PHP-and-MySQL/C4/Sending-Email-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 સ્વાગત છે. આપણે "'Sendmail from not set in php dot ini" એરરને કેવી રીતે ઠીક કરીશું.
0:11 આપણે નિર્ધારિત કર્યું નથી કે ઈમેલ કોના તરફથી છે.
0:18 ઈમેલ મોકલવાં માટે આપણે આ કરવાની જરૂર છે.
0:23 અહીં આપણે "from" પેરામીટર જેવું કંઈક ન વાપરીશું.
0:29 આપણે વિશિષ્ટ હેડરો મોકલવાની જરૂર છે.
0:32 તો અહીં આપણે એક "headers" વેરીએબલ બનાવીશું જે "me @me.com" સમાન નથી.
0:43 આપણે સ્ટેનડર્ડાઈઝ્ડ મેલ હેડર સાથે કામ કરવાની જરૂર છે જે "From:" છે અને એક કોલન ન કે અર્ધ કોલન અને પછી ઉદાહરણ તરીકે "php academy" લખીશું.
0:54 અથવા તમે "admin @php academy" જેવું કઈક લખી ".com" ઉમેરી શકો છો જો તમે ઈચ્છો.
1:02 મારી પાસે વાસ્તવમાં તે ડોમેન નેમ નથી પણ આપણે તેને એજ રીતે રહેવાં દેશું.
1:08 તો "From: admin @phpacademy.com".
1:11 આપણા મેલ માં બીજું એક પેરામીટર ઉમેરવાની જરૂર છે જે "headers" છે.
1:18 અને હવે અહીં આવી "Alex" ટાઈપ કરીશું અને અહીં "This is a test!"
1:24 "Send me this" પર ક્લિક કરો અને બીજી એક એરર મળે છે.
1:27 હવે હું વાસ્તવમાં મારા કમપ્યુટર પર મેલ સર્વર રન કરી રહી નથી.
1:33 જો તમે તમારા કમપ્યુટર પર મેલ સર્વર રન કરવા નથી ઈચ્છતા, તો મેલ ફ્રી મેલ સર્વર માટે ગૂગલ પર શોધો અને તે તમારા કમપ્યુટર પર મેલ સર્વર સંસ્થાપિત કરશે જેવું કે આપણે હમણાં એક લોકલ હોસ્ટ પર રન કરી રહ્યા છીએ.
1:46 અને તમારી પાસે લોકલ હોસ્ટ અંદર રન થતું SMTP મેલ સર્વર હશે.
1:54 હવે જો કે મારી પાસે મેલ સર્વર નથી, હું મારી યુનિવર્સિટીની ઈમેલ સીસ્ટમ વાપરીશ જે યુનિવર્સિટીનાં ઈમેલનું DNS અથવા કે "Domain Name Server" છે.
2:06 આ રીતે ઈમેલ મારી યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવે છે.
2:11 જો તમે કોઈ ચોક્કસ DNS સર્વર વિશે જાણો છો, જો તમારી પાસે ડોમેન નેમ પહેલાથી છે, જો તમારી વેબસાઈટ છે તો તમે આ જાણશો અથવા ઓછામાં ઓછું તે શોધવા માટે સમર્થ થશો.
2:22 તમે તે મારફતે ઈમેલ મોકલવામાં સમર્થ થશો.
2:27 હું જાણું છું કે મારી યુનિવર્સિટી ઈમેલ DNS સર્વર "mailhost dot shef dot ac dot uk" છે કારણ કે હું Sheffield [શેફીલ્ડ] યુનિવર્સિટીમાં છું.
2:36 તો આ "php dot ini" માં સમાવેશ કરવાની જરૂર છે.
2:41 અને આ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે અહીં આવી વેરીએબલોને સુયોજિત કરવું.
2:46 આપણને "php dot ini" માં SMTP સુયોજિત કરવાની જરૂર છે
2:59 અને મારી "php dot ini" ફાઈલને ખોલવાને બદલે, હું ફક્ત "ini set" ફંક્શનનો ઉપયોગ કરીશ.
3:05 અને વેરીએબલ નામ "SMTP" છે.
3:12 તો આપણે "php dot ini" ફાઈલ અંદર આ લાઈન એડીટ કરીશું.
3:16 અને વેલ્યુ રૂપે હું ત્યાં મેલ હોસ્ટ ટાઈપ કરીશ.
3:20 અહીં ફક્ત echo "get ini" લખીશું જે એક વિશિષ્ટ વેલ્યુ મેળવે છે.
3:25 આગળ હું SMTP લખીશ અને આ અહીં સ્ક્રીપ્ટને કીલ [નષ્ટ] કરી શકે છે.
3:30 તો આપણે જોઈ શકીએ આ કેવી રીતે કાર્ય કરે છે.
3:32 તો જો હું "Alex" લખું અને ત્યારબાદ "Test" અને "Send me this" પર ક્લિક કરું છું.
3:40 માફ કરો મેં આ ખોટું ટાઈપ કર્યું છે. આ "ini get" છે અને રીફ્રેશ કરીએ.
3:52 આપણે મૂળભૂત રીતે "mail host dot shef dot ac dot uk" માટે "ini" ફાઈલમાં "SMTP" સુયોજિત કરી રહ્યાં છીએ.
3:59 અને ત્યારબાદ તેની વેલ્યુ એકો કરીશું.
4:03 તો આ કહે છે કે આ "mail host dot shef dot ac dot uk" નાં રૂપમાં સુયોજિત થયું છે.
4:10 માની લો કે આ મેલ હોસ્ટ સર્વર કે DNS સર્વર કામ કરે છે, ત્યારબાદ બાકીનો કોડ કામ કરશે.
4:17 મેલ મોકલ્યાં બાદ હું આ પેજને કીલ કરીશ.
4:24 ના હું હમણાં જ આ પેજને કીલ કરીશ.
4:28 ચાલો પાછા જઈએ અને લખીએ "Alex" અને "This is a test".
4:36 તપાસો કે બધું બરાબર છે. આપણને "to", "subject", "From:admin@phpacademy.com" કહેતું "headers" મળ્યું છે.
4:45 અને અહીં આપણી બોડી છે અને આપણા મેલ ફંક્શનને એક્ઝેક્યુટ કરી રહ્યાં છીએ.
4:51 તો જયારે હું "Send me this" ક્લિક કરીશ, કઈ થતું નથી. કોઈપણ એરરો મળી નથી તો આપણે માની શકીએ કે બધું કાર્ય કરે છે.
4:58 જો હું હોટમેલ અથવા મારા ઈમેલમાં આવું છું અને INBOX [ઇનબોક્સ] પર ક્લિક કરું છું, તમે જોઈ શકો છો કે આપણને "admin @ phpacademy dot com" તરફથી એક મેલ મળ્યો છે.
5:09 જો આપણે તે પર ક્લિક કરીશું, આપણી પાસે સબજેક્ટ લાઈન તરીકે "Email from PHPAcademy" છે જે અહીં સુયોજિત કર્યું હતું.
5:17 અને આપણી પાસે ઈમેલ એડ્રેસ છે જેને મેં ફ્રોમ માં સ્પષ્ટ કર્યું હતું.
5:22 તમે તેને from Alex અથવા from phpacademy સાથે મૂકી શકો છો.
5:27 અને ત્યારબાદ આપણી પાસે "This is an email from Alex" છે જે અહીં ફોર્મની અંદર આપેલું નામ છે.
5:35 અને ત્યારબાદ 2 લાઈન બ્રેક છે જે 1 અને 2 છે.
5:40 અને "This is a test" આ એ ટેક્સ્ટ છે જેને મેં ત્યાં રાખ્યું છે.
5:46 તો મારી યુનિવર્સિટીના DNS મેલ સર્વરનાં ઉપયોગ વડે આ એક મેલ ફંક્શન છે.
5:50 તમારું INSP એક DNS મેલ સર્વર રહેશે.
5:55 આને ઓથેંટીકેશન [પ્રમાણીકરણ] ની જરૂર પડી શકે છે જેનાં પર જલ્દી જ હું ટ્યુટોરીયલને સમાપ્ત કરીશ.
6:00 તેથી જો આ તમારાં માટે કામ નથી કરતુ તો આ ટ્યુટોરીયલને જુઓ અથવા મને ઈમેલ કરો અથવા મને મારાં યુટ્યુબ મારફતે સંપર્ક કરો.
6:09 હું આશા રાખું છું કે આ ઉપયોગી રહ્યું.
6:13 કૃપા કરી સબસ્ક્રાઈબ કરો જો તમે કર્યું નથી.
6:15 જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આવજો .

Contributors and Content Editors

Jyotisolanki, Krupali