PHP-and-MySQL/C4/User-Login-Part-3/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | "User login" ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે. |
00:07 | અહીં, એક સેશન બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલ છે. |
00:16 | સેશન શરૂ કરવા માટે, એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session". |
00:25 | તે "start session" અથવા "session start" છે? ઝડપથી તપાસ કરીએ. |
00:34 | એક એરર! તો, તે "session start" છે. માફ કરજો હું થોડો ગુંચવણમાં હતો. |
00:40 | "Session start", રીફ્રેશ કરો, રીસેન્ડ કરો અને "You're in!" દર્શાવશે. |
0:42 | આપણે સેશન શરૂ કર્યું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે. |
0:51 | તો, "You're in!". આ પછી હું લખીશ "Click here to enter the secret... ના, the member page." ઠીક છે? |
1:12 | અને આ "member dot php" પેજ માટેની લીંક છે. |
1:19 | સંક્ષેપમાં, જ્યાં સુધી આપણે બરાબર ડેટા મોકલીએ છીએ આપણે લખીશું "Click here to enter the member page" જે હજુ સુધી બનાવ્યું નથી. |
1:30 | યાદ કરો કે અહીં આપણે "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે. |
1:36 | આપણે સેશન બનાવીશું અને તે માટે અહીં ટાઈપ કરીશ ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, સેશન નામ આપીશું. |
1:53 | હું આને "username" સંબોધીશ અને તે આપણા "username" સમાન હશે. હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે. |
2:08 | આપણી પાસે સેશન સેટ છે. |
2:10 | જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, તો જયારે આપણે કોઈ પણ પેજમાં સેશન એકો કરીશું તો, આ સેશનનાં રૂપે સુયોજિત થશે. |
2:20 | આની સાબિતી માટે હું એક નવું પેજ બનાવીશ. |
2:25 | આ "member dot php" પેજ હશે. |
2:28 | હું આ "member dot php" તરીકે સંગ્રહીશ. |
2:30 | અહીં હું લખીશ "echo" અને "username session" એકો કરીશ, ઠીક છે? |
2:42 | વાસ્તવમાં, હું શરૂઆતમાં "Welcome" કોન્કેતીનેટ કરીશ અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા માટે ઉદગાર ચિન્હ ઉમેરીશ. |
2:55 | જ્યાં સુધી આપણે લોગીન છીએ, આ, આ કમાંડ અહીં રન કરવું જોઈએ, બીજા પેજ જે આપણે બનાવીશું તે પર આપણા "username" માટે બ્રાઉઝરમાં સેશનને સુયોજિત કરી. |
3:06 | જો અહીં બીજું પેજ છે અને સુયોજિત કરવા માટે તમે આ કોડનો ઉપયોગ કરો, તો આ કાર્ય કરશે. |
3:11 | તમને, આ ફંક્શનની જરૂર અહીં અંદર પણ ચોક્કસ પડશે. |
3:18 | તો દરેક પેજ જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે તે અંદર "session start" ની જરૂર છે. |
3:29 | રીસ્ટાર્ટ કરીએ. મુખ્ય પેજ પર પાછા જઈએ. |
3:35 | હું મારી વિગતો જેમ કે "Alex" અને "abc" સાથે લોગીન કરીશ, લોગ ઇન પર ક્લિક કરો. |
3:41 | "You're in! Click here to enter the member page “ તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે. |
3:49 | જો હું અહીં ક્લિક કરું, આપણને "Welcome!" મળે છે. ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે. |
3:52 | પાછળ જઈએ અને જોઈએ કે મેં શું ભૂલ કરી છે. આ "username" હોવું જોઈએ. |
4:00 | હું અહીં કોઈપણ જાતની સરખામણી ઉપયોગમાં નથી કરી રહ્યો પરંતુ મેં અહીં ડબલ ઇકવલ્સ ટૂ ચિન્હ મુક્યું છે. તે કદાચિત ખોટું હોઈ શકે છે. |
4.07 | હવે આ કાર્ય કરવું જોઈએ. આપણા "index" પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું. |
4:17 | લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page". અહીં ક્લિક કરો અને આ "Welcome, alex!" દર્શાવશે. |
4:26 | હવે હું લોગીન પેજ પર પાછો જઈશ. |
4:28 | ઘણા લોગો વિચારશે કે બધા ડેટા હવે ખોવાઈ ગયા છે. |
4:32 | જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજું પણ "alex" દર્શાવે છે. |
4:40 | અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરીથી ખોલું અને "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર જાઉં છું જે "login" સેશન છે અને પાછો મેમ્બર પેજ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે? |
5:03 | તો યુઝર લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝર બંધ કરું, તો હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે પાછું એન્ટર દબાવીશ. |
5:12 | આ ખુબ જ લાભદાયક ફંક્શન છે જો તમે આ પ્રકારની લોગ ઇન કરી રહ્યા છો. |
5:19 | ઘણી વેબસાઈટો તમને લોગ ઇન રાખવા માટે આ કરે છે. |
5:23 | પણ હવે હું લોગ આઉટ પેજ બનાવવા ઈચ્છું છું. |
5:26 | લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીશું. |
5:33 | અને અહીં સેશન સમાપ્ત કરવાની જરૂર છે. |
5:39 | સૌપ્રથમ, સેશન સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે. |
5:46 | તો અહીં હું "session start" ટાઇપ કરીશ . આની ખાતરી કરી લઉં. |
5:55 | ત્યારબાદ "session destroy" લખવાની જરૂર છે. માફ કરજો, sestroy નહી, destroy. |
6:04 | જો આપણે આ પેજને રન કરીશું , તો આ સેશન સમાપ્ત કરશે. |
6:08 | અહીં હું એક એરર મેસેજ ટાઈપ કરી શકું છું "You've been logged out. Click here to return". |
6:20 | હું આપણા "index dot php" પેજ પર એક લીંક બનાવીશ. |
6:32 | હવે હું આની ફરીથી ચકાસીશ. ઉદાહરણ તરીકે, ચાલો કહીએ..... |
6:35 | એક બ્રેક મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ. |
6:41 | યુઝરને "logout dot php" પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે, નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ ન થશે. |
6:50 | રીફ્રેશ કરીશું અને આ php પેજમાંથી લોગ આઉટ થવા માટે, એક લોગ આઉટ લીંક બનાવશે. |
6:55 | આ પર ક્લિક કરો અને તમને "You've been logged out. Click here to return." મળે છે. |
6:59 | હું ધારું છું કે આપણે લોગ આઉટ થઇ ચુક્યા છીએ. આપણા member page dot php પર પાછા જવાનો પ્રયત્ન કરીએ. |
7:04 | અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી. |
7:06 | હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર યુઝર્સને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી. |
7:13 | તેથી, અહીં હું session start લખીશ ત્યારબાદ હું લખીશ "if session અને સેશન નામ જે username છે. |
7:19 | આગળ હું "Welcome" લખી ડેટાને એકો કરીશ else die લખીશ . |
7:25 | ના! હું મારા પેજને કિલ કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in". |
7:45 | આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડ વાપરી બનાવેલ છે તો આપણે "Welcome" મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ કિલ કરી "You must be logged in!" લખીશું. |
7:55 | તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે. સારાંશ માટે. |
8:04 | યાદ રાખો મેં લોગીન કર્યું નથી. તો હું લોગીન કરું. |
8:06 | હું લોગ ઇન છું. આ મેમ્બર પેજ છે. હું લોગ આઉટ કરીશ. હું અહીં પાછો આઉં છું. |
8:10 | હવે જેવું કે આપણે member dot php બનાવ્યુ છે, Enter દબાવો. |
8:14 | આ "You must be logged in!" દર્શાવે છે. |
8:16 | તો ઉદાહરણ તરીકે હું લોગ ઇન કરવા જઈ રહ્યો છું પણ હું આ માટે અહીં ક્લિક ન કરીશ. |
8:22 | હું પોતાને "member dot php" પર ફોરવર્ડ કરીશ. મેસેજ બની ગયો છે અને મને એક્સેસ માટે પરવાનગી અપાયી છે. |
8:29 | આ, આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો આ પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે. |
8:37 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર. |