Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:53, 12 July 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
'Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00.33 પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે.
00.38 પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે?
00.45 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00.50 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો
00.58 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01.04 પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01.11 ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.
01.14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે.
01.21 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો.
01.29 આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01.34 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ
01.45 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
01:48 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો.
01.55 Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે.
02.04 ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex.
02.14 આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે.
02.23 Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે.
02.32 Material Textures. World Textures. અને Brush Textures.
02.38 આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું.
02.42 World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું.
02.49 texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે .
03.00 પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે.
03.11 check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે.
03.25 vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો.
03.32 વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો.
03.38 દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે.
03.44 સક્રિય ટેક્સચર પર પાછા જાઓ.
03.48 up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે.
03.56 down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.06 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે.
04.15 up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે.
04.20 black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે.
04.26 Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો.
04.31 બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે.
04.40 black down arrow પર ફરી ડાબું ક્લિક કરો.
04.45 Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો.
04.49 પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
04.57 ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો.
05.07 બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે.
05.15 પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે.
05.20 નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે.
05.29 તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે.
05.34 નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે.
05.42 પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે.
05.49 ચાલો ટેક્સચરનું નામ બદલીએ.
05.53 સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો.
05.57 તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો.
06.05 નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે.
06.12 સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે.
06.18 નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે.
06.28 Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે.
06.35 અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે.
06.48 કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ.
06.58 આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે.
07.05 મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે.
07.10 Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે.
07.19 Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.
07.30 Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે.
07.38 આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો.
07.44 Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો.
07.51 આગળની સેટિંગ Influence છે.
07.53 અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે.
08.01 Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે.
08.22 color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે.
08.30 ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી.
08.38 Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો.
08.45 હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે.
08.50 તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો.
08.57 પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે.
09.06 બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે.
09.15 Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે.
09.25 શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે.
09.33 હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે.
09.44 ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે.
09.48 અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે.
09.53 હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી.
10.00 Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે.
10.09 Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે.
10.12 Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે.
10.19 Best quality, default, compatible અને original.
10.34 compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે.
10.46 આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે.
10.54 Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે.
10.59 color પર ડાબું ક્લિક કરો.
11.09 હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે.
11.12 પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી.
11.16 Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે.
11.21 Soft noise એ મૂળભૂત વિકૃતિ છે.
11.25 Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે.
11.36 એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે.
11.47 ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે.
11.53 Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે.
12.00 આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે.
12.05 Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો.
12.14 તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે.
12.21 Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે.
12.33 પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે
12.42 આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું.
12.50 3D વ્યુ પર જાઓ
12.53 Lamp પસંદ કરવા માટે તે પર ડાબું ક્લિક કરો.
12.59 નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
13.05 કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે.
13.10 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો.
13.13 તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે.
13.19 આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે.
13.29 પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
13.34 હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો
13.39 ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો.
13.49 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
13.58 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
14.19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
14.21 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
14. 25 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
14.31 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
14.36 જોડાવા બદ્દલ આભાર
14.38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana