LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું :
00:09 ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું.
00:13 ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp.
00:19 અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ
00:28 સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,

ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી

ગ્રાફીકસ પ્રોગ્રામથી,

ક્લીપબોર્ડની મદદ વડે અથવા

ગેલેરી માંથી

00:39 આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું.
00:43 “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ.
00:48 પહેલા, sheet 2 પસંદ કરીએ.
00:51 આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું.
00:54 સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે.
00:59 જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો.
01:06 અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને.
01:10 હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો.
01:14 મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે.
01:20 હું “Image1” પસંદ કરીશ.
01:24 આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું.
01:28 “Open” બટન પર ક્લિક કરો.
01:31 અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે
01:38 તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ.
01:42 પહેલા એક નવો સેલ પસંદ કરીએ.
01:45 હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું.
01:55 હવે “Image 2” પર ક્લિક કરો.
01:58 ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો.
02:05 પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો.
02:11 પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે.
02:15 લીંકીંગ (જોડાણ કરવું)
02:17 જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :

પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે.

02:23 કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
02:27 બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
02:32 ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો, સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.
02:39 Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
02:46 આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું.
02:50 તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય.
02:54 પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ
03:01 આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ.
03:04 "Image 2" પસંદ કરો.
03:06 હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો.
03:10 Image 2 GIMP માં ખુલે છે.
03:13 હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ.
03:18 હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો.
03:22 Personal-Finance-Tracker.ods ખોલીએ.
03:26 Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે.
03:30 જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે, જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો,
03:40 તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ.
03:44 જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે.
03:52 આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
03:58 ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી.
04:05 જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો.
04:09 ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
04:12 હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો.
04:19 તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
04:23 CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
04:29 હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ.
04:34 આ પણ સરળ છે! ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો
04:40 જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો.
04:44 ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે.
04:48 CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
04:54 હવે આ ફાઈલને બંધ કરીએ.
04:58 હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
05:02 “Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.
05:12 હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો.
05:18 તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી!
05:22 લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે!
05:25 આ લીંક રદ્દ કરીએ.
05:28 આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો.
05:32 કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો.
05:38 હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો.
05:43 કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો.
05:49 હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો.
05:53 તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી.
05:57 “Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો.
06:02 આ “Picture” ટૂલબાર છે.
06:04 “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે.
06:13 CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ.
06:18 “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે.
06:26 “Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું.
06:32 આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
06:37 ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
06:44 એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ.
06:50 આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે.
06:53 આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે.
06:59 આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે.
07:02 હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો.
07:06 ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો.
07:11 ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે.
07:15 હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે.
07:21 “abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
07:28 હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો.
07:35 આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
07:42 હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
07:48 “Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
07:54 ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
07:57 સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો.
08:01 વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
08:09 હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો.
08:18 ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો.
08:26 તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે.
08:34 અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:39 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -

ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી

08:46 જેમ કે

ફાઈલમાંથી

ક્લીપબોર્ડમાંથી અથવા

ગેલેરીમાંથી

08:52 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
08:55 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
08:58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:12 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
09:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:23 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:31 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
09:41 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya