LaTeX/C2/Report-Writing/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | LaTeX માં Report Writing પરનાં આ spoken tutorial માં સ્વાગત છે. હું આને “latek” સંબોધું છું ના કે “latex”. |
00:09 | આ ટ્યુટોરીયલ કન્નન મૌદગલ્યા દ્વારા રચિત છે. |
00:13 | આ ટ્યુટોરીયલમાં, આપણે એક ડોક્યુમેન્ટ લખતા શીખીશું. |
00:19 | ખાસ કરીને, ‘report’ અને ‘article’ class બનાવવું, sections બનાવવા, સેક્શનોનાં ક્રમાંકને ઓટોમેટ (સ્વયંચાલિત) કરવા, Table of contents બનાવવા અને શીર્ષક પુષ્ઠ બનાવવું. |
00:38 | હું આ ટ્યુટોરીયલ અમારા ૧૦,૦૦૦ રૂપિયાથી પણ ઓછી કીમતનાં લેપટોપ પર બનાવી રહ્યી છું. |
00:44 | અને, હું વાપરી રહ્યી છું Ubuntu Linux, TeXworks અને LaTeX. |
00:51 | તમે TeXworks ને Windows અથવા Mac પર પણ વાપરી શકો છો - પદ્ધતિ એકસમાન છે. |
00:57 | તમે TeXworks વિના પણ, લેટેક વાપરી શકો છો. |
01:02 | તમે વધુ ખર્ચાળ લિનક્સ કમ્પ્યુટર્સનો પણ ઉપયોગ કરી શકો છો |
01:07 | આ શીખવા માટે પૂર્વજરૂરીયાતો નીચે પ્રમાણે છે: સ્પોકન ટ્યુટોરીયલ જે LaTeX ને પરિચિત કરે, report dot tex ફાઈલ, side-by-side method નું જ્ઞાન, આ તમામ આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે જરૂરી છે. |
01:23 | ઉપર આપેલ તમામની માહિતી અમારી વેબસાઈટ: spoken tutorial dot org પર ઉપલબ્ધ છે. |
01:32 | ચાલો હું TeXworks વિન્ડો પર જાઉ. |
01:36 | મેં પહેલાથી જ report.tex ફાઈલ ખોલી છે. કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને મારી સાથે અભ્યાસ કરો. |
01:44 | હું વાપરી રહ્યી છું ફોન્ટ માપ 12 point, ‘a4 paper’ અને ‘article’ class. |
01:55 | 'usepackage' કમાંડ મારફતે, હું માર્જિન સુયોજિત કરવા માટે geometry package વાપરી રહ્યી છું. |
02:02 | દરેક કમાંડની શરૂઆતમાં એક reverse slash આવવી જોઈએ. |
02:07 | તેમ છતાં હું સ્પષ્ટપણે કહીશ નહીં, તમારે વિપરીત સ્લેશ મુકવાનું ભૂલવું ન જોઈએ. |
02:13 | એજ પ્રમાણે, હું સ્પષ્ટપણે કૌંસનો ઉલ્લેખ કરતી નથી, પણ તમારે તેનો ઉપયોગ કરવો પડશે. |
02:20 | કૃપા કરી વિડીઓમાં દર્શાવ્યાપ્રમાણેનું પુનરાવર્તન કરો. |
02:25 | usepackage કમાંડ ચોરસ કૌંસ અંતર્ગત વૈકલ્પિક પરિમાણો ધરાવે છે. |
02:31 | પેકેજનું નામ કૌંસમાં છે. |
02:35 | મેં આડી અને ઉભી દરેક માર્જીન ૪.૫ સેમી સુયોજિત કરી છે. |
02:41 | "TexWorks" વિન્ડોનાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ ખૂણે જુઓ. |
02:47 | જો pdfLaTeX પહેલાથી પસંદ થયેલ ન હોય તો, તેને પુલ ડાઉન મેનુમાંથી પસંદ કરો. |
02:55 | ડાબી બાજુએ, બાણ સહીત એક લીલા રંગનો વર્તુળ છે. |
02:59 | બાણને ક્લિક કરો અને આ ફાઈલને કમ્પાઈલ કરો. |
03:04 | આપણને ‘report.pdf’ ફાઈલ મળે છે જે જમણી બાજુએ દર્શાવેલી છે. |
03:09 | આઉટપુટ ફાઈલમાં શીર્ષકો - section, sub-section અને sub-sub-section તરફે જુઓ. |
03:18 | આને source file માં અપાયેલ સમાન commands વાપરીને બનાવ્યા છે. |
03:23 | 'pdf' ફાઈલમાં આ section શીર્ષકોનાં વિશિષ્ટ લક્ષણો અવલોકિત કરો. |
03:30 | આ શીર્ષકોનાં માપો પ્રમાણસર અને આપમેળે બનાવાય છે. |
03:37 | સાથે જ, section શીર્ષક એ સૌથી મોટું છે અને sub-sub-section શીર્ષક એ સૌથી નાનું છે. |
03:45 | સ્ત્રોત ફાઇલમાં ખાલી લાઈનો હોય તે છતાં, આઉટપુટ તે જ રહે છે. |
03:50 | ચાલો હું અહીં એક લાઈન રદ્દ કરું. કમ્પાઈલ કરું. |
03:55 | અહીં કોઈ બદલાવ નથી. |
03:57 | ચાલો હું હવે પેપરનું માપ a5 કરું. |
04:02 | આનાથી આઉટપુટમાં દરેક લાઈનોની પહોળાઈ ઘટશે. |
04:06 | જેવું કે પહેલા કર્યું હતું ચાલો હું ટેક્સ્ટને કમ્પાઈલ કરું. |
04:10 | ચાલો હું control + દાબીને તેને વિસ્તૃત કરું જેથી કરીને તમે આઉટપુટ સ્પષ્ટપણે જોઈ શકો. |
04:17 | ચાલો હું તેને મધ્યમાં લઈ આવું. |
04:20 | બાકીના આ ટ્યુટોરીયલ માટે, આપણે ફક્ત a5 પેપર જ વાપરીશું. તેને a4 માં બદલવા માટે આપને આવકારીએ છીએ. |
04:28 | નોંધ લો મેં ફાઈલને save કરી ન હતી. આ એટલા માટે કારણ કે TexWorks એ ફાઈલને કમ્પાઈલ કરવા પહેલા આપમેળે સંગ્રહે છે. |
04:37 | ચાલો સૌથી નાનો ફોન્ટ 10 point જેટલો કરીએ અને કમ્પાઈલ કરીએ. |
04:44 | જુઓ, ફોન્ટ માપ નાનું થયું છે - શું આપણે આશ્ચર્યચકીત થવું જોઈએ? પરંતુ, પ્રમાણસર કદ બદલવાનું અને અંતર સમાન રહે છે. |
04:54 | ચાલો હું ફોન્ટને પાછું 12 point કરું. |
04:59 | આપણે હવે section titles નાં બીજા અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચર્ચા કરીશું. |
05:04 | તે section ક્રમાંકોની આપોઆપ ઉત્પત્તિ છે. |
05:09 | આને વધુ સમજાવવા માટે, હું એક નવો section ઉમેરીશ જેને ‘Inserted section’ કહેવાય છે. |
05:18 | કમ્પાઈલ કરતી વખતે, તે અહીં ક્રમમાં યોગ્ય ક્રમાંક સાથે દ્રશ્યમાન થાય છે. આમ, લેટેક દ્વારા ક્રમાંકનની પણ આપમેળે કાળજી લેવાય છે. |
05:29 | લેટેક એક્સ્ટેંશન toc સાથે એક ફાઇલ મારફતે table of contents બનાવે છે. |
05:36 | ચાલો હું ‘table of contents’ ઉમેરું, એક શબ્દ, અહીં. |
05:42 | કમ્પાઈલ કરો. |
05:44 | શબ્દ ‘Contents’ આઉટપુટમાં દ્રશ્યમાન થાય છે પણ બીજું કઈ નહી. |
05:50 | ચાલો હું ફરીથી કમ્પાઈલ કરું. |
05:53 | table of contents માં પુષ્ઠ ક્રમાંકો સહીત તમામ શીર્ષકો હવે પ્રસ્તુત છે. |
05:59 | તમને યોગ્ય પુષ્ઠ ક્રમાંકો મેળવવા માટે તેને ત્રીજી વખત કમ્પાઈલ કરવું પડશે. |
06:05 | ત્રીજી વખત શા માટે? કૃપા કરી એસાઈનમેંટ જુઓ. |
06:09 | માત્ર એક શબ્દ, ‘table of contents’, જોઈએ છે. |
06:14 | લેટેકમાની શું આશ્ચર્યજનક ક્ષમતા છે! |
06:17 | આ એક્સટેન્શન " 'toc' સાથે ફાઇલ દ્વારા પ્રાપ્ત થાય છે જે કે લેટેક જાળવે છે. |
06:24 | આ મલ્ટી પાસ (બહુવિધ અનુમતિ) સંકલન પ્રક્રિયા, શીર્ષકમાં ફેરફારો સાથે પણ કામ કરે છે. |
06:30 | ચાલો હું વિભાગ શીર્ષકને ‘Modified section’ કરું. |
06:36 | ચાલો હું તેને કમ્પાઈલ કરું. Table of Contents બદલાતું નથી. |
06:42 | ચાલો હું આને વધુ એક વાર કમ્પાઈલ કરું અને આ સમસ્યાને ઉકેલું. |
06:46 | હવે આપણી પાસે અહીં મોડીફાય કરેલું વિભાગ છે. |
06:49 | આપણે આ ડોક્યુમેન્ટ માટે શીર્ષક બનાવીશું. ચાલો હું તે અહીં કરું, ‘begin document’ ની સેજ પહેલા. |
06:57 | હું આપેલ પ્રમાણે બનાવીશ એક ‘title’, ‘Author’ માહિતી અને ‘date’. |
07:13 | તો, મેં આ ત્રણ કમાંડો ઉમેર્યા છે. |
07:17 | ક્રમ જેમાં આ આવે છે અથવા કે જગ્યા જ્યાં તે આવે છે એનાંથી કોઈ ફરક પડતો નથી. |
07:22 | પરંતુ તે begin document કમાંડ પહેલા આવવા જોઈએ. |
07:26 | તમામ કમાંડોમાં reverse slash ભૂલશો નહી. |
07:31 | અહીં બમણી સ્લેશ એટલે કે આગળની લાઈન. આપણે તે કમ્પાઈલ કરીશું. |
07:38 | ‘pdf’ ફાઈલમાં કોઈ ફેરફાર નથી. |
07:42 | કારણ એ છે કે મેં લેટેકને આ માહિતી સાથે શું કરવું છે તે કહ્યું નથી. |
07:47 | તો, હું ‘make title’ કમાંડ ઉમેરું છું, એક શબ્દ, 'begin document' નાં સેજ પછીથી. |
07:55 | ચાલો હું તે કમ્પાઈલ કરું. |
07:58 | title આઉટપુટમાં એ જગ્યાએ દેખાય છે, જ્યાં હું આ કમાંડ મુકું છું |
08:03 | એટલે કે, ડોક્યુમેન્ટની શરૂઆતમાં. |
08:07 | હવે આપણે આ ડોક્યુમેન્ટનાં class ને article માંથી report કરીશું. |
08:15 | વારાફરતું, આપણે એક chapter વ્યાખ્યાયિત કરીએ છીએ આ કમાંડ વડે: 'Chapter First Chapter'. |
08:24 | Report style ને ઓછામાં ઓછું એક chapter જોઈએ છે. |
08:27 | ચાલો આને કમ્પાઈલ કરીએ અને આઉટપુટ જોઈએ. |
08:31 | આઉટપુટમાં થયેલ ફેરફારોની નોંધ લો. |
08:35 | શીર્ષક સમગ્ર પુષ્ઠ પર દ્રશ્યમાન થાય છે જે ક્રમાંક ધરાવતું નથી. |
08:40 | Contents પણ સમગ્ર પુષ્ઠ પર દ્રશ્યમાન થાય છે, પુષ્ઠ ક્રમાંક 1 સાથે. |
08:47 | કૃપા કરી અહીં અટકો અને શોધો કે 'Contents' માં કેટલી એન્ટ્રીઓ ખોટી છે. |
08:54 | ચાલો આગળનાં પુષ્ઠ પર જઈએ. chapter કઈ રીતે શરુ થાય છે તેની નોંધ લો. |
09:00 | તમે કેટલા વિશિષ્ટ લક્ષણોને ઓળખી શકો છો? તમને ઓછામાં ઓછા પાંચ શોધવા જોઈએ. |
09:08 | ચાલો આને બીજી વખત કમ્પાઈલ કરીએ. |
09:12 | અવલોકન કરો કે Contents પુષ્ઠ હવે યોગ્ય માહિતી ધરાવે છે. પુષ્ઠ ક્રમાંકો હવે બરોબર છે. |
09:21 | ચાલો હવે ‘New Chapter’ કહેવાતો, એક chapter ઉમેરીએ. |
09:32 | તેને કમ્પાઈલ કરીએ. |
09:34 | ચાલો હું ફરીથી કમ્પાઈલ કરું અને તેને નવા પુષ્ઠ પર આવતું જોઉં. |
09:47 | આ નવા chapter બાદ appendix કમાંડ દાખલ કરો. |
09:53 | કમ્પાઈલ વખતે, તમને “Appendix” શબ્દ દૃશ્યમાન થતો દેખાશે. |
09:59 | chapter ક્રમાંક એ A છે. |
10:02 | ચાલો આપણે હવે slides પર જઈએ. |
10:05 | ચાલો સારાંશ લઈએ કે આપણે આ ટ્યુટોરીયલમાં શું શીખ્યા. |
10:08 | લેટેકમાં ડોક્યુમેન્ટ લખવું, chapter અને section શીર્ષકો આપમેળે બનાવવા, આપમેળે ક્રમાંકન કરવું, Table of contents અને શીર્ષક પુષ્ઠ બનાવવું, Appendix બનાવવી. |
10:21 | ચાલો હું અમુક એસાઈનમેંટો આપું. |
10:24 | આ એસાઈનમેંટ a4 પેપર અને letter paper પર છે. |
10:29 | કૃપા કરી વિડીઓ અટકાવો, સ્લાઈડ વાંચો અને એસાઈનમેંટ કરો. |
10:35 | આ એસાઈનમેંટ font size પર છે. |
10:41 | આ report dot toc પર છે. |
10:47 | આ સંકલનની સંખ્યા પર છે. |
10:52 | આ Table of Contents નાં સ્થાન પર છે. |
10:59 | આ એસાઈનમેંટ 'report' અને 'article' માના 'chapter' command નાં વપરાશ પર છે. |
11:07 | આ એસાઈનમેંટ 'report' class માના 'appendix' કમાંડની અસર પર છે. |
11:15 | આ પાછલા એસાઈનમેંટ જેવું જ છે, પરંતુ 'article' class માં. |
11:22 | આ geometry package પર છે. |
11:27 | આ એસાઈનમેંટ, સામાન્ય રીતે LaTeX classes પર છે. |
11:34 | આ સાથે, આપણે આ ટ્યુટોરીયલનાં અંતમાં આવ્યા છીએ. |
11:38 | આ વિડીઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:46 | અમે Spoken Tutorials નો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરીએ છીએ. પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારો સંપર્ક કરો. |
11:53 | શું તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્નો છે? |
11:56 | કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. તમને જ્યાં પ્રશ્ન હોય એ મિનીટ અને સેકેંડ પસંદ કરો. |
12:03 | તમારો પ્રશ્ન સંક્ષિપ્તમાં સમજાવો. અમારી ટીમમાંથી કોઈ એક તમારા પ્રશ્નનો જવાબ આપશે. |
12:09 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ એ આ ટ્યુટોરીયલ પરનાં ચોક્કસ પ્રશ્નો માટે છે. |
12:13 | કૃપા કરી અસંદર્ભિત અને સર્વસામાન્ય પ્રશ્નો તેના પર મોકલશો નહી. |
12:19 | આનાથી અસગવડ થશે નહી. ઓછી ગડબડ સાથે, આપણે આ ચર્ચાને સૂચનાસામગ્રી તરીકે ઉપયોગમાં લઇ શકીએ છીએ. |
12:28 | આ ટ્યુટોરીયલમાં ન આવરાયેલ વિષયો માટે, આ સરનામે આવેલ stack exchange ની મુલાકાત લો. |
12:35 | લેટેકનાં જવાબો મેળવવા માટે આ ઉત્તમ સ્થાન છે. તમારી પાસે પણ અમારા વર્કશોપો, પ્રમાણપત્રો વગેરે પર પ્રશ્નો હોઈ શકે છે. |
12:45 | આ માટે, અમને આ ઈમેઈલ પર સંપર્ક કરો. |
12:50 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા અપાયેલ છે. |
12:56 | જોડવાબદ્દલ આભાર. આભાર. |