PHP-and-MySQL/C2/Functions-Advanced/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:0 એડવાન્સ્ડ ફ્ન્ક્શન્સ (functions) પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. અહીં, હું તમને નાનો કેલ્ક્યુલેટર પ્રોગ્રામ કેવી રીતે બનાવવું તે બતાવીશ.
0:04 આપણે એવા ફન્કશન સાથે કાર્ય કરીશું જે તમને વેલ્યુ ઈનપુટ કરવા માટેની પરવાનગી આપશે. પછી એક ગાણિતિક ક્રિયા પછી આ પાસેથી વેલ્યુ મળશે.
0:13 તેથી, આપણે અગાઉ કર્યું એ જ પ્રમાણે ફન્કશન બનાવીશું. હું તે 'calc' કહીશ.
0:19 અને પ્રથમ હું મારો બ્લોક બનાવવા જઈ રહી છું. અહીં અંદર, હું લખીશ 'number1', 'number2' અને 'operator'.
0:28 હવે આ એક આંકડાકીય કિંમત હશે. આ પૂર્ણાંક અથવા દશાંશ હશે, તે ઉપયોગકર્તાઓના ઈનપુટ પર આધારીત છે. આ પણ તે સમાન જ હશે અને આ 'add', 'subtract', 'multiply ' અથવા 'divide' માંથી કોઈ એક શબ્દમાળા હશે.
0:44 હવે આપણા ફન્કશન અંદર આપણે કોડ બનાવવાની શરૂઆત કરવાની જરૂર છે. હું switch સ્ટેટમેન્ટ અંદર બનાવવા જઈ રહી છું.
0:54 હું switch કહીશ અને switch શરત મુકીશ અથવા તેના બદલે switch નું ઇનપુટ 'op' મુકીશ.
1:03 હું આ માટે બ્લોક બનાવીશ અને હું કહીશ case = plus, પછી આ આગળ વધારીશ.
1:14 હું એક નવું 'total' નામનું ચલ બનાવીશ જે 'num1' સમાન હશે, જે અહીં ઈનપુટ plus 'num2' છે.
1:28 હું તે સેમીકોલન સાથે તોડીશ. હવે સ્વીચ સ્ટેટમેન્ટને ફન્કશન સાથે જોડીને આ કરવા માટેનો આ કદાચ ઘણો સરળ રસ્તો છે.
1:39 તો તમે અન્ય સ્ટેટમેન્ટમાં અને અન્ય ફ્ન્ક્શનો અંદર બધી અલગ અલગ પ્રકારની બાબતો વાપરવા માટે સમર્થ હશો.
1:45 તો મેં 'plus' માટે કેસ બનાવેલ છે. તેથી ઉપયોગકર્તા દ્વારા આપવામાં આવેલ જયારે 'plus' સમાન હશે, ત્યારે આપણી પાસે' num1 ' માં 'num2' ઉમેરાયેલ હશે.
1:57 હવે આપણે નીચે જઈ અને અન્ય 'કેસ' બનાવવાની જરૂર છે, જે 'minus' છે. હું લખીશ 'total = 'num1 - num2'.
2:10 આપણે નીચે સ્ક્રોલ કરીશું. ખાતરી કરો કે તમે break કર્યું છે.
2:16 આપણે હવે આ કોડની નીચે નકલ કરીશું.
2:20 અહીં આપણે કહીશું 'multiply' અને અહીં કહીશું 'divide' અને ખાતરી કરો કે તમે અહીં ચિહ્ન બદલ્યું છે.
2:27 હવે જો તમને અહીં શું ચાલે છે તે ન સમજાય તો અમને ઈમેલ મારફતે સંપર્ક કરવા સંકોચ ન કરશો. મને આશા છે કે દરેક સંભવિત મૂંઝવણ આ રીતે ઉકેલાશે.
2:36 default માં આપણે 'unknown operator' ઇકો કરીશું. ઠીક છે?
2:45 ચાલો હું જોઈ લઉં. પછી આપણે ફન્કશનને બોલાવવાનું શરૂ કરીશું.
2:50 મારી પાસે calculator અથવા calc નામનું એક ફન્કશન છે, જે ઈનપુટ તરીકે નંબર લે છે, પછી બીજો નંબર અને પછી ઓપરેટર જે ક્યાં તો 'plus' 'minus' 'multiply' અથવા 'divide 'હોઈ શકે છે.
2:58 જેમ તમે કદાચ મારા અંકગણિત ઓપરેટરના ટ્યુટોરીયલમાં જોયું..
3:14 હવે આપણી પાસે સ્વીચ સ્ટેટમેન્ટ અંદર છે, જે આ 'op' ને અકાઉન્ટમાં લઈ જાય છે. જે દાખલ કરીશું તે એ લેશે. હવે જો તે 'plus' બરાબર હોય તો, યાદ રાખો તે આ સ્ટેટમેન્ટમાં તેને બદલી દેશે. તે લખવા માટે સરળ છે અને ખૂબ કાર્યક્ષમ છે.
3:32 જો તે 'plus' સમાન હોય તો આપણે "total" નામનું નવું ચલ બનાવીશું.
3:39 તે દાખલ કરેલ પ્રથમ સંખ્યા અને દાખલ કરેલ બીજી સંખ્યામાં ઉમેરી તે સમાન થવા જઈ રહી છે.
3:45 અહીં આપણે કહીશું જો 'minus' હોય, તો પછી ચલ 'total' - યાદ રાખો, ચલ "total" દરેક કેસમાં ક્યાં તો minus અથવા plus માટે એક જ વખત સુયોજિત કરાશે - તેથી આ "total" ચલ number 1 - number 2 થશે અને એ જ પ્રમાણે multiply અને divide માટે પણ સમાન છે.
4:10 હવે આ કઈ કરશે નહિ. આ રીફ્રેશ કરો. હવે, જો આપણે આ પૃષ્ઠમાં દાખલ થઈએ, તો અહિયાં કશું નથી, કારણ કે આપણે આપણા ફન્કશનને બોલાવ્યું નથી.
4:20 હવે આપણા ફન્કશન ને બોલાવવા માટે, જેમ તમે જાણો છો, આપણે ફક્ત કહીશું, calc અને અંદર આપણી વેલ્યુઓ મુકીશું.
4:25 ચાલો આપણે તેને બે સંખ્યાઓ આપીએ ધારો કે 10 અને 10 અને 'plus'. ઠીક છે, તેથી તે 20 થશે. હવે જોઈએ કે શું થાય છે જયારે હું આ રીફ્રેશ કરું. કંઈ નહી થયું. શા માટે?
4:45 કારણ એ છે કે આપણે આ ઇકો નથી કર્યું. આપણે માત્ર એક ચલ તરીકે સુયોજિત કર્યું છે.
4:50 તેથી આદર્શ રીતે આપણે શું કરીશું કે આપણે calc ના આઉટપૂટને ઇકો કરીશું. હવે, આ ક્ષણે આ કાંઇ ન કરે જો આપણે તે ફરી રીફ્રેશ કરીએ.
5:00 આપણને કંઈ મળ્યું નથી, કારણ કે, ત્યાં કોઈ રીટર્ન આઉટપુટ નથી. તેથી, દરેક case માં આપણે કહેવું જોઇએ 'return total'.
5:16 આ શું કરે છે - જો તમે ફન્કશનને એક ચલ તરીકે સોચો છો તો તે ફન્કશનની વેલ્યુ total તરીકે સુયોજિત કરે છે.
5:26 જેમ જેમ તમે રીટર્ન લખો છો, તો જે પણ તમે અહીં લખો તે ફન્કશનના બરાબર કાર્ય કરશે.
5:31 તેથી આપણે કહીશું 'return total' અને આપણે તેની નકલ કરીશું અને તે દરેક કેસ માટે નીચે ચોટાડીશું.
5:42 ઠીક છે, તેથી સ્પષ્ટરૂપે આપણે તે 'unknown operator' માટે કરવાની જરૂર નથી. આનું કારણ એ છે કે, અહીં કોઈ ઓપરેટર મળ્યા નથી.
5:49 અને આપણે આ રીફ્રેશ કરીશું.
5:49 આપણી પાસે હજુ પણ કાંઇ નથી. અનુમાન લગાઓ શા માટે?
5:55 આ કામ ન કરવા માટેનું કારણ એ છે કે મેં આ ફન્કશનની અંદર ઇકો કર્યું છે. તે એક ભૂલ છે.
6:03 તમે ફન્કશનનું કૌંસ જોઈ શકો છો તે અહીં શરૂ થાય છે અને અહીં સમાપ્ત થાય છે.
6:08 હું તેને અહીં નીચે મુકીશ, જ્યાં તે હોવું જોઈએ અને પછી તેને રીફ્રેશ કરીશ. તે 20 આવ્યું છે, ઠીક છે, તેથી આપણા ફન્કશનની મદદ થી આપણે જોઈ શકીએ કે 10 + 10 , 20 છે.
6:24 તો ચાલો કેટલીક અલગ વેલ્યુઓ મુકીએ, જેમ કે, 13 અને 7 અને divide. ચાલો જોઈએ આપણને શું મળે છે.
6:35 ઠીક છે, આપણને એક લાંબો દશાંશ નંબર મળ્યો છે. તો તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સારું ફન્કશન છે જે આપણે બનાવેલ છે. આપણે આપણો પ્રથમ નંબર, બીજો નંબર અને ઓપરેટર મેળવ્યો છે.
6:46 અને સ્વીચ સ્ટેટમેન્ટ મારફતે તે શોધશે કે કયું છે અને તેને સંબંધિત કાર્ય કરશે.
6:54 જો તે નક્કી ન કરી શકે તો 'An unknown operator' એરર આપવામાં આવશે.
6:58 તો, ઉદાહરણ તરીકે, ચાલો 'a' લઈએ, જે માન્ય ઓપરેટર નથી. જેવું આપણે રીફ્રેશ કરીશું તે 'unknown operator' આપશે. અહીં 'advanced functions' પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આપણે જોયું કે આપણે વેલ્યુ ઇનપુટ કરી શકીએ છીએ અને પછી return આદેશ ની મદદ થી રીટર્ન આવતી વેલ્યુ ઇકો કરી શકીએ.
7:13 આઈઆઈટી-બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Krupali