુસ્તકો, સભ્યો અને જારી થયેલ પુસ્તકો ઉપર કોષ્ટકો હતા.
00:55 અને આપણે આ ડેટાબેઝ સ્ટ્રકચર ઉપર આધારિત આપણા ઉદાહરણ ફોર્મો, ક્વેરીઓ અને રીપોર્ટો બનાવ્યાં હતા.
01:03 પાછળથી, લાઈબ્રેરી ડીવીડી અને સીડી જેવાં અન્ય મીડિયાને સમાવવા માટે વિસ્તૃત થઇ હતી.
01:11 તો, સ્ટ્રકચરને અદ્યતન રાખવાં માટે, આપણે લાઈબ્રેરી ડેટાબેઝને સુધારિત કર્યું હતું.
01:16 આ માટે, આપણે Media નામનું બીજું એક કોષ્ટક ઉમેર્યું.
01:21 અને આપણે આ નવા Media કોષ્ટકમાં ડીવીડી અને સીડીની માહિતી સંગ્રહિત કરી.
01:28 આ રીતે, આપણો ડેટાબેઝ વધારે ઉપયોગી અને અદ્યતન રહેશે, કારણ કે જ્યારે જરૂર પડી ત્યારે આપણે ફેરફારો કર્યા હતા.
01:39 કોષ્ટક માં ફેરફારો કરવા સાથે, આપણે ફોર્મોને પણ સહેલાઇથી વાપરવાં માટે સુધારિત કરવાની જરૂર પડશે.
01:47 અથવા આપણે નવા કોષ્ટકોનાં સ્ટ્રકચરોને સમાવવા માટે નવા ફોર્મો બનાવી શકીએ છીએ.
01:54 ઉદાહરણ તરીકે, જો આપણી પાસે પુસ્તકોના ડેટા દાખલ કરવાં માટેનું એક ફોર્મ હોય, તો આપણે ડીવીડી અને સીડી માટે ડેટા દાખલ કરવાની પરવાનગી આપવા માટે તેને સુધારિત કરી શકીએ.
02:08 મીડિયાનાં પ્રકાર, જેમ કે પુસ્તકો, અથવા ડીવીડી કે સીડી પસંદ કરવાં માટે અહીંયા આપણે ઓપ્શન્સ બટનો ઉમેરી શકીએ છીએ.
02:19 અથવા ફક્ત ડીવીડી કે સીડી મીડિયા માટે ડેટા દાખલ કરવાની પરવાનગી આપવા માટે, આપણે એક નવું ફોર્મ ઉમેરી શકીએ છીએ.
02:28 એજ રીતે, આપણે નવી ક્વેરીઓ અને રીપોર્ટોને ઉમેરવાની અથવા સુધારિત કરવાની જરૂર પડશે જે એ ડેટા સ્ટ્રકચર ઉપર આધારિત છે જે બદલાય ગયેલ છે.
02:39 અને કોઈક વખતે અમને વર્તમાન કોષ્ટક સ્ટ્રકચરોને સુધારિત કરવાની જરૂર પડશે.
02:45 ઉદાહરણ તરીકે, ચાલો આપણે Members કોષ્ટક ધારીએ જે લાઈબ્રેરીનાં તમામ સભ્યોની યાદી દર્શાવશે.
02:53 હમણાં તે ફક્ત તેમનાં નામો અને ફોન નંબરો જ સંગ્રહિત કરે છે.
02:58 હવે જો આપણે તેમનાં સરનામાં અને શહેર માહિતીને પણ સંગ્રહિત કરવી હોય, તો આપણે Members કોષ્ટકનાં સ્ટ્રકચરને સુધારિત કરવાની જરૂર પડશે.
03:09 આ માટે આપણે SQL સિન્ટેક્સ વાપરી શકીએ છીએ જેવી કે:
03:15 ALTER TABLE Members ADD Address TEXT, ADD City TEXT
03:22 તો ALTER TABLE સ્ટેટમેન્ટ કોષ્ટક સ્ટ્રકચરને બદલી કરે છે અને બે નવી કોલમો ઉમેરે છે:
03:30 Address અને City જે TEXT ડેટા ધરાવશે.
03:36 કોષ્ટક સ્ટ્રકચરો બનાવવાં અને ફેરફાર કરવાં પર વધુ માહિતી માટે hsqldb.org/ વેબસાઈટ જુઓ.
03:47 સ્ક્રીન ઉપર બતાવેલ url એડ્રેસ ઉપયોગમાં લો.
03:52 ત્યારબાદ, ચાલો જોઈએ કે કેવી રીતે આપણે બેઝ ડેટાબેઝને ઉપયોગ માટે વિશ્વસનીય રાખી શકીએ છીએ.
03:59 કેટલીક વાર, બેઝને નાના સંખ્યામાં રેકોર્ડો સંભાળવા માટે વિશાળ મેમરીની જરૂર પડે છે.
04:08 એ એટલા માટે, કે બેઝ અનુમાન કરે છે કે ડેટાબેઝને એક ચોક્કસ માત્ર માં અમુક મેમરી ની જરૂર પડી શકે છે.
04:17 અને, ડેટા જે આપણને કોષ્ટકો માં દેખાય છે તે સુવ્યવસ્થિત ક્રમમાં સંગ્રહિત નથી.
04:26 કારણ કે, આપણે ડેટાને કોષ્ટકોમાં જુદા જુદા સમયે ઉમેરીએ છીએ, તેમનો વાસ્તવિક સંગ્રહ ચોક્કસ ક્રમમાં નથી.
04:36 આપણે કોષ્ટક ડેટા માટે અનુક્રમણીકાનો ઉપયોગ કરી શકીએ છીએ, જેવી રીતે આપણે પુસ્તકોની લાઈબ્રેરી માટે એક કેટેલોગ નો ઉપયોગ કર્યો હતો.
04:45 કેટેલોગ ન કે ફક્ત પુસ્તકોની યાદી દર્શાવે છે, પણ તેમનાં ભૌતિક સ્થાનને પણ સંગ્રહિત કરે છે.
04:53 એ જ રીતે, આપણે ડેટા ને અસરકારક રીતે સ્થાનાંકિત કરવાં માટે કોષ્ટક અનુક્રમણીકાઓ બનાવી શકીએ છીએ.
05:00 પણ અનુક્રમણીકાઓ પોતે પણ ઘણી મેમરી લે છે.
05:04 અને, કેટલીક વખત, કોષ્ટક ડેટા રદ્દ કરવાથી ડેટા પૂરી રીતે જતા નથી રહેતા.
05:11 તેનું કોષ્ટક અનુક્રમણીકાઓથી જોડાણ તૂટી ગયેલ હોય છે, તે છતાં તે જગ્યા રોકી રાખે છે, જ્યાં સુધી નવી માહિતી તે જગ્યા ઉપર ઉમેરાતી નથી.
05:24 તેથી ડેટાબેઝો માપમાં વધારે વધે છે, જયારે વાસ્તવિક સંગ્રહિત થયેલ ડેટા બની શકે કે આટલા મોટા ન હોય.
05:35 બેઝ પુન:ગોઠવણી માટે ખુબજ સરસ માર્ગ આપે છે જેને ડીફ્રેગમેન્ટીંગ (Defragmenting) કહેવાય છે.
05:42 આ માટે, આપણે એ ડેટાબેઝ ખોલીશું જેને ડીફ્રેગમેન્ટ કરવાની જરૂર છે.
05:49 પહેલા લીબરઓફીસ બેઝ વિન્ડો ની અંદર, આપણે Tools મેનૂ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ SQL સબમેનૂ ઉપર ક્લિક કરીશું.
06:01 અને SQL વિન્ડોમાં નીચે આપેલ કમાંડ (આદેશ) ટાઈપ કરીશું.
06:07 CHECKPOINT DEFRAG
06:10 આ SQL કમાંડ ન જોઈતી માહિતીને બેઝ ડેટાબેઝ ફાઈલમાંથી રદ્દ કરે છે.
06:19 આ પહેલા ડેટાબેઝને બંધ કરશે, માહિતીની પુન:ગોઠવણી કરશે અને ત્યારબાદ ડેટાબેઝને ફરીથી ખોલશે.
06:27 હવે, આપણે SQL વિન્ડોમાં બીજો એક કમાંડને પણ વાપરી શકીએ છીએ.
06:33 SHUTDOWN COMPACT.
06:36 અહીં ફક્ત એટલો જ ફરક છે કે આ કમાંડ ડેટાબેઝને ફરીથી ન ખોલશે.
06:43 ડીફ્રેગમેન્ટીંગ પર વધુ માહિતી માટે, hsqldb.org ઉપર Chapter 11 જુઓ.
06:54 અંતે ચાલો બેકઅપ્સ માટે ચર્ચા કરીએ જે ડેટાબેઝને સુરક્ષિત રાખવાં માટે મદદ કરે છે.
07:02 આપણે આપણો ડેટાબેઝ આ કારણોથી ગુમાવી શકીએ છીએ
07:06 કમ્પ્યુંટર અચાનક બંધ થવાથી, હાર્ડ ડીસ્ક ટૂટવાથી) અથવા વાઈરલ ખરાબી દ્વારા,
07:14 લીબરઓફીસ પાસે સારું રીકવરી વિઝાર્ડ છે જે માહિતી નાશને ઓછું કરે છે.
07:20 પરંતુ ડેટાબેઝનું બેકઅપ્સ સામયિક ગાળે લેતા રહેવું જોઈએ.
07:26 અને બેકઅપ લેવું ખુબજ સરળ છે.
07:30 આપણે ફક્ત ડેટાબેઝ ફાઈલની એક કોપી બનાવવાની જરૂર પડશે
07:34 અને તેને બીજા એક સંગ્રહનાં મીડિયામાં સંગ્રહિત કરવું પડશે, જેમ કે બાહ્ય હાર્ડ ડીસ્કો, સીડી અથવા ડીવીડી, અથવા ફ્લેશ ડ્રાઈવો
07:47 તો લાઈબ્રેરી ડેટાબેઝનું બેકઅપ લેવાં માટે, Library.odb ફાઈલ જ્યાં સંગ્રહિત થઇ છે ત્યાં સ્થાનાન્કિત કરો
07:57 અને પછી, ફાઈલને જુદી હાર્ડ ડીસ્ક ડ્રાઈવ અથવા ફ્લેશ ડ્રાઈવમાં કોપી અને પેસ્ટ કરો.
08:08 હવે આ કોપી અને પેસ્ટ કાર્ય સંપૂર્ણ ડેટાબેઝનું બેકઅપ લેવાં બદ્દલ કાળજી લે છે:
08:17 તેમાંનાં તમામ ડેટા સ્ટ્રકચરો, ડેટા, ફોર્મો, ક્વેરીઓ અને રીપોર્ટોની સાથે.
08:24 કેટલી વાર આપણે બેકઅપ લેવાની જરૂર છે?
08:28 આ ડેટાબેઝના ડેટા અથવા તેનાં સ્ટ્રકચરને ધ્યાનમાં રાખીને ડેટાબેઝમાં કેટલી વાર ફેરફારો થયા છે તે ઉપર આધારિત છે.
08:37 એનો અર્થ એ છે કે કેટલી વાર આપણે ડેટા ઉમેરીએ, સુધારિત અથવા રદ્દ કરીએ છીએ.
08:42 અને કેટલી વાર આપણે કોષ્ટક સ્ટ્રકચરો, ફોર્મો, ક્વેરીઓ અથવા રીપોર્ટોને સુધારિત કરીએ છીએ.
08:49 તો આપણે ડેટાબેઝ વપરાશની ફ્રીકવેન્સી (આવર્તન) પર આધાર રાખીને, દરરોજ અથવા સાપ્તાહિક ડેટાબેઝ બેકઅપ સુનિશ્ચિત કરી શકીએ છીએ.
08:58 અહીં અસાઇનમેન્ટ છે.
09:00 બે નવી કોલમો Address અને City, ઉમેરવાં માટે Members કોષ્ટકને બદલો.
09:08 બંને કોલમોને TEXT ડેટા ટાઇપ આપો .
09:13 Members કોષ્ટકને ડેટા એન્ટ્રી મોડમાં ખોલો અને કેટલાક નમૂના Address અને City ના ડેટા દાખલ કરો.
09:23 ત્યારબાદ લાઈબ્રેરી ડેટાબેઝને ડીફ્રેગમેન્ટ કરો.
09:27 અંતે, લાઈબ્રેરી ડેટાબેઝનું બેકઅપ લો, તેને ફ્લેશ ડ્રાઈવ અથવા બીજી હાર્ડ ડીસ્ક, જો ઉપલબ્ધ હોય તો, તેમાં સંગ્રહિત કરો.
09:38 અહીં લીબરઓફીસ બેઝમાં ડેટાબેઝનું અનુરક્ષણ કરતા શીખવાડતાં આ સ્પોકન ટ્યુટોરીયલનો સમાપ્ત થાય છે.
09:45 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
09:48 ડેટાબેઝનું અનુરક્ષણ કરવું
09:50 ડેટાબેઝનું સ્ટ્રકચર સુધારીત કરવું
09:54 ડેટાબેઝને ડીફ્રેગમેન્ટ કરવું
09:56 અને બેકઅપ્સ લેવું
09:58 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે,
10:03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:10 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
10:15 આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
10:20 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, PoojaMoolya