Moodle-Learning-Management-System/C2/Categories-in-Moodle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Categories in Moodle પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:

Course category

categories & subcategories કેવી રીતે બનાવવી

categories પર એક્શન્સ (ક્રિયાઓ) કેવી રીતે ભજવવી

00:20 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ:

Ubuntu Linux OS 16.04

Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ

Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર

00:43 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:47 જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
00:55 આ ટ્યુટોરીયલ શીખનારાઓનાં સીસ્ટમ પર Moodle 3.3 સંસ્થાપિત થયેલ હોવું જોઈએ.
01:02 જો નથી તો, આ વેબસાઈટ પરનાં સંબંધિત Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
01:09 બ્રાઉઝર પર જાવ અને તમારું Moodle હોમપેજ ખોલો. એ વાતની ખાતરી કરી લો કે XAMPP service ચાલી રહ્યી છે કે નહી.
01:18 તમારા admin username અને password વિગતોથી લોગીન કરો.
01:23 આપણે હવે Admin’s dashboard માં છીએ.
01:26 ડાબી બાજુએ આવેલ, Site Administration પર ક્લિક કરો.
01:31 Courses ટેબ પર ક્લિક કરો અને ત્યારબાદ Manage courses and categories.
01:38 આપણે Course and category management શીર્ષક ધરાવતા પેજ પર રીડાયરેક્ટ થઈએ છીએ. ચાલો સમજીએ કે course category શું છે.
01:50 Course categories , site users માટે Moodle courses ને ગોઠવવા માટે મદદ કરે છે.
01:57 એક નવી Moodle site માટે મૂળભૂત category છે Miscellaneous.
02:03 કોઈપણ નવો course, આ Miscellaneous category, ને મૂળભૂત રીતે એસાઈન થશે.
02:09 જો કે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તેમનાં courses ને શોધવામાં મુશ્કેલી રહેશે.
02:16 courses લોકેટ કરવામાં સરળતા રહે તે માટે, તેમને categories માં એસાઈન કરવા જોઈએ.
02:23 ઘણા institutions , courses ને કેમ્પસ અથવા department દ્વારા ગોઠવે છે.
02:30 વધુ સ્પષ્ટતા માટે વર્ણનાત્મક નામો રાખવા વધુ સારા છે.
02:35 આપણે આગળ વધીશું અને departments દ્વારા આપણા courses ને ગોઠવીશું.

ઉદાહરણ તરીકે. આપણી Maths category માં તમામ Math courses રહેશે.

02:47 ચાલો Moodle site પર પાછા ફરીએ.
02:51 પહેલા આપણે Course and category management પેજ લેઆઉટ સમજીશું.
02:57 ડાબી બાજુએ, આપણી પાસે Navigation બ્લોક છે. અને જમણી બાજુએ, આપણી પાસે Content રીજન (ક્ષેત્ર) છે.
03:05 content રીજન 2 કોલમોમાં વહેંચાયેલી છે:

ડાબી કોલમ course categories દર્શાવે છે.

જમણી કોલમ પસંદિત category અંતર્ગત તમામ courses દર્શાવે છે.

03:20 મૂળભૂત રીતે, તે Miscellaneous category અંતર્ગત courses દર્શાવી રહ્યું છે.
03:26 જમણી બાજુએ આવેલ મેનુમાંથી આ વ્યુ (દેખાવ) ને બદલી કરી શકાય છે.
03:32 વિકલ્પો જોવા માટે ડાઉન (નીચેની તરફે ચિન્હિત) એરો પર ક્લિક કરો.
03:36 હવે Course categories પર ક્લિક કરો. આ વ્યુને એ રીતે બદલે છે કે ફક્ત course categories દેખાય છે.
03:45 ચાલો એરો પર ફરીથી ક્લિક કરીએ અને વ્યુને ફક્ત courses દેખાય એ રીતે બદલીએ.

Courses પર ક્લિક કરો.

03:54 નોંધ લો, એક નવું ડ્રોપડાઉન હવે દ્રશ્યમાન થયું છે. આ category ડ્રોપડાઉન છે.
04:02 અહીં આપણે એ category પસંદ કરી શકીએ છીએ જેના માટે આપણે courses દર્શાવવા ઈચ્છીએ છીએ.

હાલમાં, તેમાં ફક્ત Miscellaneous category છે.

04:13 ચાલો વ્યુ બદલીને ફરીથી Course categories and courses કરીએ.
04:19 હવે આપણે એક category ઉમેરવા માટે, Create new category લીંક પર ક્લિક કરીશું.
04:26 Parent category ડ્રોપડાઉન બોક્સ પર ક્લિક કરો અને પસંદ કરો Top. Category name માં ટાઈપ કરો Mathematics.
04:36 Category ID number એક વૈકલ્પિક ફિલ્ડ છે. આ admin users માટે, ઑફલાઇન courses સાથે course ને ઓળખવા માટે છે.
04:47 જો તમારી કોલેજ categories માટે ID વાપરે છે તો, તમે તે category ID અહીં વાપરી શકો છો. આ ફિલ્ડ અન્ય Moodle users માટે દ્રશ્યમાન રહેતું નથી.
04:58 હમણાં માટે, હું Category ID ને ખાલી રહેવા દઈશ.
05:03 Description ટેક્સ્ટબોક્સમાં, હું ટાઈપ કરીશ-

All mathematics courses will be listed under this category.”

05:12 ત્યારબાદ Create category બટન પર ક્લિક કરો.
05:17 આપણે હવે Course categories and courses વ્યુમાં છીએ.
05:22 અહીં આપણે હવે 2 categories જોઈ શકીએ છીએ: Miscellaneous અને Mathematics.
05:29 ચાલો આગળ આ categories ને ગોઠવીએ. 1st year Maths courses અને 2nd year Maths courses ને ચાલો જુદું રાખીએ.
05:40 આ માટે, આપણે Mathematics category અંતર્ગત 1st Year Maths નામની એક subcategory બનાવીશું.
05:49 સૂચીબદ્ધ થયેલ categories નાં ઉપરની બાજુએ આવેલ Create new category લીંક પર ક્લિક કરો.
05:56 subcategory ને બનાવવું એક category ને બનાવવા જેવું જ છે.
06:02 parent category તરીકે Top ને પસંદ ન કરો.
06:06 તેનાં બદલે, category પસંદ કરો જેના અંતર્ગત આ subcategory સંબંધિત હોવી જોઈએ.
06:12 તો અહીં, category name માં આપણે ટાઈપ કરીશું 1st Year Maths.
06:18 તેનાં પછી, આપણે ટાઈપ કરીશું એક Description અને Create category બટન પર ક્લિક કરો.
06:26 નોંધ લો, ડાબી બાજુએ આવેલ categories, એક ટ્રી ફોર્મેટમાં સૂચીબદ્ધ છે.
06:32 એક category જે subcategories ધરાવે છે તેમાં એક ટોગલ આઇકોન છે જેના વડે તેને વિસ્તૃત કે બંધ કરી શકાય છે.
06:41 category ની જમણી બાજુએ આવેલ 3 આઈકોનોની નોંધ લો.
06:46 આઈકોનો શાના માટે છે તે જોવા તેનાં પર કર્સર ફેરવો.
06:50 category ને સંતાડવા માટે આંખ છે.
06:53 સંતાડેલ category ક્રોસ થયેલી આંખ દર્શાવે છે જે સંતાડવાનું સૂચક છે.
07:00 એરો category માં ઉપર અથવા નીચે ખસવા માટે છે.

સાથે જ તે એક settings gear આઇકોન પણ ધરાવે છે, જે એક menu છે; જેવું કે ડાઉન એરો દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

07:12 Miscellaneous category માટે settings gear આઇકોન પર ક્લિક કરો.તેમાં વિકલ્પો છે જેવા કે Edit, Create new subcategory, Delete વગેરે, જે category થી સંબંધિત છે.
07:28 આ મેનુને બંધ કરવા પેજ પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.
07:32 ચાલો હું ડાબી બાજુએ આવેલ નેવિગેશન મેનુને બંધ કરું જેથી વ્યુ સારું દેખાય.
07:39 આગળ Mathematics category માટે settings gear આઇકોન પર ક્લિક કરો.
07:45 નોંધ લો, subcategories નાં સોર્ટીંગને સંબંધિત અહીં 4 વધારાના submenus છે.
07:54 તમામ categories જે subcategories ધરાવે છે તેમાં આ મેનુ આઈટમો રહેશે.
08:01 gear આઇકોનનાં જમણી બાજુએ આવેલ સંખ્યા તે category માનાં courses ની સંખ્યા સૂચવે છે.
08:09 categories ની સૂચી નીચે અહીં સોર્ટીંગ વિકલ્પો આવેલા છે.
08:14 અંતમાં, subcategory ની parent category બદલવાનું વિકલ્પ આપવામાં આવ્યું છે.
08:21 આ વિકલ્પને વાપરવા માટે, તમને subcategory આગળ આવેલ ચેકબોક્સને ચેક કરવું પડે છે જેને તમને ખસેડવી છે.
08:29 ત્યારબાદ નવી parent category પસંદ કરો અને Move પર ક્લિક કરો. આપણે હમણાં આ વિકલ્પને વાપરીશું નહી.
08:38 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.

ચાલો સારાંશ લઈએ.

08:44 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:

Course category

categories & subcategories કેવી રીતે બનાવવી.

categories પર એક્શન્સ (ક્રિયાઓ) કેવી રીતે ભજવવી.

08:57 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે:

Mathematics અંતર્ગત એક નવી subcategory 2nd Year Maths ઉમેરો.

category Miscellaneous રદ્દ કરો.

09:10 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

09:19 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.

વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

09:29 કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
09:34 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:48 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
09:58 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki