Moodle-Learning-Management-System/C2/Quiz-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Moodle. માં Quiz પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:

Moodle માં Quiz બનાવવું

Quiz માં Question bank ના પ્રશ્નોનો ઉપયોગ કરો.

00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ:

Ubuntu Linux OS 16.04

Apache, MariaDB અને PHP ને XAMPP 5.6.30 દ્વારા મેળવેલ

Moodle 3.3 અને

Firefox વેબ બ્રાઉઝર

તમે તમારી પસંદગીના કોઈપણ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.

00:40 જો કે,Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
00:48 આ ટ્યુટોરીયલ ધારે છે કે તમારા site administrator અને તમે teacher. તરીકે રજીસ્ટર કર્યા છે.

અને તમે ઓછામાં ઓછો એક કોર્સ આપ્યો છે.

00:59 તે પણ ધારે છે કે તમે તમારા course માટે question bank પર અમુક પ્રશ્નો ઉમેર્યા છે.

જો નથી, તો કૃપા કરીને આ વેબસાઇટ પર સંબંધિતMoodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.

01:12 બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી Moodle site. પર લૉગિન કરો.
01:18 ડાબી બાજુએ navigation menu. માં Calculus course પર ક્લિક કરો.
01:22 ઉપર જમણી બાજુ gear icon પર ક્લિક કરો અને પછી Turn Editing On પર ક્લિક કરો.
01:29 Basic Calculus વિભાગના તળિયે જમણે લિંક Add an activity or resource પર ક્લિક કરો.
01:37 નીચે સ્ક્રોલ કરો અને activity chooser માં Quiz પસંદ કરો.
01:42 activity chooser. માં નીચે Add button પર ક્લિક કરો.
01:47 Name ફિલ્ડમાં ,હું ટાઈપ કરીશ Quiz 1 - Evolutes and involutes.
01:54 ત્યારબાદ Description field માં, હું બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ ટાઈપ કરીશ.
02:00 Display description on course page ચેકબોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ આપણે Timing વિભાગને વિસ્તૃત કરીશું.
02:09 અને Open the quiz, Close the quiz અને Time limit માટે ચેકબોક્સ સક્રિય કરો.
02:17 આ આપેલ તારીખો પર અને ચોક્કસ સમય અવધિ માટે ક્વિઝને ખોલશે અને બંધ કરશે.
02:25 તમારી આવશ્યકતાઓ મુજબ તારીખો અને સમય સેટ કરો. મેં તેમને અહીં દર્શાવ્યા મુજબ સુયોજિત કર્યા છે.
02:32 પછી હું સમય મર્યાદાને 10 મિનિટ જેટલો સમય આપીશ.
02:37 When time expires field પાસે 3 વિકલ્પો છે. તમારા quiz માટે યોગ્ય છે તે પસંદ કરો.
02:47 હું Open attempts are submitted automatically પસંદ કરીશ. તેથી જો વિદ્યાર્થી સબમિટ કરવામાં નિષ્ફળ જાય, તો quiz 10 મિનિટ પછી આપમેળે સબમિટ કરવામાં આવશે.
03:01 હવે, ચાલો grade વિભાગને વિસ્તૃત કરીએ.
03:05 Grade to pass field' માં હું passing grade તરીકે 2 ટાઈપ કરીશ. . આનો અર્થ એ છે કે આ quiz પાસ કરવા માટે વિદ્યાર્થીને ઓછામાં ઓછા 2 ગુણની જરૂર પડશે.
03:18 Attempts allowed ફિલ્ડમાં હું 1 પસંદ કરીશ. જો આપણે ઉચ્ચ સંખ્યા પસંદ કરીએ છીએ, તો વિદ્યાર્થી ઘણી વખત તે જ ક્વિઝનો પ્રયત્ન કરી શકશે.
03:32 નોંધ લો કે Grading method ડ્રોપડાઉન અક્ષમ છે.
03:37 આ ફક્ત ત્યારે જ સક્ષમ છે જ્યારે એક કરતાં વધુ પ્રયાસોની મંજૂરી છે.શિક્ષક પછી ગ્રેડ કરવાના કયા પ્રયાસને પસંદ કરી શકે છે.
03:47 હવે Layout વિભાગ વિસ્તૃત કરો. અહીં, quiz ના લેઆઉટનો ઉલ્લેખ કરવા માટેના વિકલ્પો છે.
03:56 ડિફૉલ્ટ રૂપે, New page field' ડ્રોપડાઉન',Every question વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
04:04 બધા વિકલ્પો જોવા માટે New page field ડ્રોપડાઉન પર ક્લિક કરો.
04:09 હું Every 2 questions વિકલ્પ પસંદ કરીશ . તમે તમારી પસંદ મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.
04:17 આગળ આપણે Question behaviour વિભાગને વિસ્તૃત કરીશું
04:22 Shuffle within questions ડ્રોપડાઉન માટે Yes પસંદ કરો.
04:27 આમ કરવાથી, દરેક પ્રશ્નમાંના બધા વિકલ્પો, શફલ કરવામાં આવશે.
04:33 તેથી, દરેક વિદ્યાર્થી તેમના quiz માં પ્રશ્નો અને વિકલ્પોની એક અલગ ગોઠવણ જોશે.
04:40 help icon પર ક્લિક કરો How questions behave ડ્રોપડાઉન માટે વિગતો વાંચો.
04:47 હું અહીં Deferred feedback વિકલ્પ આપીશ. તેથી મારા વિદ્યાર્થીઓ તેમના પ્રયાસ સબમિટ થયા પછી જ પ્રતિસાદ જોશે.
04:57 આગળ, તેને વિસ્તૃત કરવા માટે Overall feedback વિભાગ પર ક્લિક કરો.
05:02 Overall feedback ક્વિઝ સબમિટ કર્યા પછી અને સ્વયં-ગ્રેડિત થયા પછી વિદ્યાર્થીને બતાવવામાં આવતો ટેક્સ્ટ છે.
05:10 વિદ્યાર્થી દ્વારા મેળવેલ grade પર આધારીત શિક્ષકો feedback આપી શકે છે.
05:17 grade boundary 100%. માટે હું feedback તરીકે હું Excellent performance ટાઈપ કરીશ.
05:25 જે વિદ્યાર્થીઓ 50%' 'અને' 100% ની વચ્ચે સ્કોર કરે છે તે"Excellent performance" મેસેજ જોશે.
05:33 અને grade boundary 50%.' માટે feedback તરીકે You need to work harder મેસેજ મળશે.
05:40 જે વિદ્યાર્થીઓ 0% અને 49.99% ની વચ્ચે સ્કોર કરે છે તે "You need to work harder" જોશે.
05:49 હવે, નીચે સ્ક્રોલ કરો અને Activity completion વિભાગ પર ક્લિક કરો.
05:54 Completion Tracking field માટે ડ્રોપડાઉન પર ક્લિક કરો. Show activity as complete when conditions are met. વિકલ્પ પસંદ કરો.
06:05 Require grade અને Require passing grade માટે ચેકબોક્સ ચેક કરો.
06:13 અંતે, પૃષ્ઠના તળિયે Save and display બટન પર ક્લિક કરો.
06:20 આપણે quiz ' શીર્ષક સાથે નવા પૃષ્ઠ પર લાવ્યા છીએ જે આપણે આપ્યું છે. વાંચો અને ચકાસો કે પહેલા આપેલી બધી વિગતો અહીં પ્રદર્શિત થાય છે.
06:31 અહીં તમે એક સંદેશ મુખ્યત્વે પ્રદર્શિત કરી શકો છો - No questions have been added yet.
06:38 quiz પર પ્રશ્નો ઉમેરવા માટે Edit quiz બટન પર ક્લિક કરો.
06:44 ઉપર જમણી બાજુએ Maximum grade તરીકે ટાઈપ કરો 4.
06:50 quiz વિભાગની ડાબી બાજુએ પેન્સિલ આયકન અમને quiz ના શીર્ષકને સંપાદિત કરવાની મંજૂરી આપે છે.

જ્યારે quiz પાસે બહુવિધ વિભાગો હોય ત્યારે તે ઉપયોગી છે.

07:03 હું Section 1 લખીશ અને Enter દબાવીશ.
07:08 ત્યારબાદ જમણી બાજુએ Shuffle ને ચેકબોક્સને ચેક કરો. આ ખાતરી કરે છે કે quiz ના પ્રયાસની દર વખતે પ્રશ્નો શફલ થઈ જાય છે.
07:20 Shuffle ચેકબોક્સ ના નીચે Add લિંક પર ક્લિક કરો.
07:25 અહીં 3 વિકલ્પો છે:

a new question

from question bank

a random question

07:34 નામ સૂચવે છે, a new question લિંક આપણને એક નવો પ્રશ્ન ઉમેરવા માટે સક્ષમ કરે છે. તેથી, હું આ વિકલ્પ પસંદ કરતી નથી.
07:44 from question bank લિંક પર ક્લિક કરો.
07:48 પોપ-અપ વિન્ડો ખુલે છે. જ્યારે તમે દરેક વિદ્યાર્થી માટે પ્રશ્નોના નિયત સમૂહ ઇચ્છો છો ત્યારે આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે.
07:58 પસંદ કરેલ category તે course માટે 'ડિફૉલ્ટcategory હશે.
08:04 વિકલ્પ Also show questions from subcategories ડિફૉલ્ટ રૂપે પસંદ કરવામાં આવે છે.
08:12 Also show old questions અગાઉના quizzes માં વપરાતા પ્રશ્નો બતાવે છે.
08:19 તમે જે પ્રશ્નો ઉમેરવા માંગો છો તે પસંદ કરી શકો છો, જેમ હું હમણાં કરી રહી છું. અને ત્યારબાદ નીચે Add selected questions to the quiz પર ક્લિક કરો.
08:32 જો કે, હું તે કરીશ નહીં. હું ઉપરની જમણી બાજુએ X ચિહ્ન પર ક્લિક કરીને આ વિંડો બંધ કરીશ.
08:40 ફરીથી એક વાર Shuffle ના નીચે Add લિંક પર ક્લિક કરો. a random question લિંકપર ક્લિક કરો અન્ય પૉપ-અપ વિન્ડો ખુલે છે.
08:51 આ વિકલ્પ સાથે, દરેક વિદ્યાર્થી અલગ અલગ પ્રશ્નોનો સમૂહ જોશે . અને quiz નો પ્રયાસ કરતી વખતે તેમના જવાબોની ચર્ચા કરવી મુશ્કેલ બનશે.
09:03 Random question from an existing category અંદર હું category તરીકે Evolutes પસંદ કરીશ.
09:11 Number of random questions માં હું પસંદ કરીશ 2.
09:16 ત્યારબાદ આ ડ્રોપડાઉન નીચે Add random question બટન પર ક્લિક કરો.
09:23 2 રેન્ડમ પ્રશ્નો આquiz માંથી 'Evolutes category. ઉમેરવામાં આવ્યા છે.
09:29 એકવાર ફરીથી જમણે Add લિંક પર ક્લિક કરો.
09:34 a random question લિંક પર ક્લિક કરો. category તરીકે Involutes અને Number of random questions 2 તરીકે પસંદ કરો.
09:44 ત્યારબાદ Add random question બટન પર ક્લિક કરો.
09:48 quiz બંને Involutes માંથી, 2 વધુ પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે.
09:55 નોંધ લો કે quiz આપમેળે બે પેજમાં વહેંચાયેલું છે. આ તે છે કારણ કે અમે પહેલા આ વિકલ્પ Quiz Settings. માં આપ્યો હતો.
10:07 ઉપરના જમણે, બીજા પ્રશ્ન નીચે ઍડ લિંક પર ક્લિક કરો.
10:13 a new section heading લિંક પર ક્લિક કરો.
10:18 heading ના નામને સંપાદિત કરવા માટે પેન્સિલ આયકન પર ક્લિક કરો.
10:23 હું Section 2 ટાઈપ કરીશ અને Enter દબાવીશ.
10:27 quiz ને સેવ કરવા માટે ઉપર જમણી બાજુએ Save button પર ક્લિક કરો.
10:32 દરેક quiz પ્રશ્નનો જમણે 2 આઇકનો છે. Preview question અને Delete . આ સ્વ-સમજૂતી છે.
10:43 Delete question આ પ્રશ્ન quiz માંથી કાઢી નાખશે .પરંતુ પ્રશ્ન question bank હજી પણ અસ્તિત્વમાં રહેશે.
10:51 breadcrumbs માં quiz નામ પર ક્લિક કરો.
10:56 જમણી બાજુએ gear menu માંPreview quiz 'બટન પર ક્લિક કરો.
11:02 આ એક પુષ્ટિ વિન્ડો ખોલે છે. આ વિદ્યાર્થીઓને જણાવે છે કે ક્વિઝ સમય સમાપ્ત થયો છે અને તેમની પાસે Start અથવા Cancel નો વિકલ્પ છે.
11:14 હું Start attempt બટન પર ક્લિક કરીશ.
11:18 સ્ક્રીન ની જમણી બાજુએ Quiz navigation block છે.
11:23 તે ટાઇમર સાથે પ્રશ્નો વિભાગ મુજબ બતાવે છે.
11:29 આ ફિલ્ડમાંથી સીધા જ પ્રશ્નને સંપાદિત કરવાનો વિકલ્પ પણ છે.
11:35 navigation block માં Finish attempt લિંક પર ક્લિક કરો.
11:40 દરેક પ્રશ્નનો દર, પ્રશ્નના નામની બાજુમાં બતાવવામાં આવે છે.
11:45 પૃષ્ઠના તળિયે Submit all and finish બટન પર ક્લિક કરો.
11:51 પુષ્ટિકરણ પૉપ-અપ માં પૃષ્ઠના તળિયેSubmit all and finish બટન પર ક્લિક કરો.
11:58 નોંધ લો કે grade, overall feedback અને પ્રશ્ન વિશિષ્ટ' feedback એ બધું અહીં બતાવવામાં આવ્યું છે.
12:06 નીચે સ્ક્રોલ કરો Finish review લિંક પર ક્લિક કરો.
12:11 અમે Quiz summary પેજ પર પાછા આવીએ છીએ.
12:15 પેજના ઉપર જમણી બાજુએ gear icon પર ક્લિક કરો. Edit quiz લિંક પર ક્લિક કરો. તમે quiz માંથી પ્રશ્નો ઉમેરી અથવા કાઢી શકો છો.
12:28 જો કે, આ quiz કોઈ પણ વિદ્યાર્થી દ્વારા પ્રયત્ન કરવામાં આવે તે પહેલાં જ થઈ શકે છે.
12:35 જો કોઈ વિદ્યાર્થીએ quiz નો પ્રયાસ કર્યો હોય, તો quiz લૉક થઈ જાય છે. જો કે, પ્રશ્નો જરૂરી હોઈ શકે છે અથવા સંપાદિત કરી શકાય છે.
12:47 આ સાથે, આપણે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
12:53 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે:
Moodle માં Quiz બનાવતા.
Quiz માં  Question bank  ના પ્રશ્નોનો ઉપયોગ કરો.
13:03 અહીં તમારા માટે એક નાની સોંપણી છે.
 evolutes  માટે માટે એક નવી ક્વિઝ ઉમેરો.

વિગતો માટે આ ટ્યુટોરીયલનો Assignment નો સંદર્ભ લો.

13:16 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
13:25 Spoken Tutorial ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે અમને લખો.

13:34 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
13:38 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
13:52 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.
14:03 જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki