PHP-and-MySQL/C3/MySQL-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે "php academy" ડેટાબેઝ અંદર એક કોષ્ટક બનાવ્યું હતું અને તે સાથે આગળ વધવા માટે તમામ સંબંધિત ડેટા સાથે ફીલ્ડો બનાવ્યા હતા... ડેટા ટાઈપ્સ વગેરે. |
0:14 | હવે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) ડેટા દાખલ કરીશું. |
0:21 | હું અહીં આ "Insert" બટન ક્લિક ન કરીશ કારણ કે અહીં આ બટનને ક્લિક કરવાથી, ઉપયોગ કરવા માટે ખુબ સરળ ઇન્ટરફેસ મેળવીએ છીએ જેમાં કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરી ફર્સ્ટનેમ, લાસ્ટનેમ, ડેટ ઓફ બર્થ (જન્મ તારીખ) ટાઈપ કરી શકીએ છીએ. |
0:33 | તમે જોઈ શકો છો કે તે ઉપર આવ્યું છે. |
0:35 | અને અહીં જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ. |
0:37 | જો કે આ mysql php ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે mysql અથવા php વાપરીને ડેટા દાખલ કરવા. |
0:49 | હવે સૌપ્રથમ આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે. |
0:52 | "mysql dot php" ફાઈલ અંદર, આપણી "connect dot php" ફાઈલનો સમાવેશ કરવા માટે "include" ફંક્શન વાપરીશું. |
1:00 | હવે જો આ સમાન ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે "sub directory અને પછી connect" લખી શકો છો. |
1:07 | કૃપા કરી આને યોગ્ય રીતે સ્પષ્ટ કરો. |
1:09 | જો તમે પેજને એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા... જો તમે "Rest of the page" ને અહીં એકઝેક્યુટ કરવા નથી ઈચ્છતા, તો તમે "require" ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો. |
1:18 | "require" ફંક્શન પેજને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ ન મળે. |
1:23 | "include" તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું અથવા બાકીના પેજને રન કરવાનું ચાલુ રાખશે. |
1:29 | જો તમે "require" ફંક્શનનો ઉપયોગ કરો છો, તો જો તેનો સમાવેશ ન થઇ શક્યો હોય તો તે વાસ્તવમાં રદ્દ થશે. |
1:34 | તો હું શું કહીશ "require connect dot php" ફક્ત એ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકીના પેજ અર્થહીન છે. |
1:41 | આપણને ઘણી બધી નકામી વસ્તુ પેજ પર મળશે. |
1:44 | ઠીક છે... તેથી જો "require connect dot php" અને connect dot php અંદર php mysql ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય. |
1:52 | સૌ પ્રથમ તમારે જાણવાની જરૂર છે - આપણે "connect" નામના વેરિયેબલ સાથે શરૂઆત કરીશું અને આ "mysql_connect" ફંક્શનનો ઉપયોગ કરશે. |
2:01 | આ પહેલું ફંક્શન છે જેને તમારે શીખવાની જરૂર છે. |
2:03 | આ અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને mysql ડેટાબેઝ સાથે જોડવા માટે સક્રીય કરે છે. |
2:08 | આ ૩ પરિમાણો લે છે. |
2:11 | અહીં પહેલું વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ. |
2:17 | આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ. |
2:22 | જો તમે ઈચ્છો તો આને 127.0.0.1 તરીકે પણ લખી શકો છો, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે. |
2:32 | હું વ્યક્તિગત રીતે "local host" ટાઈપ કરવું પસંદ કરું છું. |
2:35 | હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ. |
2:41 | આ "root" છે. મારો પાસવર્ડ અસ્તિત્વમાં નથી કારણ કે મારી પાસે પાસવર્ડ નથી. |
2:50 | આપણે કનેક્શન સ્થાપન કરી લીધું છે પણ શું થશે જો કનેક્શન વ્યવસ્થિત રીતે શરુ ન થાય. |
2:56 | આ પછી આપણે શું કરી શકીએ, "or die" લખી શકીએ છીએ અને કૌંસમાં એક એરર મેસેજ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે "connection failed". |
3:02 | તો ચાલો આ સમયે માની લઈએ કે આ કનેક્શન કામ કરશે. |
3:11 | હું "connected" નામના કોડ એકો કરીશ. |
3:18 | ઠીક છે હવે જો આનું સફળતાપૂર્વક કનેક્શન થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને "connected" એકો થશે, નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ આપશે અને બાકીનાં પેજને રન ન કરશે. |
3:26 | તેથી હું શું કરીશ, હું અહીં બેકઅપ ખોલીશ. |
3:30 | રીફ્રેશ કરો અને તમે "connect dot php" અને "mysql dot php" જોઈ શકશો અને હું mysql dot php પર ક્લિક કરીશ. |
3:37 | connect પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે mysql અંદર આપણે "connect dot php" require કર્યું છે. |
3:44 | તો બંને સંગ્રહીત છે તેથી, આપણે ફક્ત mysql dot php રન કરી શકીએ છીએ. |
3:48 | આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ. |
3:50 | હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે "I dont exist" ત્યારે આપણને એક કનેક્શન એરર મળે છે કારણ કે તે હોસ્ટનેમ અસ્તિત્વમાં નથી.... આ કોમપ્યુટર પર તો નહી જ. |
4:08 | હું રીફ્રેશ કરીશ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો આપણને આ મળ્યું. |
4:14 | તમે જોઈ શકો છો કે આપણને અહીં mysql એરર મળી છે અને connection failed ટેક્સ્ટ અહીં છે, જે આપણે પહેલા સ્પષ્ટ કરી હતી. |
4:21 | ઠીક છે.. તો આપણને અનનોન (અજ્ઞાત) mysql સર્વર હોસ્ટ મળ્યું છે. |
4:25 | જો ક્યારે પણ તમને આ એરર મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ. |
4:27 | આ મેં સ્પષ્ટ કરેલ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન પર છે અને તમામ સામાન્ય ડીબગિંગ મેસેજ કોડ છે. |
4:36 | તો ચાલો ધરી લઇએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ, તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવીશ અથવા "die" તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો. |
4:46 | આ બીજું ફંક્શન છે જે તમારે શીખવું જોઈએ. |
4:50 | આ "mysql error" છે - આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે "I don't exist" રાખીને આપણા પેજને રીફ્રેશ કરીએ છીએ. |
4:57 | આપણે રીફ્રેશ કરીશું અને આ સમય લે છે..... |
5:06 | ઠીક છે તો આપણને આ મળ્યું. |
5:07 | મૂળભૂત રીતે આપણે શું કર્યું કે એ જ એરર મેસેજ એકો કર્યો જે આપણને php દ્વારા મળ્યો હતો. |
5:12 | તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો એરર રીપોર્ટીંગ તમારા યુઝર માટે બંધ છે, તો આ તમને એ જ આપશે જે તમે ઈચ્છો છો. |
5:24 | હવે આપણે આને યુઝર સામે એકો નથી કરતા. |
5:26 | ચાલો આપણે અહીં ઉપર જઈએ અને લખીએ "error reporting". |
5:30 | કૃપા કરી મેં બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય. |
5:33 | જો તમે આ... ઉમમમ.... '0' પર સુયોજિત કરો |
5:40 | તો આ દરેક એરર રીપોર્ટીંગ બંધ કરશે. |
5:43 | તો શું થાય છે કે અહીં આ એરર અવગણાશે પણ વિશિષ્ટ એરર યુઝરને અપાશે. |
5:49 | ચાલો રીફ્રેશ કરીએ.... ફરીથી આ સમય લઇ રહ્યું છે... તેથી હું માફી માંગું છુ.... |
5:58 | આપણને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે આપણને વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે? |
6:03 | એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો આ એરર સંદેશ આપ્યો છે, આગળ આપણા ડેટાબેઝની પસંદગી કરવાનું છે. |
6:13 | આ કરવા માટે, આપણે "mysql_select db" ફંક્શન વાપરીશું. |
6:20 | આ બરાબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે ડેટાબેઝનું નામ છે. |
6:24 | તો આપણે "php myadmin" પર ફરીથી ક્લિક કરીશું, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ "phpacademy" છે. |
6:31 | તેથી જો હું ફક્ત "phpacademy" ટાઈપ કરું તો આ કામ કરવું જોઈએ. |
6:36 | ફરીથી આપણે આ or die વિશેષતાને ઉપયોગમાં લઇ શકીએ. |
6:40 | die ફંક્શનને વાપરી આપણે mysql_error ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા કઈ પણ. |
6:47 | તો ચાલો આ રીફ્રેશ કરીએ. |
6:50 | વાસ્તવમાં હું આને "local host" માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર પાછો આવી રહ્યો છુ અને પછી રીફ્રેશ કરીએ. |
6:59 | તો આ જોડાયેલું છે અને જો આ ન મળે તો એક mysql_error અપાય છે. |
7:04 | ચાલો પ્રયાસ કરીએ - "I don't exist" અને રીફ્રેશ કરીએ અને "Unknown database "idon'texist"". |
7:12 | આ કામ કરી રહ્યું છે. |
7:14 | આ પ્રકારની એરરો હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે રીપોર્ટ કરવા માટે યુઝરને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો. |
7:20 | તો અહીં આ "phpacademy" છે. |
7:23 | હું ધારું છુ કે બધું ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ. |
7:29 | આ ફરી "phpacademy" માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ. |
7:33 | રીફ્રેશ કરો અને આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા. |
7:36 | હું શું કરીશ કે આનો એક લોગ રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ. |
7:41 | બાકીના આપણા કોડ સાથે ચાલુ રહેવા માટે હું આપણા પેરેગ્રાફ (ફકરા) નો આ પછી અંત કરીશ. |
7:42 | આગળ આપણે ડેટાબેઝમાં અમુક ડેટા લખીશું જે આપણે આવનારા ટ્યુટોરીયલમાં આવરીશું. |
7:56 | જલ્દી મળીશું! IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |