PHP-and-MySQL/C2/Loops-For-Statement/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 for loop માટેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે માત્ર શરત ના ઉપયોગ થી નહિ પરંતુ શરૂઆતમાં કરેલ ઈનીસીલાઈઝેશન અને અંતમાં કરેલ વધારા મદદથી પણ કોડોનો બ્લોક સ્પષ્ટ કરેલ સંખ્યા દ્વારા પુનરાવર્તન કરવું.
00:18 તેથી ચલમાં તમારે કેટલો વધારો કરવો છે તે તમારું ચલ કેટલી વખત લૂપમાં જશે તે સંખ્યા નક્કી કરે છે.
00:30 તો, આ લખવા માટે થોડું વધુ જટિલ છે. જોકે, તે દેખાવમાં સારું છે, તે કામ કરે છે અને તે ખૂબ જ સંક્ષિપ્ત છે.
00:42 હવે આપણે લખીશું 'for'
00:44 તો તમને તમારા કોડના ત્રણ ભાગો અને તમારો બ્લોક અહીં મળ્યા છે અને આની જ તમને જરૂર છે અને તમારા કન્ટેન્ટ અહીં આવી શકે છે.
00:54 તેથી, અહીં હું 'ઇકો' કહીશ અને ચાલો એક ચલ 'num' બનાવીએ. તો, આપણે 'num' ઇકો કર્યું છે.
01:04 અહીં, આપણે num = 1 લખીશું , ના કે == 1 કારણ કે આપણે num ચલમાં ૧ વેલ્યુ સુયોજિત કરી રહ્યા છીએ.
01:15 ત્યાર બાદ આપણી પાસે એક શરત છે. દા.ત, while num <= 10
01:23 પછી, આપણી પાસે વધારવા માટેની વેલ્યુ છે. તો, આપણે num++ કરવા જઈ રહ્યા છીએ અને લુપ પૂર્ણ થયું.
01:32 તો, આપણે લખીશું 'for', અને આપનું ચલ num = 1
01:38 પછી આપણી પાસે આપણી શરત છે 'while num <= ૧૦', લૂપ ચાલુ રેહશે, અને પછી આપણી પાસે num++ છે.
01:48 તમે જોઈ શકો છો કે num++ નીચે લખવા કરતાં આ વધુ ઉપયોગી છે.
01:53 અને આપણે આને અહીં ઉપર જાહેર કરવાની જરૂર નથી.
01:56 તે આ કૌંસ અંદર જાહેર કરી શકાય છે.
02:00 ઓ.કે. હું લાઈન-બ્રેક મુકવાનું ભૂલી ગઈ છું.
02:03 હું આના અંતે એક લાઇન બ્રેક ઉમેરીશ.
02:09 રિફ્રેશ કરો.
02:11 તમે જોઈ શકો છો.
02:15 તમને તમારું લૂપ દસ વખત મળ્યું છે.
02:18 અને કારણ કે તે એ રીતે બતાવવામાં આવ્યું હોવાથી તે માત્ર ત્યારે જ લૂપ કરશે જયારે num ૧૦ કરતાં ઓછું અથવા સમાન હશે.
02:26 તે પછી લૂપ તૂટશે અને તમે બાકીની સ્ક્રિપ્ટ સાથે આગળ વધી શકો.
02:31 આ થોડું વધુ જટિલ છે, પરંતુ એક વાર તમે પાયાગત શીખી લો તો તમને તે ઘણું સરળ લાગશે.
02:37 જોડવા બદલ અભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya