LibreOffice-Calc-on-BOSS-Linux/C2/Introduction-to-LibreOffice-Calc/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Introduction to Calc
| Time | Narration |
| 00:00 | લીબરઓફીસ કેલ્કનું પરિચય આપતા આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: |
| 00:09 | લીબરઓફીસ કેલ્કનો પરિચય. |
| 00:12 | લીબરઓફીસ કેલ્કમાં રહેલ વિવિધ ટુલ-બારો. |
| 00:16 | કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું. |
| 00:18 | પ્રવર્તમાન(એગ્ઝીસ્ટીંગ) રહેલ ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું. |
| 00:21 | કેલ્કમાં ડોક્યુમેન્ટ કેવી રીતે સંગ્રહ અને બંધ કરવું. |
| 00:26 | લીબરઓફીસ કેલ્ક લીબરઓફીસ સ્યુટનો સ્પ્રેડશીટ ઘટક છે. |
| 00:32 | જેમ રાઈટર "લેખિત માહિતી" સાથે કાર્ય કરે છે,સ્પ્રેડશીટ "આંકડાકીય માહિતી" સાથે કાર્ય કરે છે . |
| 00:40 | તેને 'આંકડાઓની ભાષા' માટેનું એક સોફ્ટવેર કહી શકાય. |
| 00:44 | તે માઈક્રોસોફ્ટ સ્યુટમાંના માઈક્રોસોફ્ટ એક્સેલ સમાન છે. |
| 00:49 | તે એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ,ફરી ઉપયોગ અને વહેચણી વિના મુલ્યે થઇ શકે છે. |
| 00:57 | લીબરઓફીસ સ્યુટ સાથે શરૂ કરવા, તમે ક્યાં તો માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ૨૦૦૦ અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે "એમએસ વિન્ડોઝ એક્સપી" અથવા "એમએસ વિન્ડોવ્સ 7 "અથવા તમે "જીએનયુ / લિનક્સ"નો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો. |
| 01:14 | અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે "જીએનયુ લિનક્સ " અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ. |
| 01:26 | જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય,તો કેલ્ક 'સીનેપટીક પેકેજ મેનેજર'ની મદદથી સંસ્થાપિત કરી શકાય છે. |
| 01:34 | સીનેપટીક પેકેજ મેનેજર' પર વધુ જાણકારી માટે, ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરીયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો. |
| 01:49 | વિગતવાર સૂચનો લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. |
| 01:55 | યાદ રાખો,સંસ્થાપિત કરતી વખતે, 'કેલ્ક' સંસ્થાપિત કરવા માટે 'કમ્પ્લીટ' વિકલ્પ પસંદ કરવું. |
| 02:00 | જો તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય, તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર "એપ્લીકેશન" વિકલ્પ પર ક્લિક કરી અને પછી "ઓફિસ" પર ક્લિક કરો અને "લીબરઓફીસ" વિકલ્પ પર ક્લિક કરી "લીબરઓફીસ કેલ્ક" મેળવી શકો છો. |
| 02:16 | નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફીસ ઘટકો સાથે ખુલે છે. |
| 02:21 | લીબરઓફીસ કેલ્કનો ઉપયોગ કરવા,સંવાદ બોક્સમાંના "સ્પ્રેડશીટ" ઘટક પર ક્લિક કરો. |
| 02:29 | આ કેલ્કની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે. |
| 02:34 | ચાલો હવે કેલ્કની વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ. |
| 02:38 | કેલ્કમાંના ડોક્યુમેન્ટ ને "વર્કબૂક" એટલેકે "સ્વાધ્યાયપોથી" કેહવાય છે.વર્ક્બૂક ઘણા કાગળો ધરાવે છે જેને "સ્પ્રેડશીટ્સ" કેહવાય છે. |
| 02:47 | દરેક સ્પ્રેડશીટ હાર અને સ્તંભમાં ગોઠવાયેલ સેલ એટલેકે ચોકઠાંઓ ધરાવે છે.દરેક હાર આંક વડે અને સ્તંભ અંગ્રેજી મૂળાક્ષરો વડે ઓળખાડાય છે. |
| 02:57 | એક સચોટ સેલ,જે હાર અને સ્તંભને છેદે છે તેને તેના સુસંગત હારના આંક અને સ્તંભના મૂળાક્ષર દ્વારા ઓળખવામાં આવે છે. |
| 03:08 | સેલ માહિતી જેવી કે લખાણ,આંકડાઓ,સુત્રો અને એવા બીજા અન્ય ડેટા ઘટકો ધરાવી શકે છે જેને પ્રદર્શિત અને ગણતરીઓ કરવામાં આવે છે. |
| 03:17 | દરેક સ્પ્રેડશીટ ઘણી બધી શીટ્સ એટલેકે પૃષ્ઠો ધરાવે છે અને દરેક શીટ દસ લાખ જેટલી હારો અને હજાર જેટલા સ્તંભો ધરાવી શકે છે જે આપણને એક જ શીટમાં એક અબજ અથવા સો કરોડ સેલો આપે છે. |
| 03:32 | કેલ્ક વિન્ડો વિવિધ ટૂલ-બારો ધરાવે છે જેમકે ટાઈટલ બાર,મેનુ બાર,સ્ટાનડર્ડ ટૂલ-બાર,ફોર્મેટિંગ ટૂલ-બાર,ફોર્મ્યુલા બાર અને સ્ટેટસ બાર. |
| 03:44 | આ ટૂલ-બારો સિવાય,બીજા બે વધારાના ક્ષેત્રો છે,જેના નામ છે "ઈનપુટ લાઈન" અને "નેમ બોક્સ" જે ટોચ પર છે. |
| 03:53 | આ ટૂલ-બારો સામાન્ય રીતે વપરાતા ઘણા વિકલ્પો ધરાવે છે જેઓનો અભ્યાસ આપણે આગળ ટ્યુટોરીયલમાં કરીશું. |
| 04:01 | હવે તમે સ્પ્રેડશીટના નીચે ડાબી બાજુના ખૂણામાં ત્રણ શીટ-ટેબ જોઈ શકો છો જેના નામ છે : "શીટ ૧","શીટ ૨" અને "શીટ ૩" |
| 04:11 | આ ટેબ પ્રત્યેક સ્વતંત્ર શીટના ઉપયોગને સમર્થન આપે છે,જેમાં વર્તમાનમાં દેખાતી શીટ સફેદ ટેબ ધરાવે છે. |
| 04:20 | બીજા અન્ય શીટ-ટેબ પર ક્લિક કરતા તેને સંબંધિત શીટ પ્રદર્શિત થાય છે,અને તેનો આ ટેબ સફેદમાં પરિવર્તિત થાય છે. |
| 04:27 | સ્પ્રેડશીટનો મુખ્ય વિભાગ,જ્યાં ડેટા દાખલ કરવામાં આવે છે તે સાંખ્યાકિત ચોરસોના રૂપમાં સેલ ધરાવે છે.દરેક સેલ હાર અને સ્તંભના છેદનબિંદુ ઉપર હોય છે. |
| 04:40 | સ્તંભોની ટોચે અને હારોના ડાબા કિનારે "ગ્રે બોક્સીસ" રહેલ છે જે અક્ષરો અને આંકડાઓ ધરાવે છે.આ સ્તંભ અને હારના શીર્ષકો છે. |
| 04:52 | સ્તંભો "એ"થી ચાલુ થાય છે અને જમણી બાજુએ આગળ વધે છે,અને હારો "1"થી ચાલુ થાય છે અને નીચે આગળ વધે છે. |
| 04:59 | આ સ્તંભ અને હાર શીર્ષકો આ સેલના સંદર્ભો રચે છે જે "નેમ બોક્સ" ક્ષેત્રમાં દ્રશ્યમાન થાય છે. |
| 05:07 | કેલ્ક માંના વિવિધ ઘટકો વિશે શીખ્યા બાદ હવે આપણે નવું ડોક્યુમેન્ટ કેલ્કમાં કેવી રીતે ખોલવું તે શીખીશું. |
| 05:15 | તમે "સ્ટાનડર્ડ ટૂલ-બાર"માંના "ન્યુ" ચિહ્ન પર ક્લિક કરી નવું ડોક્યુમેન્ટ ખોલી શકો છો અથવા "મેનુ બાર "માંના "ફાઈલ" વિકલ્પ પર ક્લિક કરી,"ન્યુ" પર ક્લિક કરી અને છેલ્લે "સ્પ્રેડશીટ" વિકલ્પ પર ક્લિક કરી ખોલી શકો છો. |
| 05:32 | તમે જોઈ શકો છો કે બંને કિસ્સાઓમાં એક નવી કેલ્ક વિન્ડો ખુલે છે. |
| 05:37 | હવે આપણે શીખીશું કે સ્પ્રેડશીટમાં "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર" કેવી રીતે બનાવવું. |
| 05:43 | ચાલો હવે જોઈએ કે સ્પ્રેડશીટમાં થોડાક સેલોમાં ડેટા કેવી રીતે દાખલ કરવા. |
| 05:49 | સ્પ્રેડશીટની પહેલી શીટમાં રહેલ સેલ જે "એ1"થી સંદર્ભિત છે તેના ઉપર ક્લિક કરીએ. |
| 05:54 | ચાલો શીર્ષક "SN" આપીએ જે સ્પ્રેડશીટમાં જે વસ્તુઓની રજૂઆત થશે તેના અનુક્રમ નંબર સૂચવે છે. |
| 06:03 | હવે "B1" દ્વારા સંદર્ભિત થતા સેલ ઉપર ક્લિક કરો અને બીજું શીર્ષક "આઈટ્મ્સ" લખો. |
| 06:09 | બધી વસ્તુઓ જે આ સ્પ્રેડશીટમાં વપરાશે તેઓ આ શીર્ષકો નીચે આવશે. |
| 06:16 | એ જ રીતે,આ સેલ સી1 ,ડી1 ,ઇ1 ,એફ1 અને જી1 ઉપર એક પછી એક ક્લિક કરીએ અને અનુક્રમે શીર્ષકો લખીએ "કોસ્ટ"," સ્પેન્ટ","રીસીવ્ડ","ડેટ" અને "એકાઉન્ટ" |
| 06:32 | પછી આપણે આ દરેક સ્તંભો નીચે ડેટા દાખલ કરીશું. |
| 06:37 | જેવું તમારું સ્પ્રેડશીટ લખવાનું પતે,તમારે તેને ભવિષ્યના વપરાશ માટે સંગ્રહ કરવું જરૂરી છે. |
| 06:42 | તો આ ફાઈલ સંગ્રહ કરવા,મેનુ બારના "ફાઈલ" ઉપર ક્લિક કરી અને પછી "સેવ એઝ" વિકલ્પ પર ક્લિક કરીએ. |
| 06:50 | સ્ક્રીન ઉપર એક સંવાદ બોક્સ દેખાય છે જ્યાં તમારે "નેમ" ક્ષેત્રમાં તમારી ફાઈલનું નામ આપવાનું રેહશે. |
| 06:58 | તો ફાઈલનું નામ "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર "આપીએ. |
| 07:03 | "નેમ" ક્ષેત્ર નીચે "સેવ ઇન ફિલ્ડ" ક્ષેત્ર છે જ્યાં તમારે ફોલ્ડર નામ આપવું પડશે જે તમારી ફાઈલ ધરાવશે. |
| 07:13 | તો "સેવ ઇન ફોલ્ડર"માં નીચેનું તીર દબાવો. |
| 07:17 | ફોલ્ડર વિકલ્પોની યાદી દેખાય છે.અહિયાં આપણે ફોલ્ડર પસંદ કરી શકીએ છીએ જ્યાં આપણે આપણી ફાઈલ સંગ્રહિત કરવા માંગીએ છીએ. |
| 07:24 | આપણે "ડેસ્કટોપ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
| 07:27 | તો આપણી ફાઈલ ડેસ્કટોપ ઉપર સંગ્રહિત થશે. |
| 07:32 | હવે સંવાદ બોક્સમાં "ફાઈલ ટાઈપ" ઉપર ક્લિક કરીએ. |
| 07:36 | તે તમને ફાઈલ ટાઈપ વિકલ્પોની એક યાદી આપશે અથવા ફાઈલ એક્સટેનશનો જેની હેઠળ તમે તમારી ફાઈલ સંગ્રહિત કરી શકો. |
| 07:44 | લીબરઓફીસ કેલ્કમાં મૂળભૂત ફાઈલ ટાઈપ એટલેકે ફાઈલ પ્રકાર "ઓડીએફ સ્પ્રેડશીટ" છે જે "ડોટ ઓડીએસ" એક્સટેનશન પૂરું પાડે છે. |
| 07:53 | ઓડીએફનું પૂરું નામ છે "ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ" છે જે એક ઓપન સ્ટાનડર્ડ છે. |
| 07:59 | લીબરઓફીસ કેલ્કમાં ખુલી શકે એવા "ડોટ ઓડીએસ" રૂપમાં સંગ્રહ કરવા ઉપરાંત,તમે તમારી ફાઈલ "ડોટ એક્સએમએલ","ડોટ એક્સએલએસ એક્સ" અને "ડોટ એક્સએલએસ" માં પણ સંગ્રહ કરી શકો જે "એમએસ ઓફીસ એક્સેલ પ્રોગામ"માં પણ ખુલી શકે છે. |
| 08:20 | અન્ય લોકપ્રિય ફાઈલ એક્સટેનશન જે મોટાભાગના પ્રોગ્રામોમાં ખુલે છે તે છે "ડોટ સીએસવી". |
| 08:26 | આ સ્પ્રેડશીટ ડેટાને ટેક્સ્ટ ફાઈલ સ્વરૂપમાં સંગ્રહ કરવા વારંવાર વપરાય છે,જે ફાઈલનું પરિમાણ મોટા પ્રમાણમાં ઘટાડે છે અને તેનું સુવાહ્ય સરળ છે. |
| 08:37 | આપણે "ઓડીએફ સ્પ્રેડશીટ" વિકલ્પ ઉપર ક્લિક કરીશું. |
| 08:41 | તમે ફાઈલ ટાઈપ જુઓ,"ઓડીએફ સ્પ્રેડશીટ અને કૌંસમાં,ડોટ ઓડીએસ" જે "ફાઈલ ટાઈપ" વિકલ્પની બાજુમાં દેખાય છે. |
| 08:52 | "સેવ" બટન ઉપર ક્લિક કરો. |
| 08:54 | આ તમને ટાઈટલ-બારમાં ફાઈલ નામ અને તમારી પસંદગીના એક્સટેનશન સાથે પાછુ કેલ્ક વિન્ડો ઉપર લઇ જશે. |
| 09:02 | ઉપર ચર્ચા કરેલ ફોરમેટ એટલેકે રચના શૈલી સિવાય,સ્પ્રેડશીટ "દોટ એચટીએમએલ" ફોરમેટમાં પણ સંગ્રહી શકાય છે જે એક વેબ પૃષ્ઠ ફોરમેટ છે. |
| 09:12 | આ તે જ પ્રમાણે કરાય છે જેમ આપણે આગળ જોયું. |
| 09:16 | તો મેનુ બારના "ફાઈલ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી "સેવ એઝ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
| 09:23 | હવે "ફાઈલ ટાઈપ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ, અને પછી "એચટીએમએલ ડોક્યુમેન્ટ એન્ડ વિધીન બ્રેસીસ ઓપનઓફીસ ડોટ ઓઆરજી કેલ્ક" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
| 09:35 | આ વિકલ્પ ડોક્યુમેન્ટને "ડોટ એચટીએમએલ" એક્સટેનશન આપે છે. |
| 09:40 | "સેવ" બટન પર ક્લિક કરીએ. |
| 09:43 | હવે સંવાદ બોક્સમાંના "આસ્ક વેન નોટ સેવિંગ ઇન ઓડીએફ ફોરમેટ" વિકલ્પને ચેક કરીએ. |
| 09:49 | છેલ્લે "કીપ કરંટ ફોરમેટ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
| 09:53 | તમે જુઓ કે ડોક્યુમેન્ટ "ડોટ એચટીએમએલ" એક્સટેનશન સાથે સંગ્રહિત થાય છે. |
| 09:58 | જ્યારે આપણે આપણી સ્પ્રેડશીટ એક વેબ પૃષ્ઠ તરીકે બતાવવા ઈચ્છીએ જે વેબ બ્રાઉઝર પ્રોગ્રામ ઉપર ખુલી શકે છે ત્યારે આ ફોરમેટનો ઉપયોગ થાય છે. |
| 10:07 | પહેલાની જેમ,આ ડોક્યુમેન્ટનો પીડીએફ ફોરમેટમાં નિકાસ સરળતાથી સ્ટાનડર્ડ ટૂલ બારના "એક્સપોર્ટ ડાઈરેક્ટલી એઝ પીડીએફ" વિકલ્પ પર ક્લિક કરી કરી શકાય છે. |
| 10:17 | સ્થળ પસંદ કરો જ્યાં તમારે તેને સંગ્રહિત કરવું છે. |
| 10:22 | અન્ય રીતે તમે આ મેનુ બારમાં "ફાઈલ" ઉપર ક્લિક કરી પછી તેમાં "એક્સપોર્ટ એઝ પીડીએફ" ઉપર ક્લિક કરી પણ કરી શકો છો. |
| 10:32 | જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં "એક્સપોર્ટ" ઉપર ક્લિક કરી પછી "સેવ" બટન ઉપર ક્લિક કરીએ. |
| 10:39 | એક પીડીએફ ફાઈલ ઉત્પન્ન થઇ છે. |
| 10:42 | ચાલો આ ડોક્યુમેન્ટને "ફાઈલ" ઉપર ક્લિક કરી પછી "ક્લોઝ" ઉપર ક્લિક કરી બંધ કરીએ. |
| 10:48 | હવે આપણે જોઈશું કે પ્રવર્તમાન ડોક્યુમેન્ટને કેલ્કમાં કેવી રીતે ખોલવું. |
| 10:54 | પ્રવર્તમાન ડોક્યુમેન્ટને ખોલવા,ટોચે રહેલ મેનુ બાર માં "ફાઈલ" ઉપર ક્લિક કરી અને પછી "ઓપન" ઉપર ક્લિક કરીએ. |
| 11:04 | સ્ક્રીન ઉપર એક સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
| 11:08 | અહીં તમે જ્યાં તમારું ડોક્યુમેન્ટ સંગ્રહ કર્યું છે તે ફોલ્ડર શોધીએ. |
| 11:12 | તો સંવાદ બોક્સના ટોચે ડાબા ખૂણા ઉપર રહેલ નાના પેન્સિલ બટન ઉપર ક્લિક કરીએ.તે "ટાઈપ અ ફાઈલ નેમ" નામ ધરાવે છે |
| 11:21 | આ "લોકેશન બાર" ક્ષેત્ર ખોલે છે. |
| 11:24 | અહીંયા તમે જે ફાઈલ શોધી રહ્યા છો તેનું નામ આપો. |
| 11:28 | તો આપણે ફાઈલનું નામ લખીશું "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર" |
| 11:33 | હવે ફાઈલ નામની યાદી માં આ નામ દેખાય છે,"પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર"ને પસંદ કરીએ. |
| 11:41 | હવે "ઓપન" બટનને ક્લિક કરીએ. |
| 11:44 | તમે જુઓ "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ખુલે છે. |
| 11:50 | અન્ય રીતે તમે પ્રવર્તમાન ફાઈલ આ ટોચે રહેલ ટૂલબારમાં "ઓપન" ચિહ્ન ઉપર ક્લિક કરી પણ ખોલી શકો અને બીજી આગળની પ્રક્રિયા સમાન જ રહેશે. |
| 12:01 | તમે માઈક્રોસોફ્ટ એક્સેલ દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઈલો જે "ડોટ એક્સએલએસ" અને "ડોટ એક્સએલએસએક્સ" એક્સટેનશન ધરાવે છે તે પણ ખોલી શકો છો. |
| 12:11 | હવે તમે જોશો કે કેવી રીતે ફાઈલમાં ફેરફાર કરવા અને તેને એ જ ફાઈલ નામથી સંગ્રહ કરવું. |
| 12:18 | તો ચાલો ફાઈલમાં શીર્ષકો જાડા(બોલ્ડ) કરી અને અક્ષર માપ વધારી ફેરફાર કરીએ. |
| 12:25 | તો પહેલા "એ1"થી સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરીએ.માઉસના ડાબા બટનને દબાવી બધા શીર્ષકો ઉપર ખસેડી "એસએન","કોસ્ટ","સ્પેન્ટ","રીસીવ્ડ","ડેટ" અને "અકાઉન્ટ" શીર્ષકો પસંદ કરીએ. |
| 12:41 | આ લખાણને પસંદ કરશે અને તેને પ્રકાશિત કરશે.હવે માઉસનું ડાબું બટન છોડી દો.લખાણ હજી પ્રકાશિત રેહવું જોઈએ.હવે સ્ટાનડર્ડ ટૂલ બારના "બોલ્ડ" ચિહ્નને ક્લિક કરીએ. |
| 12:55 | તો શીર્ષકો બોલ્ડ એટલેકે જાડા થઇ જાય છે. |
| 12:58 | હવે ચાલો અક્ષર માપ એટલેકે "ફોન્ટ સાઈઝ" વધારીએ. |
| 13:02 | તો ચાલો શીર્ષકો પસંદ કરીએ અને ટૂલ બારના "ફોન્ટ સાઈઝ" ઉપર ક્લિક કરીએ. |
| 13:07 | ડ્રોપ ડાઉન મેનુમાંથી ચાલો "14" પસંદ કરીએ. |
| 13:11 | તો તમે જુઓ શીર્ષકોના અક્ષર માપ વધે છે. |
| 13:16 | હવે ચાલો અક્ષર શૈલી એટલેકે "ફોન્ટ સ્ટાઈલ" બદલીએ. |
| 13:20 | "ફોન્ટ નેમ" ક્ષેત્રમાં નીચેનું તીર દબાવીએ અને પછી ફોન્ટ નામ "બીટસ્ટીમ ચાર્ટર" પસંદ કરીએ. |
| 13:29 | જરૂરી ફેરફારો કાર્ય બાદ,"સેવ" બટન ઉપર ક્લિક કરીશું. |
| 13:35 | જેવું તમારું ડોક્યુમેન્ટ સંગ્રહ થાય અને તમે તેને બંધ કરવા ઈચ્છતા હોવ તો મેનુ બારમાં "ફાઈલ" ઉપર ક્લિક કરી પછી "ક્લોઝ" ઉપર ક્લિક કરીએ. |
| 13:45 | આ તમારી ફાઈલ બંધ કરે છે. |
| 13:48 | અહીં લીબરઓફીસ કેલ્કનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
| 13:53 | સારાંશ માટે, આપણે શીખ્યું: |
| 13:56 | લીબરઓફીસ કેલ્કનો પરિચય. |
| 13:59 | લીબરઓફીસ કેલ્કમાં રહેલ વિવિધ ટુલ-બારો. |
| 14:02 | કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું. |
| 14:05 | પ્રવર્તમાન(એગ્ઝીસ્ટીંગ) રહેલ ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું. |
| 14:08 | કેલ્કમાં ડોક્યુમેન્ટ કેવી રીતે સંગ્રહ અને બંધ કરવું. |
| 14:13 | અસાઈનમેન્ટ તરીકે,કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ બનાવો.
|
| 14:18 | તેને "સ્પ્રેડશીટ પ્રેક્ટીસ.ઓડીએસ" તરીકે સંગ્રહ કરો. |
| 14:23 | શીર્ષકો લખો:“Serial number”, “Name”, “Department” અને “Salary”. |
| 14:29 | શીર્ષકોને અંદરલાઈન કરો.ફોન્ટ સાઈઝ વધારી ૧૬ કરો.ફાઈલ બંધ કરો.
|
| 14:37 | આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. |
| 14:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
| 14:45 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
| 14:48 | સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો જૂથ |
| 14:52 | સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરીએ છીએ. |
| 14:54 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
| 14:57 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
| 15:04 | સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
| 15:08 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
| 15:16 | આ ઉપર વધુ માહિતી |
| 15:21 | "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
| 15:27 | ભાષાંતર કરનાર હું છું શિવાની.આભાર.
|