LibreOffice-Suite-Base/C4/Database-Design-Purpose-OrganizeTables/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખીશું: |
00:09 | આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો |
00:12 | જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી |
00:15 | માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું. |
00:19 | ડેટાબેઝ ડીઝાઇન શું છે? |
00:21 | ડેટાબેઝ ડીઝાઇન એ ડેટાબેઝની વિસ્તૃત ડેટા મોડેલ બનાવવાની પ્રક્રિયા છે. |
00:28 | સારી ડીઝાઇન વડે, ડેટાબેઝ |
00:32 | વ્યવસ્થિત, ચોક્કસ અને સંપૂર્ણ માહિતી પૂરી પાડી શકે છે |
00:37 | જેનો અર્થ એ છે કે આપણે વિવિધ સ્તરે આપણી માહિતીની સંકલનતાની ખાતરી કરી શકીએ છીએ |
00:43 | ડેટા પ્રોસેસિંગ (માહિતી પર પ્રક્રિયા કરવી કે વપરાશમાં લેવી) અને રીપોર્ટીંગ માટે આપણી જરૂરિયાતોને મેળવી શકીએ છીએ |
00:48 | અને ફેરફારને સરળતાથી સમાવી શકીએ છીએ. |
00:51 | ડેટાબેઝ ડીઝાઇનની પ્રક્રિયા નીચેના પગલાંઓને સમાવે છે |
00:57 | આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો |
01:00 | જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી |
01:04 | માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું |
01:07 | માહિતી આઈટમોને કોલમોમાં ફેરવવી |
01:11 | પ્રાયમરી કીઓ સ્પષ્ટ કરવી |
01:14 | કોષ્ટક રીલેશનશીપ સુયોજિત કરવા |
01:17 | આપણી ડીઝાઇનને સુધારિત કરવું |
01:20 | નોર્મલાઈઝેશન નિયમોને લાગુ પાડવા |
01:23 | અને અંતે, ડેટાબેઝને પરીક્ષણ કરવું, રન કરવું, અને અનુરક્ષણ કરવું. |
01:28 | ઠીક છે, ચાલો પહેલા પગલાં પર જઈએ જે છે |
01:32 | આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો. |
01:35 | ચાલો એક સાદી લાઈબ્રેરી એપ્લીકેશન ધારીએ. |
01:38 | સામાન્ય રીતે લાઈબ્રેરી પુસ્તકો ધરાવે છે. |
01:41 | અને આ પુસ્તકો તેના નોંધાયેલ થયેલ સભ્યોને જારી થાય છે. |
01:45 | તો આપણને એક લાઈબ્રેરી એપ્લીકેશનની જરૂર, પુસ્તકો અને સભ્યોની યાદીનું અનુરક્ષણ કરવા માટે |
01:51 | અને તેના સભ્યો માટે જારી થનાર આ પુસ્તકોને ટ્રેક કરવા માટે. |
01:56 | આપણુ પહેલુ પગલું છે જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી. |
02:01 | અહીં આપણે તમામ માહિતીઓનાં પ્રકારોને મેળવીએ છીએ જે આપણે ડેટાબેઝમાં રેકોર્ડ કરવા ઈચ્છીએ છીએ. |
02:09 | હવે જો કે આપણે લાઈબ્રેરી એપ્લીકેશનનો હેતુ જાણીએ છીએ, તો ચાલો અહીં આઈટમો ને સમજીએ. |
02:17 | અહીં પુસ્તકો છે. |
02:19 | એક પુસ્તક પાસે એક શીર્ષક, લેખક,પ્રકાશક, અને કીંમત હોય છે. |
02:24 | અને આપણે લેખકની માહિતીને પણ સંગ્રહીત કરી શકીએ છીએ જેમ કે, જન્મ તારીખ અને દેશ જ્યાંથી તેઓ સંબંધિત છે. |
02:33 | આપણે પ્રકાશકનું નામ, સરનામું અને ફોન નંબર પણ સંગ્રહીત કરી શકીએ છીએ. |
02:38 | અહીં લાઈબ્રેરીના સભ્યો પણ છે જે નામો, ફોન ક્રમાંકો અને સરનામાંઓ ધરાવે છે. |
02:45 | હવે જયારે એક સભ્યને એક પુસ્તક જારી થાય છે, તો ત્યારે હોય છે |
02:49 | પુસ્તક જારી થયેલાની તારીખ, પાછી આપવાની તારીખ, વાસ્તવિક પાછી આપવાની તારીખ અને ચેક્ડ ઇન સ્થિતિ. |
02:56 | આ વ્યક્તિગત આઈટમોને એટ્રીબ્યુટ્સ પણ કહેવાય છે. |
03:01 | આ દરેક એટ્રીબ્યુટો કોષ્ટકમાં એક સંભવિત કોલમને દર્શાવે છે. |
03:08 | આ જગ્યાએ, આપણે પ્રશ્નોને સુત્રિત કરી શકીએ છીએ જેમ કે: |
03:12 | લાઈબ્રેરીને એક પ્રકાશક દ્વારા પૂરી પાડવામાં આવેલ નવી પુસ્તકોના એક સેટ માટે આપણે માહિતી કેવી રીતે ઉમેરીશું? |
03:20 | આપણે તેના સભ્યોની એક યાદીને કેવી રીતે જાળવીશું? |
03:25 | ત્યારે શું જો એક સભ્ય છોડવા અથવા તેનું સરનામું બદલવા ઈચ્છે છે? |
03:32 | આપણે માહિતીમાં કેવી રીતે સુધારાઓ કરીશું, જયારે એક પુસ્તક એક સભ્ય દ્વારા પાછી અપાય છે? |
03:38 | કેવા પ્રકારના રિપોર્ટો આપણે બનાવવા ઈચ્છીએ છીએ? |
03:42 | કઈ પુસ્તકો વાંચકો દ્વારા સૌથી વધુ વંચાયેલ છે? |
03:46 | અને કેવી રીતે આપણે એ પુસ્તકોની યાદી બનાવીએ જેની પાછી આપવાની તારીખ સભ્યો દ્વારા જતી રહ્યી હોય જેમણે તે ઉછીની લીધી છે? |
03:55 | હવે આપણી પાસે કેટલીક વિગતો છે, ચાલો જોઈએ કે આપણે કેવી રીતે માહિતીને કોષ્ટકોમાં વિભાજીત કરી શકીએ છીએ. |
04:02 | આપણે આપણી માહિતી આઈટમો અથવા એટ્રીબ્યુટોને મુખ્ય તત્વો અથવા વિષયોમાં વિભાજીત કરીશું. |
04:11 | દરેક વિષય પછી એક કોષ્ટક બને છે. |
04:14 | તેથી કોષ્ટકોની પ્રારંભિક યાદી સ્ક્રીન પર દર્શાવેલ ઈમેજની જેવી દેખાય છે. |
04:21 | અહીં બતાવેલ મુખ્ય વિષયો અથવા તત્વો એ Books અને Members છે. |
04:26 | તેથી, બે કોષ્ટકો સાથે શરૂઆત કરવી એ અર્થપૂર્ણ છે, એક Books માટે અને એક Members માટે. |
04:33 | ચાલો હવે Books કોષ્ટક વિશે વિગતમાં જોઈએ. |
04:37 | તેની પાસે ૧૦ એટ્રીબ્યુટો અથવા કોલમો છે જે આપણે પહેલા વ્યખ્યાયિત કરી હતી: |
04:43 | Title, Author, Publisher, PublisherAddress, PublisherCity, PublisherPhone, PublishYear, Price, AuthorBirthDate અને AuthorCountry. |
04:58 | હવે ચાલો જોઈએ કે આ કોષ્ટકમાં કઈ રીતે પ્રદર્શિત થયેલ છે. |
05:03 | નોંધ લો કે, દરેક પંક્તિ અથવા રેકોર્ડ એ એક પુસ્તક, તેના લેખક અને તેના પ્રકાશક વિશે માહિતી ધરાવે છે. |
05:13 | હવે, આ ડીઝાઇનમાં બે ભૂલો છે. |
05:17 | અહીં સમાન લેખક અથવા પ્રકાશક દ્વારા ઘણી પુસ્તકો હોઈ શકે છે. |
05:23 | તો આપણે નોંધ લીધી કે લેખકની માહિતી અને પ્રકાશકની માહિતી ઘણી વાર પુનરાવર્તિત થઇ છે, |
05:31 | જે કમ્પ્યુટરની ડિસ્ક સ્પેસને બગાડે છે. |
05:34 | અને આ ડીઝાઇન સાથે બીજી એક સમસ્યા એ છે કે: |
05:38 | તે ડેટાબેઝમાં અનિયમિતતા (એનોમેલીસ) ને બનાવવાનું જોખમ વધારે છે. |
05:44 | હવે એનોમલી શું છે? |
05:47 | સામાન્ય રીતે ડેટાબેઝમાં તે એક એરર અથવા અસંગતતા છે. |
05:53 | એનોમેલીસ ત્રણ પ્રકારની હોય છે: |
05:57 | પ્રથમ છે ઈન્સર્શન એનોમલી, |
06:01 | જે જયારે એક નવો રેકોર્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે થઇ શકે છે, |
06:06 | અથવા ત્યારે જયારે અન્ય એટ્રીબ્યુટોની હાજરી વિના અમુક ચોક્કસ એટ્રીબ્યુટોને ડેટાબેઝમાં દાખલ કરી ન શકાતા હોય. |
06:14 | ઉદાહરણ તરીકે, આપણે ધારીશું કે પેન્ગ્વીન (Penguin) નામનો એક નવો પ્રકાશક છે. |
06:21 | હવે આપણી ડીઝાઇન આપણને પેન્ગ્વીન પ્રકાશકો વિશેની વિગતો દાખલ કરવા દેશે નહી, જ્યાં સુધી આપણી લાઈબ્રેરી તેમના દ્વારા ઓછામાં ઓછી એક પુસ્તક ન મેળવે. |
06:34 | બીજી એનોમલી છે ડીલીશન એનોમલી, |
06:39 | જે રેકોર્ડને રદ્દ કરવા દરમ્યાન થઇ શકે છે. |
06:43 | અહીં, ડેટાબેઝમાં પંક્તિ અથવા રેકોર્ડનું ડીલીશન,આપણે ઈચ્છેલ માહિતીથી વધારે માહિતીને રદ્દ કરી દે છે. |
06:51 | ઉદાહરણ તરીકે, આપણે જોઈએ છીએ કે આપણી લાઈબ્રેરીમાં Orient પ્રકાશકની ‘Paradise Lost’ શીર્ષક નામની ફક્ત એક પુસ્તક છે. |
07:01 | હવે જો આપણે આ સંપૂર્ણ રેકોર્ડ રદ્દ કરીએ છીએ, તો આપણે Orient પ્રકાશકો પરની તમામ માહિતીને ગુમાવી દઈશું. |
07:10 | અને તે સાથે આપણે લેખક જોહ્ન મિલ્ટન વિશેની માહિતીને પણ ગુમાવીશું. |
07:16 | અને અંતે ચાલો જોઈએ અપડેટ એનોમલી શું છે. |
07:21 | તે એક રેકોર્ડમાં સુધારાઓ કરતી વખતે થાય છે. |
07:26 | ઉદાહરણ તરીકે, ચાલો ધારીએ કે કેમ્બ્રિજ પ્રકાશકો પાસે એક નવું સરનામું છે. |
07:32 | હવે, આ પ્રકાશક માટે સરનામાની કોલમમાં સુધારા કરવા માટે આપણે એક કરતા વધુ સ્થાનમાં ફેરફાર કરવાની જરૂર રહેશે. |
07:40 | આપણા કિસ્સામાં, બે સ્થાને. |
07:43 | અને જો કેમ્બ્રિજે એક હજાર પુસ્તકો પૂરી પાડી હોય, તો એનો અર્થ એ છે કે, આપણે તે હજાર રેકોર્ડોમાં સરનામાંને બદલવાની જરૂર છે. |
07:54 | અને આપણે કદાચિત આકસ્મિક રીતે એક સ્થાને સરનામું બદલી, બીજા સ્થાનમાં બદલવાનું ભૂલી ગયા. |
08:02 | તેથી આ માહિતી ચોક્કસ ન હશે અને એ રીતે ડેટા સંકલિતતા ખોવાય જશે. |
08:11 | આપણે આ સમસ્યા કેવી રીતે ઉકેલીશું? |
08:14 | આપણે ફરીથી ડીઝાઇન કરવું જોઈએ જેથી આપણે દરેક હકીકતને ફક્ત એક વખત રેકોર્ડ કરીએ. |
08:20 | જો સમાન માહિતી એક કરતા વધુ સ્થાનમાં પુનરાવર્તિત થાય છે, તો આપણે તે માહિતીને એક અલગ કોષ્ટકમાં સ્થાનાંકીત કરવી જોઈએ. |
08:29 | ચાલો જોઈએ કેવી રીતે. |
08:31 | હવે આપણે Books કોષ્ટકને Books, Authors અને Publisher કોષ્ટકમાં વિભાજીત કર્યું છે. |
08:38 | નોંધ લો કે દરેક કોષ્ટકની કોલમો ફક્ત તે જ તત્વો અથવા વિષય વિશેની હકીકતોને સંગ્રહીત કરે છે. |
08:47 | આ રીતે, આપણે પ્રકાશકની માહિતી Publisher કોષ્ટક અંદર ફક્ત એક વાર રેકોર્ડ કરી શકીએ છીએ. |
08:55 | એજ રીતે, એક અલગ Authors કોષ્ટક હોવું એ, લેખકની માહિતીને ફક્ત એક વાર રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે. |
09:04 | અને પછીના ટ્યુટોરીયલમાં આપણે જોશું કે કેવી રીતે આપણે આ કોષ્ટકોને Books કોષ્ટક સાથે જોડી શકાય. |
09:12 | અહીં લીબરઓફીસમાં ડેટાબેઝ ડીઝાઇનનાં પહેલા ભાગ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલનો સમાપ્ત થાય છે. |
09:19 | સારાંશમાં, આપણે ડેટાબેઝ ડીઝાઇન પર નીચે આપેલ વિષયો શીખ્યાં: |
09:25 | આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો |
09:28 | જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી |
09:32 | માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું |
09:36 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:48 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
09:54 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
09:58 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |