LaTeX/C3/Feedback-diagram-with-Maths/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | એક્સફીગ દ્વારા ફીડબેક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
0:07 | બ્લોક ડાયાગ્રામ નિર્માણના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં,આપણે અહીં બતાવેલ ડાયાગ્રામ બનવ્યો હતો. |
0:14 | આપણે તેને બ્લોકસ ટ્યુ્ટોરીઅલ ઉલ્લેખીશું. |
0:18 | કૃપયા કરી આ ટ્યુ્ટોરીઅલ ચાલુ કરતા પહેલા બ્લોકસ ટ્યુ્ટોરીઅલના નિષ્ણાંત થઇ જાઓ. |
0:22 | આ પૃષ્ઠમાં બતાવેલ પ્રકારનો બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાવો તે અમે આ ટ્યુ્ટોરીઅલમાં સમજાવીશું. |
0:31 | હું એક્સફીગ,આવૃત્તિ ૩.૨,પેચ સ્તર ૫ નો ઉપયોગ કરીશ. |
0:37 | આપણે બ્લોકસ ટ્યુ્ટોરીઅલમાં બનાવેલ બ્લોક.ફીગથી શરૂઆત કરીશું. |
0:43 | ચાલો એક્સફીગ પર જઈશું. |
0:47 | ફાઈલ પસંદ કરીએ અને તેને ખોલીએ. |
0:52 | એન્ટ્રી બોક્સમાં,આપણે "બ્લોક" દાખલ કરી ઓપન દબાવીએ.અથવા "બ્લોક.ફીગ" પર બે વખત દબાવીએ. |
1:04 | "ફાઈલ"ના "સેવ એઝ" વિકલ્પથી આપણે આ આકૃતિને ફીડબેક નામથી સેવ કરીશું. |
1:24 | આપણી પાસે હવે ફીડબેક.ફીગ ફાઈલ છે. |
1:28 | ચાલો "ગ્રીડ્સ" પર દબાવી સંખ્યાંકિત ચોરસો મુકીશું. |
1:34 | વળી જમણી બાજુના સ્ક્રોલ બારથી કેનવાસ ઉપર-નીચે કરી શકાય. |
1:41 | દરેક માઉસ બટનની કામગીરી ઉપર જમણીબાજુએ બતાવેલ છે. |
1:46 | આ કામગીરી પ્રવૃત્તિ પર આધારિત છે. |
1:49 | સ્પષ્ટતા માટે,ચાલો હું માઉસ ને ઊભા "સ્ક્રોલ બાર" ઉપર લઇ જાઉં. |
1:55 | હવે ડાબા બટન તરફની ટીપ્પણી જુઓ. |
1:59 | આ બતાવવા હું માઉસને ખસેડી નહીં શકું.કારણકે,જો હું કર્સરને સ્ક્રોલ બાર થી દૂર ખસેડીશ તો બટનોની કામગીરી બદલાઈ જશે. |
2:08 | "ડાબું બટન" કેનવાસને ઉપર અને "જમણું બટન" નીચે ખસેડે છે. |
2:17 | ડાબા કે જમના બટનને દબાવવા કરતા,આપણે "વચ્ચેના બટન"ને દબાવી,પકડી અને કેનવાસ ને ઉપર-નીચે કરી શકીએ. |
2:31 | એવી જ રીતે,ઉપરના "સ્ક્રોલ બાર"થી તમે કેનવાસને જમણી કે ડાબી બાજુએ ખસેડી શકો. |
2:44 | હવે હું બોક્સને મધ્યમાં લાવવા,"વચ્ચેના બટન"ને દબાવી,પકડી અને કેનવાસ ને મધ્યમાં લાવીશ. |
2:57 | જેવું હું માઉસ છોડીશ,બોક્સ મધ્યમાં આવી ગયું હશે. |
3:03 | ચાલો હવે આ બ્લોક થી શરૂ કરી આપણે ફીડબેક ડાયાગ્રામ બનાવીએ. |
3:08 | આ બોક્સની નકલ કરીએ. |
3:13 | બોક્સ પર દબાવીએ અને પસંદ કરીએ. |
3:16 | માઉસને નવા સ્થાને લઇ જઈ દબાવીએ. |
3:27 | ચાલો હવે થોડું લખાણ મુકીએ. |
3:29 | ડાબીબાજુના પેનલમાંથી T દ્વારા સૂચવેલ "ટેક્સ્ટ બોક્સ" ને દબાવીએ. |
3:37 | ચાલો લખાણનું પરિમાણ નક્કી કરીએ. |
3:43 | માઉસને વેલ્યુ બોક્સ પર ખસેડો અને ૧૬ ઉમેરો. |
3:51 | "સેટ" દબાવો. |
3:53 | એટ્રીબુટ પેનલમાંના "ટેક્સ્ટ જસ્ટ" બટન ઉપર દબાવીએ. |
4:02 | ચાલો મધ્ય સંરેખણ(સેન્ટર અલાઈનમેન્ટ) પસંદ કરીએ. |
4:05 | પ્રથમ બોક્સના કેન્દ્ર ઉપર બટન દબાવીએ. |
4:11 | હું માફી ચાહું છું કે મેં સાચું સ્થાન પસંદ ન કર્યું. |
4:15 | કર્સર હટાવવા હું જુદા સ્થાને માઉસ દબાવીશ. |
4:19 | પછી હું સાચા સ્થાને માઉસ દબાવીશ. |
4:27 | ચાલો હવે "કંટ્રોલ" લખીએ અને માઉસ દબાવીએ. |
4:35 | હવે આપણે નિર્દેશક ચિન્હવાળી લીટીઓ દાખલ કરીશું. |
4:40 | ચાલો તો "પોલીલાઈન બટન" પસંદ કરીએ. |
4:43 | એટ્રીબુટ પેનલમાંથી "એરો મોડ" બટન પસંદ કરી,બીજું વિકલ્પ પસંદ કરીએ. |
4:53 | હવે "એરો ટાઇપ" બટન અને "એરો હેડ" દબાવીએ. |
5:00 | જે બિંદુથી આપણે લીટીની શરૂઆત ઈચ્છીએ છીએ ત્યાં માઉસ દબાવીએ. |
5:08 | ચાલો ઇચ્છિત લીટીના અંતિમ બિંદુએ માઉસ લઇ જઈએ. |
5:14 | હવે ત્યાં "માઉસનું વચ્ચેનું બટન" દબાવીએ. |
5:20 | લો લીટી નિર્દેશક ચિન્હવાળી બની ગઈ. |
5:25 | હવે મારે એક વર્તુળ મુકવું છે. |
5:27 | ચાલો "ડાબીબાજુની પેનલ"માંથી "સર્કલ ઓન ધી લેફ્ટ"ને પસંદ કરીએ. |
5:33 | આપણે તેને પ્રથમ બોક્સની ડાબીબાજુએ મુકીશું. |
5:37 | માઉસ દબાવો.જેવું હું માઉસને ખસેડીશ,વર્તુળ મોટું થતું દેખાશે. |
5:47 | જયારે આપણને ઉચિત પરિમાણ મળે ત્યારે માઉસને છોડી ડો. |
5:54 | અરે!વર્તુળ મને જોઈએ તેના કરતા મોટું થઇ ગયું! |
5:57 | હું આ પ્રક્રિયાને ઉપરના "એડિટ બટન"થી પહેલાની સ્થિતિમાં લાવી શકું. |
6:02 | ડાબીબાજુની પેનલના "ડીલીટ બટન"થી,આપણે આ વર્તુળને રદ કરી શકીએ. |
6:10 | તો ચાલો તે કરીએ. |
6:14 | અહીં ક્રોસ હૈરવાળી એક રૂપરેખા દેખાય છે. |
6:18 | અને બધા આકારોના બધા મુખ્ય બિંદુઓ પણ દેખાય છે. |
6:22 | વર્તુળને સૂચવતા મુખ્ય બિંદુએ ક્રોસ હૈર્સને લઇ જઈ અને દબાવો. |
6:32 | જો ખોટી વસ્તુ રદ થઇ જાય તો ગભરાવાની જરૂર નથી. |
6:35 | તમે તેને અન્ડૂ કરી શકો:"એડિટ" બટન દબાવી,પકડી,"અન્ડૂ" પર જઈ માઉસ છોડી દેવું. |
6:44 | જો વસ્તુઓ નજીક મુકેલી હોય,તો તેમને પસંદ કરવામાં તમને કદાચ મુશ્કેલી આવે. |
6:49 | તમે આને "ઝૂમ" લક્ષણ દ્વારા ઉકેલી શકો. |
6:55 | ઉપર ડાબીબાજુના "વ્યુ" બટન ને દબાવી,પકડી અને એમાંના એક ઝૂમ વિકલ્પને પસંદ કરો. |
7:00 | ચાલો હું માઉસને "ઝૂમ ટુ ફીટ ધ કેનવાસ" પર દબાવું. |
7:04 | હવે વસ્તુઓ વચ્ચેનો તફાવત જોવો સરળ બન્યો . |
7:08 | ચાલો હું વર્તુળને રદ કરું. |
7:12 | અને અનઝૂમ કરું છું. |
7:20 | હું સ્ક્રોલ બટનોથી ડાયાગ્રામને કેન્દ્રમાં ખસેડીશ. |
7:35 | "ડીલીટ" ચિન્હને ચાલુ રાખવું યોગ્ય નથી,કારણકે ભૂલથી બીજું કઈ રદ થઇ શકે છે. |
7:41 | હું બીજું કોઈ બટન પસંદ કરી આને બદલી શકું છું. |
7:44 | ચાલો હું ડાબા વર્તુળને પસંદ કરું. |
7:47 | હું ફરી વર્તુળ બનાવું. |
8:00 | મને આ લીટીમાંથી બીજી લીટી દાખલ કરવી છે. |
8:04 | આના માટે,આપણે પહેલા લીટી ઉપર "બિંદુ" રાખીશું. |
8:07 | ડાબીબાજુના પેનલમાંથી "લાઈબ્રેરી" દબાવીએ. |
8:11 | લાઈબ્રેરી પુસ્તકોના જથ્થા દ્વારા સૂચિત કરેલ છે. |
8:15 | એક "ડાયલોગ વિન્ડો" ખુલે છે. |
8:17 | લાઈબ્રેરીની બાજુમાં તે "નન લોડેડ" કહે છે. |
8:20 | તેને દબાવીએ અને પકડી રાખીએ. |
8:22 | ઉપલબ્ધ લાઈબ્રેરીઓની યાદી જોઈ શકો છો. |
8:25 | માઉસને "લોજીક લાઈબ્રેરી" પર લઇ જાઓ અને છોડો. |
8:31 | "સ્મોલ દોટ" પર બે વખત માઉસ દબાવી પસંદ કરીએ. |
8:36 | "ડાયલોગ વિન્ડો" બંધ થઇ જશે. |
8:38 | પસંદ કરેલા સ્મોલ દોટ સાથે આપણે ક્રોસ હૈર પણ જોઈ શકીએ છીએ. |
8:42 | માઉસ દબાવી દોટને લીટી ઉપર સ્થાપિત કરીએ. |
8:51 | કર્સર અને દોટ ફરીવાર દેખાય છે,અને સૂચવે છે કે આપણે તેમને કોઈ બીજા સ્થાને પણ રાખી શકીએ. |
8:57 | આપણે દોટને બીજા કોઈ સ્થાને રાખવા માંગતા નથી. |
9:00 | તો ચાલો માઉસના જમણા બટનને દબાવી તેને બંધ કરીએ. |
9:05 | માઉસનું જમણું બટન "અન્ડૂ" પ્રક્રિયા કરે છે. |
9:08 | આ ઘટનામાં,દોટને પસંદ કરવાની ક્રિયા રદ થઇ ચુકી છે. |
9:10 | ચાલો આ દોટથી વર્તુળ સુધી એક લીટી દોરીએ. |
9:15 | તેના માટે પોલીલાઈન પસંદ કરીએ. |
9:18 | નોંધ લો કે અગાઉની પસંદગીઓ જે "એરો મોડ" અને "એરો ટાઇપ" હતી તેની યાદી રખાઈ છે. |
9:24 | એક સત્રમાં,એક્સફીગ પરિમાણ નિર્ધારિત(પેરામીટર) કિંમતો યાદ રાખે છે. |
9:28 | દોટ પર માઉસ દબાવો. |
9:34 | માઉસને તળિયે લઇ જાઓ અને દબાવો. |
9:41 | હવે માઉસને ડાબી તરફ વાળો,જ્યાં સુધી વર્તુળના તળિયે ન પોહચે.હવે દબાવો. |
9:47 | માઉસને વર્તુળ પર લઇ જાઓ અને હવે "વચ્ચેના બટન"ને દબાવો. |
9:54 | લીટીની નકલ કરી વર્તુળની ડાબીબાજુએ અન્ય લીટી દોરીએ. |
10:08 | એક્સફીગના ઉપરના ડાબીબાજુના ખૂણામાંના "ફાઈલ બટન"માંથી "સેવ" પસંદ કરી આ આકૃતિને સેવ કરીએ. |
10:19 | ચાલો હવે ફાઈલને નિકાસ(એક્સપોર્ટ) કરીએ. |
10:22 | ફરી એકવાર "ફાઈલ" બટનને દબાવીએ અને "એક્સપોર્ટ" પસંદ કરીએ. |
10:30 | "લેન્ગવેજ" પસંદ કરીએ અને પછી "પીડીએફ". |
10:36 | આપણને "ફીડબેક.પીડીએફ" ફાઈલ મળેછે. |
10:43 | "ઓપન ફીડબેક.પીડીએફ" આદેશ દ્વારા આ ફાઈલ ને ખોલીએ. |
10:56 | આપણને જોઈતો બ્લોક ડાયાગ્રામ હવે આપણી પાસે છે. |
11:00 | ચાલો આપણો હેતુ પાર પડ્યો. |
11:04 | હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું. |
11:08 | બ્લોકસને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો. |
11:13 | રોટેટ અને ફ્લીપ જેવી પ્રક્રિયાઓ હાથ ઘરો. |
11:19 | ફીડબેક.ફીગ ફાઈલ ને એડિટરમાં નિહાળો અને વિભિન્ન ઘટકોને ઓળખો. |
11:25 | લાઈબ્રેરીના ઉપયોગથી,સદંતર જુદાજ બ્લોક ડાયાગ્રામ બનાવો. |
11:32 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT(NMEICT),MHRD, ભારત સરકારના
માધ્યમથી સમર્થિત કરેલ છે. |
11:44 | મિશન વિષે વધુ જાણકારી લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
11:53 | તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ. |
11:57 | આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર |