LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે જે છે- ડેટા એટલેકે માહિતીનો પાયાગત(બેઝીક્સ)કાર્યક્ષમ ઉપયોગ.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું:
00:09 સુત્રોનો પાયાગત પરિચય
00:12 સ્તંભ દ્વારા થતું વર્ગીકરણ(સોર્ટીંગ)
00:15 ડેટાનું પાયાગત નીતારણ એટલેકે ફિલ્ટરીંગ.
00:17 અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ.
00:27 તો ચાલો ટ્યુટોરીયલની શરૂઆત લીબરઓફીસ કેલ્કમાં વપરાતા સુત્રોને પાયાગત શીખવાથી કરીએ.
00:35 સુત્રો એ સમીકરણો છે જે પરિણામ મેળવવા આંકડાઓ અને ચલ સંખ્યાઓનો ઉપયોગ કરે છે.
00:41 સ્પ્રેડશીટમાં,ચલ સંખ્યાઓ સેલના સ્થાનો છે જે માહિતી(ડેટા) ધરાવે છે જે સમીકરણો પુરા કરવા વપરાય છે.
00:47 સૌથી પાયાગત અંકગણિત પ્રક્રિયાઓ જે અમલમાં મુકાય છે તે છે : સરવાળો,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર.
00:56 ચાલો પહેલા આપણે આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલ ખોલીએ.
01:02 આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલમાં,ચાલો જોઈએ કે બધા ખર્ચની કિંમત "કોસ્ટ" નામના શીર્ષક નીચે કેવી રીતે ઉમેરીએ.
01:13 આપણે હજી એક શીર્ષક "મીસેલેનીયસ" શીર્ષક નીચે આપીશું જે છે "સમ ટોટલ".
01:19 અને આપણે સેલ 'એ8' ઉપર ક્લિક કરીશું અને અનુક્રમ આંક '7' આપીશું.
01:25 હવે ચાલો સેલ આંક 'સી8' ઉપર ક્લિક કરીએ જ્યાં આપણે કુલ ખર્ચ કિંમત પ્રદર્શિત કરવા માંગીએ છીએ.
01:32 બધી ખર્ચ કિંમતનો સરવાળો કરવા,આપણે લખીશું "ઈઝ ઇકવલ ટુ સમ" અને કૌંસમાં જેને ઉમેરવા છે તે સ્તંભોની શ્રેણી,જે છે "સી૩ કોલન સી7".
01:44 હવે કીબોર્ડ ઉપર એન્ટર દબાવીએ.
01:47 તમે જુઓ "કોસ્ટ" નીચે રહેલ બધી વસ્તુઓ ઉમેરાયેલ ગયી છે.
01:51 હવે ચાલો કેલ્કમાં બાદબાકી કેવી રીતે કરવી તે શીખીએ.
01:55 જો આપણે "હાઉઝ રેન્ટ" અને "ઈલેકટ્રીસીટી"ની કિંમતોની બાદબાકી કરી "એ9"થી સંદર્ભિત થતા સેલમાં પરિણામ પ્રદર્શિત કરવા ઇચ્છતા હોઈએ તો પ્રથમ 'એ9' ઉપર ક્લિક કરીએ.
02:06 હવે આ સેલમાં,લખીએ "ઈઝ એક્વલ ટુ" અને કૌંસમાં સંબંધિત સેલ સંદર્ભો,જે છે "સી૩ બાદ સી૪".
02:17 કીબોર્ડ ઉપર એન્ટર કળ દબાવીએ.
02:20 આપણે જોઈ શકીએ છીએ કે તે બંને સેલ સંદર્ભોમાં રહેલ કિંમત બાદ થઇ ગયી છે અને પરિણામ સેલ આંક 'એ9'માં દેખાય છે.
02:29 ચાલો "અન્ડૂ" કરી આને ફરી પહેલા જેવું કરીએ..
02:32 આ જ રીતે,જુદા-જુદા સેલમાંના ડેટાનો ભાગાકાર અને ગુણાકાર પણ થઇ શકે છે.
02:37 સ્પ્રેડશીટમાં થતી અન્ય પાયારૂપ પ્રક્રિયા છે નંબરોની સરેરાશ કાઢવી.
02:43 ચાલો જોઈએ કે તેનું અમલીકરણ કેવી રીતે થાય છે.
02:45 ચાલો "સમ ટોટલ" નીચે શીર્ષક આપીએ "એવરેજ"
02:50 અહિયાં આપણે કુલ કિંમતની સરેરાશ પ્રદર્શિત કરીશું.
02:55 તો ચાલો "સી9" ઉપર ક્લિક કરીએ.
02:58 હવે આપણે લખીશું "ઈઝ ઇકવલ ટુ" કૌંસમાં એવરેજ એન્ડ કોસ્ટ
03:04 કીબોર્ડમાં "એન્ટર" કળ દબાવીએ.
03:07 તમે જુઓ કે "કોસ્ટ" સ્તંભની સરેરાશ આ સેલમાં દેખાય છે.
03:11 ચાલો "અન્ડૂ" કરી આને ફરી પહેલા જેવું કરીએ.
03:15 આ જ રીતે,તમે આડી હરોળમાંના ઘટકોની સરેરાશ પણ શોધી શકો છો.
03:20 આપણે સુત્રો અને ઓપરેટર એટલેકે કે પ્રચાલક વિશે હજી ઊંડાણમાં અદ્યતન ટ્યુટોરીયલમાં શીખીશું.
03:25 ચાલો હવે કેલ્ક સ્પ્રેડશીટમાં ડેટા કેવી રીતે વર્ગીકૃત કરવા તે શીખીશું.
03:30 વર્ગીકરણ શીટમાંના દ્રશ્યમાન થતા સેલને કોઈ પણ ઇચ્છિત પ્રકારે ગોઠવી શકે છે.
03:35 કેલ્કમાં,તમે ડેટાને ત્રણ માપદંડ સુધી વર્ગીકૃત કરી શકો છો,જે એક પછી એક લાગુ પડે છે.
03:43 જયારે તમે કોઈ વિશિષ્ટ વસ્તુ શોધી રહ્યા હોવ ત્યારે તે બહુ ઉપયોગી નીવડે છે અને વળી જ્યારે ડેટા ફિલટર્ડ હોય ત્યારે એ વધુ શક્તિશાળી બની રહે છે.
03:51 ચાલો,આપણને "કોસ્ટ" શીર્ષક હેઠળ રહેલા ડેટાને ચડતા ક્રમમાં વર્ગીકૃત કરવા છે.
03:57 તો પહેલા,આપણે સેલ "કોસ્ટ" ઉપર ક્લિક કરી જે સેલ આપણને વર્ગીકૃત કરવા છે તેને પ્રકાશિત કરીએ.
04:03 હવે માઉસના ડાબા બટનને પકડી રાખી,સ્તંભ સુધી ખસેડો જ્યાં સુધી "2000" ધરાવતી સેલનો અંત ના આવે.
04:12 આ આપણને જે સ્તંભનું વર્ગીકરણ કરવું છે તેને પસંદ કરશે.
04:15 હવે મેનુ બારમાંના "ડેટા" વિકલ્પ ઉપર ક્લિક કરી અને પછી "સોર્ટ" ઉપર ક્લિક કરીએ.
04:21 હવે "કરંટ સેક્શન" પસંદ કરીએ.
04:24 તમે જુઓ એક સંવાદ બોક્સ ખુલે છે જે "સોર્ટ ક્રાઈટેરિયા" અને "ઓપ્શન્સ" ટેબ ધરાવે છે.
04:31 "સોર્ટ ક્રાઈટેરિયા" ટેબમાં,"સોર્ટ બાય" ક્ષેત્રમાં "કોસ્ટ"ને પસંદ કરીએ.
04:37 "કોસ્ટ"ને ચડતા ક્રમમાં ગોઠવવા માટે,તેના પછીના "અસેન્ડીંગ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
04:44 હવે "ઓકે" પર ક્લિક કરીએ.
04:47 તમે જુઓ કે સ્તંભ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયો છે.
04:51 આ જ રીતે,તમે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો,તો "ડીસેન્ડીંગ" ઉપર ક્લિક કરી પછી "ઓકે" બટન ઉપર ક્લિક કરીએ.
04:59 "અન્ડું" દબાવી ફરી પહેલા જેવું કરીએ.
05:02 અસંખ્ય સ્તંભો,પહેલા બધાને પસંદ કરી અને પછી "સોર્ટ" વિકલ્પ પસંદ કરી એક સાથે વર્ગીકૃત કરી શકાય છે.
05:09 જેમકે,ચાલો આપણને "સીરીઅલ નંબર્સ" અને "કોસ્ટ" બંનેને વર્ગીકૃત કરવા છે.
05:14 તો પહેલાની જેમ સ્તંભોને પસંદ કરીએ.
05:18 હવે મેનુ બારમાંના "ડેટા" વિકલ્પ ઉપર ક્લિક કરી અને પછી "સોર્ટ" ઉપર ક્લિક કરીએ.
05:24 સંવાદ બોક્સ જે દેખાય છે,તેમાં પહેલા "સોર્ટ બાય" ક્ષેત્રમાં "કોસ્ટ"ને પસંદ કરીએ.
05:30 અને પછી "ધેન બાય" ક્ષેત્રમાં "એસએન" પસંદ કરીએ.
05:35 તેની નજીકના બંને વિકલ્પોમાં "ડીસેન્ડીંગ" ક્લિક કરીએ અને પછી "ઓકે" દબાવીએ.
05:43 તમે જુઓ બંને શીર્ષકો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે.
05:47 "અન્ડું" દબાવી ફરી પહેલા જેવું કરીએ.
05:49 હવે જોઈએ કે લીબરઓફીસ કેલ્કમાં ડેટા કેવી રીતે ફિલ્ટર એટલેકે નીતારવામાં થાય છે.
05:53 ફિલ્ટર એ શરતોની યાદી છે જેનો અમલ દરેક દાખલ થતા ડેટાને દ્રશ્યમાન થવા કરવો પડે છે.
06:00 સ્પ્રેડશીટમાં ફિલ્ટર લાગુ પાડવા,ચાલો "આઈટમ" નામના સેલ ઉપર ક્લિક કરીએ.
06:07 હવે મેનુ બારના "ડેટા" ઉપર ક્લિક કરી પછી "ફિલ્ટર" ઉપર ક્લિક કરીએ.
06:12 હવે પોપ-અપ મેનુમાં "ઓટોફિલ્ટર" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
06:16 તમે જોઈ શકો છો કે શીર્ષકો ઉપર એક "તીર જેવું ચિહ્ન" આવી જાય છે.
06:20 "આઈટમ" નામના સેલ ઉપર નીચેની દિશા દર્શાવતું તીરવાળું બટન દબાવીએ.
06:24 જો હવે તમે "ઈલેકટ્રીસીટી બીલ"ને સંબંધિત ડેટા જ દેખાડવા ઈચ્છતા હોવ.
06:29 તો તેના માટે "ઈલેકટ્રીસીટી બીલ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
06:34 તમે જુઓ માત્ર "ઈલેકટ્રીસીટી બીલ"ને સંબંધિત ડેટા જ દ્રશ્યમાન છે.
06:40 બાકીના બધા વિકલ્પો ફિલ્ટર થઇ ગયા છે.
06:43 બધા ડેટા જોવા માટે,"આઈટમ" સેલ ઉપર પાછુ નીચેની દિશા સૂચવતું બટન દબાવીએ અને પછી "ઓલ" ઉપર ક્લિક કરીએ.
06:52 હવે જુઓ, આપણે લખેલા બધા મૂળ ડેટા આપણે જોઈ શકીએ છીએ
06:59 "ઓટોફિલ્ટર" ઉપરાંત,બીજા અન્ય બે ફિલ્ટર વિકલ્પ પણ છે જેના નામ છે : "સ્ટાનડર્ડ ફિલ્ટર" અને "એડવાન્સ ફિલ્ટર". જે આપણે આ શાખાના અન્ય તબક્કાઓમાં શીખીશું.
07:11 અહીં લીબરઓફીસ કેલ્કનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:15 સારાંશ માટે, આપણે શીખ્યું:
07:18 સુત્રોનો પાયાગત પરિચય
07:21 સ્તંભ દ્વારા થતું વર્ગીકરણ(સોર્ટીંગ)
07:23 ડેટાનું પાયાગત નીતારણ એટલેકે ફિલ્ટરીંગ.
07:26 આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:30 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:33 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:37 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ
07:40 મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરીએ છીએ.
07:43 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
07:47 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07:53 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
07:58 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:06 આ ઉપર વધુ માહિતી
08:08 "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
08:16 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા.
08:20 આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya