PHP-and-MySQL/C3/MySQL-Part-7/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 ટ્યુટોરીયલનાં આ ભાગમાં, હું તમને એક સરળ પ્રોગ્રામ બનાવવાની તક આપીશ.
0:06 આ પ્રોગ્રામ આપણને યાદીમાંથી એક નામ પસંદ કરવાની પરવાનગી આપશે.
0:15 આ આપણને માહિતીનાં ભાગને સુધારણા કરવાની પણ પરવાનગી આપશે અને હું નામને અપડેટ કરવાની ક્ષમતાને પસંદ કરી રહ્યો છું.
0:25 ઉદાહરણ તરીકે હું આ અંદર "firstname" લખીશ.
0:28 અહીં, આપણે યાદીમાંથી પસંદ કરી અને પછી તે માહિતીને અપડેટ કરી શકીએ છીએ.
0:33 અમુક માહિતી જેની આપણને જરૂર નથી તેનાથી છુટકારો મેળવવા માટે હું આ પુષ્ઠને થોડું સુધારીશ.
0:38 અહીં આ એકો કરવાની જરૂર નથી.
0:40 આપણે આપણા ફોર્મને પણ અહીં બદલવા જઈ રહ્યા છીએ, તેથી આપણને હમણાં આની જરૂર નથી.
0:47 ચાલો આને રદ્દ કરીએ.
0:48 આપણે આની પણ જરૂર નથી.
0:52 આપણને ફક્ત ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ની જરૂર છે. ડેટ ઓફ બર્થ અને જેન્ડર વાસ્તવમાં મહત્વનું નથી.
0:59 ચાલો આને પણ રદ્દ કરીએ. આપણને આની પણ જરૂર નથી..... આની પણ નહી.
1:04 ઠીક છે આપણે આ કર્યું છે.
1:05 આ ટ્યુટોરીયલ સંપૂર્ણપણે વિસ્તૃત તેમજ સંપૂર્ણપણે સાચું પણ થવા જઈ રહ્યું નથી .
1:14 જયારે આ તમને બતાવશે કે html સિલેક્ટ બોક્સમાં તમારા રેકોર્ડો કેવી રીતે લાગુ પાડવા.
1:22 અને તમે પસંદ કરેલ આધાર પર માહિતીને કેવી રીતે સુધારવી એ પણ બતાવશે.
1:31 જેવું તમે અહીં જુઓ છો, હું અમુક ડેટા while loop અંદર બનાવવા જઈ રહ્યો છું.
1:45 આપણે અહીં અમુક html ડેટા બનાવવા જઈ રહ્યા છીએ.
1:47 અહીં હું એકો કરીશ. હમણાં માટે અહીં હું અટકીશ.
1:55 ચાલો અહીં નીચે જઈએ.
1:57 આપણે સિલેક્ટ એરિયા બનાવવા જઈ રહ્યા છીએ જે છે સિલેક્ટ બોક્સ.
2:01 આ એક ડ્રોપ ડાઉન બોક્સ છે અને આ દરેક બોક્સો માટે, આપણી પાસે એક વિકલ્પ છે.
2:14 ઉદાહરણ તરીકે આ ૧ અથવા ૨ હોઈ શકે છે.
2:15 તો અહીં પાછા આવીએ અને "refresh button". આ રીફ્રેશ કરીએ.
2:27 આ ડાયલોગ બોક્સથી છુટકારો મેળવીએ.
2:30 અહીં આપણને ૧ કે ૨ મળ્યું છે. આ html નો એક ભાગ છે.
2:35 અહીં આપણે આ લાગુ પાડીશું અને આપણે આપણા રેકોર્ડો શોધવા જઈ રહ્યા છીએ. આપણે આ દરેક ઓપ્શન બોક્સોમાં નામ આપીશું.
2:40 હું દરેક રેકોર્ડ જે આપણને મળ્યા છે તેને એક ઓપ્શન નામ આપીશ .
2:43 જો તમને આ નથી સમજાયું, એનો અર્થ છે કે કોડ અંદર જે દરેક રેકોર્ડ માટે વારંવાર કરવામાં આવશે, લૂપની બહાર, અહીં, આપણે આપણા html કોડનાં પહેલા ભાગને એકો કરવા માંગીએ છીએ.
3:00 "select" હશે અને તેનું નામ "name હશે.
3:08 અથવા નહી તો ચાલો હું આને people name કહું.
3:13 આ પછી, આપણા while લૂપની બહાર, આપણે અહીં એન્ડ્સ ટેગ એકો કરીશું. તો ચાલો ટાઈપ કરીએ ફોરવર્ડ સ્લેશ અને select".
3:21 આને આપણા while લૂપની અંદર સમાવેશ ન કરવાનું કારણ એ છે કે જયારે આ પુનરાવર્તિત થાય છે, ત્યારે તે સ્ટાર્ટ અને એન્ડ ટેગોને પુનરાવર્તિત કરશે અને ઓપ્શન ભાગને ન કરશે, જેની આપણને જરૂર છે.
3:36 અહીં ઓપ્શન ભાગ લૂપની અંદર જાય છે.
3:39 ચાલો હું એકો કરું, "firstname" લખીએ.
3:41 અને આ શું કરે છે, દરેક રેકોર્ડ માટે, તે આ ઓપ્શન કોડને એકો કરશે
3:48 અને જો તમને યાદ હોય તો અહીં નીચે, આપણી પાસે "option" અને "option end" હતું.
3:52 આ વારંવાર પુનરાવર્તિત થઇ રહ્યું હતું.
3:56 હવે આપણી પાસે અહીં "select" ભાગ છે અને અહીં "select end" છે.
3:58 આપણને જરૂર છે કે આ એક વાર એકો થાય, આ એક વાર એકો થયું અને આ ડેટાબેઝમાં અથવા કોષ્ટકમાં દરેક રેકોર્ડ માટે એકો થયું.
4:10 તમે આ રીફ્રેશ કરી ચકાસી શકો છો.
4:12 અરે! આપણો કોડ ક્યાં ગયો?
4:14 પાછળ જઈને જુઓ અને શોધો કે ભૂલ ક્યાં છે. વાસ્તવમાં આપણે આ ભાગને અહીં બદલવાની જરૂર છે - "if" સ્ટેટમેંટ.
4:25 આપણે "submit" બટન માટે હવે વધારે નથી જોઈ રહ્યા, તો તેને રદ્દ કરી શકીએ છીએ.
4:28 હવે, એ માનીને કે બધું બરાબર છે, આપણે રીફ્રેશ કરીશું અને આપણી પાસે આપણા ડેટાબેઝમાં રેકોર્ડોનાં તમામ ફર્સ્ટ નામોનું લીસ્ટ બોક્સ છે.
4:39 હવે હું ઈચ્છું છું કે આ સારું દેખાય અને તેથી હું કોડમાં "surname" અથવા "lastname" લખીશ.
4:46 તો રીફ્રેશ કરો. આ html કોડને વાપરવાનો એક અત્યંત સરળ માર્ગ છે, શું આ નથી?
4:52 હવે આપણે "option" વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
4:52 આપણી પાસે દરેક ઓપ્શન માટે એક નામ હોવું જરૂરી છે અને દરેક માટે નામ "id" રહેશે.
5:00 જો હું રીફ્રેશ પર ક્લિક કરું છું અને મારા પુષ્ઠ સ્ત્રોત પર આઉં, તમે જોઈ શકો છો કે આપણે અહીં દરેકમાં ૧, ૨, ૩, ૪ મેળવ્યું છે.
5:13 આ ખરેખર ઉપયોગી છે કારણ કે આપણે હવે ફક્ત નામ દ્વારા જવા કરતા યુનીક રેકોર્ડોને, સુધારી શકીએ છીએ.
5:23 તો અહીં, હું મારા અપડેટ ફોર્મને બનાવવાની શરૂઆત કરીશ.
5:27 હું "select" પછી ઇનપુટ બોક્સ મુકીશ, અને આ "text" રહેશે.
5:33 નેમ to change રહેશે. આ એ છે જેનાથી આપણે બદલી કરવા જઈ રહ્યા છીએ.
5:40 પછી આપણે બીજું એક બટન બનાવીશું અથવા submit બટન નામનું બીજું એક ઇનપુટ એલેમેંટ જેની વેલ્યુ "change" રહેશે.
5:53 અહીં હું હમણાં માટે ફક્ત ફર્સ્ટનેમ બદલીશ. ફક્ત ઉદાહરણ તરીકે.
5:58 તો અહીં આપણા ફોર્મનો આધાર છે.
6:00 આપણને અહીં "name" મળ્યું છે અને આપણે આને કઇંક માં બદલવા ઈચ્છીએ છીએ.
6:04 તો અહીં હું આને "Alex" માંથી "Alexander" માં બદલીશ અને ત્યારબાદ Change પર ક્લિક કરીશ.
6:10 આ સમયે કઈ થઇ નથી રહ્યું.
6:12 હવે આપણે શું કરવાની જરૂર છે , આને ફોર્મની અંદર મુકો જેથી હું મારા ફોર્મનો અંત કરી શકું.
6:18 આ જગ્યાએ, આ અવ્યવસ્થિત થઇ રહ્યું છે પણ આશાપૂર્વક તમે જોઈ શકો છો કે શું થઇ રહ્યું છે.
6:23 ચાલો હું અહીં નીચે સ્ક્રોલ કરું. અહીં ઉપર આપણે આપણા ફોર્મને શરૂઆત કરવાની જરૂર છે.
6:22 એક્શન એ પુષ્ઠ હશે જેના પર આપણે આ સમયે છીએ જે છે "mysql dot php".
6:33 વાસ્તવમાં હું આ બીજા પુષ્ઠ પર કરીશ.
6:36 તો આનું નામ બદલીને "mysql update dot php" કરીએ.
6:40 આ તમારા માટે થોડું સરળ બનાવશે અને માટે માટે લખાણ હેતુ અત્યંત સરળ બનાવશે.
6:45 પછી આને રીફ્રેશ કરીને, આપણે જોઈ શકીએ છીએ કે આપણે નવા પુષ્ઠ પર જઈએ છીએ જે આ સમયે મળ્યું નથી.
6:52 હું આ અહીં અંદર બનાવવા જઈ રહ્યો છું.
6:55 આપણે આ "mysql underscore update dot php" તરીકે સંગ્રહીત કરીશું.
7:00 આપણા php ટેગોને શરૂ કરવાની જરૂર છે.
7:02 આપણને "connect dot php" ની જરૂર છે કારણ કે આપણે ડેટાબેઝથી ફરીથી જોડાઈ રહ્યા છીએ.
7:14 આપણને આપણા નામની વેલ્યુની પણ જરૂર છે જે આપણે બદલી રહ્યા છીએ.
7:17 તો select name ને peoplename કહીશું.
7:20 તો અહીં આપણે "peoplename" equals POST અને peoplenameટાઈપ કરીશું.
7:28 આ એક html એલેમેંટનું નામ છે જે આપણે લઇ રહ્યા છીએ.
7:32 આ ૧, ૨, ૩ કહેવા જઈ રહ્યા છીએ.
7:36 આ આપણી id છે જે આપણા ડેટાબેઝની અંદર છે.
7:39 "tochange" એ ફીલ્ડ છે જેમાં આપણે નવી વેલ્યુ ટાઈપ કરવા માટે તૈયાર છીએ.
7:46 અહીં હું એક if statement કોડ કરીશ ફક્ત કહેવા માટે જો peoplename and tochange.
7:57 આ ખાતરી કરે છે કે આપણે ત્યાં બંને વેલ્યુ મળ્યી છે.
8:00 પછી આપણે શું કરીશું, "change" equals "mysql query" ટાઈપ કરીશું જે ફક્ત "UPDATE people" છે, જે અહીં આપણા કોષ્ટકનું નામ છે.
8:17 "UPDATE people SET firstname equals tochange" where "firstname equals"....
8:30 નહી, આપણે નથી કરી રહ્યા... આપણે આને "id" થી બદલી કરીશું . બરાબર?
8:39 તો આપણે "ID" ને આ "peoplename" ની વેલ્યુ બરાબર ટાઈપ કરીશું.
8:52 બરાબર છે, ચાલો પાછળ જઈએ.
8:57 ચાલો "Kyle" નું નામ બદલવા માટે "Kyle" ને પસંદ કરીએ.
9:02 આનું નામ ૨ છે તેથી "peoplename" પણ ૨ છે.
9:05 તો આપણે આને આમાં બદલીશું જ્યાં id આ છે.
9:10 હું તમને આ ટ્યુટોરીયલનાં આવનારા ભાગમાં બતાવીશ કારણ કે મારી પાસે સમયની અછત છે.
9:14 તો હું તમને ત્યાં જલ્દી જ મળીશ. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali