Java/C3/Static-Variables/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:33, 12 December 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Static Variables પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: static variables શું છે
00:10 static variables બનાવવા અને static variables ને કેવી રીતે વાપરવા.
00:17 અહીં, આપણે વાપરી રહ્યા છીએ: Ubuntu 12.04 ,JDK 1.7 અને Eclipse 4.3.1
00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java અને Eclipse IDE નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે.
00:35 સાથે જ તમને જાવામાં classes, objects અને instance variables ની જાણકારી હોવી જોઈએ.
00:42 જો નથી, તો સંદર્ભિત જાવા ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
00:49 static variable એ એક વેરીએબલ (ચલ) છે જે કે સમગ્ર class સાથે સંકળાયેલ છે.
00:55 તેને class variable પણ કહેવાય છે.
00:58 તેને static કીવર્ડ વાપરીને ઘોષિત કરાય છે.
01:02 આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં static variable વિશે સંક્ષિપ્તમાં જોયું છે.
01:08 આ ટ્યુટોરીયલમાં, આપણે તેને વિગતમાં જોશું.
01:11 હવે, આપણે Eclipse પર જશું અને StaticVariableDemo નામનો એક નવો project બનાવીશું.
01:18 project અંતર્ગત, આપણે Static variables નાં વપરાશને ડેમોનસ્ટ્રેટ કરવા હેતુ જરૂરી ક્લાસેસ (વર્ગો) બનાવીશું.
01:26 તો, src ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને ક્લિક કરો New > Class અને ક્લાસનું નામ StudentEnroll તરીકે ટાઈપ કરો અને Enter દબાવો.
01:37 ચાલો ઉદાહરણ સાથે static variables નાં વપરાશને દર્શાવીએ (સમજાવીએ).
01:42 સંસ્થામાં વિદ્યાર્થીઓની નોંધણીને રજુ કરવા માટે બનેલ એક class ને ધ્યાનમાં લો.
01:49 આ ક્લાસ Name, Id , Branch અને નોંધણીકૃત થયેલ વિદ્યાર્થીઓનું Total Count ધરાવે છે.
01:56 હવે, ચાલો વિદ્યાર્થી નોંધણી પૂર્ણ થયા બાદ શું થાય છે તેની કલ્પના કરીએ.
02:02 મૂળભૂત રીતે, Total Count એ 0 છે. પહેલા વિદ્યાર્થીનું NameADIL છે.
02:09 Id છે IT101, Branch છે IT.
02:14 હવે Total Count એ 1 તરીકે અપડેટ (સુધારિત) થાય છે.
02:18 એજ પ્રમાણે જ્યારે બીજા વિદ્યાર્થી AMAL નાં નોધણીકૃત થવા પર, Total Count એ 2 તરીકે અપડેટ (સુધારિત) થાય છે.
02:25 ત્રીજા વિદ્યાર્થી CAROL નાં નોધણીકૃત થવા પર, Total Count એ ૩ તરીકે અપડેટ (સુધારિત) થાય છે.
02:32 હવે આપણે ઓળખી શકીએ કે વેરીએબલ Total Count એ તમામ objects માટે સમાન છે અને એકલ વેલ્યુ ધરાવે છે.
02:40 તો, વેરીએબલ Total Count ને એક static variable તરીકે રજુ કરી શકાય છે.
02:45 સાથે જ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે વેરીએબલો Name, Id અને Branch પ્રત્યેક object માટે તેમની પોતાની નકલો ધરાવે છે.
02:54 સાથે જ દરેક object માટે તેઓ ચોક્કસ વેલ્યુઓ ધરાવે છે.
02:59 તો, આ વેરીએબલોને instance variables તરીકે સારવાર કરી શકાય છે.
03:04 હવે, ચાલો student enrollment class પ્રસ્તુત કરતા કોડ તરફે જોઈએ.
03:09 instance variables id, name અને branch તરીકે ઘોષિત થાય છે.
03:16 વેરીએબલ countstatic તરીકે ઘોષિત થાય છે કારણ કે તે સંપૂર્ણ class માટે સામાન્ય છે.
03:22 class નાં લોડ થવા પર, static variable એ એકલ નિશ્ચિત મેમરી લોકેશન (સ્થાન) રોકે છે.
03:28 જ્યારે કે દરેક object નાં Instance variables એ અલગ અલગ મેમરી લોકેશનો (સ્થાનો) રોકે છે.
03:35 હવે Source પર ક્લિક કરો > અને પસંદ કરો Generate Constructor using Fields.
03:41 ઉત્પન્ન થયેલ કોડમાંથી super કીવર્ડ રદ્દ કરો.
03:45 id, name અને branch ફીલ્ડો (ક્ષેત્રો) ની વેલ્યુઓ આ constructor ઈનીશલાઈઝ (પ્રારંભિત) કરી શકે છે.
03:51 સાથે જ આપણે દરેક સમયે object નાં બનવા પર વેરીએબલ count ની વેલ્યુ એક જેટલી વધારવી પડશે.
03:59 તો, constructor અંતર્ગત, ટાઈપ કરો: count ++ અર્ધવિરામ.
04:05 હવે તમામ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ કરવા માટે, આપણે આ class માં મેથડ showData( ) ઉમેરીશું.
04:13 તો, ટાઈપ કરો public void showData( ) કૌંસમાં આપેલ કોડ ટાઈપ કરો, id, name, branch, ની વેલ્યુઓ અને નોંધણી થયેલ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પ્રિંટ કરવા માટે.
04:27 હવે default package પર જમણું-ક્લિક કરો અને ક્લિક કરો New > Class અને ત્યારબાદ નામને Demo તરીકે ટાઈપ કરો.
04:36 class અંતર્ગત, આપણી પાસે main મેથડ રહેશે.
04:39 તો, ટાઈપ કરો main અને ત્યારબાદ main મેથડ ઉત્પન્ન કરવા માટે ctrl+space દબાવો.
04:46 હવે આપણે Student Enrollment data ને પ્રિંટ કરવાની જરૂર છે.
04:50 વિદ્યાર્થી નોંધણી પ્રસ્તુત કરવા માટે આપણે StudentEnroll class નાં અમુક ઓબ્જેક્ટો બનાવીશું.
04:57 તો, આપેલ કોડ ટાઈપ કરો: StudentEnroll s1 equals new StudentEnroll.
05:04 હવે આપણે વિભિન્ન arguments ની વેલ્યુઓ પસાર કરી શકીએ છીએ.
05:08 કૌંસમાં, ટાઈપ કરો IT101 id તરીકે ADIL name તરીકે ITbranch તરીકે.
05:17 હવે નોંધણી વિગતો પ્રિંટ કરવા માટે ચાલો showData મેથડને આવ્હાન કરીએ.
05:22 તો, ટાઈપ કરો: s1.showData( ). હવે Demo પ્રોગ્રામ run કરો.
05:29 આપણે જોઈ શકીએ છીએ કે s1 ને સંદર્ભિત ઈન્સ્ટન્સ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે.
05:36 સાથે જ નોંધ લો કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ એ 1 છે.
05:42 આ એટલા માટે કારણ કે આપણે ફક્ત 1 object બનાવ્યો છે.
05:47 હવે વધુ એક object s2 બનાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો.
05:52 s2 નો ઉપયોગ કરીને ફરીથી showData મેથડને બોલાવી શકાય છે.
05:56 ફરીથી Demo પ્રોગ્રામ run કરો.
05:59 આપણે જોઈ શકીએ છીએ કે s2 ને સંદર્ભિત ઈન્સ્ટન્સ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે.
06:06 સાથે જ, નોંધ લો કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ s1 અને s2 બંને માટે 2 માં અપડેટ (સુધારિત) થાય છે.
06:14 હવે વધુ એક object s3 બનાવો.
06:18 હવે ચાલો s3 વાપરીને ફરીથી showData મેથડનું આવ્હાન કરીએ.
06:23 ફરીથી Demo પ્રોગ્રામને Run કરો.
06:26 આપણે જોઈ શકીએ છીએ કે s3 ને સંદર્ભિત ઈન્સ્ટન્સ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે.
06:32 સાથે જ નોંધ લો કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ હવે તમામ કેસો (કિસ્સાઓ) માં 3 માં અપડેટ (સુધારિત) થાય છે.
06:41 હવે આપણે સમજી શકીએ છીએ કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ તમામ objects માટે સામાન્ય છે.
06:48 slides પર પાછા આવીએ.
06:51 final modifier સાથે static modifier પણ વાપરવામાં આવ્યું છે.
06:56 constant ને વ્યાખ્યાયિત કરવું પૂર્ણ થયું છે જે સમગ્ર class માટે સામાન્ય છે.
07:01 પરંપરાગત રીતે, આવા constant variables નાં નામો મોટા અક્ષરોમાં લખવામાં આવે છે.
07:08 હવે eclipse પર પાછા આવીએ.
07:11 StudentEnroll class ખોલો અને variable declaration ને public static final String ORG_NAME = “IITB” તરીકે ટાઈપ કરો;
07:23 ઉદાહરણ તરીકે, જો તમામ વિદ્યાર્થીઓ સમાન સંસ્થામાં નોંધણીકૃત થઇ રહ્યા છે તો, લખો IITB.
07:31 તેને constant static variable વાપરીને રજુ કરી શકાય છે માનો કે ORG_NAME.
07:38 નામ જો એક કરતા વધુ શબ્દથી બન્યું હોય તો, શબ્દોને underscore દ્વારા જુદા કરવામાં આવે છે.
07:44 સામાન્ય રીતે આપણે આવા constants ને public દૃશ્યતા સાથે જાહેર કરીએ છીએ.
07:49 હવે Demo class પર જાવ અને આપેલ કોડ ટાઈપ કરો.
07:55 અહીં તમે જોઈ શકો છો કે ORG_NAME એ તેનું પોતાનું class નામ StudentEnroll વાપરીને એક્સેસ થાય છે.
08:03 હવે ફરીથી Demo પ્રોગ્રામ run કરો.
08:06 આપણે જોઈ શકીએ છીએ કે ORGANISATION નામ IITB તરીકે પ્રિંટ થાય છે.
08:11 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
08:17 static variable શું છે અને ક્યારે તે વપરાય છે
08:21 કેવી રીતે static variables ને બનાવવા અને આવ્હાન કરવા.
08:25 એસાઈનમેંટ તરીકે, કાર સર્વિસ સ્ટેશન (સેવા કેન્દ્ર) ને પ્રસ્તુત કરતો એક class CarService ડીઝાઇન કરો.
08:32 class આપેલ વિગતોને રજુ કરવા માટે વેરીએબલો ધરાવવો જોઈએ: સર્વિસ સ્ટેશન (સેવા કેન્દ્ર) નું Name,
08:39 કારની make, model અને register number - જે કે સર્વિસમાં આવેલ છે
08:44 સર્વિસમાં આવેલ No. of Cars.
08:47 instance variables અને static variables ને ઓળખો.
08:51 તેમને યોગ્ય કીવર્ડો વાપરીને ઘોષિત કરો.
08:55 કારની make, model અને register number માટે વેલ્યુઓ ઇનીશલાઈઝ (પ્રારંભ) કરવા એક constructor વ્યાખ્યાયિત કરો.
09:01 તમામ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ કરવા માટે મેથડ show( ) વ્યાખ્યાયિત કરો.
09:07 સાથે જ, પરિણામોને ચકાસવા માટે main મેથડ ધરાવતો એક Demo class બનાવો. એટલે કે CarService નાં અમુક objects બનાવો.
09:16 objects વાપરીને show( ) મેથડને આવ્હાન કરો.
09:20 સાથે જ, static variables ને class નામ વાપરીને સીધે સીધું એક્સેસ કરો.
09:25 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે ડાઉનલોડ કરીને જુઓ.
09:32 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.
09:41 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
09:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા અપાયો છે.
09:51 આ મિશન પર વધુ માહીતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:56 ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, અમલ જ્યોતિ કોલેજ ઓફ એન્જિનિયરીંગ દ્વારા: આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે.
10:03 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki