LibreOffice-Suite-Impress/C2/Introduction-to-LibreOffice-Impress/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Introduction to Impress

Resources for recording

Introduction to Impress


Time Narration
00:00 લીબરઓફીસ ઈમ્પ્રેસનું પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું:
00:07 લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય.
00:09 લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ-બારો.
00:12 નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું.
00:15 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું.
00:19 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું.
00:22 તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું.
00:27 લીબરઓફીસ ઈમ્પ્રેસ એ લીબરઓફીસ સ્યુટનો "પ્રેઝન્ટેશન મેનેજર" એટલેકે "પ્રદર્શન વ્યવસ્થાપક" ગણાય છે.
00:32 તે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન બનાવવા ખુબ ઉપયોગી છે.
00:35 તે માઈક્રોસોફ્ટ ઓફીસ પાવરપોઈન્ટ સમાન છે.
00:39 લીબરઓફીસ ઈમ્પ્રેસ એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ,ફરી ઉપયોગ અને વહેચણી વિના મુલ્યે થઇ શકે છે.
00:47 લીબરઓફીસ ઈમ્પ્રેસ શરુ કરવા,
00:50 તમે ક્યાં તો માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ૨૦૦૦ અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે "એમએસ વિન્ડોઝ એક્સપી" અથવા "એમએસ વિન્ડોવ્સ 7 "અથવા તમે "જીએનયુ / લિનક્સ"નો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો.
01:02 અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ.
01:12 જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય,
01:15 તો ઈમ્પ્રેસ 'સીનેપટીક પેકેજ મેનેજર'ની મદદથી સંસ્થાપિત કરી શકાય છે.
01:19 સીનેપટીક પેકેજ મેનેજર' પર વધુ જાણકારી માટે,
01:22 ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરીયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
01:32 વિગતવાર સૂચનો લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે.
01:37 યાદ રાખો,સંસ્થાપિત કરતી વખતે, 'ઈમ્પ્રેસ' સંસ્થાપિત કરવા માટે 'કમ્પ્લીટ' વિકલ્પ પસંદ કરવું.
01:43 જો તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય,
01:46 તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર "એપ્લીકેશન" વિકલ્પ પર ક્લિક કરી અને પછી "ઓફિસ" પર ક્લિક કરો અને "લીબરઓફીસ" વિકલ્પ પર ક્લિક કરી "લીબરઓફીસ ઈમ્પ્રેસ" મેળવી શકો છો.
01:58 નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફીસ ઘટકો સાથે ખુલે છે.
02:03 લીબરઓફીસ ઈમ્પ્રેસનો ઉપયોગ કરવા,સંવાદ બોક્સમાંના "પ્રેઝન્ટેશન" ઘટક પર ક્લિક કરીએ. "ક્રિએટ" ઉપર ક્લિક કરીએ.
02:13 આ ઈમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે.
02:18 ચાલો હવે ઈમ્પ્રેસ વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ.
02:22 ઈમ્પ્રેસ વિન્ડો વિવિધ ટૂલ બાર ધરાવે છે જેમકે,"ટાઈટલ બાર","મેનુ બાર"..
02:29 સ્ટાનડર્ડ બાર,ફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર.
02:36 આ ટૂલ બારો વિશે વધારે જાણકારી આપણે ટ્યુટોરીયલમાં આગળ જતા શીખીશું.
02:41 હવે આપણે આપણું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવવ તૈયાર છીએ.હવે આ ફાઈલ બંધ કરીએ.
02:47 ચાલો "એપ્લીકેશન" ઉપર જઈએ,"ઓફીસ" ઉપર ક્લિક કરીએ પછી "લીબરઓફીસ ઈમ્પ્રેસ" ઉપર ક્લિક કરીએ.
02:56 'ફ્રોમ ટેમપ્લેટ' ક્લિક કરીએ.
02:59 "રેકમેન્ડેશન ઓફ અ સ્ત્રેટરજી" પસંદ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ.
03:06 'સિલેક્ટ અ સ્લાઈડ ડીઝાઈન' ડ્રોપ ડાઉનમાં,'પ્રેઝન્ટેશન બેકગ્રાઉંડ્સ' પસંદ કરી પછી 'બ્લ્યુ બોર્ડર' પસંદ કરીએ.
03:14 'સિલેક્ટ એન આઉટપુટ મીડીયમ ફિલ્ડ'માં 'ઓરીજીનલ' પસંદ કરીએ.નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ.
03:22 આ સ્લાઈડ બનાવવા માટેનું રૂપાંતરણ પગલું છે.
03:26 બાકીના વિકલ્પો જેવા છે તેવા જ રેહવા દઈએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ.
03:32 'વોટ ઈઝ યોર નેમ' ક્ષેત્રમાં,તમે તમારું નામ અથવા તમારી સંસ્થાનું નામ લખી શકો.હું 'એ1 સર્વિસીઝ' લખીશ.
03:41 'વોટ ઈઝ ધ સબ્જેક્ટ ઓફ યોર પ્રેઝન્ટેશન' ક્ષેત્રમાં લખીએ 'બેનીફીટ્સ ઓફ ઓપનસોર્સ'.નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ.
03:49 આ પગલું પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન વર્ણવે છે.
03:52 બધા વિકલ્પો મૂળભૂત રીતે પસંદ કરેલ છે.કાઈ પણ બદલીશું નહીં.
03:58 તેઓ પ્રેઝન્ટેશન માટે નમુના શીર્ષકો છે.
04:01 ક્રિએટ ઉપર ક્લિક કરીએ.
04:04 તમે હવે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં તમારું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવી દીધું છે.
04:09 હવે આપણે જોઈશું કે આ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહિત કરવું."ફાઈલ" ઉપર ક્લિક કરી "સેવ" ઉપર ક્લિક કરીએ.
04:15 સેવ સંવાદ બોક્સ ખુલશે.આપણે આ ફાઈલ 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામથી સંગ્રહ કરીશું અને સેવ બટન ઉપર ક્લિક કરીશું.
04:25 નોંધલો,કે ઈમ્પ્રેસ ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ '.ઓડીપી' એક્સટેનશન સાથે સંગ્રહિત થશે.
04:33 હવે આપણે આ ફાઈલ બંધ કરીશું.પ્રેઝન્ટેશન બંધ કરવા, ફાઈલ ઉપર ક્લિક કરી ક્લોઝ ઉપર ક્લિક કરીએ.
04:40 હવે ચાલો જોઈએ કે "લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશન"ને "માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન" તરીકે કેવી રીતે સંગ્રહિત કરવું.
04:48 આપણે સેમ્પલ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનને ફાઈલ ઉપર ક્લિક કરી પછી ઓપન ક્લિક કરી 'સેમ્પલ ઈમ્પ્રેસ' પસંદ કરી ફરી ખોલીશું.
04:59 મૂળભૂત રીતે લીબરઓફીસ ઈમ્પ્રેસ ડોક્યુમેન્ટને 'ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ'માં સંગ્રહ કરે છે.
05:06 પ્રેઝન્ટેશનને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ તરીકે સંગ્રહ કરવા,ફાઈલ ઉપર ક્લિક કરી-> સેવ એઝ ઉપર ક્લિક કરીએ.
05:14 ફાઈલ ટાઈપમાં, " માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ" પસંદ કરીએ.
05:18 ફાઈલ સંગ્રહ કરવા સ્થાન નક્કી કરીએ.સેવ બટન દબાવીએ.
05:24 "કીપ કરંટ ફોરમેટ" બટન ઉપર ક્લિક કરીએ.ફાઈલ હવે "પીપીટી તરીકે સંગ્રહિત થઇ છે.
05:33 ચાલો આ ફાઈલને 'ફાઈલ' ઉપર ક્લિક કરી 'ક્લોઝ' ઉપર ક્લિક કરી બંધ કરીએ.
05:36 હવે આપણે જોઈશું કે માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કેવી રીતે ખોલવું.
05:44 'ફાઈલ'-> ઓપન ઉપર ક્લિક કરીએ.
05:46 તમને જે પીપીટી ફાઈલ ખોલવી છે તે શોધીએ.
05:50 ફાઈલ પસંદ કરી ઓપન ઉપર ક્લિક કરીએ.
05:53 હવે છેલ્લે આપણે શીખીશું કે લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઈલ તરીકે કેવી રીતે નિકાસ એટલેકે એક્સપોર્ટ કરવું.
06:01 "ફાઈલ" ઉપર ક્લિક કરી "એક્સપોર્ટ" ઉપર ક્લિક કરીએ.પીડીએફ વિકલ્પ સંવાદ બોક્સમાં બધા વિકલ્પો જેમ છે તેમ જ રહેવા દઈ,"એક્સપોર્ટ" બટન ઉપર ક્લિક કરીએ.
06:12 ફાઈલ નામ ક્ષેત્રમાં "સેમ્પલ-ઈમ્પ્રેસ" લખીએ.
06:16 'સેવ ઇન ફોલ્ડર' ક્ષેત્રમાં જ્યાં ફાઈલ સંગ્રહ કરવી છે તે સ્થાન પસંદ કરી સેવ બટન ઉપર ક્લિક કરીશું.
06:23 આ ડોક્યુમેન્ટ હવે ડેસ્કટોપ ઉપર પીડીએફ ફાઈલ રૂપે સંગ્રહ થઇ ગયું છે.
06:29 અહીં લીબરઓફીસ ઈમ્પ્રેસનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:34 સારાંશ માટે, આપણે શીખ્યું:
06:36 લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય.
06:39 લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ-બારો.
06:42 નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું.
06:45 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું.
06:49 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું.
06:53 તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું.
06:57 આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો.
07:00 નવું ડોક્યુમેન્ટ ખોલી,પ્રથમ સ્લાઈડમાં કઈક લખાણ લખો.
07:05 તેને એમએસ પાવરપોઈન્ટ ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરી પછી બંધ કરો.
07:11 હવે તે જ ફાઈલ ફરી ખોલો.
07:15 આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:22 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:26 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે.
07:33 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
07:36 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07:42 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:55 આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
08:07 આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki