OpenModelica/C2/Examples-through-OMEdit/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Examples through OMEdit પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, વિભિન્ન Modelica લાઈબ્રેરી ક્લાસોને ખોલવું તથા સિમ્યુલેટ કરવું. |
00:13 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: OpenModelica version 1.9.5 અને Ubuntu Linux OS 14.04 |
00:25 | પરંતુ, આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરેલ પ્રક્રિયા બીજી ઓએસમાં પણ એકસમાન છે જેમ કે- Windows, Mac OS X અથવા ARM પરની FOSSEE OS. |
00:37 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી સીસ્ટમ પર OMEdit સંસ્થાપિત હોવું જોઈએ. |
00:43 | સાથે જ તમને OMEdit વિન્ડો પર કામ કરતા આવડવું જોઈએ. |
00:47 | જો નથી, તો કૃપા કરી આ વેબસાઈટ પરનાં પાછલા OpenModelica ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:53 | ચાલો OMEdit વિન્ડો પર જઈએ. |
00:57 | OMEdit વિન્ડોની ડાબી બાજુએ, આપણે Libraries Browser જોઈએ છીએ. અહીં આપણે લાઈબ્રેરીઓની એક યાદી જોઈ શકીએ છીએ. |
01:07 | ચાલો Modelica લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ. આવું કરવા માટે, Modelica લાઈબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરો હેડ (બાણ ચિન્હનાં માથાવાળું) પર ક્લિક કરો. |
01:16 | હવે હું Electrical લાઈબ્રેરીમાંથી એક ઉદાહરણ ડેમોનસ્ટ્રેટ કરીશ. |
01:21 | Electrical લાઈબ્રેરીને વિસ્તૃત કરો. |
01:24 | Electrical લાઈબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરો હેડ (બાણ ચિન્હનાં માથાવાળું) પર ક્લિક કરો. |
01:28 | Electrical અંતર્ગત, આપણને મળે છે Analog લાઈબ્રેરી. |
01:32 | ચાલો Analog લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ. |
01:35 | ફરી એકવાર, આપણે દૃશ્યિત થયેલ ઘણી વિભિન્ન લાઈબ્રેરીઓ જોઈએ છીએ. |
01:39 | હવે, ચાલો Example લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ. |
01:43 | અહીં આપણે Analog નાં વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ. |
01:48 | આગળ, આપણે Rectifier નામનો ક્લાસ ખોલીશું. |
01:53 | Rectifier પર જમણું-ક્લિક કરો અને Open Class પસંદ કરો. |
01:58 | ક્લાસને ખોલવા માટે આપણે ક્લાસ નામ પર બમણું-ક્લિક પણ કરી શકીએ છીએ. |
02:03 | હવે આપણે Modeling Perspective વિન્ડોમાં છીએ. |
02:07 | મૂળભૂત રીતે, ક્લાસ Diagram View માં ખુલે છે. |
02:11 | અગાઉ આ શ્રેણીમાં મેં પહેલાથી જ ડેમોનસ્ટ્રેટ કર્યું છે કે વિભિન્ન વ્યુ (દેખાવ) વચ્ચે પરસ્પર અદલાબદલી કેવી રીતે કરવી છે. |
02:18 | હવે ચાલો હું Text View આઇકોન પર ક્લિક કરીને Text View પર જાઉં. |
02:24 | અહીં આપણે Rectifier ક્લાસને લગતું Modelica કોડ જોઈ શકીએ છીએ. |
02:30 | એક મોડેલને સિમ્યુલેટ કરવા પહેલા, આપણે મોડેલના બરાબર હોવાની તપાસ કરવી જરૂરી છે. |
02:36 | આવું કરવા માટે, ટૂલબાર પર પહેલા Check All Models બટન શોધો. |
02:42 | આ બટન તેનાં પર સફેદ રંગની બમણી ખુણ ધરાવે છે. તેનાં પર ક્લિક કરો. |
02:48 | તુરત જ, વિન્ડોની નીચેની તરફ Messages Browser ખુલે છે. |
02:54 | આ Modelica ક્લાસને લગતા મેસેજો દર્શાવશે. |
02:58 | હવે, ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ. |
03:00 | ટૂલબાર પર, લીલા રંગનાં બાણનાં બટન પર ક્લિક કરો. |
03:07 | આ Simulate બટન છે જેનો ઉપયોગ મોડેલને સિમ્યુલેટ કરવા માટે થાય છે. |
03:13 | મોડેલને સિમ્યુલેટ કરવા માટે આપણે Ctrl અને B કી પણ દબાવી શકીએ છીએ. |
03:18 | સિમ્યુલેટ થતી વખતે, એક નવો વિન્ડો ખુલે છે. |
03:21 | તે ક્લાસની કમ્પાઈલ થતી પ્રક્રિયા દર્શાવે છે. |
03:26 | કમ્પાઈલ પ્રક્રિયા સફળતાપૂર્વક થવા પર, આઉટપુટ વિન્ડો આપેલ મેસેજ દર્શાવે છે: Simulation process finished successfully. આ વિન્ડોને બંધ કરો. |
03:37 | મૂળભૂત રીતે, Plotting Perspective હવે OMEdit વિન્ડોમાં ખુલવો જોઈએ. |
03:43 | જો તે ન ખુલે તો, નીચે જમણે આવેલ Plotting બટનને ક્લિક કરો. |
03:48 | Plotting Perspective ને ખોલવા માટે આપણે Ctrl અને F3 કી પણ દબાવી શકીએ છીએ. |
03:54 | અહીં આપણે Modelica ક્લાસના સિમ્યુલેશન પરિણામો જોઈ શકીએ છીએ. |
03:59 | Plotting Perspective ની જમણી બાજુએ, Variables Browser વિન્ડો તરફે જુઓ. |
04:05 | Variables Browser અંતર્ગત: આપણે Modelica ક્લાસની ઈનપુટ વેરીએબલ વેલ્યુઓ બદલવાનું શીખીશું. |
04:13 | મૂળભૂત રીતે, IDC = 500, Losses = 2890.26 છે |
04:22 | IDC ની વેલ્યુ બદલો અને જુઓ કેવી રીતે Losses વેલ્યુ બદલાય છે. |
04:28 | ચાલો IDC ની વેલ્યુ 500 થી 250 કરીએ. |
04:33 | અને એન્ટર દબાવો. |
04:37 | વિન્ડોની ટોંચે જમણા ખૂણે જાવ. |
04:39 | Re-simulate બટન ક્લિક કરો. |
04:42 | સફળતા મેસેજનો વિન્ડો ખુલશે. |
04:46 | આ વિન્ડોને બંધ કરો. |
04:48 | સિમ્યુલેશન પૂર્ણ થયા બાદ, ફેરફારોની નોંધ લો. Losses = 1756.77 છે |
04:57 | હવે ચાલો હું આલેખ બનાવવાનું ડેમોનસ્ટ્રેટ કરું. |
05:01 | આપણે Losses અને Time વચ્ચે એક આલેખ બનાવીશું. |
05:06 | Losses વેરીએબલ આગળ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો. |
05:10 | આપણે Time on the X-axis અને Losses on the Y-axis વચ્ચે એક આલેખ જોઈ શકીએ છીએ. |
05:17 | આ આલેખ time સાથે વધતા diode bridge માટે ઉર્જાનો ઘટાડો દર્શાવે છે. |
05:24 | મૂળભૂત રીતે, સિમ્યુલેશન 0 થી 0.1 એકમ સમય સુધી રન થાય છે. |
05:31 | આપણે આ અંતરાલને Simulation Setup વિકલ્પ વાપરીને વધાવી શકીએ છીએ. |
05:36 | આવું કરવા માટે, Modeling Perspective પર જાવ. |
05:40 | Modeling બટન પર ક્લિક કરો. |
05:43 | ટૂલબારમાં આવેલ Simulation Setup વિકલ્પ પર ક્લિક કરો. |
05:47 | Simulation Setup વિન્ડો ખુલે છે. |
05:50 | અહીં, Start Time ને 0.01 એકમમાં બદલો. |
05:55 | Simulate ચેક બોક્સ ચેક થયેલ હોવું જોઈએ એની ખાતરી કરી લો. |
05:59 | અને ત્યારબાદ Ok પર ક્લિક કરો. |
06:02 | તુરત જ આપણને સફળતા મેસેજનો વિન્ડો દેખાય છે. |
06:06 | આ વિન્ડોને બંધ કરો. |
06:08 | ક્લાસ 0.01 થી 0.1 એકમ સમયનાં સિમ્યુલેશન અંતરાલ સાથે ફરીથી સિમ્યુલેટ થાય છે. |
06:16 | ચાલો આ પરિણામો રદ્દ કરીએ. |
06:18 | આવું કરવા માટે, Rectifier પર જમણું-ક્લિક કરો અને ત્યારબાદ Delete Result પર ક્લિક કરો. |
06:26 | પરિણામ હવે રદ્દ થયું છે. |
06:29 | હવે હું Mechanics લાઈબ્રેરીમાંથી એક ઉદાહરણ ડેમોનસ્ટ્રેટ કરીશ. |
06:34 | પહેલા આપણે Mechanics લાઈબ્રેરીને વિસ્તૃત કરીશું. |
06:38 | Mechanics અંતર્ગત, આપણને Multibody લાઈબ્રેરી મળે છે. |
06:43 | ચાલો Multibody લાઈબ્રેરીને પણ વિસ્તૃત કરીએ. |
06:47 | આના પછી, ચાલો Example લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ. |
06:51 | અહીં આપણે Multibody મેકેનીક્સનાં વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ. |
06:56 | આગળ, આપણે Elementary લાઈબ્રેરીને વિસ્તૃત કરીશું. |
07:00 | ચાલો DoublePendulum નામનાં ક્લાસને ખોલીએ. |
07:04 | આવું કરવા માટે, DoublePendulum પર જમણું-ક્લિક કરો અને Open Class પસંદ કરો. |
07:11 | ક્લાસ Text view માં ખુલે છે. |
07:14 | હવે, ટૂલબારમાં આવેલ Check All Models બટન પર ક્લિક કરો. |
07:19 | Messages Browser નું અવલોકન કરો. |
07:22 | આ Modelica ક્લાસને લગતા મેસેજો દર્શાવશે. |
07:27 | હવે, ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ. |
07:31 | આવું કરવા માટે, ટૂલબારમાં આવેલ Simulate બટન પર ક્લિક કરો. |
07:35 | કમ્પાઈલ (સંકલન) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થવા પર, Plotting Perspective એ OMEdit વિન્ડોમાં ખુલે છે. |
07:43 | Variables Browser અંતર્ગત, ચાલો damper વેરીએબલને વિસ્તૃત કરીએ. |
07:49 | મૂળભૂત રીતે, d = 0.1, relative angular acceleration(a_rel) = 11.567 અને relative rotational angle [der(phi_rel)] = 4.1 છે |
08:05 | ચાલો d ની વેલ્યુ 0.1 માંથી 0.05 કરીએ. અને એન્ટર દબાવો. |
08:14 | ત્યારબાદ Re-simulate બટન ક્લિક કરો. |
08:17 | સીમ્યુલેશનનાં કમ્પાઈલ પ્રક્રિયા પછી, ફેરફારોનું અવલોકન કરો. |
08:22 | relative angular acceleration (a_rel) = 15.449 અને relative rotational angle [der(phi_rel)] = 4.359 છે |
08:33 | હવે, આપણે relative angular acceleration અને Time વચ્ચે એક આલેખ બનાવીશું. |
08:40 | a_rel વેરીએબલ આગળ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો. |
08:46 | આપણે Time on the X-axis અને a_rel on the Y-axis વચ્ચે એક આલેખ જોઈએ છીએ. |
08:54 | આ આલેખ Time સાથે વધતી relative angular acceleration નું વર્ણન કરે છે. |
09:00 | મૂળભૂત રીતે, સિમ્યુલેટ પ્રક્રિયા 0 થી 3 એકમ સમય રન થાય છે. |
09:06 | ચાલો આ અંતરાલ બદલીએ. |
09:10 | આવું કરવા માટે, Modeling Perspective પર જાવ. |
09:14 | ટૂલબાર પર આવેલ Simulation Setup વિકલ્પ પર ક્લિક કરો. |
09:18 | Simulation Setup વિન્ડો ખુલે છે. |
09:21 | અહીં Start Time ને 1 એકમ બદલો અને Stop Time ને 5 એકમ બદલો. |
09:28 | Simulate ચેક બોક્સ ચેક થયેલું હોય એની ખાતરી કરો લો. |
09:32 | ત્યારબાદ Ok પર ક્લિક કરો. |
09:35 | આપણને સફળતા મેસેજ (સંદેશ) વિન્ડો મળે છે. |
09:37 | આ વિન્ડોને બંધ કરો. |
09:39 | ક્લાસ એ 1 થી 5 એકમ સમયનાં સિમ્યુલેશન અંતરાલ સાથે ફરી સિમ્યુલેટ થયું છે. |
09:45 | એકવાર જોઈતા આલેખનાં બનવા પર, આપણે પરિણામો રદ્દ કરી શકીએ છીએ. |
09:50 | વેરીએબલ બ્રાઉઝરમાં, DoublePendulum પર જમણું ક્લિક કરો. |
09:55 | Delete Result પસંદ કરો. પરિણામ હવે રદ્દ થયું છે. |
10:01 | ચાલો સારાંશ લઈએ. |
10:03 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, વિભિન્ન Modelica લાઈબ્રેરી ક્લાસોને ખોલવું તથા સિમ્યુલેટ કરવું. |
10:10 | એસાઈનમેંટ તરીકે: Modelica માં Magnetic લાઈબ્રેરીને વિસ્તૃત કરો. |
10:16 | FluxTubes લાઈબ્રેરીમાં SaturatedInductor ક્લાસને સિમ્યુલેટ કરો. |
10:21 | અમુક ઈનપુટ વેરીએબલોની વેલ્યુઓ બદલો અને ફરીથી સિમ્યુલેટ કરો. |
10:26 | i અને વેરીએબલ r નાં LossPower વચ્ચે એક Parametric plot આલેખો. |
10:32 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
10:53 | શું તમને આ Spoken Tutorial વિશે કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો. |
11:00 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
11:15 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. |
11:22 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
11:31 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
11:40 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |