LibreOffice-Suite-Base/C3/Create-Subforms/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:07 સબફોર્મ (પેટા ફોર્મ) બનાવવું.
00:09 આ માટે, ચાલો આપણા સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનાં ઉદાહરણ સાથે આગળ વધીએ.
00:15 અને આપણે નીચે આપેલ કેસને ધ્યાનમાં લેશું:
00:18 કેવી રીતે આપણે લાઈબ્રેરીનાં તમામ સભ્યોને યાદીમાં દર્શાવી શકીએ?
00:22 અને દરેક સભ્ય માટે, આપણે ફક્ત એજ પુસ્તકો કેવી રીતે જોઈ શકીએ જે એ સભ્ય દ્વારા હજુ સુધી પાછી અપાયેલ નથી?
00:31 એક માર્ગ એ છે કે લાઈબ્રેરીનાં તમામ સભ્યોને યાદીમાં દર્શાવતું એક ફોર્મ બનાવવું
00:36 અને પછી તેના નીચે એક સબફોર્મ બનાવવું, એ પુસ્તકોની યાદી દર્શાવવાં માટે જે સભ્ય દ્વારા હજુ સુધી પાછી અપાયેલ નથી.
00:44 એકવાર આપણે આ ફોર્મ ડીઝાઇન કરી લઈશું, તો આપણે ફોર્મ સુધારવાં માટે સમર્થ થઇ જશું.
00:49 ઉદાહરણ તરીકે, જયારે સભ્ય પુસ્તક પાછી આપે છે, તો આ માહિતીને આપણે સુધારિત કરી શકીએ છીએ.
00:55 અને, જે ફોર્મ આપણે ડીઝાઇન કરીશું તેનો સ્ક્રીનશોટ નમૂનારૂપે અહીં છે.
01:01 નોંધ લો કે તે નીચે તળિયે સબફોર્મ પણ બતાવે છે.
01:06 ચાલો આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ.
01:09 પાછલાં ટ્યુટોરીયલોમાં, આપણે ‘History of Books Issued to Members’ ક્વેરી બનાવી હતી.
01:17 હવે આપણે આ ક્વેરી અને Members ટેબલનો ઉપયોગ આપણું નવું ફોર્મ બનાવવા માટે આધાર તરીકે કરીશું.
01:25 ચાલો આપણે પહેલા ક્વેરી નામ ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીને આ ક્વેરીને copy કરીએ, અને પછી ચાલો paste ઉપર ક્લિક કરીએ.
01:34 ક્વેરી નામ માટે પોપ-અપ વિન્ડોમાં, ચાલો આપણે એક નવું નામ ટાઈપ કરીએ: ‘Books Not Returned’
01:42 ચાલો આપણે ‘Books Not Returned’ ક્વેરીને એડિટ મોડ (ફેરફાર કરી શકાય એવી સ્થિતિ)માં ખોલીએ.
01:48 ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં, ચાલો ફક્ત એજ પુસ્તકો બતાવવાં માટે એક ક્રાઈટેરિયન (માપદંડ) ઉમેરીએ જે ચેક્ડ ઇન થયેલ નથી.
01:58 આ માટે, ચાલો ચેક્ડ ઇન હેઠળ ક્રાઈટેરિયન કોલમમાં ‘equals 0’ ટાઈપ કરીએ.
02:06 અને Enter દબાવીએ.
02:09 હવે ચાલો ક્વેરીને સંગ્રહિત કરીને વિન્ડો બંધ કરીએ.
02:13 મુખ્ય બેઝ વિન્ડોમાં, ચાલો ડાબી પેનલ પર આવેલ Form આઇકોન ઉપર ક્લિક કરીએ
02:20 અને પછી ‘Use Wizard to create Form’ વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
02:25 હવે, આપણે પરિચિત ફોર્મ વિઝાર્ડ જોઈએ છીએ.
02:28 ચાલો આપણું ફોર્મ બનાવવાં માટે ડાબી બાજુએ આવેલ ૮ પગલાઓનું અનુસરણ કરીએ.
02:34 પગલું ૧, field selection માં, ચાલો આપણે ‘Table: Members’ પસંદ કરીએ.
02:40 ત્યારબાદ ચાલો તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને જમણી બાજુએ ખસેડીએ.
02:46 અને ચાલો Next બટન દબાવીએ.
02:49 આપણે પગલું ૨.Setup a subform માં છીએ.
02:54 તો અહીં, ચાલો ‘Add subform’ ચેકબોક્સ ટીક કરીએ,
02:59 અને ‘Subform based on manual selection of fields’ વિકલ્પ પર ક્લિક કરીએ.
03:07 ચાલો પગલું ૩.Add subform fields પર જઈએ.
03:11 અહીં આપણે આપણી નવી ક્વેરીને બોલાવીશું જે આપણે થોડીક મીનીટો પહેલા ડીઝાઇન કરી હતી.
03:18 તો ચાલો Tables or Queries ડ્રોપડાઉનમાંથી ‘Query: Books Not Returned’ પસંદ કરીએ.
03:26 અને સ્ક્રીન ઉપર બતાવ્યાં પ્રમાણે આપણે પસંદિત ફીલ્ડોને ઉપલબ્ધ યાદીમાંથી જમણી બાજુએ લઇ જશું.
03:36 Next ઉપર ક્લિક કરો.
03:39 પગલું ૪.Get joined fields.
03:43 અહીં ઉપરના બે ડ્રોપડાઉનમાંથી, આપણે MemberId ફીલ્ડ પસંદ કરીશું, કારણ કે આજ માત્ર સંબંધિત ફીલ્ડ છે.
03:53 અને Next બટન ઉપર ક્લિક કરીશું.
03:57 પગલું ૫.Arrange Controls.
04:00 અહીં આપણે ત્રીજું વિકલ્પ પસંદ કરીશું, ડેટા શીટ (માહિતી પત્ર) ફોર્મ અને સબફોર્મ બંને માટે.
04:08 અને Next બટન ઉપર ક્લિક કરીશું.
04:11 પગલું ૬.Set data entry.
04:15 અહીં, આપણે આ વિકલ્પો ને આ જ પ્રમાણે રાખીશું અને Next બટન ઉપર ક્લિક કરીશું.
04:22 પગલું ૭.Apply Styles.
04:26 ચાલો ભૂખરા રંગને ફોર્મનાં પુષ્ઠભાગ તરીકે પસંદ કરીએ.
04:29 અને છેલ્લા પગલાં પર જઈએ.
04:32 પગલું ૮.Set Name.
04:36 અહીં ચાલો આપણા ફોર્મને વર્ણનાત્મક નામ આપીએ: ‘Members Who Need to Return Books’
04:45 અને ચાલો Modify form વિકલ્પ ઉપર ક્લિક કરીએ, કારણ કે આપણે બીજા કેટલાક ફેરફારો કરવા જઈ રહ્યા છીએ.
04:53 હવે ચાલો Finish બટન ઉપર ક્લિક કરીએ.
04:56 ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં, નોંધ લો કે અહીં બે ટેબ્યુલર ડેટા શીટ વિસ્તારો છે.
05:04 જે ઉપર આવેલ છે તેને ફોર્મ કહેવાય છે અને જે નીચે આવેલ છે તેને સબફોર્મ કહેવાય છે.
05:11 હવે, ચાલો આપણે ફોર્મની ઉપર એક લેબલ ઉમેરીએ.
05:15 આપણે ટોંચ પર આવેલ ફોર્મ કંટ્રોલ ટૂલબારમાં Label આઇકોન ઉપર ક્લિક કરીશું, અને તેને ફોર્મ પર દોરીશું.
05:25 લેબલ પર બે વાર ક્લિક કરવાથી, તેની પ્રોપર્ટીઝ ખુલશે.
05:31 અહીં આપણે લેબલ સામે ‘Members of the Library’ ટાઈપ કરીશું
05:37 અને ફોન્ટ શૈલીને, Arial, Bold અને માપ ૧૨ માં બદલીશું.
05:47 એજ રીતે, સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ચાલો સબફોર્મ ઉપર બીજું લેબલ ઉમેરીએ
05:55 અને તેને કહેશું ‘List of Books to be returned by the member’
06:00 પછી સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ચાલો ફોર્મની લંબાઈને ઓછી કરીએ.
06:07 અને ત્યારબાદ ચાલો ફોર્મમાં નેમ (નામ) ફીલ્ડની લંબાઈ વધારીએ.
06:13 એજ રીતે, ચાલો સબફોર્મમાં બૂક ટાઈટલ ફીલ્ડને લાંબુ કરીએ.
06:21 ચાલો અહીં ફોન્ટને Arial, Bold અને માપ ૮ કરીએ
06:28 અને ફોર્મ માટે પુષ્ઠભાગ રંગ સફેદ બદલીએ અને સબફોર્મ માટે Blue ૮.
06:37 પછી, ચાલો MemberId કોલમ પર જમણું માઉસ બટન ક્લિક કરી અને Hide column વિકલ્પ પસંદ કરીને તેને છુપાવી દઈએ.
06:47 સારું, આપણે આ કરી ચુક્યાં છીએ. તો ચાલો આપણે ફોર્મ ડીઝાઇન સંગ્રહિત કરીએ અને તેને ચકાસીએ.
06:54 મુખ્ય બેઝ વિન્ડોમાં, ચાલો આપણે ‘Members Who Need to Return Books’ ફોર્મને તેના પર બે વાર ક્લિક કરીને ખોલીએ.
07:03 આ છે ફોર્મ.
07:05 ચાલો સભ્યો દરમ્યાન, ઉપર અથવા નીચે એરો વાળું બટનનાં ઉપયોગ દ્વારા બ્રાઉસ કરીએ,
07:12 અથવા ફક્ત વિવિધ સભ્યનાં નામો ઉપર ક્લિક કરીને.
07:16 નોંધ લો કે નીચે આવેલ સબફોર્મ રીફ્રેશ થાય છે અને જે પુસ્તકો પાછી આપવાની છે તે પ્રદર્શિત કરે છે.
07:23 સબફોર્મમાં, ચાલો કોઈપણ એક રિકોર્ડ (નોંધ) પસંદ કરીએ
07:27 અને ચાલો actual return date ફીલ્ડમાં ‘12/7/11’ ટાઈપ કરીએ અને CheckedIn ફીલ્ડ ટીક કરીએ
07:41 અને Enter દબાવો.
07:45 ચાલો હવે નીચે આવેલ ફોર્મ નેવિગેશન ટૂલબારમાનાં રીફ્રેશ આઇકોન ઉપર ક્લિક કરીને આપણે ફોર્મને રીફ્રેશ કરીએ.
07:56 નોંધ લો કે રેકોર્ડ જેમાં આપણે હમણાં જ ફેરફાર કર્યો હતો તે હવે અહીં યાદી થયેલ નથી,
08:02 જેનો અર્થ એ છે કે પુસ્તક પાછી અપાયેલ છે અથવા ચેક્ડ ઇન થયી છે.
08:07 તો આ છે આપણું ફોર્મ એક સબફોર્મ સાથે.
08:11 અહીં લીબરઓફીસ બેઝમાં સબફોર્મ બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:17 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
08:20 સબફોર્મ (પેટા ફોર્મ) બનાવવું.
08:23 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
08:44 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya