LibreOffice-Suite-Base/C2/Create-reports/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:03 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે |
00:07 | રીપોર્ટ બનાવવું. રીપોર્ટ ફીલ્ડ્સ ને પસંદ, લેબલ અને સોર્ટ કરવું. |
00:12 | રીપોર્ટ લેઆઉટ પસંદ કરવું અને રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો: સ્ટેટિક અથવા ડાયનામિક. |
00:19 | આ માટે, ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. |
00:27 | અહીં, આ લાઈબ્રેરી ડેટાબેઝમાં, આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે, |
00:36 | અને, આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોનો ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે. |
00:41 | પાછલાં ટ્યુટોરીયલોમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મો અને ક્વેરી બનાવવી. |
00:48 | રીપોર્ટ કેવી રીતે બનાવવું એ શીખવાં પહેલા, ચાલો પહેલા શીખીએ કે રીપોર્ટ શું છે? |
00:56 | રીપોર્ટ એ ક્વેરી સમાન જ ડેટાબેઝમાંથી માહિતી મેળવવા માટેનો બીજો એક માર્ગ છે. |
01:05 | આપણે તેનાં લેઆઉટ (ગોઠવણી), દેખાવ અને અનુભવને કસ્ટમાઈઝ (વૈવિધ્યપૂર્ણ) કરી શકીએ છીએ, જેથી કરીને તે વાંચવાં માટે અથવા કાગળ પર પ્રિન્ટ (છાપ) લેવા માટે સરળ બને. |
01:14 | રિપોર્ટો ડેટાબેઝનાં ટેબલો (કોષ્ટકો) અથવા ક્વેરીઓ માંથી જનરેટ કરી શકાય છે. |
01:21 | તે ટેબલ (કોષ્ટક) અથવા ક્વેરીના બધા જ ફીલ્ડોને, અથવા ફક્ત ફીલ્ડોનાં અમુક પસંદિત જૂથને પણ સમાવી શકે છે. |
01:31 | રીપોર્ટોની બે શ્રેણીઓ છે - સ્ટેટિક (સ્થિર) અને ડાયનામિક (ગતિશીલ). |
01:38 | જયારે પણ સ્ટેટિક રીપોર્ટને જોવાં માટે ખોલવામાં આવે છે, |
01:42 | તે હંમેશા એ જ ડેટા પ્રદર્શિત કરશે જે રીપોર્ટ બનાવતી વખતે ત્યાં હતા. |
01:48 | આને સ્નેપશોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. |
01:52 | પરંતુ ડાયનામિક રીપોર્ટને જયારે પણ જોવાં માટે ખોલવામાં આવશે તે ડેટાબેઝના વર્તમાન ડેટા બતાવશે. |
02:00 | ઠીક છે, ચાલો આપણે હવે એક રીપોર્ટનો નમૂનો બનાવીએ. |
02:05 | લાઈબ્રેરી ડેટાબેઝમાં, |
02:08 | ચાલો ડાબી પેનલ ઉપર આવેલા Reports આઇકોન ઉપર ક્લિક કરીએ. |
02:12 | જમણી પેનલ પર, ચાલો ‘Use Wizard to create report’ ઉપર ક્લિક કરીએ. |
02:18 | રિપોર્ટો બનાવવા માટે આ એક સરળ અને ઝડપી વિકલ્પ છે. |
02:24 | આપણે હવે એક નવી વિન્ડો જોઈએ છીએ જેને Report Builder window પણ કહેવાય છે, |
02:31 | અને ડાબી તરફ ૬ પગલાંઓ દર્શાવતું એક વિઝાર્ડ પણ જોઈએ છીએ. |
02:39 | પાછલાં ટ્યુટોરીયલમાં આપણે બનાવેલ ક્વેરી પર આધારીત રીપોર્ટ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે જઈશું. |
02:47 | 'History of books issued to the Library members’ |
02:51 | આપણે પગલું ૧ - Field Selection માં છીએ. |
02:56 | આપણે રીપોર્ટના ડેટાનો સ્રોત અહીં સ્પષ્ટ કરીશું: ટેબલ અથવા ક્વેરી |
03:05 | ચાલો આપણી ક્વેરી ‘History of Books Issued to Members’ ઉપર આવેલા ડ્રોપડાઉન લીસ્ટ માંથી પસંદ કરીએ. |
03:14 | હવે આપણે ક્વેરીમાંથી ઉપલબ્ધ ફીલ્ડોની યાદી ડાબી બાજુ જોઈ શકીએ છીએ. |
03:21 | આપણને રીપોર્ટ માં દરેક ફીલ્ડો જોઈએ છે, તેથી આપણે જમણી બાજુએ આવેલા બે એરો વાળા બટનને ક્લિક કરીશું. |
03:30 | હવે બીજા પગલાં પર જવાં માટે ચાલો Next બટન ઉપર ક્લિક કરીએ. |
03:34 | પગલું ૨. Labelling Fields. |
03:39 | ઈમેજમાં બતાવ્યાં પ્રમાણે ચાલો આપણે લેબલ ટેક્સ્ટ બોક્સોમાં નીચે આપેલ વર્ણનાત્મક લેબલો ટાઈપ કરીએ. |
03:49 | ઠીક છે, ચાલો હવે Next બટન ઉપર ક્લિક કરીએ. |
03:55 | આપણે હવે પગલું ૩ - Grouping માં છીએ. |
03:59 | આનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જયારે અમને પસંદિત ફીલ્ડો (ક્ષેત્રો) નાં સમૂહ દ્વારા ડેટાને જુથમાં કરવાની જરૂર હોય છે. |
04:05 | ઉદાહરણ તરીકે, આપણા રીપોર્ટમાં, આપણે ડેટાને Book titles દ્વારા જુથમાં કરી શકીએ છીએ. |
04:12 | જો આપણે તે કરીએ, તો રીપોર્ટમાં આપણને book title દેખાશે અને પછી દરેક સભ્યો જેને તે અપાયેલ છે. |
04:22 | ત્યારબાદ આપણે પછીનું book title જોશું, અને એજ રીતે આગળ. |
04:27 | હમણાં માટે, ચાલો આપણા રીપોર્ટ ને સરળ રાખીએ. |
04:31 | તો આપણે ફક્ત Next બટન ઉપર ક્લિક કરીશું. |
04:36 | હવે આપણે પગલું ૪ - Sorting Options માં છીએ. |
04:41 | ચાલો ડેટાને કાળક્રમ અનુસાર વર્ગીકરણ કરીએ, |
04:46 | અને પછી તેને Book titleનાં ચઢતા ક્રમમાં વર્ગીકરણ કરો. |
04:52 | આ માટે, આપણે Sort by ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું, |
04:58 | અને ત્યારબાદ Issue Date ઉપર ક્લિક કરીશું. |
05:03 | પછી આપણે બીજાં ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું. |
05:07 | અને ત્યારબાદ Book Title પર ક્લિક કરીશું. |
05:11 | હવે ચાલો Next બટન ઉપર ક્લિક કરીએ. |
05:16 | ઠીક છે. પગલું ૫. Choose Layout. |
05:20 | આપણે રિપોર્ટનાં દેખાવને અને અનુભવને અહીં કસ્ટમાઈઝ (વૈવિધ્યપૂર્ણ) કરી શકીએ છીએ. |
05:25 | ચાલો ‘Columnar, single-column’ લેઆઉટ લીસ્ટ ઉપર ક્લિક કરીએ. |
05:31 | જુઓ બેકગ્રાઉન્ડ રીપોર્ટ બિલ્ડર રીફ્રેશ થયેલ છે. |
05:36 | તે દરેક લેબલો ને ડાબી બાજુએ અને તેને અનુલક્ષતા ફીલ્ડો (ક્ષેત્રો)ને જમણી બાજુએ પ્રદર્શિત કરે છે. |
05:43 | ચાલો હવે ‘Columnar, two columns’ ઉપર ક્લિક કરીએ. |
05:48 | બે કોલમ (સ્તંભ) લેઆઉટ બતાવવાં માટે ફરીથી નીચેની વિન્ડો રીફ્રેશ થઇ છે. |
05:54 | આ રીતે, આપણે કોઈપણ લેઆઉટ પસંદ કરી શકીએ છીએ જે બેઝ વિઝાર્ડ દ્વારા પુરા પાડવામાં આવે છે. |
06:02 | આપણી જરૂરિયાત મુજબ આપણે તેને પછીથી સુધારિત પણ કરી શકીએ છીએ. |
06:07 | હમણાં માટે, આપણે પહેલી આઈટમ, ‘Tabular’ ઉપર ક્લિક કરીશું. |
06:12 | અને પછી Next બટન ઉપર ક્લિક કરીશું. |
06:16 | ઠીક છે, છેલ્લું પગલું - Create Report. |
06:20 | ચાલો અહીં આપણા રીપોર્ટને એક વર્ણનાત્મક શીર્ષક આપીએ: ‘Books Issued to Members: Report History’. |
06:30 | તો ચાલો આપણા રીપોર્ટને ડીઝાઇન કરીએ જેથી કરીને રીપોર્ટ ડેટાબેઝમાંથી હંમેશા તાજેતરના ડેટા આપે. |
06:38 | આ માટે, ચાલો ‘Dynamic Report’ વિકલ્પ ઉપર ક્લિક કરીએ, |
06:44 | જો કે જયારે આપણે રીપોર્ટને જોવાં માટે ખોલીશું તો આપણને હંમેશા તાજેતરની માહિતી જોવી ગમશે. |
06:52 | ઠીક છે, આપણે રીપોર્ટ બનાવી ચુક્યાં છીએ. ચાલો ‘Create Report now’ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
06:59 | અને અંતે Finish બટન ઉપર ક્લિક કરીએ. |
07:05 | હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જે એક રીપોર્ટ છે જેને આપણે હમણાં બનાવ્યો હતો. |
07:12 | નોંધ લો કે તેમાં ટોંચ પર ફિલ્ડ લેબલો, જાડાં ફોન્ટમાં છે, અને વાસ્તવિક ડેટા ટેબ્યુંલર પધ્ધતિમાં યાદી કરાયેલ છે. |
07:24 | અને એ પણ નોંધ લો કે તે Issue Date ફિલ્ડ દ્વારા ચઢતા ક્રમમાં, એટલે કે કાળક્રમાનુંસાર વર્ગીકરણ કરાયેલ છે, અને પછી Book Title દ્વારા ચઢતા ક્રમમાં. |
07:38 | આમ આપણે લાઈબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકો માટે કાળક્રમાનુંસાર રીપોર્ટ બનાવ્યો છે. |
07:46 | આગળના ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે આપણી રીપોર્ટમાં સુધારાં કરવાં. |
07:52 | અંતે, અસાઇનમેન્ટ છે: |
07:54 | લાઈબ્રેરીની તમામ પુસ્તકોનો એક રીપોર્ટ બનાવો જે તેના પ્રકાશકો દ્વારા જૂથ કરેલ છે. |
08:01 | Publishers અને Book titles આ બંને ચઢતા ક્રમમાં હોવા જરૂરી છે. |
08:07 | Columnar, Single-column લેઆઉટ ઉપયોગમાં લો. |
08:11 | અહીં લીબરઓફીસ બેઝમાં રીપોર્ટો બનાવતા શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:17 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
08:20 | રીપોર્ટ બનાવવું. રીપોર્ટ ફીલ્ડ્સ ને પસંદ, લેબલ અને સોર્ટ કરવું. |
08:25 | રીપોર્ટ લેઆઉટ પસંદ કરવું રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો: સ્ટેટિક અથવા ડાયનામિક. |
08:26 | અને રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો: સ્ટેટિક અથવા ડાયનામિક. |
08:31 | મૌખિક ટ્યુટોરિયલ યોજના એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:42 | આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
08:47 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
08:51 | IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |