C-and-C++/C2/Arithmetic-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:38, 15 July 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration


00.02 C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું:
00.10 એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,

+ એડીશન : ઉદાહરણ તરીકે a+b.

- સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b.

/ ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b.

*  મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b.

% મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b.

00.28 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
00.33 ઉબુન્ટુ માં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.39 હવે હું C પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ.
00.45 મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે.
00.47 હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
00.50 અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે.
00.57 પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
01.03 આગામી બે સ્ટેટમેન્ટ માં,
01.05 a ને 5 વેલ્યુ અસાઇન થઈ છે.
01.07 b ને 2 વેલ્યુ અસાઇન થઈ છે.
01.11 હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે.
01.15 ca અને b નો સરવાળો ધરાવે છે.
01.19 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે.
01.29 અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે.
01.37 આગામી સ્ટેટમેન્ટમાં, ca અને b નો ગુણાકાર ધરાવે છે.
01.43 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે.
01.49 ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે.
01.53 આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું
01.56 ટાઇપ કરો /* */
02.05 Save ઉપર ક્લિક કરો.
02.08 ફાઈલ .c એક્સટેશન સાથે સંગ્રહ કરો.
02.11 મેં ફાઈલ arithmetic.c તરીકે સંગ્રહ કરી છે.
02.15 Ctrl, Alt અને T કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02.23 કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો.
02.27 gcc arithmetic.c -o arith
02.38 Enter ડબાઓ.
02.41 કોડ એકઝીક્યુટ કરવા માટે, ./arith ટાઇપ કરો.
02.48 Enter ડબાઓ.
0250 આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે.
02.53 તે બતાવે છે,
02.54 Sum of 5 and 2 is 7.00 અને
02.59 Product of 5 and 2 is 10.00
03.05 હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ.
03.09 એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો.
03.14 તમને પરિણામ 3 મળવું જોઈએ.
03.19 પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ.
03.23 હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ.
03.26 અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો.
03.35 આ સ્ટેટમેન્ટમાં,c a ભાગ્યા bની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે.
03.41 નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
03.47 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
03.58 આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે.
04.02 અહીં કોઈ એક ઓપરેન્ડ float તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ.


04.10 આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે.
04.14 હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે.
04.24 printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.


04.31 return 0 ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો.
04.37 Save ઉપર ક્લિક કરો.
04.40 કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ.
04.45 કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, gcc arithmetic.c -o arith. Enter ડબાઓ.
04.59 કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો ./arith. Enter ડબાઓ.


05.05 આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
05.08 આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે.
05.17 આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2.


05.22 આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.


05.29 પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50.
05.35 રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે.
05.38 આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે.
05.45 હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું.
05.50 ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું?
05.55 ચાલો જોઈએ.
05.56 હું એડિટર ઉપર પછી જઈશ.
06.01 અહીં C++ કોડ છે.
06.05 નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે.
06.13 અહીં namespace નો પણ ઉપયોગ થયો છે.
06.19 નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06.25 તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે.
06.32 Save ઉપર ક્લિક કરો.
06.33 ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન .cpp સાથે સંગ્રહ થયેલ છે.
06.37 મેં મારી ફાઈલ arithmetic.cpp' તરીકે સંગ્રહિત કરી છે.
06.42 કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે.
06.49 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ arithmetic.cpp -o arith .'Enter ડબાઓ.
07.09 કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arith. Enter ડબાઓ.
07.17 અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે:
07.19 તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે.
07.23 માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે.
07.30 ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું.
07.32 આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા.
07.37 એસાઈનમેન્ટ તરીકે:
07.38 મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો.
07.43 નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b;
07.51 તમને પરિણામ 1 મળવું જોઈએ.
07.55 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
07.58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.01 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.10 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.14 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.21 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.25 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08.31 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
08.33 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
08.41 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble