Difference between revisions of "Jmol-Application/C2/Surfaces-and-Orbitals/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 ! <center>Time</center> ! <center>Narration</center> |- | 00:01 | '''Jmol''' (જેમોલ) એપ્લીકેશનમાં '''Surfaces''' (સરફે...")
 
 
Line 230: Line 230:
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| '''van der Waal's'''
+
| '''van der Waal's''' અને બીજા અન્ય.
 
+
|-
+
| 04:21
+
| અને બીજા અન્ય.
+
  
 
|-
 
|-

Latest revision as of 03:39, 4 March 2017

Time
Narration
00:01 Jmol (જેમોલ) એપ્લીકેશનમાં Surfaces (સરફેસીઝ) અને Orbitals (ઓર્બીટલ્સ) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:10 Alicyclic (એલીસાયક્લિક) અને Aromatic (એરોમેટીક) પરમાણુઓનાં મોડેલો બનાવવા.
00:14 પરમાણુઓની વિવિધ સપાટીઓ દર્શાવવી.
00:18 એટોમીક અને મોલેક્યુલર ઓર્બીટો દર્શાવવી.
00:22 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો કેવી રીતે બનાવવા અને એડીટ કરવા તેની જાણકારી હોવી જોઈએ.
00:29 જો નથી તો, અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો.
00:35 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00:38 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04
00:42 Jmol આવૃત્તિ 12.2.2 અને
00:45 Java (JRE) આવૃત્તિ 7
00:48 મેં એક નવો જેમોલ એપ્લીકેશન વિન્ડો ખોલ્યો છે.
00:52 ચાલો સૌ પહેલા cyclohexane (સાયક્લોહેક્ઝેન) નું મોડેલ બનાવીએ.
00:56 modelkit મેનુ પર ક્લિક કરો.
00:59 પેનલ પર methane (મીથેન) નું મોડેલ દ્રશ્યમાન થાય છે.
01:03 cyclohexane (સાયક્લોહેક્ઝેન) બનાવવા માટે, આપણને છ carbon (કાર્બન) અણુઓની એક hydrocarbon (હાઈડ્રોકાર્બન) સાંકળ બનાવવી પડે છે.
01:09 આપણે મોડેલમાં methyl (મિથાઈલ) જૂથ સાથે hydrogen (હાઈડ્રોજન) સબસ્ટીટ્યુટ કરીશું.
01:13 આવું કરવા માટે, આપણે hydrogen (હાઈડ્રોજન) પર કર્સર મુકીશું અને તેના પર ક્લિક કરીશું.
01:18 સ્ક્રીન પર આ ethane (ઈથેન) નું મોડેલ છે.
01:21 આ પગલાંનું ફરી 2 વાર પુનરાવર્તન કરો અને methyl (મિથાઈલ) જૂથ સાથે એક સમયે એક hydrogen (હાઈડ્રોજન) ને ફેરબદલ કરો.
01:28 hydrogens (હાઈડ્રોજનો) પર એ રીતે ક્લિક કરો કે બંધારણ એક વર્તુળ બનાવે.
01:33 હવે, Rotate molecule (રોટેટ મોલેક્યુલ) ટૂલની મદદથી રચનાને સ્ક્રીન પર ફેરવો.
01:38 પેનલ પર આ butane (બ્યુટેન) ની રચના છે.
01:41 modelkit મેનુ પર ક્લિક કરો.
01:45 સાંકળની અંતે આવેલ કોઈપણ carbon (કાર્બન) અણુઓમાં ઉપલબ્ધ hydrogen પર ક્લિક કરો.
01:52 અહીં પેનલ પર pentane (પેન્ટેન) નું મોડેલ છે.
01:55 carbon સાંકળનાં છેડે અડીને આવેલ, કોઈપણ એક hydrogens પર ક્લિક કરો.
02:00 પેનલ પર cyclohexane (સાયક્લોહેક્ઝેન) નું મોડેલ બને છે.
02:04 રચનાને ઓપ્ટીમાઈઝ કરવા માટે modelkit મેનુમાં આવેલ minimize (મીનીમાઈઝ) વિકલ્પનો ઉપયોગ કરો.
02:09 Cyclohexane (સાયક્લોહેક્ઝેન) નું મોડેલ હવે, તેનાં સૌથી સ્થિર “chair” બંધબેસતાપણામાં છે.
02:15 એકાંતરે, ચક્રીય રચનાઓ બનાવવા માટે આપણે modelkit મેનુમાં આવેલ Drag to bond વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
02:24 આ વિશેષતાને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું pentane (પેન્ટેન) નાં મોડેલને ઉપયોગમાં લઈશ.
02:29 પેનલ પર આ pentane (પેન્ટેન) નું મોડેલ છે.
02:32 આને cyclopentane (સાયક્લોપેન્ટેન) માં પરિવર્તિત કરવા માટે, modelkit મેનુમાંથી Drag to bond વિકલ્પ પસંદ કરો.
02:40 સાંકળની અંતે આવેલ carbon (કાર્બન) પર કર્સર મુકો.
02:45 માઉસનું બટન દબાવી રાખો.
02:47 માઉસનાં બટનને મુક્ત કર્યા વિના ,સાંકળનાં બીજા છેડે આવેલ carbon (કાર્બન) પર કર્સર લાવો.
02:54 હવે માઉસનું બટન મુક્ત કરો.
02:57 આપણી પાસે પેનલ પર cyclopentane (સાયક્લોપેન્ટેન) નું મોડેલ છે.
03:01 હવે ચાલો cyclohexane (સાયક્લોહેક્ઝેન) નાં મોડેલ સાથે જેમોલ પેનલ પર પાછા જઈએ.
03:06 ચાલો હવે cyclohexane (સાયક્લોહેક્ઝેન) ને benzene (બેન્ઝીન) વલયમાં પરિવર્તિત કરીએ.
03:10 આપણને cyclohexane (સાયક્લોહેક્ઝેન) વલયમાં અનુક્રમે આગળ પાછળ સ્થાને બમણા બોન્ડો પરિચય કરાવવા પડશે.
03:16 modelkit મેનુ ખોલો.
03:19 કોઈપણ બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર કર્સર મુકો અને તેના પર ક્લિક કરો.
03:25 આપણી પાસે પેનલ પર હવે cyclohexene (સાયક્લોહેક્ઝીન) છે.
03:29 આગળ, તેને benzene (બેન્ઝીન) માં પરિવર્તિત કરવા માટે, આપણને રચનામાં હજુ વધારાનાં બે બમણા બોન્ડો પરિચય કરાવવા પડશે.
03:36 આગળ આવેલ કોઈપણ બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો.
03:41 આપણી પાસે પેનલ પર benzene (બેન્ઝીન) નું મોડેલ છે.
03:44 સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે એનર્જી મીનીમાઈઝની પ્રક્રિયા કરો.
03:49 જેમોલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પરમાણુઓની Surface topology (સરફેસ ટોપોલોજી) દર્શાવી શકાય છે.
03:56 વિવિધ સપાટીઓ જોવા માટે, પોપ-અપ મેનુ ખોલો.
04:01 modelkit મેનુ જો ખુલ્લું હોય તો, તેને બંધ કર્યાની ખાતરી કરી લો.
04:06 હવે, પોપ-અપ મેનુ ખોલવા માટે, પેનલ પર જમણું-ક્લિક કરો.
04:10 નીચે સ્ક્રોલ કરીને "Surfaces" પસંદ કરો.
04:14 ઘણા વિકલ્પો ધરાવતું એક સબ-મેનુ ખુલે છે.
04:18 Dot Surface (ડોટ સરફેસ)
04:20 van der Waal's અને બીજા અન્ય.
04:23 ડેમોનસ્ટ્રેટ કરવાનાં હેતુસર, હું પસંદ કરીશ Molecular surface (મોલેક્યુલર સરફેસ).
04:28 Benzene (બેન્ઝીન) નું મોડેલ molecular surface (મોલેક્યુલર સરફેસ) સહીત ખુલે છે.
04:33 ચાલો તેને બીજી કોઈ સપાટીમાં બદલીએ, માનો કે Dot Surface (ડોટ સરફેસ).
04:38 તો, પોપ-અપ મેનુ ફરીથી ખોલો, અને Dot Surface પસંદ કરો.
04:44 આપણે સપાટી અપારદર્શક કે પારદર્શક પણ બનાવી શકીએ છીએ.
04:48 આવું કરવા માટે, પોપ-અપ મેનુ ખોલો,
04:52 નીચે Surfaces સુધી સ્ક્રોલ કરો અને Make Opaque વિકલ્પ પસંદ કરો.
04:59 અવલોકન કરો benzene (બેન્ઝીન) મોડેલ અપારદર્શક બન્યું છે.
05:03 સરફેસ વિકલ્પને બંધ કરવા માટે, પોપ-અપ મેનુ ખોલો, પસંદ કરો Surfaces.
05:10 નીચે Off સુધી સ્ક્રોલ કરીને તેના પર ક્લિક કરો.
05:15 હવે, આપણી પાસે benzene (બેન્ઝીન) નું મોડેલ કોઈપણ સપાટીઓ વગરનું છે.
05:20 જેમોલ પરમાણુઓનાં atomic (એટમીક) અને molecular orbitals (પરમાણુ કક્ષાઓ) દર્શાવી શકે છે.
05:25 Atomic orbitals (એટમીક ઓર્બીટલ્સ) ને કંસોલ પર કમાંડો લખીને સ્ક્રીન પર દર્શાવી શકાય છે.
05:32 File અને New પર ક્લિક કરીને એક નવો જેમોલ વિન્ડો ખોલો.
05:37 હવે File અને ત્યારબાદ Console પર ક્લિક કરીને કંસોલ વિન્ડો ખોલો.
05:43 સ્ક્રીન પર કંસોલ વિન્ડો ખુલે છે.
05:47 કંસોલ વિન્ડોને વિસ્તૃત કરવા માટે હું KMag Screen magnifier વાપરી રહ્યી છું.
05:53 અણુ કક્ષાઓ માટે કમાંડ લાઈન isosurface phase atomicorbital થી શરુ થાય છે.
06:00 ($) dollar prompt (ડોલર પ્રોમ્પ્ટ) પર ટાઈપ કરો isosurface phase atomicorbital.
06:06 આ પછીથી quantum numbers n. (ક્વોન્ટમ ક્રમાંકો n.) l અને m આવે છે જે કે દરેક અણુ કક્ષા માટે વિશિષ્ટ છે.
06:14 's' કક્ષા દર્શાવવા માટે ટાઈપ કરો 2 0 0
06:20 ક્રમાંક 2, 0, 0 અનુક્રમે n, l અને m ક્વોન્ટમ ક્રમાંકો રજુ કરે છે.
06:27 કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enter કી દબાવો.
06:31 પેનલ પર આપણને s કક્ષા પ્રદર્શિત થયેલ દેખાય છે.
06:35 અહીં અણુ કક્ષાઓ અને તેને સંદર્ભિત સ્ક્રીપ્ટ કમાંડોનાં કેટલાક વધુ ઉદાહરણો છે.
06:41 તમામ અણુ કક્ષાઓ માટે કમાંડ લાઈન એકસમાન છે.
06:45 કંસોલ પર પહેલાનો કમાંડ દર્શાવવા માટે, કીબોર્ડ પર up arrow (અપ એરો) કી દબાવો.
06:51 n, l અને m આ ક્વોન્ટમ ક્રમાંકોને 2 1 1 એડીટ કરો.
06:58 Enter કી દબાવો અને જેમોલ પેનલ પર px' કક્ષા જુઓ.
07:05 અપ એરો કીને ફરીથી દબાવો અને n, l અને m ને 3 2 અને -1 એડીટ કરો.
07:13 Enter કી દબાવો અને જેમોલ પેનલ પર dxy' કક્ષા જુઓ.
07:19 આપણે આ ઈમેજોને વિભિન્ન ફાઈલ ફોર્મેટોમાં પણ સંગ્રહી શકીએ છીએ જેમ કે jpg, png અથવા pdf.
07:27 અહીં તમામ atomic orbitals (s, p, d, અને f) માટે કમાંડોની યાદી દર્શાવી છે.
07:35 આ સ્લાઈડ પર દર્શાવેલ એ atomic orbitals નું મોડેલ છે.
07:40 આ બધાને કંસોલ પર સ્ક્રીપ્ટ કમાંડો લખીને બનાવવામાં આવ્યા હતા.
07:45 molecular orbitals (મોલેક્યુલર ઓર્બીટલ્સ) કેવી રીતે દર્શાવવા તે બતાવવા માટે અહીં મેં નવું જેમોલ પેનલ અને કંસોલ ખોલ્યું છે.
07:53 Hybridized molecular orbitals (હાયબ્રિડાઇઝ્ડ મોલેક્યુલર ઓર્બીટલ્સ) જેમ કે sp3, sp2 અને sp ને જેમોલ દ્વારા દર્શાવી શકાય છે.
08:02 પેનલ પર આપણી પાસે methane (મીથેન) નું મોડેલ છે.
08:06 Methane (મીથેન) નાં molecular orbitals નો પ્રકાર છે sp3.
08:11 Linear Combination of Atomic Orbitals (લીનીયર કોમ્બીનેશન ઓફ એટોમિક ઓર્બીટલ્સ) એટલે કે LCAO આ પદ્ધતિનો ઉપયોગ molecular orbitals બનાવવા માટે થાય છે.
08:21 તેથી, કમાંડ લાઈન 'lcaocartoon' થી શરુ થાય છે, ત્યારબાદ create અને orbital નું નામ આવે છે.
08:30 ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો lcaocartoon create sp3
08:36 Enter દબાવો.
08:38 sp3 hybridized molecular orbitals સાથે methane (મીથેન) નાં મોડેલનું અવલોકન કરો.
08:45 sp2 hybridized molecular orbitals દર્શાવવા માટે, આપણે ethene (ઇથીન) ને ઉદાહરણ તરીકે લેશું.
08:52 પેનલ પર આ ethene (ઇથીન) નો પરમાણુ છે.
08:56 Ethene (ઇથીન) પરમાણુ ત્રણ sp2 hybridized molecular orbitals ધરાવે છે. જે આ પ્રકારે છે sp2a, sp2b અને sp2c.
09:08 ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો lcaocartoon create sp2a , અને Enter દબાવો.
09:17 પેનલ પર ethene મોડેલમાંનાં sp2 કક્ષાનું અવલોકન કરો.
09:22 અપ એરો કી દબાવો અને sp2a ને sp2b માં બદલો, Enter દબાવો.
09:31 ફરીથી, અપ એરો કી દબાવો અને sp2b ને sp2c માં બદલો, Enter દબાવો.
09:41 છેવટે pi બોન્ડ માટે, કક્ષાનું નામ pz તરીકે એડીટ કરો.
09:48 પેનલ પર, આપણી પાસે ethene (ઇથીન) પરમાણુ તમામ molecular orbitals સહીત છે.
09:55 આ સ્લાઈડ molecular orbitals સહીત બીજા કેટલાક પરમાણુઓનાં ઉદાહરણો દર્શાવે છે.
10:01 વધુ માહિતી માટે જેમોલ સ્ક્રીપ્ટ ડોક્યુંમેંટેશનની વેબસાઈટનું અન્વેષણ કરો.
10:08 ચાલો સારાંશ લઈએ.
10:10 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
10:12 cyclohexane (સાયક્લોહેક્ઝેન) અને cyclopentane (સાયક્લોપેન્ટેન) નું મોડેલ બનાવવું
10:17 benzene નું મોડેલ બનાવવું
10:19 મોલેક્યુંલોની surface topology (સરફેસ ટોપોલોજી) દર્શાવવી.
10:23 તેમજ આપણે શીખ્યા
10:24 Atomic orbitals (s, p, d, f) દર્શાવવી
10:29 console' (કંસોલ) પર script commands (સ્ક્રીપ્ટ કમાંડો) લખીને Molecular orbitals (sp3, sp2 and sp) દર્શાવવી.
10:38 અહીં એક એસાઇનમેંટ છે
10:40 2-Butene (2-બ્યુટીન) નું મોડેલ બનાવો અને molecular orbitals (મોલેક્યુલર ઓર્બીટલ્સ) દર્શાવો.
10:45 molecular orbitals (મોલેક્યુલર ઓર્બીટલ્સ) નાં રંગ અને માપ બદલવા માટે lcaocartoon કમાંડનું અન્વેષણ કરો.
10:52 કમાંડોની યાદી માટે આપેલ લીંકનો સંદર્ભ લો.
10:57 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

11:01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
11:11 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:15 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:19 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
11:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:30 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:37 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
11:42 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki