Python/C3/Getting-started-with-files/Gujarati
From Script | Spoken-Tutorial
Timing | Narration |
---|---|
0:00 | હેલો મિત્રો, "ફાઈલો સાથે શરૂઆત" કરવા પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:08 | આ ટ્યુટોરીયલના અંતે, તમે નીચે આપેલ કરવા માટે સમક્ષ હશો,
|
0:24 | આ ટ્યુટોરીયલ શરૂ કરો તે પહેલાં, અમે તમને "Getting started with Lists" અને "Getting started with For" પરના ટ્યુટોરીયલ જોવા માટે સૂચિત કરીશું. |
0:34 | તો ટર્મિનલ ખોલો અને ipython શરુ કરો. |
0:37 | તો ટાઇપ કરો, ipython સ્પેસ હાયફન pylab. |
0:46 | ચાલો પ્રથમ pendulum dot txt ફાઈલ ખોલીએ, જે slash home slash fossee slash માં હાજર છે. |
0:54 | તો ટાઇપ કરો, f ઇકવલ ટુ open કૌશ અંદર અને સિંગલ અવતરણ ચિહ્નમાં slash home slash fossee slash pendulum dot txt. |
1:11 | અહીં f એ ફાઈલ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે. |
1:14 | ચાલો f શું છે તે જાણવા માટે ટર્મિનલ પર f ટાઇપ કરીએ. |
1:17 | તો f ટાઇપ કરો અને એન્ટર ડબાઓ. |
1:22 | ફાઈલ ઓબ્જેક્ટ ફાઈલ પાથ અને ફાઈલ નો મોડ દર્શાવે છે જે open છે. |
1:27 | 'r' રીડ ઓન્લી મોડ માટે વપરાય છે અને 'w' રાઇટ મોડ માટે વપરાય છે. |
1:32 | તમે જોઈ શકો છો, આ ફાઈલ રીડ ઓન્લી મોડમાં ખૂલેલ છે. |
1:40 | આપણે પ્રથમ એક વેરિયેબલમાં સમગ્ર ફાઇલ વાચતા શીખીશું. |
1:47 | આપણે વેરિયેબલ pend માં ફાઈલના બધા સમાવિષ્ટો વાંચવા માટે read મેથડ વાપરીશું. |
1:53 | તો ટાઇપ કરો, pend ઇકવલ ટુ f ડોટ read બંધ કૌશ અને એન્ટર ડબાઓ. |
2:02 | હવે, પ્રિન્ટ સ્પેસ pend ટાઇપ કરી જોઈએ કે pend શું ધરાવે છે. |
2:11 | આપણે જોઈ શકીએ છીએ કે pend ફાઈલના તમામ ડેટા ધરાવે છે. |
2:15 | તે વધારે એક્સપ્લીસીટલી શું ધરાવે છે તે જોવા માટે ફક્ત pend ટાઇપ કરો. |
2:25 | તો હવે, વિડિઓ અહીં અટકાવો, નીચેનું સ્વાધ્યાય કરો અને વિડિઓ ફરી શરૂ કરો. |
2:30 | વેરિયેબલને pend underscore list, નામના લીસ્ટ માં ફાઈલની લાઈન સાથે વિભાજિત કરો. |
2:40 | આ સમસ્યા હલ કરવા માટે આપણે split lines ફન્કશનનો ઉપયોગ કરીશું. |
2:44 | તો ટાઇપ કરો, pend underscore list ઇકવલ ટુ pend ડોટ split lines બંધ કૌશ અને એન્ટર ડબાઓ. |
3:05 | હવે, ચાલો ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે શીખીએ. |
3:11 | પરંતુ, તે પહેલાં આપણે, ફાઇલ બંધ કરવી પડશે, કારણ કે, ફાઈલ પહેલાથી જ અંત સુધી વાંચવામાં આવી છે |
3:19 | ચાલો f માં ખૂલેલ ફાઈલ બંધ કરીએ. |
3:24 | પછી ટાઇપ કરો, f ડોટ બંધ કૌશ બંધ કરો અને એન્ટર ડબાઓ. |
3:29 | તે શું ધરાવે છે તે જોવા માટે પ્રોમ્પ્ટ પર ફરીથી f ટાઇપ કરો. |
3:37 | નોંધ લો તે કહે છે કે ફાઈલ બંધ થઇ છે. |
3:42 | કોઈ પણ ખૂલેલ ફાઈલ ઓબ્જેક્ટનું કામ થયા બાદ તેને બંધ કરવું સારી પ્રોગ્રામિંગ રીત છે. |
3:50 | ચાલો હવે ફાઈલ ને લાઈન થી લાઈન વાંચવાનું શીખીએ. |
3:54 | અહીં વિડીઓ અટકાવો, નીચેની સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરો અને વિડિઓ ફરી શરૂ કરો. |
4:00 | ફાઈલ ઓબ્જેક્ટ તરીકે f સાથે pendulum dot txt ફાઈલ ફરીથી ખોલો. |
4:05 | આપણે ઓપન આદેશ સુધી પહોચીએ ત્યાં સુધી અપ એરો નો ઉપયોગ કરીશું અને તેને ફરીથી ચલાવીશું. પછી એન્ટર ડબાઓ. |
4:18 | હવે, ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે, for કમાંડનો ઉપયોગ કરી લાઈન થી લાઈન ફાઈલ ઓબ્જેક્ટને ઇટરેટ કરીશું. |
4:27 | ચાલો ફાઈલ લાઈન મુજબ ઇટરેટ કરીએ અને દરેક લાઈન પ્રિન્ટ કરીએ. |
4:35 | તો કમાંડ ટાઇપ કરો, for સ્પેસ line સ્પેસ in સ્પેસ f કોલોન , પછી , લાઈન પ્રિન્ટ કરો. |
4:47 | line વેરિયેબલ છે, કોઈક વખત તે લુપ વેરિયેબલ તરીકે ઓળખાય છે, અને તે કીવર્ડ નથી. |
4:53 | આપણે કોઈપણ અન્ય વેરિયેબલ નામનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ line વધારે અર્થપૂર્ણ લાગે છે. |
5:00 | લીટીઓ માત્ર પ્રિન્ટ કરવાને બદલે, ચાલો તેમને line underscore list નામના લીસ્ટમાં ઉમેરીએ. |
5:07 | આપણે પ્રથમ line underscore list ખાલી લીસ્ટને ઇનીશ્યલાઈઝ કરીએ. |
5:12 | તે માટે ટાઇપ કરો, line underscore list ઇકવલ ટુ, ચોરસ કૌસ, અને એન્ટર ડબાઓ. |
5:22 | પછી ફાઈલને લાઈન થી લાઈન વાચો અને પછી લીસ્ટમાં દરેક લાઈન ઉમેરો. |
5:30 | આપણે, સામાન્ય તરીકે, ફાઈલ બંધ કરી શકીએ છીએ અને ફરી ખોલી શકીએ છીએ. |
5:36 | પરંતુ આ વખતે, એકલા ફાઈલ ઓબ્જેક્ટ f ને રહેવા દો અને for સ્ટેટમેન્ટ અંદર ફાઈલ સીધી ખોલો. |
5:43 | આ આપણને દરેક વખતે ખુલેલ ફાઇલને બંધ કરવાની મુશ્કેલીથી બચાવે છે. |
5:49 | તો ટાઇપ કરો, for line in open કૌશ અને સિંગલ અવતરણ ચિહ્ન અંદર slash home slash fossee slash pendulum dot txt colon
line underscore list dot append કૌશ અંદર line, એન્ટર ડબાઓ. |
6:22 | ચાલો જોઈએ, line underscore list શું ધરાવે છે. |
6:26 | તો ટાઇપ કરો, line underscore list અને એન્ટર ડબાઓ. |
6:33 | નોંધ લો કે, line_list , newline અક્ષરો સાથે, ફાઇલની લાઈનની યાદી છે. |
6:42 | તમે નોંધ્યું હશે, pend underscore list , newline અક્ષર ધરાવતું નથી, કારણ કે, સ્ટ્રીંગ pend , newline અક્ષરો પર વિભાજિત કરવામાં આવી હતી. |
6:52 | આપણે અમુક સ્ટ્રીંગ મેથડોના ઉપયોગ દ્વારા લાઈનમાંથી newline અક્ષર કાઢી શકીએ છે, જે આપણે સ્ત્રીન્ગ્સ પરના વધુ ટ્યુટોરીયલમાં જોઈશું. |
7:04 | તો અહીં, આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો જોઈએ આપણે શું શીખ્યા, |
7:12 | 1. ફાઈલ open અને close ફન્કશનની મદદથી ખોલું અને બંધ કરવું. |
7:17 | 2. read ફન્કશનનો ઉપયોગ કરી ફાઈલોના બધા ડેટા વાંચવું. |
7:22 | 3. for લૂપનો ઉપયોગ કરી ફાઇલ ઓબ્જેક્ટ ઈટરેટ કરી ફાઈલના ડેટા લાઈન થી લાઈન વાંચવું. |
7:31 | અને અંતે for લૂપ અંદર append ફન્કશનની મદદથી લીસ્ટ માં ફાઇલની લાઈન ઉમેરો. |
7:38 | અહીં તમારા માટે અમુક સ્વ આકારણી પ્રશ્નો છે |
7:42 | 1. open ફન્કશન શું રીટર્ન કરે છે? |
7:46 | સ્ટ્રીંગ |
7:48 | લીસ્ટ |
7:49 | ફાઈલ ઓબ્જેક્ટ |
7:50 | ફન્કશન |
7:52 | 2. splitlines() ફન્કશન શું કરે છે? |
7:57 | એક લાઈનમાં ડેટા સ્ટ્રીંગ તરીકે દર્શાવે છે. |
8:01 | ડેટા લાઈન થી લાઈન સ્ટ્રીંગ તરીકે દર્શાવે છે. |
8:03 | ડેટા લાઈન થી લાઈન દર્શાવે છે પરંતુ સ્ટ્રીંગ તરીકે નહી. |
8:07 | ચાલો જવાબો જોઈએ. |
8:09 | 1.open ફંકશન ફાઈલ ઓબ્જેક્ટ રીટર્ન કરે છે. |
8:15 | 2. splitlines ફન્કશન ડેટા લાઈન થી લાઈન સ્ટ્રીંગ તરીકે દર્શાવે છે. |
8:21 | અમને આશા છે કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું અને ઉપયોગી બન્યું. |
8:27 | આભાર. |