Linux-AWK/C2/More-on-Single-Dimensional-Array-in-awk/Gujarati
|
|
00:01 | નમસ્તે, awk માં More on single dimensional array પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- ફાઈલ સાથે awk array વાપરવું |
00:13 | array ના elements સ્કેન કરવા |
00:16 | Delete statement |
00:18 | ARGV array અને ENVIRON array |
00:22 | આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું. |
00:25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System અને
gedit text editor 3.20.1 |
00:37 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:41 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને અમારી વેબસાઈટમાં array પરના પાછલા awk ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ. |
00:48 | તમને કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ જેમ કે C અથવા C++. |
00:55 | જો નથી, તો અમારી વેબસાઈટ પરના સબંધિત ટ્યુટોરીયલો મારફતે જાવ. |
01:00 | આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવેલ ફાઈલ આ ટ્યુટોરીયલ પુષ્ઠ પરના Code Files લિંકમાં ઉપલબ્ધ છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો. |
01:10 | અગાઉ આપણે awk arrays ના કેટલાક પાસાઓને આવરી લીધા હતા. |
01:14 | હવે ચાલો જોઈએ કે કેવી રીતે આપણે awk array ને ફાઈલ સાથે વાપરી શકીએ છીએ. |
01:19 | આપણે સમાન awkdemo.txt ફાઈલ વાપરીશું જે આપણે પહેલા વાપરી છે. |
01:25 | અહીં પ્રથમ field છે રોલ ક્રમાંક અને છઠ્ઠું field છે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિકા. |
01:32 | ચાલો પહેલા તમામ વિદ્યાર્થીઓ માટે HRA ગણતરી કરીએ. |
01:36 | અહીં, HRA એ તેમની શિષ્યવૃત્તિકા રકમની 30% છે. |
01:41 | મેં પહેલાથી જ કોડ લખેલો છે અને તેને calculate_hra.awk તરીકે સેવ કર્યું છે.
ચાલો હવે તે ફાઈલમાં જોઈએ. |
01:51 | BEGIN section અંતર્ગત, field separator એ Pipe symbol સાથે ઈનિશલાઈઝ થાય છે. |
01:57 | ત્યારબાદ, action section માં આપણે array elements ઈનિશલાઈઝ કરીએ છીએ. |
02:02 | આ section ઇનપુટ ફાઈલના દરેક લાઈન માટે એકવાર એક્ઝિક્યુટ થશે. |
02:08 | મેં HRA ને array વેરિએબલ તરીકે અને dollar one ને index તરીકે ઘોષિત કર્યું છે. |
02:14 | અહીં dollar 1 એ 1 લા field ને સૂચિત કરે છે, જે કે રોલ ક્રમાંક છે.
અને વેલ્યુ છે dollar 6 ગુણ્યાં શૂન્ય પોઇન્ટ 3 જેમાં dollar six એ શિષ્યવૃત્તિકા વેલ્યુ છે. |
02:27 | તો, array HRA એ index રોલ ક્રમાંક પર સંદર્ભિત HRA રકમ વેલ્યુ તરીકે ધરાવશે. |
02:35 | આપણે આ array ના તમામ elements ને કેવી રીતે સ્કેન કરી શકીએ છીએ? |
02:39 | તમને for loop નું આ વેરિએશન વાપરવું જોઈએ. |
02:43 | આ loop એ array માં દરેક index માટે એકવાર statements એક્ઝિક્યુટ કરે છે. |
02:48 | વેરિએબલ var એક બાદ એક index વેલ્યુઓને સેટ થશે. |
02:53 | કોડ END section માં લખાય છે. |
02:57 | awk એ ઇનપુટ ફાઈલના તમામ લાઈનો પ્રોસેસ કરી દે ત્યારબાદ આ section એક્ઝિક્યુટ થશે. |
03:04 | વેરિએબલ i દરેક index વેલ્યુને અથવા રોલ ક્રમાંકને એક પછી એક ઈનિશલાઈઝ થશે. |
03:10 | for loop ના દરેક પુનરાવર્તનમાં, વ્યક્તિગત રોલ ક્રમાંક માટે HRA પ્રિન્ટ થશે. |
03:16 | terminal પર જાવ અને ફાઈલને એક્ઝિક્યુટ કરો.
Ctrl, Alt અને T કી દાબીને terminal ખોલો. |
03:24 | cd command નો ઉપયોગ કરીને એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે Code Files ડાઉનલોડ કરી છે અને એક્સટ્રેકટ કરી છે. |
03:31 | હવે ટાઈપ કરો: awk space hyphen small f space calculate_hra.awk space awkdemo.txt
Enter દબાવો. |
03:45 | આઉટપુટ તમામ વિદ્યાર્થીઓ માટે રોલ ક્રમાંક અને HRA દર્શાવે છે. |
03:50 | હવે માનો કે, હું રોલ S02 સાથેના વિદ્યાર્થી માટે રેકોર્ડ રદ્દ કરવા ઈચ્છું છું. |
03:56 | તો, આપણે index S02 પર array element રદ્દ કરવું જોઈએ. |
04:01 | ચાલો હું આ calculate_hra.awk કોડ વાપરીને કરું. |
04:06 | for loop પહેલા, Enter દબાવો અને આપેલ કોડ ટાઈપ કરો.
delete space hra ચોરસ કૌંસમાં બમણા અવતરણમાં S02 |
04:19 | ફાઈલને સેવ કરો અને terminal પર જાવ. |
04:23 | ચાલો હું terminal સાફ કરું. |
04:26 | પાછલા એક્ઝિક્યુટેડ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો.
Enter દબાવો. |
04:33 | રોલ ક્રમાંક S02 સાથેના વિદ્યાર્થી માટે રેકોર્ડ આઉટપુટમાં પ્રિન્ટ થતો નથી. |
04:39 | તો, કોઈપણ array element ને delete command વાપરીને રદ્દ કરી શકાય છે. |
04:44 | તમને array નામ index સાથે ઉલ્લેખવું પડશે. |
04:48 | મને જો સમગ્ર array ને રદ્દ કરવું હોય તો શું?
તેને delete statement માં ફક્ત array નામ નિર્દિષ્ટ કરીને કરી શકાય છે. |
04:56 | આ પ્રયાસ કરવા માટે ચાલો કોડ પર જઈએ. |
04:59 | delete statement માંથી અવતરણ અને ચોરસ કૌંસ સહીત index S02 રદ્દ કરો. |
05:07 | ફાઈલને સેવ કરો અને terminal પર જાવ. |
05:10 | terminal ને સાફ કરો. પાછલા એક્ઝિક્યુટ કરેલ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો.
હવે Enter દબાવો. |
05:19 | જુઓ, આપણને કોઈપણ આઉટપુટ મળતું નથી.
સમગ્ર array રદ્દ થયો છે. |
05:25 | યાદ રાખો, awk built-in variables પરના અગાઉના ટ્યુટોરીયલમાં, અમે કહ્યું હતું કે-
ARGC એ command line arguments ની સંખ્યા સૂચવે છે. |
05:36 | ARGV એ એક એરે છે જે command line arguments સંગ્રહે છે.
આપણે કેવી રીતે તેની વેલ્યુઓ દર્શાવી શકીએ છીએ? ચાલો જોઈએ. |
05:45 | મેં argc_argv.awk માં પહેલાથી જ કોડ લખેલો છે.
ચાલો કન્ટેન્ટ તપાસ કરીએ. |
05:53 | કોડ awk BEGIN section અંતર્ગત લખાયો છે. |
05:57 | પહેલા આપણે arguments ની સંખ્યા પ્રિન્ટ કરી રહ્યા છીએ, જે ARGV ની વેલ્યુ છે. |
06:03 | આગળ, for loop વાપરીને, આપણે i ની વેલ્યુ માટે 0 થી ARGC-1 સુધી લૂપ કરી રહ્યા છીએ. |
06:11 | અને આપણે index i પર ARGV પ્રિન્ટ કરી રહ્યા છીએ
terminal પર જાવ અને ફાઈલને એક્ઝિક્યુટ કરો. |
06:19 | હવે terminal પર ટાઈપ કરો- awk space hyphen small f space argc underscore argv dot awk space one space two space three |
06:35 | અહીં one two three એ command line arguments છે.
કમાન્ડ એક્ઝિક્યુટ કરવા માટે Enter દબાવો. |
06:43 | આપણને arguments ની સંખ્યા 4 તરીકે મળે છે.
પરંતુ યાદ કરો આપણે ફક્ત 3 arguments આપી છે. |
06:50 | ચાલો વ્યક્તિગત arguments પર નજર ફેરવીએ.
index 0 પર પહેલી argument અથવા argv એ વાસ્તવમાં awk છે, કમાન્ડ નામ. |
07:02 | આગળ આપણી પાસે ત્રણ arguments છે જે આપણે command line માં આપી છે. |
07:07 | એટલા માટે ARGC ની વેલ્યુ હંમેશા સપ્લાય કરેલ કમાન્ડ લાઈન arguments ની સંખ્યા પ્લસ એક હોય છે. |
07:16 | ચાલો હજી એક ઉદાહરણ લઈએ.
Built-in variable ENVIRON એ environment variables નું એક associative array છે. |
07:24 | array element indices એ environment variable નામ છે.
array element વેલ્યુઓ એ વ્યક્તિગત એન્વાર્યન્મેન્ટ વેરિએબલ્સની વેલ્યુઓ છે. |
07:35 | ચાલો જોઈએ આપણે કેવી રીતે વિભિન્ન environment variables ની વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
07:40 | પહેલા, ચાલો આપણું username પ્રિન્ટ કરીએ. |
07:43 | આપણે environment variable USER ની વેલ્યુ પ્રિન્ટ કરવાની જરૂર છે. |
07:48 | command prompt પર આપેલ ટાઈપ કરો. |
07:53 | Enter દબાવો. |
07:55 | આઉટપુટ યુઝરનું નામ દર્શાવશે જે લોગ્ડ ઈન છે. |
08:00 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
ચાલો સારાંશ લઈએ. |
08:05 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા- ફાઈલ સાથે awk array વાપરવું |
08:11 | array ના elements સ્કેન કરવા. |
08:14 | Delete statement
ARGV array અને ENVIRON array |
08:20 | એસાઇન્મેન્ટ તરીકે- પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ચોક્કસ ભથ્થાંની ગણતરી કરો. |
08:25 | પેપર પ્રેઝેન્ટેશન ભથ્થું જે શિષ્યવૃત્તિકાનું 80% છે. |
08:30 | પરફોર્મન્સ ઈન્સેન્ટિવ જે શિષ્યવૃત્તિકાનું 20% છે. |
08:35 | ભથ્થાને બે જુદા arrays માં સંગ્રહો. |
08:38 | દરેક ભથ્થા માટે આવશ્યક રકમ અને સરેરાશ પ્રિન્ટ કરો. |
08:43 | awk પ્રોગ્રામમાંથી environment variable PATH ની વેલ્યુ પ્રિન્ટ કરો. |
08:48 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
08:56 | Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે.
અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
09:05 | વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
09:08 | તમારા પ્રશ્નોને આ ફોરમ પર પોસ્ટ કરો. |
09:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.
આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે. |
09:24 | ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |