PHP-and-MySQL/C2/Embedding-PHP/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:0 | HTML કોડ અંદર PHP કોડ કેવી રીતે બેસાડવું તે ઉપર આ નાનું ટ્યુટોરીયલ છે. આ ઘણી પરિસ્થિતિઓમાં ખૂબ ઉપયોગી છે. |
0:14 | ઉદાહરણ તરીકે, જો હું php ટૅગ્સ બનાવી અને મારું નામ અહીં ઇકો કરું. |
0:24 | આ સંચાલિત કરતા, ફાઈલ પર ક્લિક કરીએ છે, આપણને ફક્ત એલેક્સ મળ્યું છે. |
0:30 | હવે, ઉદાહરણ તરીકે, Alex ને થોડું જાડું કરવા માટે હું આ અંદર HTML બેસાડી શકું અને તેને અહીં ઇકો કરી શકું. |
0:42 | પણ હું શું કરી શકું, મેં આ બીજી રીતે ફેરબદલી કરી શકું. |
0:46 | ચાલો ફરી શરૂ કરીએ, એક HTML પૃષ્ઠ બનાવો. હું આ ઉદાહરણ નો ઉપયોગ કરવા જઈ રહી છું. |
0:53 | હું php અને ટેગ અહીં શરૂ કરીશ. હું Alex ઇકો કરીશ અને પછી php ટૅગ્સની બહાર આવી બોલ્ડ મુકીશ અને હું બોલ્ડનો અંત php ટેગ પછી કરીશ. |
01:14 | અને તે આપણને સમાન જ પરિણામ આપે છે, મેં પૃષ્ઠ રિફ્રેશ કર્યું હોવા છતાં પણ કંઈપણ બદલ્યું નથી. |
01:18 | તો, આપણે તે અન્ડરલાઇન દ્વારા બદલી શકીએ છીએ અને તમે જોઈ શકો છો કે Alex અધોરેખિત (underlined) થયેલ છે. |
01:28 | તો, આપણે તે બંને રીતે કરી શકીએ છીએ. તે તમારી ઉપર આધાર રાખે છે કે તમે echo અંદર HTML કોડ વાપરવા ઈચ્છો છો કે નહિ. પરંતુ અહિયાં આના વધુ ઉપયોગો છે. |
01:39 | હવે, જો તમે HTML જાણતા હોવ, તો તમને ખબર હશે કે ઇનપુટ ટેગ એક ટેમ્પ્લેટ ટેગ (template tag) છે. |
01:51 | તેથી, ચાલો કહીએ text અને આનું નામ હશે name અને કિંમત Alex સમાન હશે. |
01:56 | ચાલો આ રીફ્રેશ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ અંદર Alex સાથે એક લખાણ બોક્સ અહીં આવ્યું છે. હવે get ચલ હેડર, લેવા માટે હું PHP નો ઉપયોગ કરી અને તેને આપણા input કિંમત અંદર મુકવા ઈચ્છું છું. |
02:16 | હવે, આ અમુક કિસ્સાઓમાં ખરેખર ઉપયોગી છે જેમ કે ફોર્મ સોંપવું અને એરર ચકાસવી જ્યાં દરેક લખાણ બોક્સની કિંમત સંગ્રહવા માટે તમે post ચલો ઈચ્છો છો. |
02:34 | જો તમે get ટ્યુટોરીયલ પહેલેથી ન જોયું હોય તો ખાતરી કરો કે તમે તે જુઓ. |
02:38 | હવે, આ થોડી લીટીઓ નીચે લાવો, ચોક્કસપણે આપણે હજુ આ જ કોડ સફળતાપૂર્વક ચલાવી શકીશું કારણ કે તે સમાન વાક્ય ના આધાર પર કામ કરે છે. |
02:49 | તો , અહીં તમે જે જોઈ શકો છો તે તેના સમાન જ છે, તમારે ફક્ત તેને થોડું નીચે લાવવું પડશે અને અહીં હું php ટેક્સ્ટ લખવા જઈ રહી છું. |
02:57 | આ વિચિત્ર ભૂરા રંગ જેવું દેખાય છે કારણ કે આપણે php highlighting ઉપર કાર્ય કરી રહ્યાં છીએ અને તે ખરેખર આ પ્રકારની હાઈલાઈટીંગ ઓળખી નથી રહ્યું. |
03:04 | ઠીક છે, હું ફક્ત Alex ઇકો કરીશ. |
03:11 | જો કે તે એક વાક્યના આધાર પર કામ કરે છે, તેથી આ બધું એક વાક્ય પર લઈ આવો. જો કે હવે મેં તેને આ અંદર લાગુ પાડ્યું છે અને લાગુ પાડવાનું સમાપ્ત થયું. |
03:24 | રીફ્રેશ કરતા આપણને Alex ની વેલ્યુ મળે છે. હવે આપણે HTML કિંમત અંદર php ઇકો કરી રહ્યા છીએ. |
03:35 | તો, આપણે અહીં આપણી કિંમત અંદર PHP કોડ ઉપયોગ કરી રહ્યાં છીએ. |
03:41 | હું ડોલર અન્ડરસ્કોર get ($_get) બતાવવા જઈ રહી છું, યાદ રાખો એક જ અવતરણચિહ્નો નો ઉપયોગ કરવું. |
03:50 | હું કહીશ name અને પછી રીફ્રેશ કરીશ. |
03:55 | કંઈ ન થયું તેથી name=Alex લખો જે તમને તે અંદર Alex આપશે. |
04:04 | name=Kyle લખો. આ આપણને આની અન્ડર Kyle આપે છે. |
04:09 | સામાન્ય રીતે તમે કોઇ પણ PHP કોડ તે અંદર એમ્બેડ કરી શકો છો. |
04:14 | echo php info લખી પ્રયત્ન કરો અને તમને ખૂબ જ વિચિત્ર પરિણામ મળશે. |
04:28 | આ php info ડોક્યુમેન્ટનો HTML કોડ છે. |
04:33 | તો, તમે જોઈ શકો છો કે ત્યાં ઘણો કોડ છે. |
04:36 | અહીં આપણે માત્ર php inside સાથે કામ કરી રહ્યા છીએ. એક વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની જરૂર છે તે છે એક અને બે અવતરણચિહ્નો નો ઉપયોગ. |
04:48 | તેથી HTML કોડ અંદર PHP કોડ એમ્બેડ કરવા ઉપર આ મૂળભૂત ટ્યુટોરીયલ હતું. |
04:54 | મને આશા છે તે ઉપયોગી હતું. જોડવા બદલ આભાર. |
05:00 | આઈઆઈટી બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર. |