PHP-and-MySQL/C2/XAMPP-in-Windows/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 પીએચપી સંસ્થામાં તમારું સ્વાગત છે.
0:03 આ પ્રથમ મૂળભૂત ટ્યુટોરીયલ માં, હું તમને વેબસર્વર નું સંસ્થાપનથી લઇ , પીએચપી અને માઈએસકયુએલ નું સંસ્થાપન જે ઘણા પેકેજો સાથે આવે છે જેનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ.
0:22 આપણે કંઈક "એક્સઝેમ્પ" (XAMPP) કેહ્વાતાનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. તમે તેને "ઝેમ્પ" (ZAMP) પણ કહી શકો કારણ કે તેનું એ રીતે જ ઉચ્ચારણ થાય છે - તેમ છતાં, હું તેને માત્ર એક્સઝેમ્પ તરીકે સંદર્ભીશ.
0:34 તમારે શું કરવાની જરૂર છે - તમારા સર્વર ને પીએચપી સંસ્થાપન અને માઈએસકયુએલ ડેટાબેઝ સાથે સક્રિય અને સંચાલિત રાખવા માટે, તમારે અહીં આ વેબસાઇટ ની મુલાકાત લેવાની જરૂર પડશે.
0:46 "અપાચેફ્રેન્ડસ.ઓઆરજી" પર જાઓ અથવા "એક્સઝેમ્પ" માટે ગુગલ પર શોધો.
0:51 તેની જોડણી આ પ્રમાણે છે : એક્સ-એ-એમ અને બે વખત પી.
0:56 અને, હું તમને બતાવીશ કે વિન્ડોઝમાં તે કેવી રીતે સંસ્થાપિત થાય છે, કેવી રીતે બધું સક્રિય અને સંચાલિત મેળવી શકાય છે.
1:06 જો તમને લીનક્સ અથવા બીજી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર અન્ય કોઇ મદદની જરૂર હોય, તો મને જણાવજો, મને ટ્યુટોરીયલ બનાવવામાં ખુશી થશે.
1:14 તો આપણે આ વેબસાઈટ પર આવ્યા છીએ અને અહીં સંસ્થાપક (installer) ની પસંદગી કરવાની જરૂર છે.
1:19 તે આ પૃષ્ઠ પર લાવશે અને આખરે તમને આ રીતે આવૃત્તિ નંબર સાથેની આ ડાઉનલોડ કરેલ ફાઇલ મળશે.
1:29 પ્રથમ તેના માટે સંસ્થાપક પસંદ કરો.
1:32 સ્થાપિત કરવા માત્ર બે વખત કલીક (Click) કરો, રન, ભાષા પસંદ કરો.
1:37 તમને આ સંદેશ મળી શકે - હું વિન્ડોઝ વિસ્ટાનો ઉપયોગ કરું છું, તેથી તે કહે છે "વિન્ડોઝ વિસ્ટા અકાઉન્ટ ઈઝ ડીએક્ટીવેટેડ ઓન યોર સિસ્ટમ".
1:47 આપણે શું વાપરી રહ્યા છીએ તે માટે આ જરૂરી નથી. તેથી તમને આ મળે તો અવગણો.
1:52 અને તમે તમારા સંસ્થાપન સાથે અહીં આગળ જઈ શકો છો.
1:56 આને સરળ બનાવવા ધ્યાન રાખો કે તમે તમારી પોતાની સ્થાનિક ડ્રાઈવ પસંદ કરી છે અને એમાં એક ફોલ્ડર રાખ્યું છે.તેને પ્રોગ્રામ ફાઇલ્સમાં મૂકી ગુચવશો નહીં.
2:04 આ વિકલ્પો ખરેખર તમારી ઉપર છે. હું "ક્રિએટ અ એક્સઝેમ્પ ડેસ્કટોપ ઓપ્સન" ચેક કરીશ. પરંતુ હું આ ચેક નહીં કરું.
2:15 હવે તમારે "ઇન્સ્ટોલ અપાચે એઝ અ સર્વિસ" અને "ઇન્સ્ટોલ માયએસકયુએલ એઝ અ સર્વિસ" ને પસંદ કરવાની જરૂર પડશે.
2:23 આ તેને સિસ્ટમ સર્વિસ તરીકે ઉમેરશે અને તે દરેક વખતે રન થશે જયારે તમે તમારું કમ્પ્યુટર રન કરશો.
2:30 તમે આ અનચેક રાખી શકો છો; હું સરળ વપરાશ માટે તેમને ચેક રાખીશ.
2:35 અને હવે આ સંસ્થાપિત થઇ રહ્યું છે. હવે હું શું કરીશ, તે ત્યાં જ છોડી દઈશ, હું વીડિયો અટકાવીશ અને ફરી આવીશ જ્યારે બધું સ્થાપિત થઇ જશે.
2:46 પછી હું તમને પીએચપી સંસ્થાપનના બાકીના સુયોજનો સમજાવીશ.
2:53 નોંધ લો કે આ સંસ્થાપિત કરતા પહેલાં, જો અહીં ખાલી બ્રાઉઝર સક્રિય હોય, અને હું લોકલહોસ્ટ વાપરવાનો પ્રયાસ કરું...
3:00 આ સ્થાનિક એટલેકે લોકલ વેબસર્વર નું હોસ્ટ છે.
3:05 સામાન્ય રીતે તમારી પાસે એક વેબ સરનામું હોય છે "ગુગલ.કોમ", પરંતુ આપણે આને "લોકલહોસ્ટ" તરીકે સંબોધીએ છીએ.
3:12 તમે જોઈ શકો છો, અહીં આપણને " ફેઈલ્ડ ટુ કનેક્ટ" એરર (error) સંદેશ મળે છે.
3:16 પરંતુ જ્યારે આપણે એક્સઝેમ્પ સંસ્થાપિત કર્યું છે અને આપણે આ લોકલહોસ્ટ વિકલ્પ ફરીથી પસંદ કરીએ, તો આપણે સીધું આપણા સર્વર સાથે જોડાશું.
3:25 એક્સઝેમ્પ આપણા માટે અપાચેનું સંસ્થાપન સરળ બનાવે છે, જે એચટીટીપી વેબસર્વર છે, અને તે પીએચપી મોડ્યુલ તેના પર સંથાપિત કરશે અને પછી માયએસકયુએલ ડેટાબેઝને સર્વર પર સંસ્થાપિત કરશે.
3:39 તેથી જયારે આપણે સંસ્થાપન કર્યાં બાદ પાછા અહીં આવીશું, તો આપણું લોકલહોસ્ટ કાર્યરત હોવું જોઈએ.
3:46 અને હું પણ તમને બતાવીશ કે કેવી રીતે તમારી લોકલહોસ્ટ ડિરેક્ટરીમાં ફાઈલો મુકવી.
3:51 તેને લોકલહોસ્ટ નથી કહેવાતું પરંતુ આ પ્રમાણે આપણે આપણા રુટ સર્વર ને વેબ સર્વર ઉપર સંબોધશું, રુટ ફોલ્ડર, માફ કરો, વેબ સર્વર ઉપર.
3:56 તો જ્યારે તેનું સંસ્થાપન સમાપ્ત થઇ જશે, હું વિડિયો પર પાછી આવીશ અને આપણે આગળ જઈ શકીશું.
4:00 ઠીક છે, આપણે સંસ્થાપન સમાપ્ત કર્યું છે અને થોડા સંદેશાઓ આપણને હમણાં મળે છે.
4:11 આગળ જાઓ અને "ફીનીશ"ઉપર ક્લિક કરો.
4:13 તમે અહીં જોઈ શકો છે, આપણે જરૂરી પોર્ટો(ports) માટે ચકાસણી કરી રહ્યા છીએ.
4:15 આનો અર્થ છે, તે ૮૦ પોર્ટ ચકાસી રહ્યું છે અને મારા ખ્યાલથી માયએસક્યુએલ....
4:22 જોકે, જ્યાં સુધી અહીં કોઈ ભૂલો ન હોય, ત્યાં સુધી બધું બરાબર છે.
4:32 તમે જોઈ શકો, તમે અપાચે ૨.૨ સાથે અહીં સંસ્થાપિત થઇ રહ્યા છો.
4:36 અને તે સર્વિસ શરૂ કરતું અને માયએસક્યુએલ સર્વિસ પણ શરૂ કરતું હોય તેમ દેખાય છે.
4:42 અને આપણને સંદેશો મળે છે... જે કહે છે સંસ્થાપન સમાપ્ત થયું છે.
4:45 હવે આપણે એક્સઝેમ્પ કન્ટ્રોલ પેનલ શરૂ કરી શકીએ. "યેસ" ઉપર ક્લિક કરો અને આપણે તેને અહીં લાવી શકીએ.
4:52 તમે જોઈ શકો છો કે આપણને આપણું સંચાલિત અપાચે સર્વર અને સંચાલિત માયએસક્યુએલ સર્વર મળ્યું છે.
4:58 પીએચપી ને અહીં ન જોઈ શકવાનું કારણ એ છે કે પીએચપી આપણા વેબસર્વરનો ભાગ છે જેથી તે અપાચેનો પણ, તે એક અલગ મોડ્યુલ તરીકે સંસ્થાપિત થયેલ છે અને તે સર્વિસ રૂપે સંચાલિત નથી થતું. આ આપણા વેબસર્વર માટે એક અધિક મોડ્યુલ છે.
5:14 તેથી ચાલો જઈએ અને આપણું પૃષ્ઠ અહીં પાછુ લોડ કરીએ.
5:18 અને તમે જોઈ શકો છો "લોકલહોસ્ટ" પર પાછા એન્ટર દબાવતા, આપણા અનુમાન પ્રમાણે આપણે "એક્સઝેમ્પ" સાથે જોડાઈએ છીએ.
5:25 આપણે આપણા વેબસર્વર ની કોઈ ચોક્કસ ડિરેક્ટરીની અંદર જેમ આપણે બીજી ડિરેક્ટરીઓમાં જોઈએ છીએ તેમ સામાન્ય રીતે જ જોઈ શકીએ છીએ.
5:31 હમણાં માટે માત્ર આગળ જાઓ અને ઇંગલિશ ઉપર ક્લિક કરો.
5:33 અને તમે જોઈ શકો છો "એક્સ્ઝેમ્પ" સ્થાપન અહીં છે.
5:37 ઠીક છે, હવે હું મારું "સી" ડ્રાઈવ અહીં ખોલવા જઈ રહી છું અને તમે તેમાં અહીં અંદર જોઈ શકો છો.
5:44 અને હું "એક્સઝેમ્પ" ઉપર બે વખત ક્લિક કરીશ જે આપણે સંસ્થાપિત કરેલ સ્થાપન ડિરેક્ટરી છે.
5:49 આપણને અહીં થોડી ફાઈલો મળે છે પણ આપણે મુખ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરીશું "એચટીડોક્સ" (htdocs)ઉપર.આ એ જગ્યા છે જ્યાં તમે તમારી ફાઈલો મુકશો, જે તમારા વેબસર્વર દ્વારા સંચાલિત થશે અને પીએચપીમાં પ્રક્રિયા થશે.
6:01 તેથી જો તમે અહીં બે વખત ક્લિક કરો, તો તમે જોઈ શકો છો, આપણને અહીં વિવિધ ફાઈલો મળે છે.
6:06 અને આ "ઇન્ડેક્સ.એચટીએમએલ" (index.html) ફાઈલ છે જે તમે અહીં જોઈ શકો છો. આ "ઇન્ડેક્સ.પીએચપી" (index.php) છે, જે અહીં છે.
6:15 અને ઇન્ડેક્સ ડોટ કંઈપણ એ ફાઈલ છે જે આપોઆપ શરૂ થાય છે.
6:20 તમે આ બદલી શકો,પરંતુ હમણાં માટે તેને આમ જ રહેવા દો.
6:25 અને ....અહીં મને "પીએચપીએકડેમી" (phpacademy) નામનું ફોલ્ડર મળ્યું છે.
6:29 હું શું કરીશ, એક નવું લખાણ ડોક્યુમેન્ટ બનાવીશ.... ખરેખર રીતે, હું તે મારા કન્ટેકસ્ટ એડિટર (context editor) માં કરીશ કારણ કે તે ખુબ જ સરળ છે .
6:37 ચાલો આનાથી છુટકારો મેળવીએ. ઠીક છે, તો હું નવી ફાઈલ બનાવીશ.
6:43 હું તેને સંગ્રહ કરીશ અને તે ... અહીં મારા એચટીડોક્સ ફોલ્ડરમાં પીએચપીઇન્ફો.પીએચપી નામથી તેને સંગ્રહ કરીશ.
6:53 અને અહીં અંદર હું અમુક પીએચપી કોડ લખીશ.
6:59 અને એ હશે "પીએચપી અન્ડરસ્કોર ઇન્ફો" અને ૨ કૌંસ અને પછી વાક્ય ટર્મીનેટરની જરૂર પડશે.
7:05 જો તમે આનો અર્થ સમજી શકતા ન હોવ,તો તમારે તેને શીખવાની જરૂર નથી. તે આવશ્યક બાબત નથી કે જેની તમે રોજિંદા વપરાશ માટે જાણકારી રાખો .
7:14 આ માત્ર આપણને પીએચપી સર્વર અથવા આપણા વેબસર્વરના પીએચપી સ્થાપન માટેની કેટલીક માહિતી આપે છે.
7:20 તેથી આપણે અહીં પાછા આવીશું અને અહીં ફક્ત આ સંબોધીશું, જેના માટે તમને "લોકલહોસ્ટ" ની જરૂર છે.
7:26 અને તમારે "એચટીડોક્સ' અથવા કંઈપણ પ્રકારના લખાણની જરૂર નથી.
7:29 જરૂર છે તો "લોકલહોસ્ટ" ની અને આપણે શામાં લખવું પડશે.... ચાલો જોઈએ........ આપણી ફાઈલ નું નામ છે "પીએચપીઇન્ફો ડોટ પીએચપી". એન્ટર દબાવો.
7:41 અન્ડરસ્કોરની આપણને જરૂર નથી. તેથી તેને દૂર કરીએ અને રીફ્રેશ કરીએ છે.
7:50 તમે જોઈ શકો છો કે ઘણી બધી માહિતી સાથે આપણને પીએચપી માહિતીની ફાઈલ મળે છે.
7:55 તો અહીં શું થઇ રહ્યું છે, આપણી એચટીડોક્સ અંદરની પીએચપી સ્ક્રિપ્ટ સંચાલિત થઇ રહી છે.
8:01 તેથી જો હું સરનામું "ફેવિકોન ડોટ આઈસીઓ" કહું, તો તમે જોઈ શકો છો આપણને તે મળે છે.
8:10 જે ફાઈલો "એચટીડોક્સ" અંદર મૂકવામાં આવે છે તે પીએચપી દ્વારા વેબસર્વરમાં પ્રક્રિયામાં લેવાશે.
8:18 મારી પાસે અહીં બધી ફાઈલો છે જે તમે ટ્યુટોરિયલોમાં લખો છો, તેમને "સી:\એક્સઝેમ્પ એન્ડ એચટીડોક્સ" માં "એચટીડોક્સ" ફોલ્ડર માં મુકો અને ત્યાં જે પણ હશે બધું પ્રક્રિયામાં લેવાશે.
8:34 અને તમે તેને લોકલહોસ્ટ અથવા ૧૨૭.૦.૦.૧ મારફતે સંબોધી શકો છો. એન્ટર દબાવતા જ તમે જોઈ શકો કશું બદલાયેલ નથી. આ સમાન જ છે. આ તમારું સ્થાનિક વેબસર્વર જ છે.
8:50 આપણે "એક્સઝેમ્પ" સ્થાપન કર્યું, જે તમારી અપાચે સર્વિસ અને માયએસક્યુએલ સર્વિસ, જે ડેટાબેઝ સર્વિસ છે, જે તમે પાછળથી ઉપયોગ કરશો, તેમને સ્થાપન કરવા માટેનો સરળ અને ટુંકો રસ્તો છે અને અપાચે માટે "પીએચપી મોડ્યુલ" પણ, જે પીએચપી ફાઈલોની પ્રક્રિયા કરે છે; જે ખુબ જ ઉપયોગી છે.
9:10 આપણે "એક્સઝેમ્પ" ને ડાઉનલોડ અને સંસ્થાપિત કર્યું અને મેં તમને બતાવ્યું કઈ રીતે ફાઈલ બનાવવી અને તેને વેબ સર્વર દ્વારા સંચાલિત કરવી.
9:16 તેથી આશા છે ટ્યુટોરિયઓ શરૂ કરવા માટે આ તમને ઉપયોગી બનશે. જો તમને કોઈ સમસ્યા હોય કોઈ પણ સંકોચ વિના તમે અમને સંપર્ક કરી શકો છો.
9:23 ઉમેદવારી નોંધાવો અને હું તમને આવતા ટ્યુટોરિયલોમાં મળીશ. આભાર!
9:26 આઈઆઈટી-બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર.આભાર!

Contributors and Content Editors

Chandrika