OpenFOAM/C3/Exporting-geometry-from-Salome-to-OpenFOAM/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, Exporting the geometry from Salome to OpenFOAM પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે જોશું: Salome માં મેશ થયેલ ભૂમિતિ ભાગોને ગ્રુપ (સમૂહ) કરવા geometry ને OpenFOAM માં export કરવી. simulation માટે એક case directory બનાવવી અને geometry ને ParaView માં જોવી. |
00:26 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: Linux operating system, Ubuntu આવૃત્તિ 12.10 , OpenFOAM આવૃત્તિ 2.1.1 ParaView આવૃત્તિ 3.12.0 ,Salome આવૃત્તિ 6.6.0 |
00:41 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, શીખનારે પહેલા Creating and meshing a Curved-Pipe Geometry in Salome પરનું ટ્યુટોરીયલ કરવું જોઈએ. |
00:52 | પાછલા ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે Salome ખોલો. file >> Open પર જાવ. Desktop પર જાવ. Curved-geometry.hdf પર ક્લિક કરો. |
01:04 | Open દબાવો. Modules ડ્રોપ-ડાઉન વિકલ્પમાંથી mesh-module પર જાવ. |
01:12 | object Browser માંથી 'Mesh' tree ખોલો. |
01:17 | Mesh_1 પર જમણું-ક્લિક કરો. Show પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે geometry પર mesh દૃશ્યમાન છે. |
01:28 | ચાલો હું python console window ને બંધ કરું. |
01:32 | હવે, આપણે મેશ થયેલ ભૂમિતિનાં ભાગોને નામ આપવું પડશે કારણ કે આપણને તે OpenFOAM માં જોઈએ છે. |
01:39 | આ mesh પર Groups બનાવવા માટે, Mesh_1 પર જમણું-ક્લિક કરો અને Create Group પર ક્લિક કરો. |
01:48 | Element Type ને Face તરીકે પસંદ કરો. Group type ને Group on Geometry તરીકે પસંદ કરો. |
01:57 | Geometrical Object ની સામેનું બટન ક્લિક કરો અને પસંદ કરો Direct Geometrical Selection. |
02:07 | Object Browser માં 'Geometry' tree ખોલો. pipe_1 tree ખોલો અને geometry tree માં inlet ગ્રુપ પસંદ કરો જે આપણે પાછલા ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું. |
02:22 | તમે color એ લાલ તરીકે પસંદ કરી શકો છો. |
02:26 | group ને inlet તરીકે નામ આપો. Apply and close ક્લિક કરો. inlet ગ્રુપ એ ટ્રીમાં દેખાય છે. |
02:37 | એજપ્રમાણે, outlet ગ્રુપ બનાવો. મેં outlet ગ્રુપ બનાવ્યું છે. |
02:44 | હવે, સમગ્ર બાહ્ય સપાટીનું group બનાવવા માટે, mesh_1 >> Create group પર જમણું-ક્લિક કરો. |
02:53 | Element Type ને Face તરીકે અને Group Type ને Group on filter તરીકે પસંદ કરો. |
03:00 | Set filter પર ક્લિક કરો. Add બટન પર ક્લિક કરો. Criterion મેનુ નીચે આવેલ ડ્રોપ-ડાઉન વિકલ્પમાં, Free Faces પસંદ કરો. Apply and Close પર ક્લિક કરો. |
03:17 | તમે color ને ભૂરામાં બદલી શકો છો. |
03:23 | ફરીથી Apply and Close પર ક્લિક કરો. Group_1 બની ગયું છે. |
03:31 | હવે, ઉપર આવેલ mesh મેનુમાં, Cut groups પર ક્લિક કરો. Main object ને Group_1 તરીકે પસંદ કરો. Tool object ને inlet તરીકે પસંદ કરો. |
03:45 | કીબોર્ડ પર shift key દબાવી રાખો અને સાથે જ Tool object ને outlet તરીકે પસંદ કરો. |
03:54 | Result name ને walls તરીકે ટાઈપ કરો. |
03:58 | તમે color ને જાંબુડી તરીકે પસંદ કરી શકો છો. Apply and Close પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે walls ગ્રુપ બની ગયું છે. |
04:10 | Group_1 પર જમણું-ક્લિક કરો અને આ ગ્રુપને delete કરો કારણ કે આપણે તેને OpenFOAM માં દર્શાવવા નથી ઈચ્છતા. |
04:20 | save document વિકલ્પ પર ક્લિક કરીને કાર્યને Save કરો. |
04:24 | હવે, mesh_1 પર જમણું-ક્લિક કરો. Export >> Unv File પર જાવ. |
04:33 | ફાઈલને bentpipe તરીકે નામ આપો. હું આ ફાઈલને ડેસ્કટોપ પર સંગ્રહી રહ્યો છું. Salome બંધ કરો. આપણને ડેસ્કટોપ પર bentpipe.unv ફાઈલ દેખાય છે. |
04:50 | ડેસ્કટોપ પર "bentpipe" નામનું ફોલ્ડર બનાવો. |
04:55 | હવે, "bentpipe.unv" ફાઈલને આ ફોલ્ડરમાં ખસેડો. |
05:01 | ઓપનફોમમાં આ geometry પર icoFoam solver વાપરીને સીમ્યુલેશન કરવા માટે, ઓપનફોમમાનાં icoFoam ફોલ્ડર પર જાવ. |
05:10 | આ ફોલ્ડરનાં સ્થાન માટે, lid driven cavity પરનાં ટ્યુટોરીયલ પર જાવ. |
05:15 | "bentpipe" ફોલ્ડરને ડેસ્કટોપ પર, આ icoFoam ફોલ્ડરમાં Copy અને Paste કરો. |
05:22 | સાથે જ, system ફોલ્ડરને cavity ફોલ્ડરમાંથી આ bentpipe ફોલ્ડરમાં કોપી કરો. |
05:32 | હવે, command terminal મારફતે આ bentpipe ફોલ્ડરની અંદર જાવ. હું bentpipe ફોલ્ડરની અંદર છું. |
05:41 | ટાઈપ કરો "ls" અને Enter દબાવો. આપણે જોઈએ છીએ system ફોલ્ડર અને bentpipe.unv ફાઈલ. |
05:49 | હવે, ટાઈપ કરો: ideasUnvToFoam space bentpipe dot unv. નોંધ લો U, T અને F આ કેપિટલમાં છે. Enter દબાવો. |
06:11 | હવે, ટાઈપ કરો "ls". આપણે જોઈએ છીએ કે constant ફોલ્ડર બની ગયું છે. ટાઈપ કરો cd (space) Constant. |
06:23 | ટાઈપ કરો cd (space) polyMesh. ટાઈપ કરો "ls". Enter દબાવો. |
06:31 | આપણે જોઈએ છીએ કે geometry ફાઈલો બની ગયી છે. polyMesh ફોલ્ડરથી બહાર નીકળો. |
06:38 | constant ફોલ્ડરમાંથી બહાર આવો. |
06:42 | હવે, geometry scale ને સેન્ટીમીટરમાં પરિવર્તિત કરવા માટે, ટાઈપ કરો: transformPoints (space) -scale space '(0.01 space 0.01 space 0.01)' અને Enter દબાવો. Geometry સેન્ટીમીટરમાં પરિવર્તિત થઇ ગયી છે. |
07:17 | ટર્મિનલને મીનીમાઈઝ કરો. bentpipe ફોલ્ડરની અંદર જાવ. |
07:23 | constant folder ની અંદર જાવ. આપણને transportProperties ફાઈલ ત્યાં દેખાતી નથી. |
07:30 | transportProperties ફાઈલને cavity ફોલ્ડરમાંથી કોપી કરો અને તેને constant ફોલ્ડરની અંદર save કરો. |
07:37 | મેં transport Properties ફાઈલ કોપી કરી દીધી છે. હવે, constant ફોલ્ડરથી બહાર નીકળો. |
07:44 | આપણને જોઈએ છે 'P' અને 'U' ફાઈલો ધરાવતું 0 (zero) ફોલ્ડર. '0 '(zero) ફોલ્ડરને cavity ફોલ્ડરમાંથી Copy કરો. |
07:55 | મેં '0' (zero) ફોલ્ડર કોપી કરી લીધું છે. '0' (zero) ફોલ્ડરની અંદર જાવ. |
08:02 | 'p' ફાઈલ ખોલો. એ વાતની ખાતરી કરી લો કે તમે inlet, outlet અને walls માટે boundary patches આપો જે કે આપણે Salome માં બનાવ્યા હતા. |
08:15 | movingWall મટાડો અને ટાઈપ કરો "inlet". fixedWalls મટાડો અને ટાઈપ કરો "outlet". |
08:25 | frontAndBack મટાડો અને ટાઈપ કરો "walls". ફાઈલને Save કરો અને Close કરો. |
08:34 | એજપ્રમાણે, 'U' ફાઈલમાં ફેરફાર કરો. યોગ્ય boundary conditions માટે, તમે Hagen-Poiseuille flow પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લઇ શકો છો. |
08:46 | મેં ફેરફાર કરી લીધા છે અને યોગ્ય boundary conditions આપી દીધી છે. |
08:51 | Hagen-Poiseuille flow પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લઈને તમે transportProperties અને ControlDict ફાઈલોમાં પણ ફેરફાર કરી શકો છો. |
09:00 | ચાલો Home ફોલ્ડર બંધ કરીએ. |
09:03 | હવે, ટર્મિનલ પર જાવ. ટાઈપ કરો paraFoam. આનાથી ParaView ખુલશે. Object Inspector મેનુમાં Apply પર ક્લિક કરો. |
09:16 | ડ્રોપ-ડાઉન મેનુમાં. Surface with Edges પર ક્લિક કરો. ચાલો ઝૂમ ઇન કરીને નજીકથી જોઈએ. |
09:28 | આપણે જોઈએ છીએ hexahedral mesh. સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે groups એ પ્રમાણે બની ગયા છે જેમ આપણે Salome- Inlet outlet અને walls માં નામ આપ્યા હતા. |
09:38 | surface અંતર્ગત આવેલ Volume આપમેળે internal mesh તરીકે ગ્રુપ થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Salome માં મેશ કરેલ ભૂમિતિ ભાગોને કેવી રીતે group કરવા geometry ને ઓપનફોમમાં કેવી રીતે export કરવી. simulation માટે case directory કેવી રીતે બનાવવી અને, geometry ને ParaView માં જોવી. |
10:00 | એસાઈનમેંટ તરીકે, વર્ણન કર્યા પ્રમાણે ફાઈલોમાં યોગ્ય ફેરફારો કરીને સિમ્યુલેશન Run કરો. તમે પોતેથી બનાવેલી geometries ને Export કરો. અને, તે geometries પર simulations ને run કરો. |
10:14 | આપેલ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
10:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:40 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:58 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |