LibreOffice-Suite-Draw/C2/Introduction/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું.
00:13 અને કંટેક્સ્ટ મેનુ.
00:15 આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું,
00:25 અને મૂળભૂત આકારો દાખલ કરવા.
00:28 જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય.
00:35 સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો.
00:43 અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
00:48 વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે.
00:54 યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો.
00:59 લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે.
01:03 તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે.
01:08 ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ .
01:13 લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે.
01:18 અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ.
01:21 બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG.
01:30 ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ .
01:35 ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે.
01:38 જમણી બાજુ એ બીટમેપ છે.
01:41 ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે.
01:45 વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે.
01:51 વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે.
01:58 તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી.
02:04 જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે.
02:11 ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો?
02:15 આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે.
02:17 નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે.
02:20 તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે .
02:26 વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે.
02:30 વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ.
02:36 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ.
02:46 નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
02:54 અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું.
02:59 વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે.
03:03 "Drawing" ઉપર ક્લિક કરીએ.
03:05 આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે.
03:09 ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ.
03:12 મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ.
03:18 "Save as" ડાયલોગ બોક્સ દેખાય છે.
03:21 ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle".
03:26 તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે.
03:31 ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે.
03:37 "Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ.
03:42 "Save" ક્લિક કરીએ.
03:44 ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ.
03:47 ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે.
03:53 આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું.
03:59 આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું.
04:02 દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે .
04:09 ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો.
04:17 પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ.
04:23 ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે.
04:27 ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે.
04:32 'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય.
04:37 દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે.
04:39 તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines".
04:44 લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે.
04:47 અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું.
04:51 આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું.
04:54 ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
04:59 ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ.
05:07 તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે.
05:11 કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે.
05:15 આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે.
05:20 વિકલ્પ "Standard" પસંદ થયેલ છે.
05:23 તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો.
05:27 ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ.
05:32 તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી.
05:36 ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ.
05:39 આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો.
05:44 આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ.
05:51 આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ.
05:56 વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે.
05:59 "Page Setup" વિકલ્પ ક્લિક કરીએ.
06:02 "Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે.
06:06 "Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ.
06:10 અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું.
06:17 ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે.
06:25 "Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ.
06:29 "Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો .
06:36 OK ક્લિક કરીએ.
06:38 ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ.
06:41 "Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ.
06:47 વર્તુળ ઉપર ક્લિક કરીએ.
06:49 હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો.
06:56 પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે.
06:59 હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ.
07:03 તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ.
07:08 "Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ.
07:14 ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ.
07:18 માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ.
07:21 તમે વાદળ બનાવી દીધું!
07:23 હવે ચાલો પર્વત દોરીએ.
07:25 આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું.
07:30 પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું.
07:35 તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા.
07:38 તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું.
07:42 તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ.
07:48 ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો.
07:53 આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ.
07:57 “Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ.
08:00 "Options” ડાયલોગ બોક્સ ખુલે છે.
08:03 “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>>
08:11 બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ.
08:17 આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે.
08:22 OK ક્લિક કરીએ.
08:24 ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ.
08:29 હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
08:38 પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે .
08:41 અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું.
08:46 જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ.
08:51 અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે.
08:53 એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો.
08:57 પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો .
09:00 એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો.
09:04 હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો.
09:07 જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે.
09:11 અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.
09:16 આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા :
09:19 લીબરઓફીસ ડ્રો,
09:21 લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ
09:23 અને કન્ટેક્સ્ટ મેનુ.
09:25 વળી આપણે શીખ્યા:
09:27 કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી.
09:31 ટૂલ બાર્સને સક્રિય કરવા
09:33 ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને
09:35 મૂળભૂત આકારો દાખલ કરવા
09:38 આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:42 તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે.
09:45 જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
09:49 મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ
09:52 મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:55 જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.
09:59 વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો.
10:05 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.
10:09 જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
10:17 મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
10:28 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya, Shivanigada