LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Query-Wizard/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે ક્વેરી વિઝાર્ડના ઉપયોગ વડે સાદી ક્વેરીઓ બનાવવી, ક્ષેત્રો પસંદ કરવાં, ક્ષેત્રોના વર્ગીકરણ ક્રમને સુયોજિત કરવું અને ક્વેરી માટે શોધનાં માપદંડ અથવા કંડીશન (શરતો) પૂરી પાડવી.
00:24 ચાલો સૌપ્રથમ જાણીએ ક્વેરી શું છે.
00:29 ક્વેરીનો ઉપયોગ ડેટાબેઝમાંથી અમુક ચોક્કસ માહિતી મેળવવા માટે થઇ શકે છે.
00:35 બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપેલ માપદંડો સાથે બંધબેસતા અમુક ડેટા માટે ડેટાબેઝને "query" કરી શકીએ છીએ.
00:48 ઉદાહરણ તરીકે, ચાલો આપણે આપણા પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ.
00:56 આપણે પુસ્તકો અને સભ્યો વિશેની માહિતીને આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં સંગ્રહિત કરી હતી.
01:04 હવે આપણે બધાજ લાઈબ્રેરીના સભ્યો માટે લાઈબ્રેરી ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ.
01:12 અથવા આપણે જે બધી પુસ્તકો લાઈબ્રેરીમાં નથી એના માટે ડેટાબેઝને ક્વેરી કરી શકીએ છીએ.
01:21 ચાલો જોઈએ કે બેઝનાં ઉપયોગથી આપણે એક સાદી ક્વેરી કેવી રીતે બનાવી શકીએ.
01:30 આપણું ઉદાહરણ એ છે કે લાઈબ્રેરીના બધાજ સભ્યોની એમના ફોન નંબરો સાથે યાદી બનાવવી.
01:44 આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ. હજી સુધી તમને કદાચ ખબર પડી જ ગઈ હશે કે આને કેવી રીતે ખોલાય છે.
01:51 ચાલો ડાબી પેનલ ઉપર આવેલાં Queries આઇકોનને ક્લિક કરો.
01:57 જમણી પેનલ ઉપર, આપણને ત્રણ વિકલ્પો દેખાય છે.
02:03 આપણે પહેલા સાદી ક્વેરી બનાવી રહ્યા હોવાને કારણે, આપણે સરળ અને ઝડપી પદ્ધતિ પસંદ કરીશું.
02:11 અને આ ક્વેરી વિઝાર્ડના ઉપયોગ દ્વારા કરી શકાય છે.
02:17 જટિલ ક્વેરીઓ બનાવવાં માટે, બેઝ આપણને અત્યંત સરળ વિકલ્પો પુરા પાડે છે જેમ કે 'Create Query in Design View'
02:28 અને 'Create Query in SQL view', જેના વિશે આપણે પછીથી શીખીશું.
02:35 હમણાં માટે, ચાલો 'Use Wizard to Create Query' ઉપર ક્લિક કરીએ.
02:43 હવે, આપણને ટોચ ઉપર Query Wizard લખેલું એક પોપ-અપ વિન્ડો દેખાય છે.
02:50 ડાબી બાજુએ, આપણે ૮ પગલાઓ જોઈએ છીએ જે મારફતે આપણે જઈશું
02:57 આપણે પગલું ૧ 'Field Selection' ઉપર છીએ.
03:03 જમણી બાજુએ, આપણે જોશું લેબલ Tables નીચે એક ડ્રોપ ડાઉન બોક્સ આવેલું છે.
03:11 અહીં આપણે ડેટા, જે આપણને આ ક્વેરી પાસેથી જોઈએ છે,તેના સ્ત્રોતને પસંદ કરીશું.
03:21 આપણી ઉદાહરણ ક્વેરી લાઈબ્રેરીના દરેક સભ્યોની યાદી મેળવવા વિષે હોવાને કારણે, આપણે ડ્રોપ ડાઉન બોક્સમાંથી Tables: Members ઉપર ક્લિક કરીશું.
03:35 હવે, ડાબી બાજુએ આવેલ ક્ષેત્રોની યાદીમાંથી 'Name' ક્ષેત્ર ઉપર બે વાર ક્લિક કરો અને તેને જમણી બાજુએ આવેલા લીસ્ટ (યાદી) બોક્સ તરફ ખસેડો.
03:49 પછી, ડાબી બાજુએ આવેલા 'Phone' ક્ષેત્ર ઉપર ક્લિક કરો અને તેને જમણી તરફ ખસેડો.
04:00 નોંધ લો કે આપણે બધાજ ક્ષેત્રોને જમણી બાજુએ ખસેડવા માટે જમણી તરફ નિર્દેશ કરી રહેલા બે એરો ચિન્હનો ઉપયોગ કરી શકીએ છીએ.
04:09 ચાલો હવે નીચે આવેલા Next બટન ઉપર ક્લિક કરીએ.
04:15 હવે આપણે પગલું ૨ - 'Sorting Order' માં છીએ.
04:20 આપણી ક્વેરીનું પરિણામ સભ્યોની અને તેમના ફોન નંબરો ની યાદી છે, તેથી આપણે તેને તે રીતે જ રાખીશું,
04:30 અથવા આપણે યાદીને સભ્યોના નામ પ્રમાણે ગોઠવી શકીએ છીએ.
04:36 બેઝ વિઝાર્ડ, આપણને પરિણામમાં એક સમયે ૪ ક્ષેત્રો સુધીનું વર્ગીકરણ કરવા માટેની પરવાનગી આપે છે.
04:45 હમણાં માટે, ચાલો સૌથી ઉપરનાં ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીએ,
04:51 અને Members.Name ઉપર ક્લિક કરો.
04:55 જો આપણે નામોને ચઢતા અથવા ઉતરતા ક્રમમાં વર્ગીકરણ કરવા ઈચ્છીએ તો આપણે તે પણ પસંદ કરી શકીએ છીએ.
05:03 ચાલો Ascending (ચઢતો ક્રમ) વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
05:07 અને આગળના પગલાં તરફ વધીએ.
05:11 પગલું ૩ - 'Search Conditions'.
05:16 જો આપણે અમુક શરતો દ્વારા આપણા પરિણામ ને સુયોજિત કરી મર્યાદિત કરવા ઈચ્છતા હોઈએ તો આ પગલું મદદરૂપ થશે.
05:22 ઉદાહરણ તરીકે, આપણે આપણા પરિણામ ને ફક્ત R અંગ્રેજી મૂળાક્ષર વડે શરૂ થતા હોય એ જ સભ્યો સાથે સુયોજિત કરી શકીએ છીએ.
05:34 તે માટે, આપણે Fields ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ Members.Name ઉપર ક્લિક કરીશું.
05:45 હવે, Condition ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો.
05:51 અહીં વિવિધ કંડીશન ની નોંધ લો;
05:58 ચાલો 'Like' ઉપર ક્લિક કરીએ.
06:02 વેલ્યુ ટેક્સ્ટ બોક્સ (મુલ્ય લખાણ બોક્સ)માં, ચાલો ‘કેપિટલ R' અને ‘percentage symbol (%)’ ટાઈપ કરીએ.
06:13 આ રીતે આપણે સાદી અને જટિલ શરતો આપણી ક્વેરીમાં લાવી કરી શકીએ છીએ.
06:22 ચાલો હવે બધાજ સભ્યોને યાદી બતાવવા માટે વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાંથી 'R%' રદ્દ કરીએ અને Next બટન ઉપર ક્લિક કરીએ.
06:37 નોંધ લો કે આપણે પગલું ૭ ઉપર આવ્યા છીએ .
06:43 કારણકે આપણે એક કોષ્ટકમાંથી સાદી ક્વેરી બનાવી રહ્યા છીએ.
06:50 અને આપણી આ ક્વેરી વિગતો આપશે ન કે સાર.
06:57 Summary queries, aggregate ફંક્શન (વિધેયો) અને grouping દ્વારા ડેટા પ્રદર્શિત કરે છે.
07:05 કેટલાક ઉદાહરણો છે, બધાજ સભ્યોની ગણતરી, અથવા બધી પુસ્તકોની કિંમતોનો સરવાળો.
07:13 આ વિશે વિગતમાં આપણે પછીથી શીખીશું.
07:17 ઠીક છે, હવે અહીં, ચાલો એલયાસીઝ (ઉપનામો) સુયોજિત કરીએ;
07:23 એનો અર્થ છે કે, ચાલો પરિણામી યાદીમાં સરળ અને વર્ણનાત્મક લેબલો અથવા શીર્ષકો પુરા પાડીએ.
07:32 તેથી 'Name' ફિલ્ડ (ક્ષેત્ર) 'Member Name' એલીયાઝ ધરાવી શકે અને 'Phone' ફિલ્ડ (ક્ષેત્ર) 'Phone Number' એલીયાઝ ધરાવી શકે.
07:46 તો ચાલો આ નવા એલીયાઝને બે લખાણ બોક્સોમાં ટાઈપ કરીએ અને Next બટન દબાવીએ.
07:57 હવે આપણે ૮માં પગલાંમાં છીએ - છેલ્લું પગલું.
08:03 અહીં ચાલો આપણી સાદી કવેરીને એક સરસ વર્ણનાત્મક નામ આપીએ.
08:09 ચાલો લેબલ 'Name of the Query’ સામે 'List of all members and their phone numbers' ટાઈપ કરીએ.
08:20 હવે નોંધ લો કે આપણને વિઝાર્ડમાં અમારી પસંદગીઓ નું ઓવરવ્યૂ દેખાય છે.
08:27 અને અહીંથી આગળ આપણે કેવી રીતે વધવા માંગીએ છીએ?
08:31 ચાલો ઉપર જમણી બાજુએ આવેલાં 'Display Query' વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી Finish બટન પર ક્લિક કરીએ.
08:40 વિઝાર્ડ વિન્ડો બંધ થઇ ગઈ છે અને 'List of all members and their phone numbers' શીર્ષક ધરાવતી નવી વિન્ડો દેખાય છે.
08:52 નોંધ લો કે આપણે તે દરેક ચાર સભ્યો જોઈ શકીએ છીએ જેમને આપણે વાસ્તવમાં Members કોષ્ટકોમાં તેમના ફોન નંબરો સાથે દાખલ કર્યા હતા.
09:04 તે ઉપરાંત, આપણે જોઈ શકીએ છીએ કે, આ યાદી અંગ્રેજી મૂળાક્ષરોનાં ચઢતા ક્રમમાં ગોઠવાયેલ છે.
09:13 તો આ છે આપણી પહેલી સાદી ક્વેરી.
09:17 અંતે, અસાઇનમેન્ટ છે.
09:20 એક ક્વેરી બનાવો જે બધીજ પુસ્તકોની યાદીને ચઢતા ક્રમમાં બતાવે.
09:28 બધાજ ક્ષેત્રોનો સમાવેશ કરો.
09:31 તેને ‘List of all books in the Library’ નામ આપો.
09:38 અહીં લીબરઓફીસ બેઝમાં વિઝાર્ડના ઉપયોગ વડે ક્વેરી બનાવવાનું શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:45 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: વિઝાર્ડના ઉપયોગ વડે સાદી ક્વેરીઓ બનાવવી, ક્ષેત્રો પસંદ કરવાં, ક્ષેત્રોના વર્ગીકરણ ક્રમને સુયોજિત કરવું અને ક્વેરી માટે શોધનાં માપદંડ અથવા કન્ડીશન પૂરી પાડવી.
10:00 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:11 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
10:17 આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
10:22 IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389