OpenModelica/C2/OpenModelica-Connectors/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 OpenModelica Connectors પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું: એક નવો class બનાવવો, મોજૂદ class ને ખોલવું, વિભિન્ન classes જોડાણ કરવા, એક model બનાવવું અને model ને સિમ્યુલેટ કરવું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું OpenModelica version 1.11.0 અને Ubuntu Linux OS 14.04
00:34 પરંતુ, આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરેલ પ્રક્રિયા એ બાકી ઓએસમાં સમાન છે જેમ કે- Windows, Mac OS X અથવા FOSSEE OS on ARM.
00:47 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને OMEdit ની જાણકારી હોવી જરૂરી છે. પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ પર ઉલ્લેખિત છે.
00:57 ટ્યુટોરીયલમાં વાપરેલ RLC_Circuit ફાઈલને અમારી વેબસાઈટ પર એક કોડ ફાઈલ તરીકે આપવામાં આવી છે.
01:04 Code Files લીંક પરથી ફાઈલો ડાઉનલોડ કરો.
01:09 મેં પહેલાથી જ OMEdit વિન્ડો ખોલ્યો છે.
01:13 હવે આપણે એક નવું model કેવી રીતે બનાવવું તે ચર્ચા કરીશું.
01:18 પહેલા આપણે એક નવો class બનાવીશું. તો File મેનું પર જાવ અને New Modelica Class પસંદ કરો.
01:27 Create New Modelica Class વિન્ડો દૃશ્યમાન થાય છે.
01:31 Name ફિલ્ડ (ક્ષેત્ર) માં, આપણે જે class બનાવવા ઈચ્છીએ છીએ તેનું નામ દાખલ કરો.
01:37 હું Sample તરીકે નામ દાખલ કરીશ.
01:41 Specialization ફિલ્ડ (ક્ષેત્ર) માં, તમે જે બનાવવા ઈચ્છો છો તે class નો પ્રકાર પસંદ કરો. હું પસંદ કરીશ Class.
01:50 ત્યારબાદ OK પર ક્લિક કરો.
01:53 આપેલ નામથી એક નવો class બનશે.
01:57 classes વિશે વધુમાં આપણે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
02:02 હવે આપણે આ ક્લાસને સંગ્રહીશું.
02:05 આ માટે, Sample class પર જમણું-ક્લિક કરો અને Save પર ક્લિક કરો.
02:11 આ ફાઈલને સંગ્રહવા માટે યોગ્ય સ્થાન પસંદ કરો.
02:15 ચાલો Sample ફાઈલને બંધ કરીએ. Sample પર જમણું-ક્લિક કરો અને Unload પસંદ કરો.
02:22 દૃશ્યમાન થયેલ કન્ફર્મેશન (પુષ્ટીકરણ) ડાયલોગ બોક્સમાં Yes ક્લિક કરો.
02:27 હવે આપણે મોજૂદ class ને ખોલવાનું શીખીશું.
02:32 એક class ને ખોલવા માટે, File મેનું પર જાવ. ત્યારબાદ Open Model/Library File પર ક્લિક કરો.
02:40 તમે જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરો.
02:44 મેં Code files માંથી પહેલા ડાઉનલોડ કરેલી RLC_Circuit.mo ફાઈલ પસંદ કરીશ.
02:52 Open બટન પર ક્લિક કરો.
02:55 હવે આપણે Connectors વિશે શીખીશું.
02:59 Connector એ એક model થી બીજા model સાથે માહિતીની અદલાબદલી કરવાની એક રીત છે.
03:07 Connectors નો ઉપયોગ:
03:09 Connectors નો ઉપયોગ થાય છે: જોડાણમાં, સંચારમાં, કંપોનેન્ટ (ઘટક) અને બહારની દુનિયા વચ્ચેનાં જોડાણમાં.
03:17 આગળ, આપણે classes જોડાણ કરતા શીખીશું.
03:20 આ માટે, હું આપણે પહેલા ખોલેલી RLC_Circuit ફાઈલનો ઉપયોગ કરીશ.
03:28 RLC_Circuit એ વિભિન્ન classes ધરાવતું એક Modelica package છે.
03:34 ચાલો package ને વિસ્તૃત કરીએ.
03:37 અહીં આપણે Ground, VoltageSource', Resistor, Capacitor અને Inductor નામનાં, વિવિધ classes જોઈ શકીએ છીએ.
03:49 અને સાથે જ Pin નામનું એક connector
03:53 classes અને connectors વિશે વધુમાં આપણે આ શ્રેણીમાંનાં આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
04:00 સાથે જ આ package એક circuit class પણ ધરાવે છે.
04:05 circuit ફાઈલ પર બમણું-ક્લિક કરો અને Text view પર જાવ.
04:11 અહીં આપણે જોઈ શકીએ છીએ કે class કોઈપણ કોડ ધરાવતો નથી.
04:17 હવે Diagram View પર જાવ.
04:20 ચાલો ગ્રિડ વિસ્તારમાં તમામ blocks/components મુકીએ. ત્યારબાદ આપણે તેનું જોડાણ કરીશું.
04:29 Resistor પર ક્લિક કરો અને તેને ગ્રિડ ભાગમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
04:35 આપણને એક મેસેજ (સંદેશ) મળે છે, Enter Component Name.
04:38 Name ફિલ્ડ (ક્ષેત્ર) માં, કંપોનેન્ટનું નામ R તરીકે દાખલ કરો અને OK ક્લિક કરો.
04:47 Inductor પર ક્લિક કરો. તેને ગ્રિડ ભાગમાં ડ્રેગ અને ડ્રોપ કરો અને Resistor ની આગળ મુકો.
04:56 કંપોનેન્ટનું નામ L તરીકે દાખલ કરો અને OK ક્લિક કરો.
05:02 Capacitor પર ક્લિક કરો. તેને ગ્રિડ ભાગમાં ડ્રેગ અને ડ્રોપ કરો અને Inductor ની આગળ મુકો.
05:10 કંપોનેન્ટનું નામ C તરીકે દાખલ કરો અને OK ક્લિક કરો.
05:15 આગળ, VoltageSource પર ક્લિક કરો અને તેને ગ્રિડ ભાગમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
05:22 તેને R, L અને C ની ઉપર મુકો જે કે શૃંખલામાં મુકાયા છે.
05:28 કંપોનેન્ટનું નામ ACVoltage તરીકે દાખલ કરો.
05:32 નોંધ લો, કંપોનેન્ટ નામનાં ફિલ્ડમાં કૃપા કરી કોઈપણ સ્પેસ ન મુકો.
05:38 તે સિમ્યુલેશન દરમ્યાન ટ્રાન્સલેશન (અનુવાદ) એરર આપશે. હવે OK ક્લિક કરો.
05:45 આગળ, Ground પર ક્લિક કરો અને તેને ગ્રિડ ભાગમાં ડ્રેગ અને ડ્રોપ કરો.
05:52 તેને શૃંખલામાં R, L અને C કંપોનેન્ટની નીચે મુકો.
05:57 કંપોનેન્ટનું નામ G તરીકે દાખલ કરો અને OK ક્લિક કરો.
06:02 હવે શૃંખલામાં RLC Circuit બનાવવા માટે આપણી પાસે તમામ જોઈતા કંપોનેન્ટો છે.
06:09 ચાલો આ components નું જોડાણ કરીએ.
06:12 માઉસને કંપોનેન્ટનાં ડાબા ભાગ પર ફેરવો.
06:16 એક પોપ અપ RLC underscore Circuit dot pin p દૃશ્યમાન થાય છે.
06:22 positive pin ને પ્રસ્તુત કરે છે.
06:25 એજ પ્રમાણે, કંપોનેન્ટનો જમણો ભાગ RLC underscore Circuit dot pin n તરીકે એક પોપ અપ દર્શાવે છે.
06:34 negative pin ને પ્રસ્તુત કરે છે.
06:37 કર્સરને Resistor ની negative pin ઉપર મુકો.
06:42 આપણે એક '+' ચિન્હ જોઈ શકીએ છીએ જ્યારે કર્સરને n pin પર મુકવામાં આવે છે.
06:48 pin પર ક્લિક કરો.
06:49 તેને પકડીને Inductor નાં p pin પર ડ્રેગ કરો.
06:54 Inductor's p pin પર ક્લિક કરો અને ત્યારબાદ કર્સરને મુક્ત કરો.
07:01 આગળ, આપણે Inductor નાં n pin નું જોડાણ Capacitor નાં p pin સાથે કરીશું.
07:08 Inductor નાં n pin પર ક્લિક કરો.
07:11 તેને પકડીને Capacitor નાં p pin પર ડ્રેગ કરો.
07:15 Capacitor નાં p pin પર ક્લિક કરો.
07:20 હવે આપણે શૃંખલામાં Resistor, Inductor અને Capacitor નું જોડાણ કરી દીધું છે.
07:28 આગળનું પગલું છે VoltageSource પ્રદાન કરવું.
07:32 Resistor નાં p pin પર ક્લિક કરો.
07:36 તેને પકડીને VoltageSource નાં p pin પર ડ્રેગ કરો.
07:42 એજ પ્રમાણે, આપણે Capacitor નાં n pin નું VoltageSource નાં n pin સાથે જોડાણ કરીશું.
07:50 Capacitor નાં n pin પર ક્લિક કરો.
07:53 તેને પકડીને VoltageSource નાં n pin પર ડ્રેગ કરો.
07:58 n pin પર ક્લિક કરો અને કર્સરને મુક્ત કરો.
08:03 આગળનું પગલું સર્કિટ (પરિપથ) ને Ground કરવું છે.
08:07 VoltageSource નાં n pin પર ક્લિક કરો.
08:11 તેને પકડીને Ground પર ડ્રેગ કરો.
08:14 નોંધ લો Ground ફક્ત એક pin ધરાવે છે જે કે p pin છે.
08:20 તેના પર ક્લિક કરો અને કર્સરને મુક્ત કરો. હવે સર્કિટ (પરિપથ) પૂર્ણ થઇ ગયું છે.
08:25 ટ્યુટોરીયલને અટકાવો અને જુઓ કે તમારું સર્કિટ (પરિપથ) મારાની સાથે મેળ ખાય છે કે નહી.
08:33 class ને સંગ્રહવા માટે CTRL S દબાવો.
08:37 હવે આપણે class ની ચોકસાઈ માટે તપાસ કરીશું.
08:41 Check All Models બટન પર ક્લિક કરો.
08:45 Messages Browser નું અવલોકન કરો.
08:49 તે સમીકરણોની સંખ્યા અને વેરીએબલોની સંખ્યા દર્શાવે છે.
08:53 જો તે બંને બરાબર હોય તો મોડેલ સિમ્યુલેટ માટે તૈયાર રહેશે.
08:58 Simulate બટન પર ક્લિક કરો. એક નવો વિન્ડો દૃશ્યમાન થાય છે.
09:03 આ આઉટપુટ વિન્ડો સફળતા મેસેજ (સંદેશ) ને દર્શાવે છે.
09:09 R ને વિસ્તૃત કરો અને Ir તથા time વચ્ચે આલેખ મેળવવા માટે Ir પર ક્લિક કરો.
09:18 આવનારા ટ્યુટોરીયલોમાં આપણે Equations અને Variables વિશે શીખીશું.
09:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
09:28 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા, એક નવા class ને બનાવવું, મોજૂદ class ને ખોલવું, વિભિન્ન classes નું જોડાણ કરવું, એક Model બનાવવું તથા Model ને સિમ્યુલેટ કરવું.
09:43 એસાઈનમેંટ તરીકે- એક RLC Circuit બનાવો જ્યાં: Resistor, Inductor અને Capacitor નું parallel માં જોડાણ હોય.
09:53 RLC_Circuit package માં ઉપલબ્ધ સમાન classes અને connector નો ઉપયોગ કરો.
10:01 આ સર્કિટ (પરિપથ) ની આકૃતિ છે જેનાં નિર્માણ કરવાની જરૂર છે.
10:01 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. http://spoken-tutorial.org/ તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે, જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
10:31 કૃપા કરી તમારા સામાયિક પ્રશ્નો આ ફોરમ (ચર્ચાસ્થાન) પર મુકો.
10:34 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
10:49 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે.જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
11:06 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:15 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki