LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Advanced Formatting and Protection
Time | Narration |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં અદ્યતન ફોર્મેટિંગ અને સુરક્ષા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે:
સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું. |
00:25 | અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. |
00:35 | “Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
00:40 | પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ. |
00:44 | આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે. |
00:51 | Main મેનુ માંથી, File અને Save As પર ક્લિક કરો . |
00:55 | Save સંવાદ બોક્સ દેખાય છે. |
00:58 | આગળ, Save પાસવર્ડ બોક્સ સાથે તપાસો. |
01:03 | પછી Save ઉપર ક્લિક કરો. |
01:06 | આપણે Save As વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ. |
01:15 | અહીં ફાઇલ બદલીશું. |
01:18 | Yes ઉપર ક્લિક કરો. |
01:20 | પછી પાસવર્ડ દાખલ કરો |
01:23 | અને કન્ફર્મ બોક્સમાં પણ પાસવર્ડ ફરીથી દાખલ કરો અને OK ઉપર ક્લિક કરો. |
01:30 | પછી Personal-Finance-Tracker.ods બંધ કરો. |
01:36 | હવે, આ ફાઇલ ફરી ખોલો અને તપાસો શું થાય છે. |
01:41 | એન્ટર પાસવર્ડ સંવાદ બોક્સ દેખાય છે! |
01:45 | અહીં ખોટો પાસવર્ડ દાખલ કરો. |
01:48 | OK પર ક્લિક કરો. |
01:50 | આપણને એક એરર મેસેજ મળે છે જે કહે છે કે પાસવર્ડ ખોટો છે. |
01:56 | હવે સાચો પાસવર્ડ ટાઇપ કરો. |
01:59 | ફાઇલ ખુલે છે. |
02:01 | પાસવર્ડ વિકલ્પ કેવી રીતે રદ કરીશું? તે સરળ છે. |
02:07 | આપણે પાસવર્ડ વિકલ્પ સાથે સેવ અનચેક કરીશું. |
02:10 | ફરીથી Save વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ છીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ. |
02:18 | અહીં ફાઇલ બદલો. |
02:21 | Yes ઉપર ક્લિક કરો. |
02:23 | આ ફાઈલ બંધ કરી ખોલો. |
02:27 | તમને ફાઈલ ખોલવા માટે પાસવર્ડની જરૂર હોતી નથી. |
02:31 | ચાલો શીખીએ કે કેવી રીતે આ ફાઈલ માંથી વ્યક્તિગત શીટ્સ ને પાસવર્ડ સુરક્ષિત કરવું. |
02:37 | મેનુબારમાંથી, "Tools", "Protect Document" અને "Sheet" પર ક્લિક કરો. |
02:44 | "Protect Sheet" સંવાદ બોક્સ દેખાય છે. |
02:47 | શીટ સુરક્ષિત કરવા માટે, પ્રથમ, “Select Locked cells” અને “Select Unlocked cells” વિકલ્પો અનચેક કરો. |
02:56 | હવે, "Password" ફિલ્ડમાં, નાના અક્ષરોમાં "abc" દાખલ કરો, અને "Confirm" ફિલ્ડમાં પાસવર્ડ ફરી દાખલ કરો. |
03:07 | OK ઉપર ક્લિક કરો. |
03:11 | હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ. |
03:16 | આપણે કોઇ પણ સેલ પસંદ કરી શકતા નથી! |
03:18 | શીટ બદલી શકાતી નથી! |
03:22 | પરંતુ બીજી શીટ્સ વિશે શું? |
03:24 | ચાલો Sheet2 પર ક્લિક કરીએ. |
03:27 | એક સેલ પસંદ કરીએ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરીએ |
03:30 | કેલ્ક અન્ય શીટ્સ માં સેલોમાં ફેરફાર કરવા માટેની પરવાનગી આપે છે. |
03:35 | ચાલો પ્રથમ શીટ પર પાછા જઈએ. |
03:38 | હવે, શીટ અસુરક્ષિત કરીએ. |
03:41 | આ સરળ છે. |
03:43 | મેનુબારમાંથી, "Tools", “Protect Document” અને “Sheet” પર ક્લિક કરો. |
03:49 | પાસવર્ડ માટે પૂછતું સંવાદ બોક્સ દેખાય છે. |
03:53 | નાના અક્ષરમાં તેમાં "abc" દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
03:59 | આપણે સેલો ફરીથી પસંદ કરી શકીએ છીએ! |
04:03 | ચાલો "Ranges" વિશે શીખીએ. |
04:06 | તમે સ્પ્રેડશીટમાં સેલોની શ્રેણી નક્કી કરી શકો છો અને તેને ડેટાબેઝ તરીકે વાપરી શકો છો. |
04:12 | ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને |
04:17 | પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે. |
04:22 | તમે શ્રેણી પર સોર્ટ, જૂથ, શોધ, અને ગણતરી કરી શકો છો જેમ તમે કોઈપણ ડેટાબેઝ પર કરો છો. |
04:30 | ચાલો “Personal-Finance-Tracker.ods” માં ડેટાબેઝ વ્યાખ્યાયિત કરીએ અને ડેટા સૉર્ટ કરીએ. |
04:38 | પ્રથમ, ચાલો એ આઈટમ ને પસંદ કરીએ જેની આપણને ડેટાબેઝમાં જરૂર છે. |
04:43 | એક સાથે એકાઉન્ટ કરવા માટે "SN" શીર્ષક હેઠળ તમામ ડેટા પસંદ કરો. આપણે પહેલાથી જ શીખ્યા છે ડેટા કેવી રીતે પસંદ કરવા. |
04:53 | હવે, ચાલો ડેટાબેઝનું નામ આપીએ. |
04:56 | મેનૂ બાર માંથી, "Data" પર ક્લિક કરો અને પછી "Define Range" પર ક્લિક કરો. |
05:02 | "Name" ફિલ્ડમાં, "dtbs" ટાઇપ કરો જે ડેટાબેઝનું ટુકું નામ છે. |
05:08 | “OK” પર ક્લિક કરો. |
05:10 | ફરીથી, મેનુ બારમાંથી, “Data” અને “Select Range” પર ક્લિક કરો. |
05:15 | નોંધ લો કે, “Select Database Range” સંવાદ બોક્સમાં, ડેટાબેઝ તરીકે "dtbs" નામ યાદી થયેલ છે. |
05:24 | "OK" બટન પર ક્લિક કરો. |
05:27 | હવે આ ડેટાબેઝમાં ડેટા સૉર્ટ કરીશું. |
05:31 | મેનૂ બાર માંથી, "Data" અને "Sort" પર ક્લિક કરો. |
05:35 | Sort સંવાદ બૉક્સમાં, “Sort by” ફિલ્ડ પર ક્લિક કરો અને “SN” પસંદ કરો. |
05:42 | આગળ, જમણી બાજુમાંથી, "Descending" પસંદ કરો. |
05:47 | પ્રથમ "Then by" ફિલ્ડ હેઠળ, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને "Cost" પસંદ કરો. |
05:54 | ફરીથી, જમણી બાજુ માંથી, "Descending" પસંદ કરો. |
05:58 | બીજી “Then by” ફિલ્ડમાં, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, "Spent" પસંદ કરો અને પછી ફરીથી "Descending" પસંદ કરો. |
06:07 | OK પર ક્લિક કરો. |
06:09 | ડેટા "SN" શીર્ષક હેઠળ સોર્ટ થયેલ છે અને ઉતરતા ક્રમમાં થયેલ છે! |
06:15 | તેવી જ રીતે, આપણે ડેટાબેઝમાં બીજા ઓપરેશન પણ કરી શકીએ છીએ! |
06:21 | સોર્ટ અન્ડું કરવા માટે CTRL + Z કી દબાવો અને મૂળ ડેટા મેળવો. |
06:28 | હવે, કેલ્કમાં "Subtotal" વિકલ્પ કેવી રીતે વાપરવું તે શીખીએ. |
06:34 | “Subtotal” વિકલ્પ, આપણી પસંદગીના ગાણિતિક વિધેયોનો ઉપયોગ કરીને વિવિધ શીર્ષકો હેઠળ ડેટાના કુલ સરવાળાની ગણતરી કરે છે. |
06:43 | "Cost" શીર્ષક હેઠળ ડેટાનો પેટાસરવાળો શોધીએ. |
06:49 | પ્રથમ, પંક્તિ નંબર 8 માંની એન્ટ્રી રદ કરો. |
06:53 | SN હેઠળના બધા ડેટા એક સાથે અકાઉન્ટ કરવા માટે પસંદ કરો. |
06:59 | આગળ, મેનુ બારમાંથી, "Data" અને "Subtotals" પર ક્લિક કરો. |
07:04 | Subtotals સંવાદ બૉક્સમાં, “Group by” ફિલ્ડમાંથી, "SN" પસંદ કરો. |
07:11 | આ સીરીયલ નંબર દ્વારા જૂથો બનાવે છે. |
07:15 | આગળ, “Calculate subtotals for” ફિલ્ડમાં "Cost" વિકલ્પ પર ક્લિક કરો. |
07:21 | આ તે હેઠળ આવેલ દરેક એન્ટ્રીની કુલ ગણતરી કરશે. |
07:26 | “Use function” ફિલ્ડ હેઠળ, "Sum" પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07:33 | નોંધ લો કે, “Costs” શીર્ષક હેઠળ એન્ટ્રીઓનો કુલ સરવાળો સ્પ્રેડશીટ પર દર્શાવવામાં આવેલ છે. |
07:41 | શીટની ડાબી બાજુએ 3 નવા ટૅબ્સ છે "1" "2" અને "3". |
07:47 | આ ટેબો ડેટાના 3 જુદા જુદા દષ્ટિકોણો આપે છે. |
07:52 | tab 1 પર ક્લિક કરો. |
07:54 | નોંધ લો કે, ફક્ત "Cost" હેઠળ આવેલ ડેટાનો કુલ સરવાળો પ્રદર્શિત થાય છે. |
08:00 | tab “2” પર ક્લિક કરો. |
08:02 | "Costs" હેઠળના ડેટા તેમજ કુલ સરવાળો પણ પ્રદર્શિત થાય છે. |
08:08 | હવે, tab “3” પર ક્લિક કરો. |
08:11 | આપણને "Costs" હેઠળના ડેટાનો કુલ સરવાળા સાથે શીટ નો વિગતવાર દ્રષ્ટિકોણ મળ્યો છે. |
08:18 | આ ફાઈલ બંધ કરીએ. |
08:21 | Save or Discard changes સંદેશ સાથે સંવાદ બોક્સ દેખાય છે . |
08:26 | Discard પર ક્લિક કરો. |
08:28 | હવે આ ફાઈલ ફરીથી ખોલો. |
08:31 | હવે, લીબરઓફીસ કેલ્કમાં "Validity" વિકલ્પ વિશે શીખીએ. |
08:37 | આ "Validity" વિકલ્પ સ્પ્રેડશીટમાં ડેટા માન્ય કરે છે. |
08:41 | આ સ્પ્રેડશીટમાં પસંદિત સેલો માટે "વેલીડેશન (માન્યતા) નિયમો" સ્પષ્ટ કરી કરવામાં આવે છે. |
08:49 | ઉદાહરણ તરીકે,“Personal-Finance-Tracker.ods” માં, આપણે વેલીડેશનનો ઉપયોગ કરીને ખરીદેલી આઇટમ્સ માટે ચુકવણી પદ્ધતિ સ્પષ્ટ કરી શકીએ છીએ. |
08:59 | હવે, ચાલો “Date” શીર્ષક અને તેના સમાવિષ્ટો રદ કરીએ. |
09:04 | ચાલો “Received” શીર્ષકની બાજુમાં “Mode of Payment” માટે બીજું શીર્ષક “M-O-P” તરીકે આપીએ. |
09:12 | “M-O-P” શીર્ષક નીચે, સેલો, "Items" શીર્ષક હેઠળ, ડેટા એન્ટ્રીઓ માટે, ચૂકવણીની પદ્ધતિ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય છે |
09:21 | જે ”Salary”,”Electricity Bills” અને અન્ય ઘટકો છે. |
09:27 | હવે, ”M-O-P” શીર્ષક નીચે ખાલી સેલ પર ક્લિક કરો. |
09:33 | આ "Salary" ઘટક માટે ચુકવણી પદ્ધતિ હશે. |
09:38 | હવે, મેનુબારમાંથી, "Data" અને "Validity" પર ક્લિક કરો. |
09:43 | "Validity" સંવાદ બોક્સ દેખાય છે. |
09:47 | "Criteria" ટેબ પર ક્લિક કરો. |
09:50 | “Allow” ફિલ્ડ ડ્રોપ ડાઉનમાંથી, "List" પર ક્લિક કરો. |
09:55 | "Entries" બોક્સ પોપ્સ અપ થાય છે. |
09:58 | પસંદ કરેલ સેલને વેલીડેટ કરતા દેખાતા વિકલ્પો દાખલ કરીએ. |
10:05 | ચાલો પ્રથમ ચુકવણી પદ્ધતિ તરીકે “In Cash” લખીએ અને પછી કીબોર્ડ પરથી "Enter" કી દબાવો. |
10:13 | આગળ,બીજી ચુકવણી પદ્ધતિ તરીકે “Demand Draft” લખીએ. |
10:19 | OK પર ક્લિક કરો. |
10:21 | પસંદ કરેલા સેલો વેલીડેટ થયા છે! |
10:25 | હવે, સાથે દર્શાવવામાં આવેલ ડાઉન એરો દબાવો. |
10:30 | શું તમે ચૂકવણી પદ્ધતિ તરીકે દાખલ કરેલા વિકલ્પો "Entries" બોક્સમાં જોઈ શકો છો? |
10:36 | નીચેના સેલો વેલીડેટ કરવા માટે, પ્રથમ ટૂલબાર પર “Format Paintbrush” વિકલ્પ પર ક્લિક કરો. |
10:43 | પછી, ડાબુ માઉસ બટન દબાવીને અને સેલો સાથે ખેંચીને વેલીડેટ થયેલા સેલની નીચેના સેલ પર ક્લિક કરો. |
10:53 | હવે, માઉસ બટન છોડો. |
10:57 | બધા પસંદ કરેલા સેલો એ જ રીતે વેલીડેટ થયેલ છે. |
11:09 | હવે “M-O-P” શીર્ષક નીચેના સેલ પર ક્લિક કરો અને પછી ડાઉન એરો પર ક્લિક કરો. |
11:17 | ચુકવણી પદ્ધતિ માટેના બંને વિકલ્પો દર્શાવવામાં આવેલ છે. |
11:21 | “In Cash” વિકલ્પ પસંદ કરો. |
11:25 | એ જ રીતે, તમે બનાવેલ ચુકવણી પદ્ધતિ અનુસાર, તમે દરેક વેલીડેટ થયેલ સેલમાં “Cash” અથવા “Demand Draft” પસંદ કરી શકો છો. |
11:36 | લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે: |
11:42 | સારાંશ માટે, આપણે શીખ્યા કે કેવી રીતે:
સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું. |
12:01 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
12:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
12:07 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
12:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:13 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
12:17 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
12:20 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
12:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે |
12:31 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
12:39 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
12:42 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12:50 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |