PhET/C2/Bending-Light/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Bending Light, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Bending Light, ઇન્ટરેક્ટિવ PhET simulation વાપરવું છે.
00:14 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:21 અહીં હું વાપરી રહ્યી છું-

Ubuntu Linux OS આવૃત્તિ 14.04

Java આવૃત્તિ 1.7.0

Firefox Web Browser આવૃત્તિ 53.02.2.

00:37 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું:

૧. પ્રકાશનું પરાવર્તન

૨. પ્રકાશનું વક્રીભવન

૩. પ્રકાશનું વિભાજન

૪. વિભિન્ન દ્રવ્ય માધ્યમો સાથે કેવી રીતે પરાવર્તન અને વક્રીભવન બદલાય છે.

00:52 સાથે જ આપણે શીખીશું,

૧. પ્રિઝમ અને લેન્સ જેવા પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ કરવો

૨. પ્રકાશની તીવ્રતા માપવી

01:02 ૩. પ્રકાશનો વેગ માપવો અને વિભિન્ન તરંગ પેટર્નો નિહાળવા.
01:08 ચાલો પરાવર્તન, વક્રીભવન અને વિભાજન વ્યાખ્યાયિત કરીએ.
01:14 પરાવર્તન, એટલે પ્રકાશના કિરણનું કોઈપણ સપાટી પર અથડાઈને પાછું ફરવું.

ઉદાહરણ તરીકે- એક અરીસો જોનારની છબીને પરાવર્તિત કરે છે.

01:26 વક્રીભવન, એટલે પ્રકાશના કિરણનું માધ્યમમાં પ્રવેશ કરતા સમયે વળવું.
01:32 પ્રકાશ જ્યારે વિભિન્ન માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ગતિ અને સંપ્રસારણ કોણ બદલે છે.

ઉદાહરણ તરીકે: પાણીના બીકરમાં પેંસિલની વળેલી છબી.

01:45 વિભાજન, એટલે સફેદ પ્રકાશની સાત રંગોમાં વહેંચાવાની પ્રક્રિયા.
01:51 ઉદાહરણ તરીકે, વાદળ છાયેલ દિવસે ઇન્દ્રધનુષનું નિર્માણ.
01:57 તો, ચાલો શરુ કરીએ.
01:59 સિમ્યુલેશનને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો.

http://phet.colorado.edu

02:03 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Bending light simulation ડાઉનલોડ કરી દીધું છે.
02:09 સિમ્યુલેશનને ખોલવા માટે, bending-light_en.html ફાઈલ પર જમણું-ક્લીક કરો.
02:14 Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો.

ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.

02:23 Bending Light simulation માટે interface છે.
02:28 ઇન્ટરફેસ ત્રણ સ્ક્રીન ધરાવે છે- Intro, Prisms અને More Tools.
02:35 ચાલો આપણા સિમ્યુલેશનની શરૂઆત Intro સ્ક્રીનથી કરીએ.

Intro સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લીક કરો.

02:42 આ સ્ક્રીનમાં ટોંચે ડાબે ખૂણે Ray અને Wave રેડીઓ બટનો આવેલા છે,

હલી શકે એવું laser પોઇન્ટર, laser પ્રકાશને ટર્ન ઓન (ચાલુ) કરવા માટે.

02:53 આપણે એક લીલા રંગના એરો (બાણચિન્હો) ને જોઈ શકીએ છીએ જ્યારે mouse pointer ને laser પર મુકવામાં આવે છે.

આ એરો (બાણચિન્હો) એ દિશા દર્શાવે છે જેમાં laser હલી શકે છે.

03:06 laser ને શૂન્યથી ૯૦ ડિગ્રી પર ખસેડવા માટે તેના પર ક્લીક કરીને ડ્રેગ કરો.

ચાલો laser ને તેના મૂળભૂત સ્થાને લાવીએ.

03:16 હવે ચાલો નીચે ડાબી બાજુએ આવેલ ટૂલો પર જઈએ.
03:21 અહીં આપણને એક ટૂલ બોક્સ દેખાય છે.

અહીં તેમાં છે ખૂણાઓ માપવા માટેનું એક પ્રોટેક્ટર (કોણમાપક), પ્રકાશની તીવ્રતા માપવાનું Intensity ટૂલ.

03:32 ટૂલ બોક્સની નીચે, Normal દર્શાવતું એક ચેક-બોક્સ આપણી પાસે છે.

સિમ્યુલેશનને રીસેટ (ફરીસુયોજન) કરવા માટે, એક Reset બટન જમણી બાજુએ ખૂણામાં આપવામાં આવ્યું છે.

03:44 ચાલો simulation શરુ કરીએ.
03:47 આપણે પ્રકાશને એક Ray , અથવા એક Wave ના સ્વરૂપમાં કેન્દ્રિત કરી શકીએ છીએ જે કે આપણે શું પસંદ કરીએ છીએ તેના પર નિર્ભર છે.
03:54 મૂળભૂત રીતે Ray એ પસંદ થયેલ છે.

laser ને ટર્ન ઓન (ચાલુ) કરવા માટે, laser પોઇન્ટર પર આવેલ લાલ બટન ક્લીક કરો.

04:03 નોંધ લો કે laser પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન થાય છે.
04:09 આપણે જેમ laser પોઇન્ટરને ડ્રેગ કરીએ છીએ તેમ, પરાવર્તન અને વક્રીભવનનો કોણ બદલાય છે તેનું અવલોકન કરો.
04:17 વક્રીભવન અને પરાવર્તનનો આપાતકોણ માપવા માટે ચાલો protractor ટૂલનો ઉપયોગ કરીએ.
04:25 પ્રોટેક્ટર (કોણમાપક) ને આપાત કિરણ, સામાન્ય, વક્રીભવનિત, પરાવર્તિત કિરણોના છેદન બિંદુ પર મુકો.
04:35 અવલોકન કરો કે આપાતકોણ એ પરાવર્તિત કોણ જેટલો છે.

પ્રોટેક્ટર (કોણમાપક) ને પાછા એના સ્થાને ડ્રેગ કરો.

04:44 આગળ આપણે Intro સ્ક્રીનની જમણી બાજુએ જશું.
04:50 અહીં, આપણી પાસે બંને માધ્યમમાં refractive index માપવા માટે નિયંત્રણો છે.
04:56 દ્રવ્ય માધ્યમને બદલવા માટે અહીં એક slider છે, અથવા ક્લીક કરી શકાય એવું બટન છે. શરૂઆતમાં, સ્લાઇડર એ Air ની પાસે છે.
05:07 જેમ આપણે સ્લાઇડરને ડ્રેગ કરીએ છીએ તેમ, માધ્યમ Air થી બદલાઈને Water થાય છે અને ત્યારબાદ Glass થાય છે.
05:15 જ્યારે માધ્યમ બદલાય છે ત્યારે, વક્રીભવનનો કોણ બદલાય છે. સાથે જ Index of Refraction(n) પણ બદલાય છે.
05:24 બદલાયેલ વેલ્યુ આપણે બોક્સમાં જોઈ શકીએ છીએ. ઉપરના માધ્યમમાં સ્લાઇડરને ડ્રેગ કરીને પાછું Air પર લાવો.
05:32 મૂળભૂત રીતે, નીચેના માધ્યમમાં સ્લાઇડર Water પર હોય છે.

નીચેના માધ્યમમાં સ્લાઇડરને ડ્રેગ કરીને Water અને Glass વચ્ચે મુકો.

05:44 હવે ચાલો Intensity ટૂલનો ઉપયોગ કરીને પ્રકાશની તીવ્રતા માપીએ.
05:49 Intensity ટૂલ પર ક્લીક કરીને તેને માધ્યમ પર ડ્રેગ કરો.
05:53 Intensity ટૂલ એ પ્રકાશની intensity માપવા માટે એક magnifier અને એક meter ધરાવે છે.
06:00 હું ઘટિત પ્રકાશ પર magnifier મુકીશ. Meter એ 100% તીવ્રતા દર્શાવે છે.
06:08 હવે, magnifier ને ડ્રેગ કરીને વક્રીભવનિત પ્રકાશ પર મુકો. Meter એ 86.08% તરીકે વેલ્યુ દર્શાવે છે.

તીવ્રતા ઘટે છે કારણ કે તે માધ્યમ પર નિર્ભર કરે છે.

06:24 માધ્યમ સ્લાઇડરને જેમ આપણે ડ્રેગ કરીએ છીએ તેમ, ઇન્ટેન્સિટી મીટર (તીવ્રતા માપક) પરની વેલ્યુ બદલાય છે.

આ એટલા માટે કારણ કે વક્રકોણ બદલાય છે.

06:34 એજપ્રમાણે, magnifier ને પરાવર્તિત પ્રકાશ પર મુકો. Meter એ 13.55% તરીકે વેલ્યુ દર્શાવે છે.
06:44 તમે તીવ્રતાની વિભિન્ન વેલ્યુ જોવા માટે સ્લાઇડરને ડ્રેગ કરી શકો છો.
06:51 હવે, Ray ને બદલીને Wave કરો અને પ્રકાશની વક્રતાનું અવલોકન કરો.
06:56 હવે આપણે Prisms સ્ક્રીન પર જશું.
07:00 ઇન્ટરફેસની નીચેની બાજુએ Prisms સ્ક્રીન પર ક્લીક કરો.
07:06 આ સ્ક્રીનમાં, આપણી પાસે આપેલ ટૂલો છે-

environment ને બદલવા માટે સ્લાઇડર,

મોનોક્રોમેટિક (એકરંગીય) કિરણ,

07:15 મોનોક્રોમેટિક (એકરંગીય) બીમ (કિરણોની રેખા), સફેદ પ્રકાશ, પ્રકાશની તરંગલંબાઈ બદલવા માટે સ્લાઇડર.
07:22 સ્ક્રીનની નીચેની બાજુએ, આપણી પાસે છે-

પ્રિઝમો અને લેન્સો,

07:29 Objects બદલવા માટે સ્લાઇડર,

Reflections, Normal અને Protractor માટે ચેક બોક્સો.

નીચે જમણા-ખૂણે Reset બટન આવેલું છે.

07:43 laser ના છેડે એક સ્ક્રુ (પેચ) આપવામાં આવ્યું છે. laser ની દિશાને આ સ્ક્રુ (પેચ) વાપરીને બદલી કરી શકાય છે.
07:52 અહીં, એરો (બાણચિન્હો) એ ગતિની દિશાને સૂચવે છે. laser ને ઉપરની અને નીચેની બાજુએ ફેરવી શકાય છે.
08:00 હવે ચાલો simulation શરુ કરીએ.
08:03 monochromatic beam પર ક્લીક કરો. laser પ્રકાશ પર ક્લીક કરો.
08:09 બહુવિધ પરાવર્તનો જોવા માટે Reflections ચેક બોક્સ પર ક્લીક કરો.
08:14 પ્રકાશના માર્ગમાં પ્રિઝમને મુકો. તમે પ્રકાશની વક્રતા જોઈ શકો છો.
08:21 wavelength slider ને ધીમે ધીમે લાલથી જાંબુડી પર ખસેડો.

તરંગલંબાઈ બદલાતાની સાથે પ્રકાશના વક્રતાની નોંધ લો.

08:32 પ્રિઝમમાં ખૂણે સ્ક્રુ (પેચ) આપવામાં આવ્યો છે.
08:38 પ્રિઝમની દિશાને બદલવા માટે સ્ક્રુ (પેચ) ને ડ્રેગ કરો.

આપણે જેમ દિશાને બદલીએ છીએ તેમ, પ્રકાશની વક્રતાની નોંધ લો.

08:47 એસાઈનમેન્ટ તરીકે, પ્રિઝમને ગ્લાસ સ્લેબ (કાચ સ્તર) માં બદલો અને પ્રકાશની વક્રતાનું અવલોકન કરો.
08:54 હવે સફેદ પ્રકાશનો ઉપયોગ કરીને પ્રકાશનું વિભાજન જોશું.
08:59 સફેદ પ્રકાશના ટૂલ પર ક્લીક કરો. પ્રકાશના વિભાજનનું અવલોકન કરો.
09:05 Objects માધ્યમ સ્લાઇડરને ડ્રેગ કરો અને પ્રકાશના વિભાજનનું અવલોકન કરો.
09:11 પ્રકાશના વિભાજીત બીમ (કિરણ) ના માર્ગમાં એક લેન્સ મુકો.

પ્રકાશના વિભાજીત બીમ (કિરણ) બહુવિધ પરાવર્તનો દર્શાવે છે.

09:26 એસાઈનમેન્ટ તરીકે:

વિવિધ લેન્સો વાપરો અને વિભાજનનું અવલોકન કરો.

09:32 વિવિધ Environments બદલો અને વિભાજનનું અવલોકન કરો.
09:37 હવે આપણે More Tools સ્ક્રીન પર જઈએ છીએ.
09:41 More Tools સ્ક્રીન પર ક્લીક કરો.

More Tools સ્ક્રીન એ Intro અને Prisms સ્ક્રીનોમાંથી ટૂલોનું સંયોજન ધરાવે છે.

09:51 નીચે આવેલ ટૂલ બોક્સમાં બે વધારાના ટૂલો Speed અને Time છે.

નીચની બાજુએ આપણી પાસે Angles ચેક બોક્સ પણ છે.

Angles ચેક બોક્સ પર ક્લીક કરો.

10:04 હવે આપણે laser પ્રકાશને વેવ (તરંગ) માં બદલીશું.

વધારાના રેડીઓ બટનો- Normal અને Slow Motion. સાથે જ, Play/Pause અને Forward બટનો પણ દેખાય છે.

10:18 ચાલો simulation શરુ કરીએ.
10:21 laser પ્રકાશને ટર્ન ઓન (ચાલુ) કરો.
10:23 laser પોઇન્ટરને ટર્ન ઓન (ચાલુ) કરવા માટે લાલ બટન પર ક્લીક કરો. ચાલો Time ટૂલ વાપરીએ.
10:31 Time ટૂલને ડ્રેગ કરીને માધ્યમમાં મુકો. Time ટૂલ બે magnifiers અને એક Meter ધરાવે છે.
10:39 એક magnifiers ને આપાત તરંગ પર મુકો અને તરંગ પેટર્નનું અવલોકન કરો.

હવે બીજા magnifier ને વક્રીત તરંગ પર મુકો.

10:51 તરંગ પેટર્નનું અવલોકન કરો. તે એક phase shift દર્શાવે છે.
10:56 magnifier ને પરાવર્તિત તરંગ પર મુકો.

અવલોકન કરો કે નવી તરંગ પેટર્ન ઘટેલ એમ્પલીટ્યુડ (કંપનવિસ્તાર) સાથે છે.

11:06 આ એટલા માટે કારણ કે, પરાવર્તિત તરંગની ખુબ ઓછી તીવ્રતા હોય છે.
11:12 Speed ટૂલને ડ્રેગ કરીને વક્રીત તરંગ પર મુકો.

ગતિ છે 0.67 c. અહીં c એ પ્રકાશનો વેગ છે જે કે 3x10^8 m/s ના બરાબર છે. ગતિની વેલ્યુ ઘટે છે.

11:33 આ એટલા માટે કારણ કે, દ્રવ્ય માધ્યમમાં પ્રકાશનો વેગ ઘટે છે.
11:39 એસાઈનમેન્ટ તરીકે,

દ્રવ્ય માધ્યમને બદલો અને ગતિ તથા તરંગ પેટર્નમાં થતા ફેરફારની નોંધ લો.

11:48 આ ટ્યુટોરીયલમાં, આપણે Bending Light, ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation વાપરતા શીખ્યા.
11:57 simulation નો ઉપયોગ કરીને, આપણે શીખ્યા:

૧. પ્રકાશનું પરાવર્તન

૨. પ્રકાશનું વક્રીભવન

૩. પ્રકાશનું વિભાજન

૪. વિભિન્ન દ્રવ્ય માધ્યમો સાથે કેવી રીતે પરાવર્તન અને વક્રીભવન બદલાય છે.

12:12 સાથે જ આપણે શીખ્યા:

૧. પ્રીઝમ અને લેન્સ જેવા પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ કરવો.

12:19 ૨. પ્રકાશની તીવ્રતા માપવી, પ્રકાશનો વેગ માપવો અને વિભિન્ન તરંગ પેટર્નો જોવા.
12:29 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
12:36 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
12:46 વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
12:54 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
13:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
13:17 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki