Moodle-Learning-Management-System/C2/Courses-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Courses in Moodle પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:

course કેવી રીતે બનાવવું અને courses પર એક્શન્સ (ક્રિયાઓ) કેવી રીતે ભજવવી.

00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા, હું વાપરીશ: Ubuntu Linux OS 16.04
00:24 Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ

Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર

00:38 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:42 જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
00:50 આ ટ્યુટોરીયલ શીખનારાઓને Moodle માં categories બનાવતા આવડવું જોઈએ.
00:56 જો નથી તો, આ વેબસાઈટ પરનાં સંબંધિત Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
01:03 બ્રાઉઝર પર જાવ અને તમારું Moodle હોમપેજ ખોલો. એ વાતની ખાતરી કરી લો કે XAMPP service ચાલી રહ્યી છે કે નહી.
01:11 તમારા admin username અને password વિગતોથી લોગીન કરો.
01:16 આપણે હવે admin dashboard માં છીએ.
01:19 ડાબી બાજુએ નેવિગેશન મેનુ ખોલવા માટે ડ્રોવર મેનુ પર ક્લિક કરો.
01:25 ડાબી બાજુએ, Site Administration પર ક્લિક કરો.
01:29 Courses ટેબ પર ક્લિક કરો અને ત્યારબાદ Manage courses and categories પર.
01:36 નોંધ લો આપણી પાસે અહીં ફક્ત એક category છે, જે છે Mathematics.
01:41 અને બે subcategories: 1st Year Maths અને 2nd Year Maths છે, જે આપણે અગાઉ બનાવી હતી.
01:50 હવે, ચાલો Mathematics અંતર્ગત એક નવો course બનાવીએ.
01:55 તો Create new course પર ક્લિક કરો.
01:59 અને Add a new course સ્ક્રીનમાં, તમામ ફીલ્ડો જોવા માટે, ટોંચે જમણી બાજુએ આવેલ Expand All પર ક્લિક કરો.
02:12 Course full name ટેક્સ્ટબોક્સમાં, આપણે ટાઈપ કરીશું Calculus.
02:18 Course short name માં, આપણે ફરીથી Calculus ટાઈપ કરીશું.
02:24 Course short name નો ઉપયોગ breadcrumbs માં અને course સંબંધી ઈમેઈલમાં થશે.
02:31 course full name થી જુદું પણ હોઈ શકે છે.
02:35 Course CategoryMathematics છે, જેવું કે આપણે જોઈ શકીએ છીએ.
02:40 આગળનો વિકલ્પ છે Course visibility. મૂળભૂત રીતે, Show પસંદ થયેલ છે.
02:48 Visible સેટીંગ એ નક્કી કરે છે કે course ને, અન્ય courses સાથે દર્શાવવામાં આવશે કે નહી.
02:56 સંતાડેલ course ફક્ત તેઓ માટે દૃશ્યિત રહે છે જેઓને course એસાઈન થયું છે, જેમ કે- Admin, Course creator, Teacher, Manager
03:08 હમણાં માટે, આપણે આ સેટીંગ એવી જ રહેવા દઈશું.
03:12 આગળ Course start date આવે છે.
03:16 જો course એક ચોક્કસ તારીખે શરુ થાય છે જેમ કે સત્ર પ્રારંભ તારીખ,તેને start date માં પસંદ કરો.
03:25 એનો અર્થ એ થાય છે કે course વિદ્યાર્થીઓને start date સુધી દેખાશે નહી.
03:32 Course end date, મૂળભૂત રીતે, સક્રિય હોય છે અને કોર્સ જે તારીખે બન્યો છે એજ તારીખે સુયોજિત હોય છે.
03:42 ચાલો ચેકબોક્સ પર ક્લિક કરીને હું તેને નિષ્ક્રિય કરું.

આનો અર્થ એ થશે કે course નો ક્યારે પણ અંત થશે નહી.

03:51 જો કે, course ની જો કોઈ સમાપ્તિ તારીખ હોય તો, તમે ચેકબોક્સને અહીં સક્રિય કરી શકો છો.

ત્યારબાદ તમારી આવશ્યકતા અનુસાર તારીખ પસંદ કરો.

04:02 મહત્વપૂર્ણ નોંધ: પસંદ કરેલ end date બાદ, course વિદ્યાર્થીઓને દેખાશે નહી.

હું તેને નિષ્ક્રિય રહેવા દઈશ.

04:13 Course ID number Category ID number નાં જેવું જ છે.

Course ID number એક વૈકલ્પિક ફિલ્ડ છે.

04:22 admin users માટે છે જે ઓફલાઈન courses સાથે course ને ઓળખવા હેતુ છે.
04:28 તમારી કોલેજ જો courses માટે IDs વાપરતી હોય તો, તમે તે course ID અહીં વાપરી શકો છો.

આ ફિલ્ડ અન્ય Moodle users ને દેખાશે નહી.

04:40 આ ફિલ્ડ વૈકલ્પિક છે અને વેબસાઈટ પર ક્યા પણ દેખાતું નથી.

હું આને ખાલી છોડી દઈશ.

04:49 આગળ Description અંતર્ગત આપણે 2 ફીલ્ડો જોઈ શકીએ છીએ: Course Summary અને Course Summary files.
04:59 Course summary વૈકલ્પિક છે પરંતુ મહત્વપૂર્ણ ફિલ્ડ છે.

તે એટલા માટે કારણ કે, user જ્યારે શોધ ક્રિયા કરે છે ત્યારે course summary ટેક્સ્ટ પણ સ્કેન થાય છે.

05:13 અહીં વિષય નામોને સૂચીબદ્ધ કરવું એ સારો વિચાર છે.

આપેલ ટાઈપ કરો: Topics covered in this Calculus course are: Limits,Graph of a function, Factorial

05:29 courses ની સૂચી સાથે Course summary પણ દ્રશ્યમાન થાય છે.
05:35 કોર્સ સમરી ફાઈલોને, Course summary files ફિલ્ડમાં અપલોડ કરવી જોઈએ.
05:42 મૂળભૂત રીતે, course summary files તરીકે ફક્ત jpg, gif અને png file types ને જ પરવાનગી છે.

હું આને છોડીને આગળ વધીશ કારણ કે મને કોઈપણ ફાઈલ અપલોડ કરવી નથી.

05:57 Course format એ સંદર્ભે છે કે વિદ્યાર્થીઓ માટે સંસાધનો અને પ્રવૃત્તિઓ કેવી રીતે ગોઠવવામાં આવે છે.
06:06 અહીં Format ડ્રોપડાઉનમાં 4 વિકલ્પો આવેલા છે -

Single Activity Format, Social Format, Topics Format અનેWeekly Format.

06:20 અહીં courses છે જે દર અઠવાડિયે ચાલે છે.
06:24 તમારો course જો એ પ્રકારનો હોય તો, Weekly format પસંદ કરો.
06:30 Moodle, સ્પષ્ટ શરૂઆતની તારીખ અને સમાપ્તિની તારીખ સહીત course નાં દરેક અઠવાડિયા માટે એક વિભાગ બનાવશે.
06:39 અહીં courses છે જે વિષય પ્રમાણે ચાલે છે.

તમારો course જો એ પ્રકારનો હોય તો, Topics format પસંદ કરો.

06:49 Moodle, course નાં દરેક topic માટે એક વિભાગ બનાવશે.
06:55 આ ફિલ્ડ માટે Topics format એ મૂળભૂત છે.

આપણે તેને એવું જ રહેવા દઈશું.

07:03 નંબર ઓફ સેક્શન્સ (વિભાગોની સંખ્યા), મૂળભૂત રીતે, 4 છે.
07:07 તમે જો તમારો course વધુમાં વિભાજીત કર્યો છે, અથવા તે 4 વિષયો કરતા ઓછો છે,તો આ ફિલ્ડને આવશ્યકતા અનુસાર બદલો.

હું આ સંખ્યા બદલીને 5 કરીશ.

07:20 અન્ય formats ની ચર્ચા આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં કરીશું.
07:25 બાકી બચેલા વિકલ્પોને, ચાલો જેવા છે તેવા જ રહેવા દઈએ.

નીચે સ્ક્રોલ કરીને પેજની નીચેની બાજુએ આવીએ અને Save and display બટન પર ક્લિક કરીએ.

07:36 આપણે Enrolled Users પેજ પર રીડાયરેક્ટ થયા છીએ.

user enrollment વિશે આપણે પછીનાં ટ્યુટોરીયલમાં શીખીશું.

07:46 હમણાં માટે, આપણે category Mathematics અંતર્ગત આપણો પહેલો course Calculus સફળતાપૂર્વક બનાવ્યો છે.
07:56 જો કે આપણે આ course page પર છીએ તો, નોંધ લો કે ડાબી બાજુએ આવેલ મેનુ બદલાઈ ગયું છે.
08:03 ડાબી બાજુએ આવેલ નેવિગેશન મેનુ, આપણે બનાવેલ course થી સંબંધિત મેનુઓ ધરાવે છે.

તેમાં Participants, Grades વગેરેનો સમાવેશ થાય છે.

08:15 ડાબી બાજુએ આવેલ Calculus નામના કોર્સ પર ક્લિક કરો.
08:20 આપણે જોઈ શકીએ છીએ કે અહીં 5 વિષયો દૃશ્યમાન છે. જેના નામ આ પ્રમાણે છે Topic 1, Topic 2 અને ક્રમશ.

યાદ કરો આ સંખ્યા 5 આપણે અગાઉ આપી હતી.

08:34 પેજમાં ઉપર જમણી બાજુએ આવેલ ગીયર આઇકોન પર ક્લિક કરો.
08:39 ત્યારબાદ Edit settings પર ક્લિક કરો.

આનાથી એના જેવું પેજ ખુલશે જેવા પેજ પર આપણે, આ course બનાવતી વખતે હતા.

08:51 આ પેજ પર આપણે પાછલી સેટીંગ્સને બદલી શકીએ છીએ.

હું Course start date બદલીને 15th October 2017 કરીશ.

09:04 નીચે સ્ક્રોલ કરીને પેજની નીચેની બાજુએ આવો અને Save and display બટન પર ક્લિક કરો.
09:11 ગીયર મેનુ અંતર્ગત આવેલ અન્ય submenus નું અન્વેષણ આપણે પછીથી કરીશું.
09:17 ચાલો હવે આપણા course ની સંરચના સેજ બદલીએ.
09:22 Site administration પર ક્લિક કરો.

Courses પર ક્લિક કરો અને ત્યારબાદ Manage courses and categories.

09:31 આપણે બનાવેલ course ને જોવા માટે Mathematics category પર ક્લિક કરો.

course ની જમણી બાજુએ આવેલા 3 આઈકોનોની નોંધ લો.

09:42 આઈકોનો શા માટે છે તે જોવા કર્સરને તેનાં પર ફેરવો.
09:46 ગીયર આઇકોન course ને એડીટ કરવા માટે છે. ડીલીટ અથવા trash આઇકોન course ને રદ્દ કરવા માટે છે.
09:55 અને આય (આંખ) આઇકોન course ને સંતાડવા માટે છે.
10:01 સંતાયેલો course, ક્રોસ કરેલી આંખ દર્શાવે છે જે સંતાવાનું સૂચક છે.
10:07 course settings ને એડીટ કરવા માટે, આપણે કોર્સના નામની જમણી બાજુએ આવેલ ગીયર આઇકોન પર ક્લિક કરી શકીએ છીએ.
10:14 હું Course Summary ને મોડીફાય કરવા અને મોજુદ વિષયોમાં Binomials ઉમેરવા ઈચ્છું છું.

બાકી બચેલી સેટીંગ્સ સમાન રહી શકે છે.

10:25 પેજમાં નીચેની તરફે સ્ક્રોલ કરો અને આ વખતે Save and return બટન પર ક્લિક કરો.
10:34 અહીં તમારી માટે એક નાનો એસાઈનમેંટ છે: category Mathematics અંતર્ગત એક નવો કોર્સ Linear Algebra બનાવો.
10:44 હમણાં માટે આ course ને સંતાડો.
10:47 course summary: Linear equations, Matrices અને Vectors માં નીચેના વિષયોનો ઉલ્લેખ કરો.

Save and Return બટન પર ક્લિક કરો.

11:00 ટ્યુટોરીયલને અટકાવો અને એસાઈનમેંટ જ્યારે પૂર્ણ થાય ત્યારે ફરી ચાલુ કરો.
11:06 હવે આપણી પાસે Mathematics અંતર્ગત 2 courses છે: Calculus અને Linear Algebra.
11:14 નોંધ લો, હવે courses આગળ એક નવું આઇકોન દ્રશ્યમાન થયું છે.
11:20 courses નાં ક્રમને ફરી-ગોઠવવા માટે અપ અને ડાઉન એરો આપવામાં આવ્યા છે.
11:26 આપણે ક્રમને ડ્રેગ અને ડ્રોપ ફીચર વાપરીને પણ બદલી શકીએ છીએ.

ચાલો હું Calculus course ને Linear Algebra course ની ઉપર ખસેડું.

11:36 આ બંને courses 1 લાં વર્ષનાં વિદ્યાર્થીઓ માટે છે.

તો, ચાલો તેને 1st Year Maths subcategory અંતર્ગત ખસેડીએ.

11:47 2 courses ને પસંદ કરવા માટે તેમની ડાબી બાજુએ આવેલ ચેકબોક્સને ચેક કરો.
11:53 ત્યારબાદ Move selected courses to ડ્રોપડાઉનમાં, પસંદ કરો Mathematics / 1st year Maths.
12:02 અને Move બટન પર ક્લિક કરો.
12:04 આપણને એક સફળતાનો મેસેજ મળે છે - Successfully moved 2 courses into 1st year Maths.
12:14 નોંધ લો, Mathematics અંતર્ગત courses ની સંખ્યા 0 થઇ ગયી છે અને 1st year Maths અંતર્ગત તે 2 છે.
12:24 1st year Maths sub-category પર ક્લિક કરો.
12:28 આપણે જોઈ શકીએ છીએ કે આપણા coursessubcategory અંતર્ગત સૂચીબદ્ધ થયા છે.
12:33 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ.
12:38 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: course કેવી રીતે બનાવવો છે

courses પર એડીટ, મૂવ વગેરે જેવી એક્શન્સ (ક્રિયાઓ) કેવી રીતે ભજવવી છે.

12:50 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે:

Mathematics અંતર્ગત, subcategory 2nd Year Maths માં 2 courses ઉમેરો, જેના નામ છે

13:00 Multivariable calculus અને Advanced Algebra.
13:06 વિગત માટે આ ટ્યુટોરીયલનાં Code files લીંકનો સંદર્ભ લો.
13:12 courses ને 15મી ઓક્ટોબર 2017 એ શરુ કરવા એડીટ કરો.
13:18 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

13:26 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.

વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

13:36 કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
13:40 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
13:53 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki