PHP-and-MySQL/C2/Variables-in-PHP/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | પીએચપી ચલો(variables)નાં આ મૂળભૂત ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:04 | સૌ પ્રથમ હું ઝડપથી અમુક વસ્તુઓ સમજાવી દઉં. |
0:07 | પીએચપી ચલોનો ઉપયોગ ખૂબ સરળ છે; મને ખાતરી છે કે તમે તેમને તરત સમજી શકશો. |
0:14 | તમારે તેમને જાહેર કરવાની જરૂર નથી અને તેઓ લખવા માટે ખૂબ સરળ છે. |
0:18 | તમે સ્ક્રિપ્ટ દ્વારા અર્ધ વચ્ચે જ ચલમાં કિંમત જોડી શકો છો. |
0:23 | ઉપરાંત, તેઓ આપોઆપ તમને જરૂરી ડેટા પ્રકારમાં ઉપાંતર થઇ જશે. |
0:28 | તેથી દરેક સમયે તેમને અલગ અલગ રીતે જાહેર કરવાની, અથવા દરેક સમયે તેમના માટે કિંમત બનાવાની પણ જરૂર નથી. |
0:36 | તો ઉદાહરણ તરીકે, ચાલો આપણા પીએચપી ટૅગ્સ અહીં બનાવીએ અને આપણું લખાણ અહીં વચ્ચે જશે. |
0:41 | ઠીક છે. હવે આપણે ડોલર ચિહ્ન સાથે શરૂ કરીશું અને પછી આપણા ચલનું નામ. |
0:47 | નોંધ લો, તમે "આંક" સાથે શરૂ ન કરી શકો. તેથી હું '૧' સાથે શરૂ ન કરી શકું. |
0:53 | જે સાથે હું શરૂ કરી શકું તે છે "અન્ડરસ્કોર" અથવા "અક્ષર". |
0:57 | અન્ડરસ્કોર, અક્ષરો અને આંકો સિવાય અન્ય કોઈ વિશિષ્ટ અક્ષરો માન્ય નથી,અને વળી આંક સાથે શરૂ ન થતું હોય. |
1:05 | તેથી તે અહીં સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવશે. |
1:09 | ઠીક છે, તો હું "નેમ" નામનો એક ચલ(વેરીએબલ) બનાવીશ અને તે બે અવતરણચિહ્નો ની અંદર સમાયેલ અક્ષરોની હારમાળા એટલે કે સ્ટ્રીંગ સમાન હશે, જે રીતે આપણે "ઇકો" ફંક્શન માટે ઉપયોગ કર્યો હતો. |
1:21 | 'માય નેમ ઈઝ એલેક્ષ'. |
1:23 | હવે નીચેની લીટી પર, આપણે ફરીથી ડોલર ચિહ્નના ઉપયોગ સાથે બીજો ચલ બનાવવા જઈ રહ્યાં છીએ, જે 'એજ' નામનો છે. જે '૧૯' સમાન છે પણ અવતરણચિહ્નો વિના છે. |
1:33 | આ માટેનું કારણ એ છે કે આ પૂર્ણાંક સંખ્યા છે. |
1:36 | તમે તેને દશાંશ કિંમતો માટે પણ ઉપયોગ કરી શકો છો. તેથી આ '૧૯.૫ ' અથવા ઓગણીસ અને અડધું થઈ શકે. |
1:43 | તે પણ તેને આપોઆપ દશાંશમાં રૂપાંતર કરશે. |
1:48 | જો કે, આ ક્ષણે તે માત્ર એક પૂર્ણાંક છે. હું આ રીતે ઈચ્છું છું - 'નેમ' એક સ્ટ્રીંગ ચલ છે અને 'એજ' પૂર્ણાંક ચલ છે. |
1:57 | ચાલો આને ઇકો કરવાનો પ્રયાસ કરીએ. |
2:00 | આપણને જરૂર છે "ઇકો" અને ચલનું નામ,તમારા લાઈન ટર્મીનેટરને ભૂલશો નહીં. |
2:06 | ઠીક છે, ચાલો આપણી "વેરીએબલ્સ" નામની ફાઈલ શોધીએ. |
2:11 | ઠીક છે, "એલેક્સ" ઇકો થયું છે, જે રીતે મેં અહીં "ઇકો નેમ" કહ્યું. |
2:16 | ચાલો હવે મારી ઉંમર ઇકો કરવાનો પ્રયાસ કરીએ. |
2:19 | તે માત્ર એક પૂર્ણાંક ચલ છે અને તે અહીં ઇકો થયું છે. |
2:24 | ઠીક છે, ચલોની એક વસ્તુ એ છે કે તેઓને સ્ટ્રીંગમાં એકસાથે જોડવું (Concatination) ખુબ સરળ છે. |
2:30 | હકીકતમાં, કદાચ, કોનકેટીનેશન ખોટો શબ્દ છે - હું એમ કહી શકું કે તેઓનો સમાવેશ તમારી સ્ટ્રીંગ અંદર ખુબ સહેલાઇથી થઇ જાય છે. |
2:36 | જો તમને "કોનકેટીનેશન" શું છે તે ખબર ન હોય તો, તેનો અર્થ બે વસ્તુઓને સાથે જોડવું અથવા બે સ્ટ્રીંગોને એક લીટીમાં સાથે જોડવું થાય છે. |
2:46 | તેથી, કોનકેટીનેશનનું ઉદાહરણ જોઈએ તો, ચાલો જોઈએ, 'કોનકેટ' અને પછી, હું કહીશ '.' અને પછી 'ઇનેશન' (ination). |
2:56 | હવે, આ 'કોનકેટીનેશન' ઇકો કરશે. |
2:59 | ચાલો આ પ્રયાસ કરીએ. ઠીક છે? |
3:03 | પરંતુ આ ઉપર સંપૂર્ણપણે એક અલગ ટ્યુટોરીયલ છે. તેથી, હું શું કહીશ, હમણાં માટે, તમારે તેને ઇકો કરતી વખતે તમારા એક ચલ તરીકે સમાવેશ કરવાની આવશ્યકતા નથી. |
3:14 | જો તમે આ અનુસરી ન શકો, તો ચિંતા ન કરો. આ ખૂબ સરળ છે. |
3:18 | હું કહીશ "માય નેમ ઈઝ" નેમ "એન્ડ માય એજ ઈઝ " અને મારી ઉંમર મૂકીશ. |
3:24 | તેથી, તે એક સ્ટ્રીંગ છે, બધું એક જ ઇકોમાં છે, અને આપણ ને મળ્યું 'માય નેમ ઈઝ' - સાદું લખાણ. |
3:32 | ચલને બોલાવામાં આવે છે, આ અહીં મૂકો. પછી જ્યારે "એજ" કહીશું, ત્યારે એજ (age)ની વેલ્યુ અહીં મુકીશું. |
3:40 | તો, આપણે રીફ્રેશ કરીશું અને તમે જોઈ શકો છો "માય નેમ ઈઝ એલેક્સ". તે આપણું ચલ છે. "એન્ડ માય એજ ઈઝ" અને તે આપણું ચલ છે. |
3:48 | તેથી તેઓ સ્ટ્રીંગોમાં મૂકવા માટે ખરેખર સરળ છે. |
3:52 | ઠીક છે,હમણાં તમારે ચલો વિશે આટલું જ જાણવું ખુબ આવશ્યક છે. |
3:56 | ચલો ના અન્ય પ્રકાર છે, જેવા કે બુલિયન, ડેસીમલ એટલે કે દશાંશ - જે મેં તમને બતાવ્યું, ઉદાહરણ તરીકે '૧૯.૫'. |
4:06 | તમારે તેમને એ પ્રમાણે જ ડોલર ચિહ્ન સાથે જાહેર કરવું પડશે. |
4:10 | તેથી આનો પ્રયાસ કરો અને જ્યારે હું અમુક અન્ય પ્રોજેક્ટ કરીશ ત્યારે તમે પાછળથી કેટલીક વધુ અદ્યતન કાર્યક્ષમતા(advanced functionality) જાણી શકશો. |
4:19 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર. |