Moodle-Learning-Management-System/C2/Users-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Users in Moodle પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:

user ને ઉમેરવું છે

user’s profile એડીટ કરવી છે

users ને જથ્થામાં અપલોડ કરવા છે

00:17 આ ટ્યુટોરીયલને આપેલ વાપરીને રેકોર્ડ કરવામાં આવ્યું છે:

Ubuntu Linux OS 16.04

Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ

Moodle 3.3 અને

Firefox વેબ બ્રાઉઝર

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:43 જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
00:51 આ ટ્યુટોરીયલ શીખનારાઓ પાસે તેમની Moodle વેબસાઈટ પર અમુક courses બનાવેલા હોવા જોઈએ.

જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં પાછલા Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.

01:05 બ્રાઉઝર પર જાવ અને તમારી Moodle વેબસાઈટ પર, તમારા admin username અને

password ને વાપરીને લોગીન કરો.

01:14 હવે. આપણે Moodle માં એક નવો user કેવી રીતે બનાવવો છે તે શીખીશું.
01:19 Navigation block માં, Site Administration પર ક્લિક કરો અને ત્યારબાદ

Users ટેબ પર ક્લિક કરો.

01:28 Add a new user વિકલ્પ પર ક્લિક કરો.
01:32 username હું adminuser2 તરીકે દાખલ કરીશ.
01:37 નીચે સ્ક્રોલ કરીને New Password ફિલ્ડ પર જાવ.

Click to enter text લીંક પર ક્લિક કરો.

01:45 કૃપા કરી નોંધ લો- password એ અહીં દર્શાવેલ નિયમો અનુસરવા જોઈએ.
01:51 મારા password તરીકે હું દાખલ કરીશ Spokentutorial1@.
01:57 Force password change ચેકબોક્સ પર ક્લિક કરો.
02:02 આનાથી નવો user જ્યારે પહેલી વાર લોગીન કરે છે ત્યારે તેને/તેણીને તેનો password બળપૂર્વક બદલવા માટે

પૂછવામાં આવે છે.

02:10 બાકી બચેલી વિગતો તમારી પસંદગી મુજબ દાખલ કરો, જેવું કે અહીં દર્શાવાયું છે.
02:16 Email display માં, નોંધ લો, મેં પસંદ કર્યું છે Allow everyone to see my email

address. આ એટલા માટે કારણ કે પછીથી હું આ user ને admin user બનાવવા જઈ રહ્યી છું.

02:30 પરંતુ આ અન્ય users જેમ કે teachers અને students માટે શ્રેષ્ઠતાથી ટાળવામાં આવે

છે.

02:37 હમણાં માટે આપણે City/Town ફિલ્ડ ખાલી રહેવા દઈશું. આને આપણે પછીથી અપડેટ કરીશું, જ્યારે આપણે આ

user ને એડીટ કરીશું.

02:47 ત્યારબાદ અહીં દર્શાવ્યા પ્રમાણે, કન્ટ્રી (દેશ) અને ટાઈમઝોન પસંદ કરો.
02:52 બાકી બચેલા ફીલ્ડોને ચાલો મૂળભૂત સુયોજિત રહેવા દઈશું.
02:56 ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને Create user બટન પર ક્લિક કરો.
03:01 હવે આપણી પાસે 2 users છે. System Admin2 user પર ક્લિક કરો જે કે આપણે હમણાં જ બનાવ્યું છે.
03:10 આપણે આ user’s profile ને જમણી બાજુએ આવેલ Edit Profile લીંક પર ક્લિક કરીને, એડીટ

કરી શકીએ છીએ. City/Town ટેક્સ્ટબોક્સમાં ચાલો Mumbai દાખલ કરીએ.

03:22 ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને Update profile બટન ક્લિક કરો. આજ પ્રમાણે, આપણે કોઈપણ વપરાશકર્તા માટે કઈ પણ

માહિતી એડીટ કરી શકીએ છીએ.

03:33 આ નવા user ની જમણી બાજુએ આવેલ 3 આઈકોનો તરફે જુઓ. તે દરેક શું કરે છે તે જોવા માટે તેનાં પર કર્સર ફેરવો.
03:43 delete આઇકોન user ને રદ્દ કરશે.

કૃપા કરી નોંધ લો:

વપરાશકર્તાને રદ્દ કરવાથી તમામ user ડેટા રદ્દ થઇ જશે, જેમાં તેનું/તેણીનું કોર્સ રજીસ્ટ્રેશન, ગ્રેડ્સ વગેરેનો સમાવેશ થાય છે.

તેથી, આ વિકલ્પનો ઉપયોગ અત્યંત સાવચેતી સાથે કરવો જોઈએ.

04:03 eye આઇકોન user ને સસ્પેન્ડ (સ્થગિત) કરશે. user ને સસ્પેન્ડ કરવું એટલે કે તેનું/તેણીનું એકાઉન્ટ

નિષ્ક્રિય કરવું.

04:13 તો, user હવે લોગીન કરી શકશે નહી, પણ તેનું/તેણીનું રજીસ્ટ્રેશન્સ, ગ્રેડ્સ, વગેરે યથાવત રહે છે.
04:24 user ને રદ્દ કરવા કરતા આ વધારે સારું છે.
04:29 આનાથી ભવિષ્યમાં કાર્ય હેતુ તે રેકોર્ડ સાચવી રાખે છે અને તમને જોઈએ ત્યારે, તમે user ને પાછું, સક્રિય કરી શકો છો.
04:37 આગળ છે gear આઇકોન. આ આપણને Edit profile પેજ પર લઇ જશે.
04:43 નોંધ લો, Admin User આગળ delete અને suspend આઈકોનો દેખાતા નથી.
04:51 આ એટલા માટે કારણ કે main system administrator ને રદ્દ કે નિષ્ક્રિય કરી શકાતું નથી.
04:59 હવે, ચાલો users ને જથ્થામાં ઉમેરતા શીખીએ, એટલે કે, એકી વારમાં.
05:05 આ માટે, આપણને અમુક ચોક્કસ ફોર્મેટમાં અમુક ડેટા સહીત એક ફાઈલ અપલોડ કરવી પડશે. માન્ય કરેલ ફાઈલ પ્રકાર છે CSV.
05:16 હું user-details-upoad.csv ફાઈલ ખોલીશ જે મેં ડેમોનસ્ટ્રેશન માટે પહેલાથી જ બનાવી છે.
05:25 હું વાપરી રહ્યી છું LibreOffice Calc - જે LibreOffice Suite નું સ્પ્રેડશીટ કમ્પોનેન્ટ (ઘટક) છે.
05:32 આ ફાઈલમાં આપેલ કોલમો છે:

username

password

firstname

lastname

email

આ 5 ફીલ્ડો અનિવાર્ય ફીલ્ડો છે.

05:47 અહીં કેટલાક વધુ ફીલ્ડો છે, જે કે વૈકલ્પિક છે:

institution

department

phone1

address

course1

role1

05:58 નોંધ લો field titles એવું જ હોવું જોઈએ જેવું આ સ્પ્રેડશીટમાં લખેલું છે એટલે કે લોઅરકેસમાં.

નહી તો અપલોડ કરતી વખતે એરર ફેંકાશે.

06:11 આપણી પાસે જો ફક્ત એક course હોય જેમાં user ને એનરોલ કરવું છે, તો આપણે fields

title માં 1 પ્રત્યય લગાડીશું.

06:19 જો વધુ courses હોય જેમાં users ને એનરોલ કરવું છે તો, course2, role2, વગેરે

સાથે વધુ કોલમો ઉમેરો.

06:29 કૃપા કરી નોંધ લો:

તમને Course short name, course1 ફિલ્ડમાં ઈનપુટ (પ્રવિષ્ટ) કરવું જોઈએ અને Role

short name , role1 ફિલ્ડમાં ઈનપુટ (પ્રવિષ્ટ) કરવું જોઈએ.

06:39 Role short name, વિદ્યાર્થી માટે છે student અને શિક્ષક માટે છે

editingteacher.

06:47 મારી પાસે CSV ફાઈલમાં 3 users છે:

System Admin2 યુજર જે પહેલાથી જ મેન્યુલી બનાવ્યું હતું. ફક્ત 5 ફરજીયાત ફીલ્ડો વાળો એક યુઝર આ દેખાડવા માટે કે અન્ય

ફિલ્ડ વૈકલ્પિક છે અને એક યુઝર બધી વિગતો સાથે છે. સાથે છે.


07:08 CSV ફાઈલ આ ટ્યુટોરીયલના Code files વિભાગમાં ઉપલબ્ધ છે . તમે આને ડાઉનલોડ અને ઉપયોગ કરી શકો છો.
07:17 ટ્યુટોરીયલના Additional Reading Material માં CSV ફાઈલના વિશે વધુ માહિતી છે.


07:25 ચાલો બ્રાઉઝર વિન્ડો પર પાછા જઈએ .
07:29 Navigation block માં Site Administration પર ક્લિક કરો.
07:34 ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો. Accounts વિભાગમાં Upload Users પર ક્લિક કરો.
07:43 Choose a file બટન પર ક્લિક કરો.File picker ટાઈટલ સાથે એક પોપઅપ વિન્ડો ખુલે છે.
07:51 જો પોપઅપ વિન્ડો પહેલાથી ત્યાં ના હોય તો ડાબી બાજુના મેનુમાં Upload a file લીંક પર ક્લિક કરો.
07:59 Click on Browse / Choose a file બટન પર ક્લિક કરો જે તમારી સ્ક્રીન પર ક્યા પણ દ્રશ્યમાન છે. સેવ

કરેલ ફોલ્ડર ને બ્રાઉઝ કરો અને CSV ફાઈલ પસંદ કરો.

08:11 હું બાકી બચેલ બધી ફિલ્ડ્સ ને મૂળભૂત જ રહેવા દઈશ.
08:15 પેજના નીચે Upload this file બટન પર ક્લિક કરો.
08:21 સામન સ્ક્રીન રીફ્રેશ થાય છે, હવે ટેક્સ્ટ ફિલ્ડમાં લખેલ ફાઈલ નામ ના સાથે આવે છે.
08:27 નીચેનું બટન હવે Upload users. માં બદલાઈ ગયું છે , તે Upload users બટન પર ક્લિક કરો.
08:35 આગળનું પેજ તે યુઝરો નું પ્રિવ્યુ બતાડે છે જેને આપણે અપલોડ કરી રહ્યા છીએ. તપાસો કે વેલ્યુ સાચી છે . હવે Settings વિભાગ

પસંદ કરો.


08:48 Upload type ડ્રોપડાઉન 4 વિકલ્પો ધરાવે છે.
08:53 મોજુદ યુઝર્સ ના રિકોર્ડ ને અપડેટ કરવા માટે આ 3 વિકલ્પો નો ઉપયોગ કરી શકાય છે . આપણે Add new only, skip

existing users પસંદ કરીશું.


09:05 આનો અર્થ એ છે કે જો username પહેલાથી જ મોજુદ હોય તો તેણે ઉમેરવામાં આવશે નહી.
09:11 New user password ડ્રોપડાઉન થી Field required in file પસંદ કરો.
09:17 Force password change માં All પસંદ કરો. જયરે તે પહેલી વાર લોગીન કરશે તો આ બધા યુઝર્સને

પાસવર્ડ બદલવા માટે કહે છે.

09:27 આપણે આ સેક્શનમાં અન્ય ફિલ્ડ્સ ને ડીફોલ્ટ રહેવા દઈશું.


09:32 ચાલો હવે Default values વિભાગ ને જોઈએ.


09:36 Email display, અંતર્ગત Allow only other course members to see my

email address પસંદ કરો.

09:44 તમે ડીફોલ્ટ ફિલ્ડ્સ ને ઈનપુટ કરી શકો છો, જો આ બધા યુઝર્સ ના માટે સમાન છે. આ ફિલ્ડ્સ નો ઉપયોગ બધા અપલોડ કરેલ યુઝર્સ ના માટેકરવામાં

આવશે.

09:55 City/Town માં હું Mumbai ટાઈપ કરીશ.


09:59 આગળ Show more… પર ક્લિક કરો. અહી હજી પણ વધુ ફિલ્ડ્સ છે જેમાં ડેટા ઉમેરી શકીએ છીએ.


10:07 નોંધ લો કે તેમાંથી કોઈ પણ અનિવાર્ય નથી. તેથી હું આને હમણાં માટે ખાલી છોડી દઈશ.


10:15 પેજના નીચે Upload users બટન પર ક્લિક કરો.
10:20 અહી પ્રદશિત Upload users results ટેબલના સ્ટેટ્સ કોલમ ને જુઓ.


10:27 પ્રથમ user ના માટે સ્ટેટ્સ મેસેજ છે: User not added - already registered.


10:35 user સીસ્ટમ માં પહેલાથી જ મોજુદ છે તેથી આને સ્કીપ કરવામાં આવ્યું હતું .
10:40 બચેલા users ને New users તરીકે ઉમેરવામાં આવ્યા હતા.
10:45 અહી પ્રદશિત સ્ટેટ્સ જુઓ.
10:49 Weak passwords એ છે જે password નિયમનું અનુસરણ કરતા નથી. rules.
10:54 જ્યારે કે સીસ્ટમમાં અપલોડ કરવામાં આવશે , પરતું એક વિશિષ્ટ passwords રાખવો એ સારું રહે છે.


11:01 Continue બટન પર ક્લિક કરો. આપણા દ્વારા બનાવેલ બધા users ને જુઓ.


11:08 Site Administration. પર ક્લિક કરો, ત્યારબાદ Users ટેબ પર ક્લિક કરો.

Accounts વિભાગના અંદર ' Browse list of users. પર ક્લિક કરો.

11:20 હવે આપણી પાસે 4 users છે.
11:23 આ સાથે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.

ચાલો સારાંશ લઈએ.

11:29 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:

user ને ઉમેરવું

user’s profile એડીટ કરવી

users ને જથ્થામાં અપલોડ કરવા

11:39 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

11:47 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.

વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

11:55 કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
12:00 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India

દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.

12:11 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
12:15 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki