Firefox/C2/Searching-and-Auto-complete/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:50, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સ - Search અને Auto-complete લક્ષણો પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે - Search નો ઉપયોગ કરવો, સર્ચ એન્જિન્સ ની વ્યવસ્થા કરવું, Find Bar કેવી રીતે વાપરવું,
00:15 Address Bar માં Auto-complete કેવી રીતે વાપરવું.
00:18 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું.
00:26 એક સૌથી સામાન્ય વસ્તુ જે લોકો ઇન્ટરનેટ પર કરે છે તે છે માહિતી શોધવું.
00:31 તમે કોઈ ચોક્કસ વેબસાઇટ અથવા અમુક અન્ય માહિતી શોધી શકો છો.
0:37 મોઝીલા ફાયરફોક્સ ઘણા વિધેયો ધરાવે છે જે તેને ઇન્ટરનેટ પર માહિતી શોધવું સરળ બનાવે છે.
00:44 ચાલો આ માટેના કેટલાક માર્ગો જોઈએ.
00:47 એક માર્ગ છે કે અન્ય વેબસાઈટોની મુલાકાત લઇ શોધો.
00:50 કારણ કે, સર્ચ એન્જિનો પણ વેબસાઇટ્સ જ છે!
00:54 URL bar માં, 'www.google.com' લખો.
00:59 Google હોમ પેજ આવે છે.
01:01 આ Google હોમ પેજના કેન્દ્રમાં મુખ્ય સર્ચ બૉક્સમાં, 'email' લખી Search પર ક્લિક કરો.
01:07 સર્ચ એન્જિન બધા પરિણામો લાવે છે.
01:10 આપણે જોઇ શકીએ છીએ કે પેહલું પરિણામ gmail છે, જે Google નું ઇમેઇલ છે.
01:16 પણ મોઝીલા ફાયરફોક્સ સાથે આ કરવા માટેનો સરળ માર્ગ છે.
01:20 Navigation ટૂલબાર પર URL bar આગળ, Seach bar ફિલ્ડ છે.
01:26 વૈકલ્પિક રીતે, તમે Ctrl + K દબાવી સીધું Search bar ફિલ્ડમાં જઈ શકો છો.
01:33 Search bar પર ક્લિક કરો અને 'email' લખો.
01:36 તેની બાજુમાં આવેલ magnifying glass ચિહ્ન પર ક્લિક કરો.
01:40 આપણને contents area માં શોધ પરિણામો જોવા મળશે.
01:44 આપણે પ્રથમ પરિણામ Gmail જોઇ શકીએ છીએ, જે Google નું ઇમેઇલ છે.
01:50 Search bar માં ડાબી બાજુએ, સર્ચ એન્જિન નો લોગો જે પરિણામો લાવવા માટે ઉપયોગ કરવામાં આવેલ હતો તે જોવા મળે છે.
01:58 મૂળભૂત સર્ચ એન્જિન જેનો મોઝીલા ફાયરફોક્સમાં ઉપયોગ કરેલ હતું તે 'ગૂગલ' છે.
02:02 પરંતુ આપણે ફક્ત આ સુધી જ મર્યાદા રાખવું જરૂરી નથી. આપણે આપણી પસંદગી થી સર્ચ એન્જિન પસંદ કરી શકીએ છીએ.
02:08 Search bar અંદર Google સર્ચ એન્જિન લોગો પર ક્લિક કરો.
02:12 નોંધ લો કે ડાઉન ડ્રોપ બોક્સ સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન જેવા કે "Yahoo" અને "Bing" સાથે સમાવેશ કર્યો છે.
02:21 ડ્રોપ ડાઉન માંથી "Yahoo" પસંદ કરો.
02:24 આપણે અવલોકન કર્યું કે Search bar માં ડાબી તરફ પર લોગો હવે "Yahoo" લોગો દ્વારા બદલાઈ ગયેલ છે.
02:30 Search bar માં ફરીથી 'email' લખો અને magnifying glass પર ક્લિક કરો.
02:36 આ સમયે આપણે જોઈ શકીએ છીએ કે contents area માં પરિણામો "Yahoo" સર્ચ એન્જિન તરફ થી છે.
02:42 નોંધ લો કે પરિણામો છેલ્લા સમય કરતા સહેજ અલગ છે.
02:46 પ્રથમ પરિણામ હવે Gmail નથી. હવે પ્રથમ પરિણામ "Yahoo" mail છે.
02:53 Search bar અંદર સર્ચ એન્જિન લોગો પર ફરીથી ક્લિક કરો.
02:57 ડ્રોપ ડાઉન બોક્સમાં, ‘Manage Search Engines’ પસંદ કરો.
03:01 તે 'Manage Search Engines List' શીર્ષક ધરાવતું સંવાદ બોક્સ ખોલે છે.
03:07 યાદીમાં છેલ્લી આઈટમ પર ક્લિક કરો.
03:10 જમણી બાજુ પરના બટનો હવે સક્રિય છે. 'Remove' બટન પર ક્લિક કરો.
03:16 આપણે જોઇ શકીએ છીએ કે જે આઈટમ આપણે પસંદ કરેલ હતી તે હવે યાદીમાં નથી.
03:21 સંવાદ બૉક્સ બંધ કરવા માટે OK પર ક્લિક કરો.
03:24 Search bar અંદર સર્ચ એન્જિન લોગો પર ક્લિક કરો.
03:29 "Manage Search Engines" પર ક્લિક કરો.
03:32 "Manage Search Engines List" સંવાદ બોક્સ ખુલે છે.
03:37 સંવાદ બોક્સ ના તળિયે એક લીંક છે જે કહે છે 'Get more search engines…'.
03:42 તેના પર ક્લિક કરો.
03:43 એક નવી બ્રાઉઝર ટેબ ખુલે છે.
03:46 તે ઘણા સર્ચ એન્જિન પ્રદર્શિત કરે છે જેને આપણે search bar માં ઉમેરી શકીએ છીએ.
03:51 તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ પણ સર્ચ એન્જિન ઉમેરી શકો છો.
03:55 ટૅબના ખૂણે x પર ક્લિક કરી આ ટેબ બંધ કરો.
04:00 આપણે કોઈ ચોક્કસ લખાણ જે content area ની અંદર હોય તેને "Find bar" ની મદદ સાથે શોધી શકીએ છીએ.
04:07 આ URL bar માં, 'www.gmail.com' લખો અને Enter દબાવો.
04:13 જ્યારે Gmail હોમ પેજ લોડ થઇ જાય, તો 'Edit' અને પછી 'Find' ઉપર ક્લિક કરો.
04:19 "Find bar" બ્રાઉઝર વિન્ડોના તળિયે દેખાય છે.
04:22 આ "Find bar" ના લખાણ બોક્સ માં, 'Gmail' લખો.
04:28 જેવું આપણે લખીશું, આપણે જોઈ શકીએ છીએ કે તે લખાણ જે પ્રથમ શોધાય છે, તે contents area માં પ્રકાશિત કરવામાં આવેલ છે.
04:36 'Next' પર ક્લિક કરવાથી ફોકસ બીજા શબ્દ ઉપર ખસશે.
04:41 'Previous' શબ્દ પર ક્લિક કરવાથી ફોકસ અગાઉ ના શબ્દ ઉપર ખસશે.
04:46 ‘Highlight all’ વિકલ્પ પર ક્લિક કરો.
04:49 આપણે જોઇ શકીએ છીએ કે બધા શોધાયેલ લખાણ contents area માં પ્રકાશિત કરવામાં આવેલ છે.
04:56 મોઝીલા ફાયરફોક્સ URL bar માં વેબ અડ્રેસ લખવા માટે તેનું વિધેય auto -complete દ્વારા વધુ સરળ બનાવે છે.
05:04 આપણે address bar માં સમગ્ર વેબઅડ્રેસ લખવાની જરૂર નથી.
05:08 આનો પ્રયાસ કરી જુઓ: address bar માં 'gma' લખો.
05:12 આપણે જોઇ શકીએ છીએ કે જે મોઝીલા ફાયરફોક્સ આપણે જે શબ્દ લખી રહ્યાં છીએ તેને Auto-complete કરવાનો પ્રયત્ન કરે છે.
05:17 તે વેબસાઇટ્સના નામ જે 'gma' સાથે શરૂ થતા હોય તે સાથે ડ્રોપ ડાઉન યાદી લાવે છે.
05:23 ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી 'Gmail' લીંક પસંદ કરો.
05:27 આ contents area માં 'Gmail' વેબપેજ લોડ કરે છે.
05:30 જો આપણે આ લક્ષણ નથી ઈચ્છતા, તો આપણે તેને બંધ કરી શકીએ છીએ.
05:34 "Edit" અને પછી "Preferences" પર ક્લિક કરો.
05:37 વિન્ડોઝ વપરાશકર્તાઓ "Tools" અને પછી “Options” પર ક્લિક કરો.
05:41 મુખ્ય મેનુ ટેબોની યાદીમાંથી "Privacy" ટેબ પસંદ કરો.
05:46 સંવાદ બોક્સમાં ખૂબ તળિયે, એક વિકલ્પ છે ‘When using location bar, suggest’.
05:53 ડ્રોપ ડાઉન યાદી ને વિસ્તૃત કરવા માટે નીચે આવતા તીર પર ક્લિક કરો.
05:56 યાદી માંથી 'Nothing' પસંદ કરો.
05:59 સંવાદ બૉક્સ બંધ કરવા માટે 'Close' પર ક્લિક કરો.
06:03 ચાલો અડ્રેસ બાર માં પાછા જઈએ અને 'gma' લખીએ. નોંધ લો કે કોઈ સૂચનો નથી આવતા.
06:09 અહીં મોઝીલા ફાયરફોક્સ - Searching અને Auto-complete લક્ષણો પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:16 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા search કેવી રીતે વાપરવું, સર્ચ એન્જિન્સ ની વ્યવસ્થા કરવું, Find Bar કેવી રીતે વાપરવું, Address Bar માં Auto-complete કેવી રીતે વાપરવું.
06:27 આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો.
06:30 Search Bar માં સર્ચ એન્જિન 'Yahoo' દ્વારા બદલો.
06:34 'spoken tutorial' માટે શોધો.
06:36 પ્રથમ પરિણામ પર ક્લિક કરો.
06:40 "Video" શબ્દ પૃષ્ઠ માં કેટલી વખત દેખાય છે તે શોધો.
06:44 હવે વેબપેજ માં "video" શબ્દના બધા ઘટકોને પ્રકાશિત કરવા માટે 'Highlight all' પર ક્લિક કરો.
06:51 નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
06:54 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:58 જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:02 મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:08 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
07:11 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
07:18 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
07:22 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:30 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
07:41 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
07:46 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pratik kamble