Difference between revisions of "Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 417: Line 417:
 
| ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
 
| ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
  
* ડીમાંડ ડ્રાફ્ટ
+
* ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft )
* ચેક
+
* ચેક (Cheque )
  
 
|-
 
|-

Revision as of 12:14, 5 May 2014

Time' Narration
00:01 How to apply for a PAN card પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું -
00:12 પેન કાર્ડ માટે અરજી
00:15 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો
00:19 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
00:23 પેન કાર્ડ અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે.
00:29 આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે http://www.utiitsl.com/forms/Forms 49A.pdf
00:37 જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો.
00:44 આગળનું પગલું છે ફોર્મ ભરવું.
00:47 ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે.
00:53 ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે.
00:59 દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો).
01:08 દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ.
01:13 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે.
01:20 આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે.
01:26 ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ
01:35 ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવા ક્લિપ કરેલ હોવા ન જોઈએ.
01:40 ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ.
01:47 જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ.
01:54 અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ.
02:04 હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
02:06 સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.
02:11 મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે -
  • www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp અથવા
  • www.tin-nsdl.com/pan/pan-aocode.php
02:26 વસ્તુ 1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે.
02:31 અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે Shri, Smt વગેરે.
02:38 તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો.
02:44 આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વગર ભરવાનું છે.
02:48 તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે M/s, Dr., Kumari, વગેરે
02:57 બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું?
03:03 આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.
03:10 કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.
03:16 દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.
03:21 ભિન્નતા જેમ કે Pvt Ltd, Private Ltd, P, P. Ltd વગેરેને પરવાનગી નથી.
03:31 એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, પેન એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.
03:39 વસ્તુ 2 માં, વ્યક્તિગત અરજદારો તેમનાં નામોમાં સંક્ષેપ વાપરી શકે છે.
03:46 આ પેન કાર્ડ પર છાપવામાં આવશે.
03:49 નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ.
03:54 આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું.
04:02 આને ભરવું ફરજીયાત છે જો અરજદાર "yes" પસંદ કરે છે, આગળ વસ્તુ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.
04:10 વસ્તુ 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.
04:18 વસ્તુ 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.
04:23 અરજદારોનાં વિવિધ વર્ગોમાંથી અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.
04:29 દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ.
04:35 આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ.
04:40 નામને લગતી વસ્તુ 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે.
04:46 નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ.
04:53 વસ્તુ 7 એ સરનામાં માટે પૂછે છે.
04:57 નિવાસી સરનામું ફક્ત Individuals, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ.
05:07 વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.
05:16 ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.
05:26 તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -
05:32 એટલે કે શહેર / નગર / જિલ્લો,
05:37 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
05:40 પીનકોડ
05:41 વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ.
05:47 વસ્તુ 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું -
05:51 Individuals/HUFs/AOP/BOI/AJP કાં તો 'Residence' અથવા તો 'Office' સરનામા પર ખુણ કરી શકે છે.
06:01 બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ
06:05 તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
06:11 ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.
06:16 ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.
06:25 દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ
06:34 9 1 દેશ કોડ
06:36 *1 1 એસટીડી કોડ
06:39 ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે
06:43 અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે
06:49 પેન કાર્ડને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે
06:52 એસએમએસ વડે સ્તીથી જાણકારી આપવી
06:56 વસ્તુ 10 માં, જોઈતી વર્ગ સ્તીથી પસંદ કરો.
07:02 મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં, પેન ફર્મ સ્તીથી આપશે.
07:09 વસ્તુ 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા છે.
07:18 બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.
07:27 વસ્તુ 12 -
07:28 ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો.
07:34 જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.
07:39 વસ્તુ 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ
07:48 આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે.
07:52 દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે
07:58 ઈજનેરી 02 છે
08:01 વસ્તુ 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.
08:08 ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.
08:18 તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-
08:20 બિન-નિવાસી એજન્ટ,
08:23 એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
08:32 સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ માટે પ્રતિનિધિ કરદાતાઓ ફરજીયાત છે.
08:43 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
08:49 વસ્તુ 15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવા છે.
08:55 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે.
09:04 આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.
09:09 પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ
09:15 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.
09:26 અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.
09:33 દા.ત. વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-
09:39 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
09:42 રાશન કાર્ડ
09:43 ચાલક પરવાનું વગેરે.
09:46 સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-
09:50 વીજળીનું બિલ
09:52 ટેલીફોનનું બિલ
09:53 પાસપોર્ટ વગેરે.
09:57 હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-
10:03 પેન અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.
10:15 ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
  • ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft )
  • ચેક (Cheque )
10:20 ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે
10:27 એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].
10:40 વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.
10:48 ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.
10:55 સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.
11:06 સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.
11:12 આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.
11:18 આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.
11:23 આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
11:29 તમે તેની સ્તીથીને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ www.incometaxindia.gov.in વાપરીને
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો   

tin.tin.nsdl.com/tan/StatusTrack.html

www.myutiitsl.com/PANONLINE/panTracker.do

11:38 આ વેબસાઈટ પર, "Status Track" સર્ચ એ આ કાર્ય ભજવશે.
11:43 આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા
11:45 # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા
11:47 # કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ
11:52 સાથે જ આપણે એસએમએસ મારફતે પણ પેન સ્તીથી વિગત મેળવી શકીએ છીએ.
11:57 >એસએમએસ- NSDLPAN<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો
12:10 ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.
12:17 આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે
12:20 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
12:25 પેન કાર્ડ માટે અરજી
12:28 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને
12:32 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
12:35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
12:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
12:43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
12:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:51 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે
12:55 અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
13 :01 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
13:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે
13:13 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે
13:21 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
13:31 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
13:35 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya