LibreOffice-Suite-Base/C4/Design-Refine-Database-Design-and-Normalization-Rules/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 LibreOffice Base પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ ડેટાબેઝ ડિઝાઇન પરના અગાઉના ટ્યુટોરીયલ સાથે ચાલુ છે.
00:11 અને અહીં આપણે નીચેના વિષયો શીખીશું:
00:15 7. ડેટાબેઝ ડિઝાઇનને સુધારવું.
00:18 8. નોર્મલાઇઝેશન નિયમોને લાગુ કરવું
00:21 9. ડેટાબેઝ ડિઝાઇનને ચકાસવું.
00:25 છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યું કે કેવી રીતે કોષ્ટક રીલેશનશીપને સ્થાપિત કરવા માટે પ્રાથમિક કીઓ અને ફોરેઇન કીઓને સંસ્થાપિત કરવી.
00:34 ચાલો હવે ડેટાબેઝ ડિઝાઇનની પ્રક્રિયા સાથે શરૂઆત કરીએ.
00:38 પહેલા, આપણે આપણી ડેટાબેઝ ડિઝાઇનને સુધારિત કરીશું.
00:42 હવે જો કે આપણી પાસે એક પ્રારંભિક ડિઝાઇન છે, આપણે નમૂના માહિતી સહીત કોષ્ટકોને બનાવી શકીએ છીએ અને પ્રસ્તુત કરી શકીએ છીએ.
00:50 આપણે નમૂના ક્વેરીઓ, ફોર્મો અને રિપોર્ટો બનાવી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા તમામ પ્રારંભિક પ્રશ્નોના જવાબો અપાયા છે.
00:59 આપણે બિનજરૂરી નકલો માટે તપાસ કરી શકીએ છીએ અને ડિઝાઇન ફેરફાર કરીને તેમને રદ કરી શકીએ છીએ.
01:06 આપણે ભૂલી ગયા હોય તે કૉલમોને ઉમેરી શકીએ છીએ.
01:10 ડેટાબેઝ ઇન્ટેગ્રીટીનો અમલ કરવા માટે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં બિઝનેસ નિયમોનો સમાવેશ પણ કરી શકીએ છીએ.
01:19 ઉદાહરણ તરીકે, Books કોષ્ટકમાં Price કૉલમ ન્યુમેરિક (અંક ધરાવતી) હોવી જોઈએ.
01:24 અન્ય બિઝનેસ નિયમ છે: પુસ્તક પાછી આપવાની તારીખ પુસ્તકની જારી થયેલ તારીખથી એક મહિના પછીની હોવી જોઈએ.
01:32 અથવા જ્યારે કોઈ ચોક્કસ ક્રિયા થાય છે, આગળ બીજી શરૂ થવી જોઈએ.
01:39 તો જો કોઈ પુસ્તકની પાછી આપવાની તારીખ નીકળી જાય, તો આપણે સભ્યને યાદ કરાવવા માટે એક ઇમેઈલ મોકલવા માટે ડેટાબેઝમાં ક્રિયાઓને સુયોજિત કરવી જોઈએ.
01:50 તો આપણે ફરીથી ડિઝાઇન કરી રહ્યા હોવાથી આપણે નવા કોષ્ટકો, કૉલમો, નિયમો અથવા અવરોધો બનાવી શકીએ છીએ,
01:58 અને આપણે ડેટા ઇન્ટેગ્રીટી ખોવાઈ નથી એ ખાતરી કરવા માટે પાછલા તમામ પગલાઓ દરમ્યાન જવું પડશે.
02:07 આગળ, આપણે નોર્મલાઇઝેશન નિયમોને લાગુ પાડી શકીએ છીએ.
02:13 આનો ઉપયોગ એ જોવા માટે થાય છે કે આપણા કોષ્ટકો
02:17 a) યોગ્ય રીતે સ્ટ્રક્ચર થયેલ છે કે નહી અને
02:20 b) કોઈપણ બદલાવ એનામોલી થી મુક્ત છે કે નહી જેવું કે આપણે અગાઉ જોયું હતું.
02:25 ડેટાબેઝ ડિઝાઇનમાં નિયમો અથવા નોર્મલ ફોર્મસ લાગુ કરવાની પ્રક્રિયાને નોર્મલાઇઝેશન (સામાન્યિકરણ) કહેવાય છે.
02:33 ચાલો આપણા ટ્યુટોરીયલમાં પહેલા ત્રણ નોર્મલ ફોર્મસ જોઈએ.
02:38 ચાલો પહેલા પ્રથમ નોર્મલ ફોર્મ જોઈએ.

પ્રથમ નોર્મલ ફોર્મ અથવા કે 1NF દર્શાવે છે કે તમામ કૉલમ વેલ્યુઓ નાની હોવી જોઈએ.

02:51 ઉદાહરણ તરીકે, Books કોષ્ટકમાં Price કૉલમમાની દરેક સેલ ફક્ત એક જ વેલ્યુ ધરાવતી હોવી જોઈએ.
02:59 એનો અર્થ એ છે કે કૉલમ ફક્ત પુસ્તકની કિંમત ધરાવતી હોવી જોઈએ અને બીજું કઈજ નહી.
03:07 એજ રીતે, Authors કોષ્ટકમાની First Name કૉલમની દરેક સેલમાં ફક્ત લેખકનું પ્રથમ નામ જ હોવું જોઈએ.
03:16 પ્રથમ નોર્મલ ફોર્મ એ પણ કહે છે કે કૉલમોનાં પુનરાવર્તીત જૂથો ન હોવા જોઈએ.
03:23 ઉદાહરણ તરીકે, આપણે ધારીશું કે એક પ્રકાશકે ૩ પુસ્તકો પ્રકાશિત કરી છે
03:29 અને Publishers કોષ્ટક સ્ટ્રકચર નીચે આપેલ કૉલમોને ધરાવે છે:
03:34 Publisher Id, Publisher, Book1, Author 1, Book 2, Author 2, Book 3, Author 3
03:47 પુનરાવર્તીત જૂથોની નોંધ લો: Book અને Author ત્રણ વખત.
03:52 તેથી જો આપણે આવા પુનરાવર્તીત જૂથો જોઈએ, તો આપણે આપણી ડીઝાઇનને ફરીથી જોવી જોઈએ.
03:58 હવે જો પ્રકાશક હજુ વધારે દસ પુસ્તકોને પ્રકાશિત કરે છે, તો આપણે ૨૦ કૉલમૉ ઉમેરીને કોષ્ટક સ્ટ્રકચરને બદલી કરવાની જરૂર પડે છે.
04:08 તો આપણે જોયું કે કોષ્ટક ડીઝાઇન જેમ ડેટા બદલાય છે તેમ સ્થાયી નથી.
04:14 તે ઉપરાંત કોષ્ટકને પુસ્તક કે લેખક દ્વારા શોધવાનું અને સોર્ટ કરવાનું જટિલ બનશે.
04:23 તેથી કોષ્ટકને બે અથવા ત્રણ કોષ્ટકોમાં વિભાજીત કરીને આપણે આ ઉકેલી શકીએ છીએ.
04:30 આપણા ઉદાહરણમાં, આપણે ઉપરનાં કોષ્ટકને સ્ક્રીન પર આવેલ ઈમેજમાં બતાવ્યા પ્રમાણે Publishers, Books અને Authors માં વિભાજીત કરીશું.
04:41 આ ડીઝાઇન કોષ્ટકને પ્રથમ નોર્મલ ફોર્મમાં લાવે છે
04:47 અને Publishers અને Books ના ડેટા બદલાતા હોવા છતાં પણ કોષ્ટક સ્ટ્રકચરોને સ્થાયી રાખે છે .
04:56 ચાલો હવે બીજા નોર્મલ ફોર્મને જોઈએ.
05:00 એક કોષ્ટક બીજા નોર્મલ ફોર્મ, અથવા કે 2NFમાં કહેવાય છે, જો તે 1NFમાં હોય.
05:07 અને દરેક બિન-કી કૉલમ પૂરી રીતે બધી પ્રાયમરી કી ઉપર આધારિત થઇ જાય છે.
05:14 આ નિયમ ત્યારે લાગુ થાય છે જ્યારે આપણી પાસે એક કરતા વધુ કૉલમનાં સમાવેશ વડે બનેલ પ્રાયમરી કી હોય છે.
05:22 ઉદાહરણ તરીકે, ચાલો BooksIssued કોષ્ટકને, આપેલ કૉલમો સાથે ધારીએ.
05:29 BookId, MemberId, BookTitle, અને IssueDate, તે સાથે BookId અને MemberId કોષ્ટક માટે પ્રાયમરી કી બનાવીએ છીએ.
05:42 હવે, BookTitle કૉલમની નોંધ લો.
05:45 Books કોષ્ટકમાં આપણે BookId શોધી BookTitle મેળવી શકીએ છીએ.
05:52 બીજા શબ્દોમાં, BookTitle એ ફક્ત Book ID પર આધારિત છે, Member ID પર નહી.
06:00 તો તે સમગ્ર પ્રાયમરી કી પર આધારિત નથી.
06:06 આ કોષ્ટકને બીજા નોર્મલ ફોર્મમાં લાવવા માટે, આપણે આ કોષ્ટકમાંથી BookTitle ને રદ્દ કરવું પડશે.
06:14 અને ફક્ત તે જ કૉલમોને રાખવી પડશે જે પ્રાયમરી કી અને કૉલમો બંને પર સંપૂર્ણ રીતે આધારિત હોય.
06:23 IssueDate કૉલમને અહીંયા રખાશે, કારણ કે તે બંને પ્રાયમરી કી ફિલ્ડ્સ પર સંપૂર્ણ રીતે આધારિત છે.
06:31 હવે ચાલો જોઈએ ત્રીજું નોર્મલ ફોર્મ શું છે.
06:35 એક કોષ્ટક ત્રીજા નોર્મલ ફોર્મ (3NF) માં કહેવાય છે, જો તે 2NF માં હોય છે.
06:42 અને જો તમામ બિન-કી કૉલમો એક બીજાથી સ્વતંત્ર હોય.
06:48 ઉદાહરણ તરીકે, ચાલો આપણે BooksIssued કોષ્ટકને નીચે પ્રમાણે આપેલ કૉલમો સાથે ધારીએ
06:54 BookIssueId (પ્રાથમિક કી તરીકે હોય છે),

BookTitle, Member, IssueDate, અને ReturnDate.

07:03 અને એ ધારીએ કે પાછી આપવાની તારીખ માટે લાઇબ્રેરીની નીતિ એ પુસ્તક જારી થયાની તારીખનાં એક મહીના પછીની છે.
07:11 હવે, બેઝ IssueDate કૉલમની મદદથી પાછી આપવાની તારીખની ગણતરી કરી શકે છે જે એક બિન-કી કૉલમ છે.
07:19 જેનો અર્થ એ છે કે, ReturnDate ખરેખરમાં ફક્ત IssueDate કૉલમ પર આધારિત છે અને બીજી કોઈ કૉલમ નહી.
07:26 એ પણ છે કે, જો આપણે Return Date ક્ષેત્રમાં એક જુદી તારીખ નાખીએ, તો એથી આપણી લાઇબ્રેરીની નીતિનું ઉલ્લંઘન થશે.
07:37 તો કોષ્ટકને ત્રીજા નોર્મલ ફોર્મમાં રાખવા માટે, આપણે કોષ્ટકમાંથી ReturnDate કૉલમ રદ કરીશું.
07:44 તો હવે આપણે જાણીએ છીએ કે કેવી રીતે પહેલા ત્રણ નોર્મલ ફોમ્સ ને લાગુ પાડવા.
07:49 સામાન્ય રીતે, આપણી ડેટાબેઝની ડીઝાઇન 3NF પર રોકાઈ શકે છે.
07:55 નોર્મલ ફોમ્સ અને ડેટાબેઝ ડીઝાઇન પર વધુ વિગત માટે, સ્ક્રીન પર દર્શાવેલ વેબસાઈટ જુઓ.
08:05 અંતે, ચાલો આપણી ડેટાબેઝ ડીઝાઇનને ચકાસીએ, કારણ કે આપણે ડેટાબેઝ ડીઝાઇન પ્રક્રિયા સમાપ્ત કરી ચુક્યા છીએ,
08:12 આપણે ડેટાબેઝ સ્ટ્રકચર બનાવી શકીએ છીએ;
08:16 અહીં આપણે કોષ્ટકો, રીલેશનશીપ, નિયમો અથવા કે કોન્સટ્રેઈંટ્સ (મર્યાદાઓ), ફોર્મો, ક્વેરીઓ અને રિપોર્ટો બનાવીશું.
08:24 અને આપણે ડેટાબેઝને વાસ્તવિક ડેટા અને યુઝર સાથે ચકાસી શકીશું.
08:29 ડેટા ઉમેરવા, ડેટાબેઝમાં સુધારાઓ અથવા રદ્દ કરવા માટે ફોર્મોનો ઉપયોગ કરો.
08:36 પરિણામ સાચુ અને ચોક્કસ છે એ જોવા માટે રિપોર્ટોને રન કરો.
08:42 હવે ડેટાબેઝ વાપરવા માટે તૈયાર છે, આપણે ઝડપની દ્રષ્ટિએ તેનું પ્રદર્શન તપાસી શકીએ છીએ.
08:50 ડેટાની ઝડપી પુનઃપ્રાપ્તિ માટે આપણે કોષ્ટકોમાં ઇંડેક્ષોને ઉમેરી શકીએ છીએ.
08:55 અને આપણી ડેટાબેઝ એપ્લીકેશનને સફળતાપૂર્વક ચાલતી રાખવા માટે, આપણે યોગ્ય સમય અંતરે ડેટાબેઝની જાળવણી કરવી જોઈએ.
09:03 હવે અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે:
09:08 લાઇબ્રેરી ડેટાબેઝ ડીઝાઇનમાં Media નામની એક નવી એન્ટીટી ઉમેરો.
09:14 Media, DVD અને CDઓ નાં સમાવેશથી બનેલ હોય. અને તે ઓડિયો અથવા વિડીયો બંનેમાંથી કંઈપણ એક હોઈ શકે.
09:21 પુસ્તકોની જેમ, DVD અને CDઓ પણ લાઇબ્રેરીનાં સભ્યોને આપી શકાય છે.
09:28 ડેટાબેઝ ડીઝાઇન પ્રક્રિયાને અનુસરો.
09:31 અને તમારી ડીઝાઇનમાં પહેલા ત્રણ નોર્મલ ફોર્મ્સ લાગુ કરો.
09:37 લીબરઓફીસમાં ડેટાબેઝ ડીઝાઇનનાં ત્રીજા ભાગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:45 સારાંશમાં, આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખ્યાં:
09:50 7. ડેટાબેઝ ડિઝાઇનને સુધારવું.
09:52 8. નોર્મલાઇઝેશન નિયમોને લાગુ કરવું.
09:55 9. ડેટાબેઝ ડિઝાઇનનું પરીક્ષણ કરવું.
09:58 સ્પોક્ન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:10 આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
10:15 આ વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે.
10:20 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya