LibreOffice-Calc-on-BOSS-Linux/C2/Formatting-Data/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Resources for recording Formatting Data

Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કમાં ડેટા કેવી રીતે ફોર્મેટ કરવા તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:

બોર્ડરો ફોર્મેટ કરવી, બેકગ્રાઉન્ડ રંગો.

00:14 "ઓટોમેટીક રેપીંગ" ની મદદથી વધુ લીટીઓને ફોર્મેટિંગ કરવું.


00:19 સેલો ને જોડવા.

સેલ બંધ બેસતા રાખવા માટે "શ્રીન્કીંગ ટેક્સ્ટ".

00:23 અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ ૧૦.૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ.
00:33 પ્રથમ આપણે લીબરઓફીસ માં બોર્ડર કેવી રીતે ફોર્મેટ કરવું તે શીખીશું.
00:38 આપણી "પર્સનલ ફાયનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલ ખોલીએ.
00:43 કોઈ એક ચોક્કસ સેલ અથવા સેલોના બ્લોક પર બોર્ડરો ફોર્મેટ કરી શકાય છે.
00:49 ઉદાહરણ તરીકે, ચાલો સેલો ને "સીરીયલ નંબર", "આઈટમ", "કોસ્ટ", "સ્પેન્ટ", "રીસીવ્ડ", "ડેટ", અને "અકાઉન્ટ" શીર્ષકો સાથે ફોર્મેટ કરીએ.
01:00 તેથી ચાલો પ્રથમ "સીરીયલ નંબર" શીર્ષક, જે "SN" તરીકે સૂચવાયેલ છે, તે સાથેના સેલ પર ક્લિક કરીએ.
01:07 હવે માઉસનું ડાબું બટન દબાવી રાખો અને શિર્ષકો ધરાવતા સેલો સાથે ખેંચો.
01:13 સમગ્ર આડી પંક્તિ જે શિર્ષકો ધરાવે છે તે પસંદ કર્યા પછી, ફોર્મેટ ટૂલબાર પર "બોર્ડર્સ" ચિહ્ન પર ક્લિક કરો.
01:22 ઘણી બોર્ડર શૈલીઓ ધરાવતું એક ડ્રોપ ડાઉન બોક્સ ખુલે છે.
01:27 કોઈ એક શૈલી જે તમે લાગુ પાડવા માંગો છો તેના પર ક્લિક કરો.
01:32 હું છેલ્લા વિકલ્પ પર ક્લિક કરીશ.
01:35 આપણે જોઇ શકીએ છીએ કે આપણે પસંદ કરેલ શૈલી અનુસાર બોર્ડર ફોર્મેટ થઇ છે.
01:41 ચાલો આ ફેરફાર રદ કરીએ.
01:44 પસંદિત સેલ હજુ પણ પ્રકાશિત છે. પસંદગી પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "ફોર્મેટ સેલ્સ" વિકલ્પ પસંદ કરો.
01:53 હવે "બોર્ડર્સ" ટેબ પર ક્લિક કરો.
01:56 તમે "લાઇન અરેન્જમેન્ટ", "લાઈન", "સ્પેસીંગ ટુ કન્ટેન્ટસ" અને "શેડો સ્ટાઈલ" માટેના વિકલ્પો જોશો.
02:04 અહીં દરેકમાં જે દર્શાવવામાં આવ્યા છે તે કેલ્કના મૂળભૂત સુયોજનો છે.
02:08 પરંતુ તમે તમારી જરૂરિયાત પ્રમાણે બદલી શકો છો.
02:14 "યુઝર-ડિફાઇન્ડ" હેઠળ, તમે નાની પૂર્વદર્શન વિન્ડો, જે પસંદગી દર્શાવે છે, તે જોઈ શકો છો.
02:21 હું "ડીફોલ્ટ" હેઠળ ત્રીજુ વિકલ્પ પસંદ કરીશ, અને તમે જોઈ શકો છો કે તે પૂર્વદર્શન વિન્ડોમાં અસર કરે છે.
02:29 હું "સ્ટાઈલ", "વિદ્થ" અને "કલર" પણ બદલીશ.
02:33 ફરી પૂર્વદર્શન વિન્ડોમાં ફેરફારની નોંધ લો.
02:37 લખાણો વચ્ચેના અંતર માટે "સીન્કરોનાઈઝ" વિકલ્પ ચેક કરેલ છે.
02:41 આનો અર્થ એ થાય છે કે દરેક હાંસિયા પર સમાન અંતર લાગુ પાડવામાં આવેલ છે.
02:46 તમે તે અનચેક કરી શકો છો અને હાંસિયાનું અંતર જરૂરિયાત પ્રમાણે બદલો.
02:52 હું "ટોપ" અને "બોટમ" હાંસિયા 1.4pt થી બદલીશ.
03:59 વિવિધ શેડો શૈલીઓને નિરીક્ષણ કરવાનું હું તમારી ઉપર છોડું છું.
03:03 ઓકે પર ક્લિક કરો.
03:05 આ પસંદ કરેલી શૈલી પસંદ કરેલા સેલ ઉપર લાગુ પડશે.
03:10 બોર્ડરોને કેવી રીતે ફોર્મેટ કરવી તે શીખ્યા બાદ, ચાલો હવે જોઈએ કે સેલો ને બેકગ્રાઉન્ડ રંગ કેવી રીતે આપવું.
03:17 સેલોને બેકગ્રાઉન્ડ રંગ આપવા માટે, કેલ્ક "બેકગ્રાઉન્ડ કલર" તરીકે ઓળખાતું વિકલ્પ પુરુ પાડે છે, જે ફોર્મેટ ટૂલબાર માં સ્થિત થયેલ છે.
03:27 હવે ચાલો જોઈએ તે કેવી રીતે અમલમાં મૂકાયેલ છે.
03:30 ઉદાહરણ તરીકે, ચાલો શિર્ષકો ધરાવતા સેલોને બેકગ્રાઉન્ડ રંગ આપીએ.
03:36 તો ચાલો પ્રથમ જે સેલ "સીરીયલ નંબર" શીર્ષક ધરાવે છે, જે "SN" દ્વારા વ્યકત થયેલ છે તે પર ક્લિક કરો.
03:43 હવે માઉસનું ડાબું બટન દબાવી રાખો અને શિર્ષકો ધરાવતા સેલો સાથે ખેંચો.
03:49 સમગ્ર આડી પંક્તિ, જે શિર્ષકો ધરાવે છે, તે પસંદ કર્યા પછી, ફોર્મેટ ટૂલબારમાં "બેકગ્રાઉન્ડ કલર" વિકલ્પ પર ક્લિક કરો.
04:00 એક પોપ અપ મેનુ ખુલે છે જ્યાં તમે લાગુ પાડવા ઈચ્છતા હોઉ તે બેકગ્રાઉન્ડ રંગ પસંદ કરી શકો છો.
04:08 ચાલો "ગ્રે" રંગ પર ક્લિક કરીએ.
04:11 તમે જોઈ શકો છો કે શિર્ષકોનાં સેલનો બેકગ્રાઉન્ડ કલર ગ્રે થયો છે.
04:16 કેલ્ક વધુ લીટીઓનાં લખાણ ને ફોર્મેટ કરવા માટે વિવિધ વિકલ્પો પુરા પાડે છે.
04:21 પ્રથમ છે "ઓટોમેટીક રેપીંગ"નો ઉપયોગ.
04:26 "ઓટોમેટીક રેપીંગ" ઉપયોગકર્તાઓને એક સેલમાં વધુ લીટીઓનું લખાણ દાખલ કરવા માટે પરવાનગી આપે છે.
04:32 તો ચાલો જોઈએ તે કેવી રીતે અમલમાં મૂકાયેલ છે.
04:35 હવે આપણી "પર્સનલ ફાયનાન્સ ટ્રેકર.ઓડીએસ" શીટમાં, ચાલો એક ખાલી સેલ પર ક્લિક કરીએ.
04:43 ઉદાહરણ તરીકે, ચાલો સેલ નંબર "B12" પર ક્લિક કરીએ.
04:47 હવે સેલ પર જમણું માઉસ બટન ક્લિક કરીએ અને પછી "ફોર્મેટ સેલ્સ" વિકલ્પ પર ક્લિક કરીએ.
04:53 હવે સંવાદ બોક્સમાં "અલાઈનમેન્ટ" ટેબ પર ક્લિક કરો.
04:57 સંવાદ બોક્સનાં તળિયે "રેપ ટેક્સ્ટ ઓટોમેટીકલી" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "ઓકે" બટન પર ક્લિક કરો.
05:06 હવે આપણે લખીશું "ધીઝ ઈઝ અ પર્સનલ ફાયનાન્સ ટ્રેકર. ઈટ ઈઝ વેરી યુઝફૂલ".
05:13 તમે જોઈ શકો છો કે ઘણા સ્ટેટમેન્ટો એક સેલમાં આવરિત થાય છે.
05:19 ચાલો ફેરફારો રદ કરીએ.
05:22 "ઓટોમેટીક રેપીંગ" અંગે શીખ્યા બાદ, હવે આપણે સેલોને ભેગા એટલે કે મર્જ કેવી રીતે કરવું તે શીખીશું.
05:28 આપણી "પર્સનલ ફાયનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલમાં, જો આપણે સીરીયલ નંબર ધરાવતા સેલોને "SN" શીર્ષક અને તેને સંલગ્ન આઈટમો સાથે ભેગા કરવું હોય, તો પ્રથમ "SN" શીર્ષક હેઠળ ડેટા એન્ટ્રી "૧" પર ક્લિક કરો.
05:46 હવે કીબોર્ડ પર, "શિફ્ટ" કી દબાવી રાખો અને તેની સંલગ્ન આઈટમ "સેલેરી" સાથેનાં સેલ પર ક્લિક કરો.
05:55 આ ભેગા થયેલ બે સેલોને પ્રકાશિત કરે છે.
05:59 આગળ મેનૂબાર માં "ફોર્મેટ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "મર્જ સેલ્સ" વિકલ્પ પર ક્લિક કરો.
06:06 પોપ અપ થતા સાઇડબારમાં "મર્જ સેલ્સ" વિકલ્પ પર ક્લિક કરો.
06:11 બંને સેલોનાં લખાણને એક સેલમાં ખસેડવા માટે, સંવાદ બોક્સમાં "યેસ" વિકલ્પ પર ક્લિક કરો.
06:21 તમે જોઈ શકો છો કે પસંદિત સેલો એકમાં ભેગા થઇ ગયા છે અને લખાણ પણ ભેગા થયેલ સેલ અંદર છે.
06:29 હવે ટૂલબાર માં "અનડુ" પર ક્લિક કરી અથવા "કન્ટ્રોલ + ઝેડ" કળ એકસાથે દબાવીને મર્જીંગ ને રદ કરો.
06:37 આગળ આપણે લખાણને સેલમાં બેસાડવા માટે કેવી રીતે સંકોચવું તે શીખીશું.
06:42 ડેટા સેલમાં બેસાડવા માટે તેના અક્ષરનું માપ આપોઆપ સંતુલિત થઇ જાય છે.
06:49 તે કેવી રીતે કરવું તે શીખીએ.
06:51 ચાલો "B14" સંદર્ભતા સેલમાં લખાણ લખીએ "ધીઝ ઈઝ ફોર ધ મન્થ ઓફ જાન્યુઆરી".
06:59 તમે જોઈ શકો છો કે લખાણ સેલ માં બેસતા નથી.


07:03 લખાણને સંકોચવા માટે જેથી તે બંધબેસતું થાય, પ્રથમ B14 સંદર્ભતા સેલ પર ક્લિક કરો.
07:10 હવે મેનુબારમાં "ફોર્મેટ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "સેલ્સ" પર ક્લિક કરો.
07:18 વૈકલ્પિક રીતે, સેલ પર માઉસનું જમણું બટન ક્લિક કરો અને "ફોર્મેટ સેલ્સ" પર ક્લિક કરો.
07:23 તમે જોઈ શકો છો કે "ફોર્મેટ સેલ્સ" સંવાદ બોક્સ ખુલે છે.
07:27 સંવાદ બોક્સમાં "અલાઈનમેન્ટ" ટેબ પર ક્લિક કરો.
07:32 સંવાદ બોક્સનાં તળિયે, "શ્રીન્ક ટુ ફીટ સેલ સાઈઝ" ચેક બોક્સ પર ક્લિક કરો, અને પછી "ઓકે" બટન પર ક્લિક કરો.
07:41 તમે જોઈ શકો છો કે સમગ્ર લખાણ સંકોચાય તેના અક્ષર માપમાં ઘટાડો કરી પોતાને સંતુલિત કરે છે જેથી B14 તરીકે સંદર્ભતા સેલમાં તે બંધ બેસી શકે.


07:53 ચાલો ફેરફારો રદ કરીએ.
07:56 અહીં લીબરઓફીસ કેલ્ક પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:01 સારાંશ માટે, આપણે શીખ્યા:

કેલ્કમાં બોર્ડરો ફોર્મેટ કરવી, બેકગ્રાઉન્ડ રંગો.

08:08 "ઓટોમેટીક રેપીંગ" દ્વારા લખાણની વધુ લીટીઓનું ફોર્મેટિંગ કરવું.
08:14 સેલો ને જોડવા. સેલ બંધ બેસતા રાખવા માટે "શ્રીન્કીંગ ટેક્સ્ટ".
08:17 કોમ્પ્રિહેન્સિવ એસાઇન્મેન્ટ
08:20 પ્રેકટીશ.ઓડીએશ સ્પ્રેડશીટ ખોલો.
08:24 દરેક શિર્ષકો પસંદ કરો.
08:25 શિર્ષકોમાં બેકગ્રાઉન્ડ રંગ વાદળી આપો.
08:30 "ઓટોમેટીક રેપીંગ"ની મદદથી આ લખાણ લખો, "ધીઝ ઈઝ અ ડીપાર્ટમેન્ટ સ્પ્રેડશીટ".
08:36 આ લખાણ સેલમાં બેસાડવા માટે સંકોચો.
08:39 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08:42 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે.
08:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
08:50 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:55 જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે.
08:59 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો.
09:05 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
09:10 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:18 વધુ માહિતી " http://spoken-tutorial.org/NMEICT-Intro " ઉપર ઉપલબ્ધ છે.
09:28 આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

આભાર.

Contributors and Content Editors

Jyotisolanki