Single-Board-Heater-System/C2/Connecting-SBHS-to-Computer/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
---|---|
00:01 | “Connecting SBHS to Computer” પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે Single Board Heater System ને "SBHS" તરીકે સંબોધીશું. |
00:12 | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે USB driver સંસ્થાપિત કરવા માટે SBHS અને કમ્પ્યુટર વચ્ચે પ્રત્યક્ષ સંચાર સુયોજિત કરવાનું શીખીશું. |
00:21 | SBHS સાથે કામ કરવા માટે, આપણને SBHS સહીત power cable અને USB/RS232 સંચાર કેબલની આવશ્યકતા રહેશે. |
00:35 | Windows મશીનમાં, કમ્પ્યુટર પરની ઓએસ સંદર્ભિત FTDI Virtual Com Port USB driver ની પણ જરૂરિયાત રહેશે. |
00:44 | તમે તેને આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકો છો: [www.ftdichip.com/Drivers/VCP.htm] |
00:54 | ચાલો હું તમને આ વેબસાઈટ બતાવું. |
00:59 | આ વેબસાઈટ પર, નીચે સ્ક્રોલ કરીને આપણી ઓએસ સંદર્ભિત driver file પસંદ કરો. |
01:09 | મેં Windows માટે 32 bit 2.08.14 driver file ડાઉનલોડ કરી છે. |
01:22 | single board heater system અને આપણા કમ્પ્યુટરને USB કેબલ અથવા RS232 કેબલનાં મદદથી જોડાણ કરી શકાવાય છે. |
01:30 | આપણા કમ્પ્યુટર અને SBHS પર સંદર્ભિત port ને ઓળખી કાઢો. |
01:35 | અહીં USB પોર્ટની એક ઇમેજ (તસવીર) છે, તમને તે, કમ્પ્યુટરનાં પાછળનાં પેનલ પર મળશે. |
01:44 | કમ્પ્યુટરનાં પાછળની પેનલ પર આવેલ એક Serial port, |
01:49 | SBHS પર આવેલ USB અને Serial port. |
01:54 | નોંધ લો RS232 કેબલનો ઉપયોગ કરવાનું નક્કી કરો એ પહેલા, એ વાતની ખાતરી કરી લો કે આપણા કમ્પ્યુટર પર RS232 પોર્ટ ઉપલબ્ધ છે કે નહી. |
02:04 | તમે USB અને સીરીયલ કેબલ 232 વચ્ચે પસંદગી કરો ત્યારબાદ, તમને અમુક સંદર્ભિત jumper સેટીંગ કરવી પડશે. |
02:12 | જમ્પર માત્ર એક નાનું કાળા રંગનું connector છે. |
02:17 | આની એજ જોડી અહીં દર્શાવાયી છે; દરેક જમ્પર બે ટર્મિનલોનું જોડાણ કરી શકે છે. |
02:26 | બંને જમ્પરો નીકાળેલા SBHS પરનાં કનેક્ટરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. |
02:33 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક બાજુએ ત્રણ terminals છે. |
02:39 | સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે PCB પર આ કનેક્ટરોની બાજુમાં USB તથા RS232 લેબલો પ્રીંટ કરાયા છે. |
02:50 | દરેક બાજુએ આવેલ કેન્દ્રનું ટર્મિનલ એ સામાન્ય ટર્મિનલ છે. |
02:55 | એક જમ્પર લો અને એક બાજુએ આવેલ સામાન્ય ટર્મિનલને તથા એજ બાજુએ આવેલ USB લેબલ નજીકનાં ટર્મિનલને જોડાણ કરો. |
03:06 | બીજું એક જમ્પર લો અને બીજી બાજુએ સમાન પ્રક્રિયાને દોહરાવો. |
03:11 | USB પોર્ટની પસંદગી સંચાર માટે કરવા હેતુ આ રીતે તમે જમ્પરો સુયોજિત કરી શકો છો. |
03:17 | એજ પ્રમાણે, આપણે સામાન્ય ટર્મિનલ અને RS232 લેબલ નજીકનાં ટર્મિનલ પરનાં જમ્પરોને જોડાણ કરીને સંચાર માટે RS232 પોર્ટ પસંદ કરી શકીએ છીએ. |
03:29 | દર્શાવ્યા પ્રમાણે મેં USB પોર્ટની પસંદગી કરવા માટે જમ્પર સેટીંગ કોન્ફીગર કરી છે. |
03:38 | જમ્પર સેટીંગ પૂર્ણ કર્યા બાદ, પાવર કેબલને 3 pin, 230 Volt AC ઘરગથ્થુ સોકેટ અને SBHS માં જોડાણ કરો. |
03:51 | mains power ON સ્વિચ કરો. SBHS નાં SMPS પર, પાવર કેબલ કનેક્ટરની નીચે ON/OFF સ્વીચ હોઈપણ શકે છે અથવા ન પણ હોય. |
04:06 | ઉપકરણને જો સફળતાપૂર્વક પાવર મળે તો, ડિસપ્લે ON થવી જોઈએ. |
04:12 | SBHS પરની ડિસપ્લેની અહીં એક ઇમેજ છે. |
04:16 | નોંધ લો, શું દર્શાવાયું છે તે આધારે વાસ્તવમાં ડિસપ્લે પરનું દ્રશ્ય જુદું જુદું હોઈ શકે છે. પણ, તે વાસ્તવમાં ખાલી ન હોવી જોઈએ. |
04:25 | SBHS ને પાવર ON કર્યા બાદ, યોગ્ય USB/RS232 કેબલથી SBHS અને કમ્પ્યુટરનું જોડાણ કરો. |
04:33 | SBHS અને લેપટોપનું USB કેબલ વડે જોડાણ દર્શાવતી અહીં એક ચિત્ર સમજૂતી છે. |
04:42 | હંમેશા એ વાતની ખાતરી કરી લો કે પહેલા તમે ઉપકરણને પાવર ઓન કરવું જોઈએ અને ત્યારબાદ USB/RS232 કેબલનું જોડાણ કરવું જોઈએ. |
04:52 | આગળ આપણે driver સંસ્થાપન જોઈશું. |
04:56 | યાદ કરો FTDI VCP USB driver પહેલાજ ftdichip.com પરથી ડાઉનલોડ કરાયો છે. |
05:04 | તમે અહીં driver installation માર્ગદર્શિકા પણ શોધી શકો છો. માર્ગદર્શિકાને અહીંથી ડાઉનલોડ કરો: www.ftdichip.com |
05:13 | આ વેબસાઈટ પર જઈએ. |
05:22 | ડાબી પેનલમાં, “Drivers” પર ક્લીક કરો. |
05:27 | ડ્રોપડાઉન મેનુમાં, “VCP Drivers” પસંદ કરો. |
05:33 | વેબ પુષ્ઠ પર “Installation Guides” લીંક પર ક્લીક કરો. |
05:41 | જોઈતું ઓપરેટીંગ સિસ્ટમ ડોક્યુમેન્ટ પસંદ કરો. |
05:46 | જો કે હું Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ વાપરી રહ્યી છું તેથી, મેં “Windows 7 Installation Guide” નો સંદર્ભ લીધો છે. |
05:55 | તમે તમારી જરૂરિયાત મુજબ Operating System Guide પસંદ કરી શકો છો. |
06:00 | આ માર્ગદર્શિકા ડ્રાઈવર સંસ્થાપનની સવિસ્તાર પગલાં દર પગલાં માહિતીઓ ધરાવે છે. |
06:07 | ચાલો હું તમને Windows 7 PDF guide ફાઈલ બતાવું. |
06:14 | માર્ગદર્શિકામાં સમજાવ્યા પ્રમાણે પગલાઓ અનુસરો અને ડ્રાયવર સંસ્થાપિત કરો. |
06:21 | આપેલ લાક્ષણિક પગલાંઓનો સમાવેશ થયેલ છે: |
06:28 | device manager ને ખોલવું. |
06:40 | USB port દર્શાવવું. |
06:51 | driver path મુકવો. |
07:03 | અને, ફરી એક વાર પગલાંને અનુસરવું. |
07:08 | driver સફળતાપૂર્વક સંસ્થાપિત થાય ત્યારબાદ, |
07:12 | તમને ઉપકરણ COM તથા LPT અંતર્ગત યાદીબદ્ધ થયેલ દેખાવો જોઈએ. |
07:20 | ચાલો હું તમને આ અહીં દર્શાવું. |
07:28 | આપણા ઉપકરણને એક COM number પણ મળવો જોઈએ. |
07:32 | અહીં, ઉદાહરણ તરીકે, તે "COM 3" તરીકે દર્શાવાયું છે. |
07:45 | હવે, આપણે આ ટ્યુટોરીયલમાં શું શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ. |
07:51 | પહેલું છે- SBHS અને કમ્પ્યુટરનું જોડાણ કરવું. આમાં સમાવેશ થાય છે RS232/USB port, Jumper settings ની પસંદગી, SBHS ને પાવર ઓન કરવું. |
08:05 | બીજું- USB ડ્રાયવર સંસ્થાપિત કરવું, સંસ્થાપન માર્ગદર્શિકા ડાઉનલોડ કરવી, માર્ગદર્શિકાનું અનુસરણ કરીને ડ્રાયવરને સંસ્થાપિત કરવું. |
08:17 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08:27 | તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવીડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:37 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે, જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:48 | વધુ જાણકારી માટે, અમને contact@spoken-tutorial.org પર લખો. |
08:56 | Spoken Tutorial પ્રોજેક્ટ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:00 | જેને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
09:07 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:18 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |